The world of the slave books and stories free download online pdf in Gujarati

ગુલામોની દુનિયા

સુસવાટા બોલાવતી કેટલાય પ્રદેશોની યાદો, સંસ્કૃતિ, ઇતિહાસ અને માટીની સુગંધ લઈને એ રખડતી હવા બીજી રખડતી હવા સાથે ટકરાઈ રહી છે. અને આ બંને હવાના ટકરાની સાથે જ સમગ્ર વિશ્વના પ્રેમ, સોહાર્દ, કામુકતા, સૌંદર્યતા, આક્રમકતાનું મિશ્રણ થાય છે.

તડાંગ......ભડાંગ...... ડિબાંગ.......ધમ......ધમ........ધમ વીજળીના કડાકા-ભડાકા થતા જોવા મળે છે. અને એમાંય આકાશનો પ્રેમ જોઈ સમુદ્ર પણ ઘેલો થયો અને પોતાની અંદરની લાગણી,પ્રેમ, કામુકતા અને સંતોષવા ઉંચા-ઉંચા ઉછાળા મારે છે.અને પોતાના સ્વજન ગગન સાથે બાથ ભીડવાનો પ્રયત્ન કરે છે.

એવામાં જે કાંઈક કાળા ડિબાગ વાદળો પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને હજારો લોકોનો રડવાનો ડરવાનો અવાજ સંભળાય છે, મોટી મોટી ચિશો સંભળાય છે,ત્યાં સ્મૃતિપટ પર સમુદ્રના મોજાથી ઊંચા નીચું થતું વિશાળકાય જહાજ પ્રવેશે છે. જેના નીચેના ભાગ પર તીક્ષ્ણ ધારદાર અક્ષરે પેટ્રોડોરા સામ્રાજ્ય એવું નામ લખેલું હોય છે.

સમગ્ર જહાજમાં કેટલાય પ્રાણીઓ,માલસામાન અને હજારો સ્ત્રી પુરુષો અસ્તવ્યસ્ત થઈ એકબીજાની માથે ધડાંગ દઈને પડતા જોવા મળે છે. એવામાં જ અચાનક એક પેટ્રો-સેનિક લસરતો.........લસરતો...........સમુદ્ર તરફ ગતિ કરતો હોય છે,ત્યાં જ તેના સેનાપતિની નજર તે સૈનિક પર પડે છે. સેનાપતિએ તે સૈનિકને બચાવવા માટે તીક્ષણ, ધારદાર અને ચમકતી રસી નાખી, તે સેનીકે પકડી સૈનિક મૃત્યુ તો ન પામ્યો પરંતુ તે જેમ જેમ રસીને પકડીને ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. તેમ-તેમ તેના હાથમાંથી અને શરીરમાંથી લોહીના ફુવારા છૂટે છે. ધારવાળી રશીએ સૈનિકના શરીરને કાયાપલટ કરી નાખે છે.

ટેબલ,ખાવાનું, પીવાનું તેમજ સમગ્ર સામાન અસ્ત-વ્યસ્ત થઈ ચૂક્યો હોય. ઍવામાં જ સેનાપતિ આદેશ પરમાવે છે. કે જહાજના ભારને ઘટાડવા માટે 12000 ઘોડાઓને સમુદ્રમાં ફેંકી દેવામાં આવે. આદેશનું પાલન કરવા માટે સૈનિકો આવી ભયંકર સ્થિતિ કે જેમાં સૈનિકોને પોતાના શરીર પર સંતુલન ન હતું તેવામાં ચાર સૈનિકો મળીને એક ધોડાને પકડીને ધીમે ધીમે સમુદ્રમાં નાખવા લાગ્યા ક્યારેક ઘોડો સૈનિક માથે પડે તો ક્યારેક સૈનિકો ધોડા માથે પડે.

ઘણો બધો સમય વીતી ગયો હોવા છતાં પણ જહાજ નો વજન હળવો ન થયો. અને માત્ર 880 ઘોડા સમુદ્રમાં ફેકાયા હતા આથી સેનાપતિ ખૂબ જ ક્રોધી થતો હતો તેને શું કરવું એ ન સુતા આદેશ ફરમાવ્યો કે ઘોડાને ફેંકવાનું બંધ કરવામાં આવે અને 10,000 પુરુષ ગુલમોને ફેકવામાં આવે.

સૈનિકોને ને વગર નસાઍ નસો ચડ્યો હોય તેવી સ્થિતિમાં પુરુષ ગુલામોનો દરવાજો ખોલે છે.દરવાજો ખોલતા ની સાથે જ ઓરડાની ક્ષમતા કરતા પણ વધારે ગુલામો ભરી દેવામાં આવ્યા હતા આથી કેટલાક તો અસહ્ય ગરમી અને શ્વાસ ન લઈ શકવાના કારણે એમ જ મૃત્યુ પામ્યા હતા.
અને કેટલાક બેભાન અવસ્થામાં હતા? તો કેટલાક ચીસો પાડી રહ્યા હતા.

એક ધારદાર અવાજ ખૂબ જ ઉગ્ર અને ક્રોધની સાથે બોલી ઉઠે છે 'હરામીની ઓલાદ મોઢું બંધ રાખજો નહિતર જીભને પણ ગાંઠ મારી દેવામાં આવશે'
આ સાંભળતા ની સાથે સૌ ગુલામો શાંત થઈ જાય છે.

ત્યાં જે તીણા અવાજ વાળો પુરુષ પોતાના સેનાપતિનો આદેશ વાંચવા માટે પર પરબીડિયો કાઢે છે. અને બોલે છે આ દુનિયામાં તમે અત્યાર સુધી પોતાના પ્રદેશમાં સ્વતંત્ર જીવન વિતાવ્યું છે, જે તમારા માટે ખૂબ આનંદની વાત ગણી શકાય અમને અફસોસ છે, કે તમને પેટ્રોડોરા સામ્રાજ્યની સેવા માટે અવસર નહીં આપી શકીએ કદાચ હુકુમતની પણ એ જ ઇચ્છા હશે કે તમને મુક્તિ મળે. આથી આ ઓરડામાં રહેલા સૌ ગુલામોએ સમુદ્રમાં પોતાની સમાધિ લેવાની છે.

આ સાંભળતાની સાથે જ સો ગુલામો ચોકી ઊઠે છે. અને કેટલે એકબીજાની સામું જોવા માંડે છે. કેટલા ખુશ થઈને ઝુમી ઊઠે છે, તો કેટલાક રડી ઊઠે છે,કેટલાક વાતો કરે છે, કે જો જીવીશું તો લડીશું અને આ અસુરોનો સહાર કરીશું અને ત્યાં રહેલા આપણા જેવા હજારો ગુલામોને મુક્તિ અપાવીશું તો કેટલાક મરેલા છે, તેને સમુદ્રમાં ફેંકવા માટે પોતાના ખભા ઉપર ઉઠાવીને લઈ જાય છે.

શરૂઆતમાં ઊભેલા કેટલાક ગુલામો ભય સાથે પગે પડે છે. અને કૂદવાની ના પાડે છે. ત્યારે સૈનિકો દ્વારા તલવાર કાઢવામાં આવે છે અને એક સાથે સીધે સીધી પાંચ ગુલામોને વિધતી તલવાર આરપાર થઈ જાય છે. તલવારની સાથે જ આ પાંચેયને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે. આ જોઈને આજુબાજુમાં રહેલા તમામ સૈનિકો ગુલામોને આ રીતે તલવાર ખોચવા લાગ્યા તે જોઈને કેટલાક તો પોતાની જાતે જ સમુદ્રમાં કૂદી પડે છે. અને કેટલાક જીવ બચાવવા એ ટોળામાં પાછળ-પાછળ જતા જાય છે.

લાકડાની બારીમાં રહેલ છિદ્રમાંથી એક આંખની કીકી સર્વે દ્રશ્ય જોઈ રહ્યું હોય છે અને તે ત્યાં જ આ જોઈને ચીસો પાડવા માંડે છે. અને જોર જોરથી પોક મૂકે છે ધીમે ધીમે કુદરતી આફત ટળે છે એટલે જહાજ સ્થિર થતું હોય છે.

પરંતુ શા માટે સેનાપતિએ માત્ર પુરુષ ગુલામોને જ દરિયામાં નાખવાનો આદેશ આપ્યો હશે? એ લાકડાની બારીમાં છિદ્રમાંથી જોઈ રહેલા આંખની કીકી કોની હશે?
આ ગુલામોની દુનિયા આ સામ્રાજ્ય ની દુનિયા એ કેવી હશે?

આપના પ્રત્યુતર આપને મેસેજ દ્વારા અથવા કોમેન્ટમાં જણાવી શકો છો.🙏