૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ
આઓ હું તમને વાત સમભળા વુ મારી માતૃભાષા ની
વાંચીને પણ મા સમી શાતા મળી,
ગુજરાતી નામમી ભાષા મળી.
હું તરત વાંચી ગયો આ ચોપડી,
ત્યાં મને થોડીક જિજ્ઞાસા મળી.
ગુજરાતીમાં હતું સમજી લીધું,
સારું છે કે સ્વપ્નને વાચા મળી.
કોઈ પુસ્તક ભેટમાં આપી ગયું,
કૈં નિરાશાઓ મહીં આશા મળી.
ગર્વથી વાંચી શકું છું મંચ પર ,
આ ગઝલને શબ્દની કાયા મળી.
વાંચીને માથા ઉપર મૂકી દીધાં,
પુસ્તકોમાં દેવીની આભા મળી.
કાલુ ઘેલું બોલતો 'સાગર' થયો,
લાગણીઓ જાપવા માળા મળી.
- ghanshyam kaklotar
💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌
મારા વિચારો ને વેગ મળ્યો,
હર વિચાર મારો શબ્દ બન્યો,
શબ્દ ના સથવારે નવ પંક્તિ બની,
હર પંક્તિ એ મારી કવિતા ફળી,
કંઈ નથી મારું સર્જન આમાં વિશેષ,
આ તો છે મારી માતૃભાષા ની મીઠાશ...
કલ્પના થકી તો હું બન્યો છું
મારી ગુજરાતી ભાષા ને હું નમ્યો છું,
ધન્ય મારી જાત ને માની ગૌરવ પામ્યો છું,
મારું અભિમાન મારું આત્મસન્માન,
આ તો છે મારી માતૃભાષા ની મીઠાશ...
- ghanshyam kaklotar
❤️💌❤️💌❤️💌❤️💌❤️💌❤️💌
ગુરુ મટી મિત્ર બની સાંભળું છું તારી વાત,
તારી બધી મુસીબતમા બતાવું તને વાટ;
વિદ્યાર્થી, હું શિક્ષક હંમેશા તારી સાથ.
જ્યારે ભૂલ કરે તું તો સુધારું ડાબે હાથ,
તારી બધી ભૂલોમાં છુપાઈ છું હું ક્યાંક;
તારી દરેક નિષ્ફળતામાં મારો ક્યાંક વાંક,
અને સફળતામા બિરદાવું છું આપોઆપ;
હે વિદ્યાર્થી, હું શિક્ષક હંમેશા તારી સાથ.
વિવિધ સ્પર્ધાઓથી ઉપસાવું તારી જાત,
તારી હારજીતનો માણું છું હું સ્વાદ;
તું સમજે છે કે પરિક્ષા તારી છે,
પણ પરિક્ષાએ તારા થકી પકડી મારી "રાહ";
હે વિદ્યાર્થી, હું શિક્ષક હંમેશા તારી સાથ.
કલા,કૌશલ્ય અને જ્ઞાન પિરસુ તારે થાળ,
જો જમે આ પૂરું તો મારા હૈયે ઓડકાર;
હે વિદ્યાર્થી, હું શિક્ષક હંમેશા તારી સાથ.
ધ્યાન અને યોગથી રાખવું છું તારી ભાળ,
એક એક આસને શીખવાડું હું સ્વસ્થતાના પાઠ;
હે વિદ્યાર્થી, હું શિક્ષક હંમેશા તારી સાથ.
- ghanshyam kaklotar
❤️💌❤️💌❤️💌❤️💌🕊️❤️🕊️💌🕊️💌
દફ્તરના ખૂણાઓમા સંતાએલી મારી વાસ્તવીકતા પડી છે.
છેલ્લી પાટલીએ હજીયે ભોળી ભોળી મિત્રતા પડી છે.
ટેબલ પર, બેજીજક ધોઈ નાખતા શિક્ષકોની સત્તા પડી છે.
લૉબીમા અંગુઠા પકડીને થાકી ગયેલી મારી સફળતા પડી છે.
મેદાનના એ લીંબડા નીચે મારી કેટલીય અધૂરી વાત પડી છે.
લખવામા ભૂલ પડી છે, ખોટુ બોલવાની આદત પડી છે,
ભઈબંધના ખભે હાથ મૂકવાની ખબર પડી છે,
મારા ઘરે પહોચેલી ફરીયાદ પડી છે,
જેમાથી શીખ્યો છુ એ નિષ્ફળતા પડી છે,
મારી ઈમારતની ઈંટ ઈંટમા અને વાતાવરણના ઈંચ ઈંચમા મારી સાચી ક્ષમતા પડી છે.
એનો દરવાજો ઓળંગીને ઘણુ આગળ નીકળી ગયા પછી સમજાય છે, હુ માણી શકુ એ જિંદગી તો સ્કૂલમા પડી છે.
- ghanshyam kaklotar
❤️💌❤️💌❤️💌❤️💌❤️💌❤️💌❤️💌
હું એક શિક્ષક છું.
કક્કો શીખવાડીને તમને કલેકટર બનાવું,
પાટીમાં પેન ચલાવતા અને આકાશમાં પ્લેન ચલાવતા કરું,
માટીમાં રમકડાં બનાવતા તમને એન્જિનિયર બનાવું,
પીંછી પકડાવી પળ વારમાં ચિત્રકાર બનાવું,
ઢોલક ખંજરી બજાવતા તમને સંગીતકાર બનાવું,
પ્રયોગોની કેડી પાથરીને વૈજ્ઞાનિક બનાવું,
હું ગમુ જો તમને તો .......
મારા પ્રતિબિંબ જેવા શિક્ષક બનાવું
અને......
જો તમારે કંઈ બનવું જ ના હોય,
તો પણ તમને "માનવી" તો બનાવું જ
કારણ કે....
હું એક શિક્ષક છું.
- ghanshyam kaklotar
❤️💌❤️💌❤️💌❤️💌❤️💌❤️💌❤️
સુખો નો સરવાળો
દ્દુઃખો ની બાદબાકી
જિંદગી ભલે અમારી
ચણતર તો તમારી .
માં ના સ્તરે માસ્ટર,
હથિયાર ચોક ને ડસ્ટર ,
કર્મો નું શીખવે ચેપટર,
ખામીઓ નું કરે પ્લાસ્ટર,
શિક્ષક, ગુરુ કે ટીચર ,
શબ્દ ભલે અનેક
શીખવવું એમનો ધર્મ,
સમજાવવું એમનો કર્મ.
માન ચડિયાતું જેનું ઈશ્વર થી,
ભલા આલેખાતું હશે શબ્દો થી !
- ghanshyam kaklotar
💌❤️💌❤️💌❤️💌❤️💌❤️💌❤️💌❤️