The Tales Of Mystries - 8 books and stories free download online pdf in Gujarati

The Tales Of Mystries - 8 - રોમાન્સ ઇન એકલિપ્સ - 3

પ્રકરણ 3


2019: મેં મહિનો.


પોતાના રૂમ માં બેઠી બેઠી અનુરાધા એક નોટ માં કૈક ચીતરી રહી હતી. ત્યાં એના મમ્મી કૌશલીયા બેન આવી ચડ્યા. અને એ નોટ માં જોયું તો એક ઉપર એક કવેશન ચિન્હ ઘૂંટયા હતા એ જોઈ કૌશલ્યા બેન ચોકી ગયા.

કૌશલ્યા: બેટા.. આ શું?

અનુરાધા: (ઘુરાટ અવાજે): દેખાતું નથી. પ્રશ્નો છે આ મારા?

કૌશલ્યા બેન ની છાતી માં સોળ પડી .. એણે ફરી જોયું. માત્ર કવેશન ચિન્હ.

કૌશલ્યા (ખોખરો ખાઈ ને): કયા છે બેટા. મને કહે. મને નહીં કહે??

અનુરાધા (અચાનક જ ધ્રુજતા અવાજે રડવા માંડી અને રડતા રડતા): મને જ કેમ કોઈ નથી મળતું. મેં શું ગુનો કર્યો છે. મને દોસ્ત બનાવે છે પણ સાથી કેમ નહિ. આ પાંચ મુ રિજેક્શન હતું મમ્મી. હું આટલી ખરાબ છું.

કૌશલ્યા (આંખ માં પાણી અને ગળું ભીનું થઈ જાય છે ): ના બેટા. લોકો તારી ખૂબી નથી જોઈ શકતા. તું બહાર થી ભલે બીજી બધી સામાન્ય છોકરી જેવી લાગતી હોય પણ તારો આત્મા એટલો સારો છે કે એ જેવા તેવા ને હેન્ડલ કરતા ન ફાવે. અને એટલેજ .. આ..

અનુરાધા(ડુસકા ભરતા): તો હું શું કરું મમ્મી?

કૌશલ્યા: (આંસુ લૂછતાં) દીવા ના તેજ નીચે જ અંધારું હોય છે બેટા. તું એ દીવો છે. ચિંતા ન કર ઈશ્વરે તને પ્રેમ કરે એવા છોકરા રૂપી તેલ બનાવ્યુજ હશે જે તારા માં તું બની ને ભળી જાય અને પ્રસરી જાય.

અનુરાધા સાંભળતી રહી અને એને એક વિશ્વાસ બેસી ગયો કે જગત ને બનાવનારા એ એની સાથી એ બનાવ્યોજ હશે.

પણ એના મન માં ધીરજ ખૂટી રહી હતી. એ 29 ની થઈ ચૂકી હતી અને પ્રેમી તો છોડો મુરતિયો એ નહોતી પામી.

એ શું કરવું કે જેથી ઈશ્વર પણ ઘૂંટણ ટેકવી દે અને એનો સાથી મળે એ બાબતે વિચારવા માંડી.

એક દિવસ ફોન માં રિલ્સ જોતા જોતા એક રિલ્સ માં રાવણ ની કથા આવી જેમાં એના અખન્ડ અને અનંત ભક્તિ જેમાં એને 10 વાર પોતાનું માથું વાઢી ને શિવ જી ને અર્પણ કર્યું અને શિવ જી ને રિજવ્યા એ જોયું અને એને વિચાર પ્રગટ્યો.

2019: ઓગસ્ટ મહિનો.

શ્રાવણ ના પવિત્ર મહિના માં એ શિવજી ના મંદિર એ જઈ ને અભિષેક કરતા કરતા એક પ્રાર્થના કરી.

અનુરાધા: જો મારી માટે સાથી ન હોય મારા વિધાન માં તો અબઘડી મારો દેહ ત્યાગ કરું છું એ સ્વીકારી લ્યો. અને જો મારા લલાટે એ સુખ હોય તો મને ખોટો સાચો જે રસ્તો એને પામવા નો હોય એ સુઝાડો. ઓમ અસતું..

માથું નમાવી ને ઘરે જવા નીકળી.

ઘરે પહોંચી ને એણે પોતાનો ફોન સ્ટાર્ટ કર્યો અને ફેસબુક પર ડેટિંગ સાઇટ , ચેટિંગ સાઇટ, વગેરે ની એડ્સ મળવા માંડી અને ખુશ થઈ ને મનો મન અનુરાધા બોલી ઉઠી :જય ભોલે નાથ.

એમા એ આગળ વધી પણ ક્યાંક ને ક્યાંક ત્યાં એને પોતાને હવે સંતોષ નહોતો થતો જે પાત્રો મળતા હતા એમાં. એજ દરમિયાન એવાજ એક એડ માં લખ્યું હતું.

"જય મહાકાલ જ્યોતિષ.. પ્રખર જ્ઞાન અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી જ્યોતિષશાસ્ત્ર ના જાણકાર .. જે ચાહો એ પામો.. પહેલી કન્સલ્ટન્ટ ફી 1500 રૂ. પછી થી 500 રૂ. પાંચ કન્સલટન્ટનસી સુધી માં 100 ટકા રિઝલ્ટ.. બાકી 70 ટકા પૈસા પાછા."

આ વાંચી એક અળગો વિચાર અનુરાધા ના મન માં સ્ફુર્યો.

શુ કરવા જઈ રહી હતી અનુરાધા. ?

પ્રેમ પામવા માટે કેટલી હદ પાર કરી શકતી હતી અનુરાધા??