The Tales Of Mystries - 11 books and stories free download online pdf in Gujarati

The Tales Of Mystries - 11 - આખેટ પ્રકરણ 2

આખેટ
પ્રકરણ 2

સવારે 8 વાગ્યે:

આકાશ પોતાના ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર ચા નાસ્તો કરતો હતો . ત્યાં એના ફોન ઉપર કોલ આવ્યો. આ વખતે જાણીતો નમ્બર હતો. કેયુર નો.

આકાશ(ફોન રિસીવ કરી ને): હા કેયુર બોલ.

કેયુર: એ લાખોટા.. ફોન તો ઉપાડ ચમન.

આકાશ: હા બોલ ને ભાઈ. શુ હતું. ?

કેયુર: અલ્યા કાલ નો તને ટ્રાઈ કરું છું , લખોટા ફોન કેમ નથી ઉપડતો. ?

આકાશ: તે ક્યારે કોલ કર્યા. ?

કહી ને કોલ.લોગ જોવે છે. કોઈ કોલ ન દેખાતા..

આકાશ: એ ટોપા , એક કોલ નથી કાલ ના દિવસ માં . શુ ઠોકા ઠોક કરે છે.

કેયુર: ઓ ભાઈ. મેં મારા ઓફિશિયલ નંબર પર થી કર્યો હતો. 079 23@%$# નંબર પર થિ હશે.

આકાશ એ કોલ લોગ માં નમ્બર જોયો. રેડ માં સ્કેમ માં દેખાયો.

આકાશ: ભાઈ એ સ્કેમ માં દેખાડતો હતો. સો ન ઉપાડ્યો.

કેયુર: ok. હશે. હવે સાંભળ.. તે જે ઇન્વેસ્ટમેન્ટ માટે વાત કરી હતી ને એ થઈ જશે. એક વાર 30000 મિનિમમ ઇન્વેસ્ટ કરવા ના. પછી monthly તારો ચિચોડો ચાલુ.

આકાશ: એપ્રોક્ષ કેટલા આવે વળતર માં. ?

કેયુર: પેલા ના 30ટકા કાપી ને એ 35 ટકા ની ગેરેન્ટી આપે છે. ધોવાસે નહીં. મેં એનું કામ જોયું છે.

આકાશ: oke. કાલ સુધી માં ટ્રાન્સફર કરું છું. મને ડિટેલ્સ મોકલી દે.

કેયુર: ઓકે.

આકાશ: ઓકે. ચાલ બાય. હવે મારે ઓફીસ એ જવાનું છે. આ વાતચિત માં મોડું થઈ ગયું.

કેયુર: ઓકે ઓકે. હમણાં કલાક માં તને ડિટેલસ મોકલું છું. ચાલ બાય.

આકાશ: ઓકે . બાય.

આકાશ એ ફોન મુક્યો અને એ પોતાની બાઇક પર બેસી ને ઓફીસ માટે નીકળી પડ્યો.

કેયુર એ ફોન મુક્યો. એ બેડ પર આરામ થી શોર્ટ માં પડ્યો હતો.

એના બેડ ની સામે ની તરફ આવેલ બાથરૂમ માં થી ખ્યાતિ ટુવાલ પોતાના શરીર પર વીંટાળી ને બહાર આવી.

કેયુરે એને જોઈ ને આંખ મારી.

ખ્યાતિ :(મલકાતાં ) થઈ ગયું. ?

કેયુર: (ગર્વ ભર્યા અવાજે) હું કહું ને આકાશ ન કરે એમ બને?

ખ્યાતિ: વાહ. તમારું બ્રોમાન્સ. કહેવું પડે.

કહી ને એજ સ્થિતિ માં બાજુ માં આવી ને બેઠી, પોતાનું ઉરોજ અને એને ઉભરતી ખીણ ની ઝલક કેયુર ને પડે એમ બેઠી.

એ ખીણ તરફ , ઉરોજ શિખર તરફ કેયુર ની આંખો પડી અમે અમુક રાસાયણિક ઉત્પાત શરીર માં ફરી થયા.

કેયુર: કયારેક રોમાન્સ બ્રોમાન્સ ને ઢાંકી દેતો હોય છે. એમ એ જો આવી રીતે મળે તો..

તરત જ ખ્યાતિ એ પોતાના અધર કેયુર ના અધર ને સોંપી દીધા આ એ બને અઘરો એ પ્રેમરાસ રમવા ના શરૂ કરી દીધા. .


એજ વખતે:

રોનક પોતાના ઘર પર પોતાની વર્ક ફ્રોમ હોમ માટે અલાયદી બનાવેલ ઓફીસ માં બેઠો હતો.

કાન માં બ્લુટુથ વાળા ઈયર બડસ લાગ્યા હતા અને એ કોઈક ની સાથે વાત ચિત કરી રહ્યો હતો.

10 એક.મિનિટ ની વાત પત્યા પછી એને લેપટોપ બંધ કર્યું અને એને એક ફોન જોડ્યો.

રોનક: આ સાંભળ .. લગભગ શિકાર હાથ માં જ છે. કાલે એ અમાઉન્ટ ટ્રાન્સફર કરશે. ત્યારે આપણી નજર બાજ ની જેમ એ ટ્રાન્સક્શન પર હોવી જોઈએ.

સામે થી: ઓકે.

શુ થવા નું હતું આકાશ સાથે. ?
આકાશ કેમ આલોકો ના આખેટ હતો?
ખ્યાતિ અને કેયુર વચ્ચે શુ સંબંધ હતો?
કેયુર પોતાના ખાસ મિત્ર ને જ કેમ ફસાવવા માંગતો હતો.?
આમા રોનક નો શુ હેતુ હતો?.