Andhari Raatna Ochhaya - 14 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૧૪)

ગતાંકથી....


તે રાત્રે જમ્યા પછી સોનાક્ષી અને દિવાકર પોતપોતાના રૂમમાં ગયા ત્યાં સુધીમાં ચીનો પાછો ફર્યો ન હતો એ રાત્રે તે પાછો ફર્યો હતો કે નહીં એ વાત પણ દિવાકરના જાણવામાં આવી નહીં.
બીજા દિવસે ટેલિવિઝન પર ન્યુઝ આવ્યા કે ...
છુપી પોલીસ નું રહસ્યમય સંજોગોમાં મોત!

હવે આગળ....

આજે સવારમાં ખવાસકાંઠા નજીક નદીના કિનારા પરથી એક મૃતદેહ મળી આવ્યું છે .તપાસ કરતાં જણાવ્યું છે કે એ શબ કલકત્તા પોલીસના ઈન્કમટેકસ વિભાગના ડિટેક્ટિવ શ્રી સુનિલ તોમરનું છે .તોમર સાહેબ છેલ્લા થોડા દિવસથી ખુફિયા ઓપરેશન પર હતા . તેમનું આ રીતે રહસ્યમય મૃત્યુ થવાથી પોલીસ ખાતાને પારાવાર નુકસાન થયું છે તેમાં કોઈ જ શંકા ને સ્થાન નથી.તોમર સાહેબ નું મૃત્યુ ખુબ જ રહસ્યમય રીતે થયું છે. પોલીસને પણ હાલ આ બાબતનો ભેદ ખોલી શકી નથી. તો પણ આશા રાખવામાં આવે છે કે થોડા વખતમાં જ એ બાબતમાં વિસ્તારથી તપાસ હાથ ધરવામાં આવશે અને આ કૃત્ય કરનાર નરાધમો પૃથ્વી ના પેટાળમાં પણ છુપાયા હશે તો પણ સી.બી.આઈ ની ટીમ તેને શોધીને જ રહેશે.
ટીવી ચેનલ પર જોયેલા ન્યુઝથી દિવાકર સવાર સવારમાં જ ઉદાસ થઈ ગયો. ન્યૂઝ પેપર હાથમાં લઈને ઉશ્કેરાયેલા હૃદયથી વાંચતો વાંચતો રૂમમાં આંટા મારવા લાગ્યો. ફક્ત આ ન્યૂઝ થી જ નહીં પણ આજે બીજા પણ ન્યૂઝ મળ્યા હતા જેને લીધે એ ગુસ્સે થઈ રહ્યો હતો.
આજે સવારે ડોક્ટર મિશ્રા અહીં આવ્યા હતા. ગુપ્ત રસ્તે પેલી સાંકળી ગલીમાં જઈને તેમણે ડૉક્ટર મિશ્રા અને વિશ્વનાથ બાબુ વચ્ચેની વાત સાંભળી હતી. ડૉક્ટર મિશ્રાના અભિમાનભર્યા શબ્દોથી તેની નસોમાં લોહી પ્રબળ વેગે ફરવા લાગ્યુ હતુ .ડોક્ટર મિશ્રા સોનાક્ષીને સાથે પરણવા માંગતા હતા આ શબ્દો તે કયા મોઢે ઉચ્ચારી શક્યો અને વિશ્વનાથમાં બાબુ એ એક બાપ ઉઠીને તેમના આ શબ્દો કોઈ પણ પ્રતિવાદ વિના સાંભળી શકે તે નવાઈ નો વિષય થઈ પડ્યો હતો .

દિવાકર સમજી ગયો હતા કે કોઈ એક ભેદી, રહસ્યમય કારણને લીધે વિશ્વનાથ બાબુ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી ડૉક્ટર મિશ્રાની મુઠ્ઠીમાં આવી પડ્યા હતા.અને તેથી જ ડૉ. મિશ્રા અતિ સહેલાઈથી વિશ્વનાથ બાબુ સમક્ષ આ ધૃણા થાય થાય તેવી માગણી રજૂ શક્યો હતો.પરંતુ તે કદાચ જાણતો નહીં હોય કે સોનાક્ષીના પપ્પા ભલે આજ તેની મુઠ્ઠીમાં દબાયેલા છે.પરતું એનો આ ભાઈ હજુ હયાત છે કે જે મોતના મુખમાં ઘસી જઈને પણ સોનાક્ષી નો બચાવ કરવા તૈયાર છે જ્યાં સુધી હું જીવું છું ર ત્યાં સુધી તો એ હરણી,લપંટ, ચરિત્રહીન મિશ્રા જેવા માણસના મનનો સ્પર્શ પણ સોનાક્ષીને થવા નહીં દઉં .

દિવાકર આવા વિચારો કરતો હતો રૂમમાં આંટા મારી રહ્યો હતો ત્યારે પ્રશાંત એક વિષમ ,છતા રોમાંચક કાર્ય પાર પાડવા ની તૈયારી કરી રહ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી ભજવાતું તેનુ નાટક વાસ્તવિક રૂપ લેતું જતું હતું તેને આ બાબતમાં જાણવામાં સફળતા પણ મળી હતી. તેને મયંકના છુપા મકાનની પણ ખબર પડી હતી એટલું જ નહીં પરંતુ હવે તે તેનો ખાસ મિત્ર પણ બની ગયો હતો. એટલે સુધી ગાઢ મિત્રતા થઈ ગઈ કે મયંકે તેને પોતાનો ખાસ મિત્ર માની પોતાના દિલને દિમાગ ની ગુઢ વાતો પણ તેને જણાવી હતી.
પ્રશાંત જાણતો હતો કે કોઈ છોકરી પર મયંકની નજર બગડી છે .તે છોકરીને પામવાના વિચારોમાં તે દુનિયા ની પ્રત્યેક વસ્તુને ભુલી જતો હતો.એક દિવસ વાતવાતમાં તેણે કહેલુ : " હું એક છોકરીને ઓળખું છું. તે પોતાના પંજામાંથી છટકી શકે તેમ નથી,યાર,તે મારા દિલોદિમાગમાં છવાય ગઈ છે.એની સુંદરતા પર તો આ મંયક ગાંડો થયો છે.એની ઝીલ જેવી સુંદર આંખો જાણે એમ જ થાય કે એમાં ડુબી જઈએ,તે હંમેશા સવારના ખીલેલા ગુલાબ માફક તાજગીને મઘમઘતી લાગે .તને ખબર એ એક અવાવરું,નિજૅન,ભુત બંગલા જેવા મકાનમાં એના રોગી બાપ સાથે રહે છે.બિચારી ત્યાં ફસાય ગઇ છે.આવી દયનીય સ્થિતિમાંથી બિચારીને બહાર કાઢીને મારા દિલની રાણી બનાવવી છે. હજુ તેના મેરેજ થયા નથી .આવી સ્થિતિમાં જો કોઈ મોકો મળશે તો તે અવશ્ય જ તેને પોતાની કરી લેશે.હુ ઘણીવાર તેની પાસે ગયો છું .જો તને જોવાની ઈચ્છા હોય તો તને પણ મળાવું!"
આવી સ્થિતિમાં મયંક જેવા લંપટ જે કરે એ કરવા પ્રશાંત તૈયાર થયો .જાણે કેમ એ કોઈ અજ્ઞાત સુંદરીનો સહવાસ અનુભવતો ન હોય તેવો સિત્કાર કરી તેણે પોતાના ફ્રેન્ડને એ રૂપ સુંદરીને નજરે નિહાળવાનો આગ્રહ કર્યો. તેણે કહ્યું : "સાચી વાત છે ,દોસ્ત !બોલ, બોલ, મને ક્યારે લઈ જાય છે ?"
ત્યાં તેને અચાનક જ યાદ આવ્યું કે દિવાકર આવા જ કોઈ એકાંત બંગલામાં ડ્રાઇવરનું કામ કરે છે‌. તે કદાચ આ મકાન તો નહીં હોયને!
તેને આમ ઉતાવળો થતો જોઈ મયંક મંદ લુચ્ચું સ્મિત કરી બોલ્યો : "લઈ જઈશ. પણ આમ ઉતાવળે આંબા ના પાકે !તુ તો તમારા કરતાં પણ ભારે ઉતાવળિયો લાગે છે!"
દિવાકર ધીમે પગલે વરંડામાં આવી ઉભો .સોનાક્ષી પોતાના રૂમમાં સુતી હતી. ચાંઉ ચાંઉ ડૉ.મિશ્રા સાથે ગયો છે. ડૉ. મિશ્રા વિશ્વનાથ બાબુ માટે આજે કંઈક એક દવા તૈયાર કરવાના છે. તે સવાર સુધી પાછો ફરવાનો નથી. આજે રાત્રે અત્રે ચીનો નથી એ આ તકનો લાભ દિવાકર બરાબર રીતે ઉઠાવવા માંગતો હતો . આ ભેદી મહેલ અંગેના ભેદ ભરમ ને રહસ્ય ઉકેલવા માંગતો હતો.છુપા રસ્તા ને આજે તે બરાબર તપાસવા માંગતો હતો.એ રસ્તા પર એક જગ્યાએ હાથ પછાડતા તેને એ દિવાલ પોલી હોય તેવું લાગતું હતું.કદાચ ત્યાં કોઈ છુપી કોટડી,ઓરડી કે રૂમ હોય શકેખરી.
આજે તો આ ભેદ જાણીને જ રહીશ એવા દ્રઢ નિશ્ચય સાથે તે અંધારામાં છુપાતો છુપાતો ગેરેજમાં આવ્યો. ચોમેર અંધકાર પ્રસરી રહ્યો હતો.અંધારાની સાથે તમરાનો અવાજ રાતને ભયાનક રૂપ આપી રહ્યાં હતા.દુર દુર સુધી ક્યાંય માનવ જાતનો સંચાર માલુમ પડતો નહોતો.
ઉપર જઈને એણે પેલી પેટી મારફત સુરંગમાં પ્રવેશ કર્યો. સ્વીચ ચાલુ કરતાં જ લાઈટ ચાલુ થઈ ને એના પ્રકાશમાં માં દિવાકર ને એક લાકડાના ચોકઠા થી મઢેલ સ્વિચબોડૅ દેખાયું જેના પર છ સ્વિચો જડેલી હતી. થી
તેણે એક પછી એક બધી જ સ્વિચ ચાલુ કરી જોઈ.

જોતજોતાંમાં એ ત
અંધારી સુરંગમાં દિવસના જેવા પ્રકાશ ફેલાઈ ગયો ત્યારબાદ તે પેલી પોલી , શંકાસ્પદ દિવાલ પાસે પહોંચ્યો. તેણે તેના પર હાથ ઠોકી જોયો.દિવાલ પોલી જ હતી તેમાં કંઈ સંદેહ ન હતો. તેને લાગ્યું કે એ દિવાલની પાછળ એક ઊંડી ગુફા હોવી જોઈએ. તે તિક્ષણ દ્રષ્ટિથી દિવાલ ની ચારે તરફ જોવા લાગ્યો .
ઘણી તપાસ બાદ તેને લાગ્યું કે દિવાલની એક બાજુએ નાની એવી તિરાડ છે .તેણે ખિસ્સામાંથી એક નાનું ચપ્પુ બહાર કાઢી એ તિરાડ માં નાંખી જોયુ પરંતુ દિવાલને કોઈ અસર થઈ નહીં.
પોતાની કારીગરી ન કારગત ન જતા તે દૂર આવેલા સ્પ
સ્વિચબોડૅ પાસે જઈને ઉભો રહ્યો.તેના વિચાર આવ્યો કે કદાચ આ બોર્ડમાં એકાદ બટન એવું હોય કે જે ચાલુ કરવાથી દિવાલ ખસી જતી હોય. ઝીણવટભરી નજર કરતા તેને એક નાનકડું બટન એક સ્વિચની નીચે દેખાયું.
આ શેનું બટન હશે? દિવાકરે એ બટન જોરથી દબાવ્યું.

થોડીવારે ઘરરરરરર..... અવાજ સાથે દિવાલનો નીચલો ભાગ ધીમે ધીમે જમીનમાં જતો રહ્યો.દિવાકર તો એકદમ અંચબિત થઈ ગયો.આ વિસ્મય કારક દ્રશ્ય જોઈ તે ક્ષણવાર માટે દિગ્મૂઢ બની ગયો.
પલવારમાં જ એક ઓરડી દિવાકર ની નજર સમક્ષ પ્રગટ થઈ. તેની દિવાલો પથ્થરની બનેલી હતી .મકાન જુના જમાનાનું હોય તેવું લાગ્યું. કદાચ રાજાશાહી વખતમાં જેલ કે કારાગૃહ તરીકે વપરાતું હોય એવી આ કોટડી લાગતી હતી. કદાચ આ કોટડીમાં સેંકડો માણસોના જીવ લેવામાં આવ્યા હોય એમ પણ બની શકે. આવા ભયાનક મકાનમાં પગ મુકતા દિવાકરનું સાહસિક હૃદય પણ કંપવા લાગ્યું .
ઓરડીમાં લાઈટનો પ્રકાશ પડી રહ્યો હતો છતાં પણ એ કોટડી ભયાનક અંધકાર ની સાક્ષી સમાન ભાસતી હતી.સ્વિચબોર્ડની બધી સ્વિચ દિવાકરે ચાલુ કરી હોવાથી કદાચ આ રૂમ ની લાઈટ ચાલુ થઈ હોય એ સંભવિત હતું .કારણ કે તેમાં કોઈ જુદી સ્વિચ હોય તેવું લાગતું ન હતું. આવા લાઇટિંગ સાથેના સજ્જ એવા ગુપ્ત ગૃહમાં અવશ્ય જ કોઈ મોટું રહસ્ય હશે. એ રહસ્ય જાણવાનો દિવાકરે દ્રઢ નિશ્ચય કર્યો .એ કોઈપણ જાતની મુશ્કેલીઓથી ડરતો જ ન હતો.

ઓરડામાં માં પ્રવેશી ચારે તરફ નજર કરતા તેની નજર એક ખૂણામાં પડેલી જૂના જમાનાની લોખંડી પેટી પર પડી એ તેજૂરી પાસે જઈને જોવા લાગ્યો. તે જે પેટીમાં થઈ સુરંગમાં ઉતરી આવ્યો હતો તેના જેવી આ પેટી ન હતી .તેના કરતાં નાની પણ ખુબ જ મજબૂત હતી. તેની અંદર અવશ્ય જ કંઈ હોવું જોઈએ, તેવો તેને વિચાર આવ્યો .
પેટી ના આગળના ભાગે એક સુંદર હેન્ડલ હતું કદાચ એના થી જ પેટી ખુલતી હોવી જોઈએ એ હેન્ડલ ને પકડવા એણે હાથ લંબાવ્યો.....

શું હશે આ પેટીમાં?
શું પેટી ખુલતી જશે?
પેટી ખુલતા શું બધા જ રહસ્યો ઉકેલાય જશે?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ.......
ક્રમશઃ.......