AN incredible love story - 7 books and stories free download online pdf in Gujarati

AN incredible love story - 7

ગત આંકથી શરુ......



ઘણીવાર અંધારામાં આકાશમાં રહેલા તારલાઓને જોવાનું મન થાય છે, હવાની મહેફિલમાં રહેવાનું અને સમય સાથે વહેવાનું મન થાય છે, પરંતુ આ કહાનીમાં મનની કલ્પનાઓની કોઈ સીમા જ નથી...



અનુરાગ એક અલગ દુનિયામાં હતો જે અંધકારથી નહિ પરંતુ રંગબેરંગી સપના અને હકીકત વચ્ચે ડોલી રહી હતી, તેની બંધ આંખો એને સપતરંગી દુનિયા બતાવી રહી હતી...


એક તરફ પાછલા જીવનમાં ગયેલું જીવન હતું તો બીજી તરફ અસંખ્ય બાધાઓ વચ્ચે ચાલતી અનુરાગની કલ્પનાઓનું સિંચન જોવા મળતું હતું, આ દુનિયા બેહદ સ્પષ્ટ દેખાતી હતી અનુરાગ તેમાં કોઈ પણ જગ્યાએ જઈ શકતો હતો....


દિવસ ઉગ્યો, સ્પર્ધા થઇ અનુરાગે ભાગ લીધો બીજા દિવસની રાહમાં સાંજ પડી, ત્યારે અનુરાગે થોડા દિવસમાં વીતેલા બધાજ પ્રશ્નો અને તેની સમસ્યા નિત્યા સમક્ષ રજુ કરી....




નિત્યાની કઝીન સાઇક્રેટિસ્ટ હતી તેની જોડે નિત્યાએ અનુરાગની અપોઈન્ટમેન્ટ નોંધાવી અને બે દિવસ પછી દવાખાને જવાનુ નક્કી થયું ડેટ ફિક્સ થઇ...


બેદિવસ કોલેજમાં પણ અંગત રજા હતી કોલેજનું જીવન પણ ઘણી રીતે સારુ હતું પરંતુ ઘણી બધી બાધાઓ રૂપે નડતર રૂપે રહેલા અમુક તત્વો કોલેજમાં જરૂર જોવા મળતા હતા..


કારણકે કોલેજની જિંદગી આમ તો આસાન લાગતી હોય છે, ઘણા બધા લોકો સાથે જલ્દી મિત્રતા થતી હોય છે પરંતુ અમુક લોકો જાણે ઈર્ષાના દરિયા સમાન હોય છે, અહીં પણ અનુરાગ સાથે આવી ઘણી બધી પોલિટિક્સ જોવા મળતી હતી, અફવાના દરિયામાં અનુરાગની વાતો પણ એ તત્વો દ્વારા થતી રહેતી હતી...


આ પણ એક જાતની જીવન જીવવાની તક હતી આટલા લોકો વચ્ચે પોતાની નામના કરવી એ પણ અનોખી વાત હતી જયારે હજારો લોકોની સહાનુભૂતિ અનુરાગની સાથે હતી તો દસેક લોકોની અફવાહ એને કઈ જ ઠેશ પહોંચાડી શકવાની ન હતી પરંતુ આતો વિચાર વૃત્તિ ક્યાં મન શાંત રહેવાનું ચિંતા તો કરવાનું જ હતું ને...


તો પણ અનુરાગ હંમેશા પોતાના ગોલ ઉપર જ ધ્યાન અને ફોકસ રાખવાનું વિચારતો હતો, ઇતિહાસની દરેક પરતને તે જોવા તથા જાણવાની ઈચ્છા ધરાવતો જોવા મળતો..


રજાઓ દરમિયાન અનુરાગ તેના કાકાના ઘરે આવેલો ત્યાં તેની બહેન આરાધ્યા પાસે તેણે બધી આગલા સમયમાં ઘટેલી ઘટનાઓનું વર્ણન કર્યું, આરાધ્યા સમજી શકતી હતી પોતાના ભાઈની લાગણી સાથે તેના દર્દને પણ તે બાળપણથી જ બખુબી જાણતી હતી...



આરાધ્યારે પણ વિચાર કર્યા પછી સાઇક્રેટિસ્ટ જોડે અનુરાગ સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી અને અનુરાગને દિલાસો આપ્યો, પોતાના ભાઈની ભલાઈમાં જ તે પોતાની ખુશી ઇચ્છતી હતી. તેથી તેણે હમેંશા સપોર્ટ કરવા માટે તે તત્પર જોવા મળતી હતી...


આરાધ્યા પણ થોડી ચિંતામાં હતી, ઘરે ખબર ન પડી જાય કે અનુરાગને સાઇક્રેટિસ્ટ જોડે બતાવવા લઇ જવાનો છે એનું ટેન્શન હતું પણ તેણે હિમ્મત કરી અને પોતાના મનને ધિરાજપૂર્વક આશ્વાસન આપ્યું...


આરાધ્યારે મન મક્કમ કર્યું કારણકે એ પોતાના ભાઈને ફરીથી ખુશ જોવા માટે તત્પર હતી, એને અનુરાગ જોડે પોતાની કોલેજલાઈફના અનુભવો શેર કર્યા અને ઘણી બધી બાબતો જેમાં અનુરાગને રુચિ હતી તે વર્ણવી..


ઘણીવાર ચહેરા ઉપરનું મોન પણ ઘણી બધી બાબતો કહી જતું હોય છે મોનના શબ્દોની શોધમાં રહેલો જ્વાળા પણ જયારે મોઢા દ્વારા બહાર ફેંકાય ત્યારે ઘણી કલ્પનાઓ ભસ્મ થઇ જતી હોય છે અનુરાગની પણ કંઈક એવી જ કહાની આપણને જોવા મળતી હતી...


આ કહાનીના ઘણા પાસાઓ હતા જે ખુલવાના બાકી હતા, હજી તો મધ્યાનતરનો પણ મધ્ય ભાગ કહાનીમા જોડાયો ન હતો તો પણ અનુરાગને આદિત્ય અને ગાયત્રીની કહાની જાણવાની તાલાવેલી હતી...,



આધુનિક સમયમાં બધાના મનમાં થોડાક અંશે તો એવી માન્યતા ખરી જ ને દીદી? કે સાઇક્રેટિસ્ટ પાસે કોઈ જાય તો તે માણસ પાગલ થઇ રહ્યું છે? અનુરાગની આ વાત સાંભળી આરાધ્યારે ધીરેથી અનુરાગને કહ્યું જો અનુરાગ લોકો શું કહેશે એ પણ તું વિચારીશ તો લોકો શું વિચારશે એટલે માત્ર તું તારી હેલ્થ ઉપર ધ્યાન આપ..



આ જીવન છે અહીં કઈ નક્કી નથી હોતું પાળભરની ખબર નથી આપણને અને આપણે કેટલાય વર્ષોની પ્લેનિંગ એક જ મિનિટમાં કરતા હોઈએ છીએ આપણા મગજની આજ ખાસિયત છે, જો જેમ શરીરનું દુઃખ હોય તો આપણે શરીરના ડોક્ટર પાસે જઈને ઉપચાર કરાવીએ છીએ ને? તો પછી માનસિક તકલીફ પણ સામાન્ય વાત જ છે અને હજી કાલે જઈશું ત્યારે ડોક્ટર કહે એ અનુસાર જીવન શૈલી અપનાવવાથી બધું ઠીક થઇ જશે...

પરંતુ દીદી આ ભેદ કેમ ઉકેલાતા નથી?......