jathar ni vyatha in Gujarati Comedy stories by SUNIL ANJARIA books and stories PDF | જઠર ની વ્યથા

Featured Books
Categories
Share

જઠર ની વ્યથા

જઠરની વ્યથા
***********
‘અરે, આ શું માંડ્યું છે?
રાતના સાડા અગિયાર વાગ્યા છે એનું આને કઈ ભાન-બાન છે કે નહિ?

આ ડોબો આટલી મોડી રાત્રે નાઈટ ફૂડ બાઝાર માં બધું ઝાપટવા બેઠો છે તો એ બધાનોનિકાલ કોણ કરશે? સાલી આ તો કાઈ જિંદગી છે!

મને અત્યારે હવે સખત થાક લાગ્યો છે અને આરામની જરૂર છે. અરે ભાઈ લીવર, તું જાગે છે? તને મગજનો કોઈ મેસેજ મળ્યો?

અત્યારે આણે પહેલા એક ડીશ તીખી તમતમતી પાઉભાજી ખાધી, એના પર ચીઝથી નીતરતો ઢોસો ખાધો અને હવે આઈસ્ક્રીમ લઈને બેઠો છે. આ બધું પચાવશે કોણ?

એના બાપ જન્મારામાં હાથ-પગતો હલાવતો નથી. હમણાં બાઈકની ચાવી ભરાવીને હવામાં ઉડશે અને ઘરે જઈને પથારીમાં લાંબો થઈને પડશે, નસકોરાં બોલાવશે.
પણ આપણોતો વારો નીકળી ગયો. હવે આ પાઉભાજી, ચીઝ ઢોસો અને આઈસ્ક્રીમ પચાવવા માટે મારે ઉજાગરો કરવાનો?

ચાલ ભાઈ, તું જરા તારી ટીમને (ગોલ-બ્લેડર, પેન્ક્રીયાસ વિ. ને) જગાડ. તમે લોકો તમારું કામ ચાલુ કરો. આ બધું પચાવવા માટેનું પિત્ત અને બીજા જે કોઈ પાચક રસો
અને એન્ઝાઈમ્સ જોઇએ તે બનાવવાનું ચાલુ કરો, અને પછી મને આપતા જાવ, એટલે હું આ બધુ મિક્સ કરીને વલોવવાનું મારું કામ ચાલુ કરું.’

‘હા, ભાઈ જઠર, હું પણ જાગું છુ. મને હમણાજ મગજ તરફથી મેસેજ મળ્યો. હું તો બધું પરવારીને સુવાની તૈયારી કરતો હતો. મને એમ કે એણે સાંજે સાતેક વાગે ધરાઈને તળેલા દાળવડા-મરચા અને ડુંગળી ખાધા છે એટલે સાંજનું જમવાનુંપતી ગયું.

એક્ચ્યુઅલી કશું પણ ખાવ એટલે એનું મગજ દ્વારા પૃથક્કરણ થાય, પછી એના પાચન માટે મારે જરૂરી પિત્ત, પાચકરસો અને અંતઃસ્ત્રાવો અમે બનાવીએ અને તને મોકલીએ. તું આ બધું ભેગુ કરીને, વલોવીને, એકરસ બનાવીને પાચન માટે આગળ આંતરડામાં મોકલી શકે.

આ તો આપણું ટીમવર્ક છે. ચાલ હવે મગજના સિગ્નલો આવવાના શરુ થઇ ગયા છે. હું અને મારી ટીમ અમારું કામ શરુ કરી દઈએ. અમારી આખી સીસ્ટમ મગજના
કંટ્રોલમાં ચાલે છે, એટલે એના સિગ્નલો પ્રમાણે કામ કરવું જ પડે.’

‘થેંકયુ. તમારે તો બધું કોમ્પ્યુટર પેનલ જેવું છે, અત્યારે જે બધું પેટમાં આવ્યું છે તેનું મગજ જાતે પૃથક્કરણ કરશે અને તેને પચાવવા માટે પિત્ત, કે બીજા જરૂરી રસો,
કેટલા પ્રમાણમાં જોઇશે તે નક્કી કરીને તમને જણાવશે.

તમારે તો એ પ્રમાણે પ્રોડક્શન કરીને મને સપ્લાય કરીને છુટી જવાનું છે.

ખરી મજુરીતો મારે કરવાની છે. પાઉમાં વપરાયેલો મેંદો, જાત જાતના શાક, ઢોસા બનાવવામાં વપરાયેલ અડદ અને ચોખાનો લોટ, ચીઝ અને આઈસ્ક્રીમની બનાવટમાં વપરાયેલ દૂધ, મલાઈ, ખાંડ, ઉપરાંત આ બધામાં વપરાતા જાતજાતના મસાલાઓનું મિશ્રણ કરી, એમાં તમે મોકલેલા બધા પાચકરસો, અંત;સ્ત્રાવો અને પિત્તને મેળવીને એ બધું એકરસ કરવાનું. અને એના માટે મારે એને સતત ત્રણથી ચાર કલાક માટે વલોવવાનું.

તમને શું કહેવું, એના માટે મારે મારી જાતને આખી વલોવવી પડે છે.

જો મારાથી આ બધું સરખું મિક્સ થાય નહિ તો આગળ જતા આંતરડાને કામ કરવામાં વધારે લોડ પડે, અને પાચન સરખું થાય નહિ. છેવટે પેટ બગડે અને એના લીધે સ્વાસ્થ્ય પર જોખમ ઉભું થાય. પણ એ બધી આ બાઘાને ક્યાં ખબર પડે છે?’

‘ભાઈ જઠર, તારી વાત એકદમ સાચી છે. આ બાઘાને તો એવું પણ ભાન નથી કે કશું પણ ખાધા પછી ત્રણ-ચાર કલાક સુધી સુવાય નહિ. ખાધેલા ખોરાકનું પૃથક્કરણ
કરીને અમને ક્યાં રસો, કેટલા પ્રમાણમાં બનાવીને તને મોકલવા તેનો ઓર્ડરતો બ્રેઈન જ આપી શકે અને એના માટે બ્રેઈનનું સંપૂર્ણપણે જાગૃત હોવું જરૂરી છે.

આ મૂર્ખો જો હવે ઘરે જતાંવેંત પથારીમાં લાંબો થઈને પડ્યો, અને સુઈ જશે તો મગજ અર્ધજાગૃત રહેશે અને અર્ધજાગૃત મગજ અમને કંટ્રોલ કેવી રીતે કરશે?

અને આવું થશે તો મારા તરફથી તને પિત્ત અને બીજા પાચક રસો પૂરતા પ્રમાણમાં નહિ મળે. તું ગમે તેટલું સારું વલોવે પણ અંદર પિત્ત અને બીજા પાચક રસો પૂરતા પ્રમાણમાં મિક્સ થાય જ નહિ તો આગળ જતા આંતરડામાં ખોરાકનું પાચન કેમનું થવાનું?

છેવટે પછી પાચનના રોગો જ થાય ને. એને તો રોજની સ્ટાર્ટિંગ ટ્રબલ છે.

આ ગાંડો રોજ જુલાબના બુકડા ભરે છે, પણ પોતાની ડાયેટની અને લાઈફ સ્ટાઈલની ખરાબ ટેવો સુધારવા તૈયાર જ નથી.’

‘ભાઈ, મને તો આ ડોબો આજે રાત્રે ઊલટીઓ કરવાનો એની ખાતરી છે.

આજે આખો દિવસ એણે બધું અતિશય મસાલેદાર અને પચવામાં બહુ ભારે ખાધું છે.

હવે જો ઘરે જઇને તરત સુઈ ગયો તો, નક્કી એસીડીટી થશે અને અડધી રાત્રે ઉભો થઈને વોમીટ કરશે. હું શું કરું?

મારો તો એમાં પણ મરો છે. વોમીટ કરે તો ચુથાવવાનું પણ મારે જ ને ?

- એક ફેસબુક પોસ્ટ પરથી સાભાર. ગ્રુપ સહુનો સાથ માંથી.