Yaar, Pyaar ane Aekraar - 1 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | યાર, પ્યાર અને એકરાર - 1

Featured Books
Categories
Share

યાર, પ્યાર અને એકરાર - 1

"પ્યાર તો ખૂબ કરે છે એ મને... જો ને એક કોલ કરવાની સાથે તો..." રચના એ મનમાં જ વિચારો રચવા શુરૂ કરી દીધા!

"હા... પણ છે હજી કેટલે એ! મને તો કહેતો કે હમણાં આવી જાઉં! શું છોકરો છે યાર! પ્રિતેશ... નામ પણ એના અર્થને સાર્થક કરે! પ્રીત કરવાની થાય એવો! એના વિશે જેટલું કહેવાય ઓછું છે..." રચના હજી વિચારોમાં જ ખોવાયેલી હતી, જાણે કે આજુ બાજુનું અસ્તિત્વ સાવ એ ભૂલી જ ગઈ ના હોય!

આજુ બાજુના ટેબલ પર કોણ જાણે કઈ કેટલાય લોકો આવ્યા અને કોફી ડ્રિંક કરી ને ચાલ્યા પણ ગયા; પણ કોઈના ઇન્તાઝારમાં હજી રચના ખાયલોમાં જ ખોવાયેલી હતી!

ખરેખર આવા જ તો કોઈ સમયે મન વિચારો કરવા લાગે છે... બધું જ એક પછી એક યાદ આવવા લાગે છે!

રચના ને પવનની એક લહેરે ભૂતકાળના એ દિવસોમાં ફરી ગોતા ખાવા પર મજબૂર કરી દીધી હતી! શું દિવસો હતા એ પણ!

ઉનાળાની જ કોઈ સાંજ હતી ત્યારે રચના એની ફ્રેન્ડ સાથે રાત્રે સ્કુટી પર એની ફ્રેન્ડ ના બી એફ ને મળી ને આવતા હતા. બંને ફૂલ મસ્તીનાં મૂડમાં હતા. અને ઉપરથી ઉનાળાની એ સાંજ!

બંને નો મૂડ તો ત્યારે ઓફ થઈ ગયો જ્યારે એમની એક્ટિવા ધીમી થઈ ગઈ! શુરૂમાં ધીમી થઈ અને છેલ્લે તો બંધ જ પડી ગઈ! એકાંત રોડ પર કોઈ હેલ્પ કરે એવું પણ નહોતું લાગી રહ્યું.

આ સૌની વચ્ચે જ જ્યારે રચના એ એના ફોન ની બેટરી જોઈ તો એના ડર માં અનેક ગણો વધારો થઈ ગયો! બસ ત્રણ જ ટકા ચાર્જ બતાવતી એ સ્ક્રીન ને રચના બેબશી અને ગુસ્સાનાં મિશ્રભાવથી જોઈ રહી!

દૂર કોઈ કૂતરાનાં રડવાનો અવાજ આવ્યો તો બંને એકમેકની નજીક આવી ગઈ. રચનાની ફ્રેન્ડ એ ફોનમાં જે પહેલો નંબર દેખાયો એના પર કોલ કરી દિધો!

નંબર એના બી એફના ક્લોઝ ફ્રેન્ડ પ્રીતેશ નો હોય છે. એના ફ્રેન્ડ ની ફોનની પણ બેટરી થોડી જ હોય છે તો એ કોલ પર માંડ એણે "અમે ફસાયા છીએ... તું અને નીતિન અહીં આવી જાવ! એકટીવામાં પેટ્રોલ નહી!!!" એવું કહી દે છે. એ આગળ કઈ બોલે એ પહેલા જ ફોન સ્વીચ ઓફ થઈ જાય છે! એણે હાશકારો થાય છે કે એણે પોતે ક્યાં છે, એટલું તો કોઈને કહ્યું હતું!

માંડ બે જ મિનિટ થઈ હશે કે પ્રિતેશ એની બાઈક પર આવી જાય છે. એની પાસે બોટલમાં પેટ્રોલ પણ હોય છે.

"તમે ચિંતા ના કરો... તમારો કોલ આવ્યો કે તુરંત જ ભાગ્યો છું...' ચિંતાથી આટલાં પવનમાં પણ પરસેવે રેબઝેબ એ બંને ને પ્રિતેશ એ કહ્યું.

"નીતિન ક્યાં છે?!" રીના એ પૂછ્યું.

"એણે જ મેં કહી દીધું છે કે હું જાઉં છું એમ, એણે કોઈ કામ હતું!" પ્રિતેશ એ કહ્યું અને એકટીવા ની ચાવી લઇ પેટ્રોલ ભરી દીધું.

"અરે તમે એટલા બધા કેમ ગભરાઈ ગયા હતા?!" પ્રિતેશ એ સ્વાભાવિક જ પૂછ્યું.

"અરે એક તો આ સૂમસામ સડક... અંધારું, અને ઉપર થી બંનેના ફોનની બેટરી પણ ડિસચાર્જ!" આ શબ્દો રચના એ ખૂબ જ ઉદાસીનતાથી પ્રિતેશ ને કહ્યા હતા.

રચના ને હજી એ ઝાટકો લાગવાનો હતો, એણે સપનામાં પણ નહિ વિચાર્યું હોય, કંઇક એવું બહાર આવવાનું હતું!

વધુ આવતા અંકે...

એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઈમેકસ)માં જોશો: ""તો એણે મને કેમ ના કહ્યું?! આઇ મીન હું એને ના થોડી કહેત!" રચનાથી હસી જ જવાયું!

"અરે એટલે તને યાદ છે, એકવાર તુએ કહેલું ને કે તું તો કોઈને પણ લવ નહિ કરે એમ તો એટલે એ ડરતો હતો!" રીના એ વાત સાફ સાફ કહી જ દીધી!

"ઓહ મને તો લાગ્યું કે સાહેબ ફોનમાં વ્યસ્ત હશે તો આપણી વાત નહિ સાંભળી હોય!" રચના થી ફરી હસી જવાયું!

"અરે તારું નામ પડ્યું ને એટલે ખુદ આવ્યો!" રીના એ કહ્યું.

"અરે મને તો લાગેલું કે એ જ મને લવ નહિ કરતો હોય, એટલે જ હજી મને પ્રપોઝ નહિ કર્યું!" રચના એ એક નિશ્વાસ નાંખ્યો અને કહ્યું, "પણ હવે તો ખબર પડી ગઈ!"