Garuda Purana - 1 in Gujarati Spiritual Stories by MB (Official) books and stories PDF | ગરુડ પુરાણ - ભાગ 1

Featured Books
Categories
Share

ગરુડ પુરાણ - ભાગ 1

પ્રથમ અધ્યાય

પ્રાચીન સમયની વાત છે કે નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે હજાર વર્ષ પર્યંત ચાલવાવાળા યજ્ઞને પ્રારંભ કર્યો હતો, જેનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે. એ ક્ષેત્રમાં સૂતજી પણ આવ્યા. ત્યારે ઋષિઓએ એમનો ખૂબ જ આદર-સત્કાર કર્યો. કેમ કે, સૂતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા અને એમણે અલગ-અલગ રૃપોથી અનુભવ પ્રાપ્ત કર્યો હતો-આ જાણીને ઉપસ્થિત ઋષિઓએ સૂતજીથી કહ્યું- તમે અમને આ સૃષ્ટિ, ભગવાન, યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૃપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની કૃપા કરો.

સૂતજી બોલ્યા- આ સૃષ્ટિના કર્તા નારાયણ વિષ્ણુ છે. તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે, લક્ષ્મીના પતિ છે અને એમણે અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પર અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીની રક્ષા કરી છે. એમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણથી ઋષિ-મુનીઓનો ઉદ્ધાર કર્યો. એમણે નૃસિંહ રૃપનો અવતાર ધારણ કરિને હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કર્યો. આ જ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિ કર્તા, પાલક અને રુદ્ર રૃપમાં સંહાર કરવાવાળા છે. ભગવાન વિષ્ણુએ જ વરાહનું રૃપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને મત્સ્ય રૃપમાં અવતાર લીધો. ભગવાન વિષ્ણુનો જ અંશ વેદવ્યાસ છે અને વેદવ્યાસજીએ આ પુરાણોની સૃષ્ટિ કરી છે.

વિષ્ણુ ભગવાન રૃપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ વૃક્ષ છે. એનો દૃઢ મૂળ ધર્મ છે. વેદ એની શાખાઓ છે, યજ્ઞ એના ફૂલ છે અને મોક્ષ એનું ફળ છે. આ પ્રકારે ભગવાન વિષ્ણુ જ આખી તપસ્યાના ફળ અને મોક્ષને આપવાવાળા છે.

એક વખત ભગવાન રુદ્રથી પાર્વતીજીએ પૂછ્યું કે તમે તો ખુદ ભગવાન છો. સૃષ્ટિના કર્તા, પાલક અને સંહારક છો. છતાં પણ તમે કોનું ધ્યાન કરતાં રહો છો. તમારાથી મોટું કોણ છે, જેનું તમે ધ્યાન કરો છો. પાર્વતીના મુખથી આ સાંભળીને ભગવાન શિવે કહ્યું કે હું આદિ દેવ ઋષિઓનું ધ્યાન કરું છું. વિષ્ણુ જ પરમ અને મહાન છે. એમનું ધ્યાન કરીને હું ખુદમાં તલ્લીન રહું છું. આ પ્રકારે શૌનકજીએ જ્યારે સૂતજીથી પૂછ્યું તો એમણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ બધા કર્મોનો આધાર છે. એ બતાવીને એમણે કહ્યું કે શિવજીએ પાર્વતથી કહ્યું- હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું. આ પરમ બ્રહ્મ ભગવાન વિષ્ણુ જ છે. હું વિષ્ણનું જ ચિંતન કરું છું. ભગવાન વિષ્ણુ જ અનેક રૃપમાં અવતાર લે છે. એમણે જ રામ, કૃષ્ણ, વારાહ, નૃસિંહ વગેરેના રૃપમાં અવતાર લઈને ધર્મની રક્ષા કરી છે. રામના રૃપમાં એમણે રાક્ષસોનો નાશ કર્યો છે અને કૃષ્ણના રૃપમાં દુષ્ટ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે. શિવજીએ આગળ કહ્યું કે હે પાર્વતી! વારાહ રૃપમાં વિષ્ણુએ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે અને નૃસિંહના રૃપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કર્યો છે. હું પોતાના નેત્ર બંધ કરીને એમનું ચિંતન કરું છું.

આ પ્રકારે ભગવાન વિષ્ણુની મહિમાને સાંભળીને (જેમ કે શંકરે ભગવતી પાર્વતીની બતાવી હતી) ઋષિઓની ઉત્સુકતા અન્ય વિષયોમાં જાગ્રત થઈ ગઈ.

ઋષિઓએ સૂતજીથી પૂછ્યું - ભગવન! તમે ભગવાન વિષ્મુના મહત્ત્વને સ્થાપિત કરીને જે કંઈ પણ કહ્યું તે ભયમુક્ત કરવાવાળું છે. પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવાવાળા ઉપાય બતાવો, તમે આ લોક તથા પરલોકના કષ્ટોનું વર્ણન કરવામાં કુશલ છો. અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો થાય છે અને ત્યાં મનુષ્યને કેવી-કેવી યાતનાઓ મળે છે. ઋષિઓથી આ પ્રશ્ન સાંભળીને સૂતજી બોલ્યા કે જે વૃત્તાંત ભગવાન નારાયણે ગરુડજીના પૂછવા પર એમને બતાવ્યું હતું એ હું તમને બતાવું છું.

યમનો માર્ગ અત્યંત દુર્ગમ માર્ગ છે છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે એનું વર્ણન કરું છું. ગરુડજીએ પહેલાં ભગવાનથી કહ્યું હતું કે હે પ્રભુ! તમારું નામ લેવું તો સરળ છે છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથિ વંચિત રહીને નરકમાં પહોંચે છે. તમારી ભક્તિના અનેક માર્ગ છે. એમની અનેક ગતિઓ છે અને તમે મને એ બતાવ્યું પણ હતું. પરંતુ આ સમયે હું એ જાણવા ઇચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને એમને દુર્ગમ યમ માર્ગ મળે છે. પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે?

હે પ્રભુ, આ માર્ગમાં પાપીઓની દુર્ગતિ થાય છે અને જે રૃપમાં તેઓ નરકગામની બને છે તે તમે મને વિસ્તારથી બતાવો. ગરુડજીની પ્રાર્થના પર ભગવાન વિષ્ણુ એમનાથી બોલ્યા- હે ગરુડ! તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું કેમ કે આ માર્ગથી થઈને જ પાપી યમલોક જાય છે. આ વર્ણન અત્યંત ભયંકર છે. જે પોતાના સન્માનિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને, દેવી શક્તિ રૃપિ સંપત્તિથી હીન હોય છે, જે કામ તથા ભોગમાં લીન રહે છે, જેમનું મન મોહ-માયાની જાળમાં ફસાયેલું છે, તેઓ અપવિત્ર નરકમાં પડે છે. જે મનુષ્ય દાન આપે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. જે લોકો દુષ્ટ અને પાપી છે, તેઓ દુઃખપૂર્વક યમની યાતના સહન કરીને યમલોક જાય છે. પાપીઓને આ સંસારના દુઃખ જેવા મળે છે, એ દુઃખોનો ભોગવ્યા પછી જેવું એમનું મૃત્યુ થાય છે, અને તેઓ જેવું કષ્ટ મેળવે છે એનું વર્ણન તમારાથી કરું છું, સાંભળો!

મનુષ્ય સંસારમાં જન્મ લઈને પોતાના પૂર્વજન્મના એક્ઠા કરેલા પુણ્ય અને પાપને કારણે સારા-ખરાબ ફળ ભોગવે છે. બાકી અશુભ કર્મોના સંયોગથી શરીરમાં કોઈ પણ રોગ થઈ જાય છે. રોગ અને વિપત્તિથી યુક્ત તે પ્રાણી જીવનની આશાથી ઉત્કંઠિત થતો રહે છે. યુવાવસ્થામાં વેદનાહીન આ પ્રાણી સ્ત્રી અને પુત્રોથી સેવિત થવા પર પણ બળવાન સર્પના દ્વારા કાળના રૃપમાં એકાએક ભયભીત થાય છે અને એના માથા પર કાળ આવી પહોંચે છે. તે વૃદ્ધાવસ્થાને કારણે રૃપહીન થઈને ઘરમાં મૃતકનુ સમાન રહે છે. તે ગૃહસ્વામી દ્વારા અપમાન-યુક્ત આહારને કુતરાની સમાન ભોજન કરે છે, રોગ અને મંદાગ્નિને કારણે ખોરાક ઓછો થઈ જાય છે, અને ચાલવા-ફરવાની શક્તિ ઘટી જાય છે. તે ચેષ્ટાહની થઈ જાય છે. જ્યારે કફથી સ્વર-નળીઓ રોકાઈ જાય છે, આવાગમનમાં કષ્ટ થાય છે, ખાંસી અને શ્વાસના વેગને કારણે એમના કંઠથી ઘુર-ઘુર શબ્દ થવા લાગે છે ત્યારે તે ચેતનાહીન રહેવાને કારણે ચારપાઈ પર પડીને વિચારે છે, અને બંધુ વર્ગથી ઘેરાયેલો હોવાને કારણે પ્રાણી મૃત્યુનિ નજીક આવતો રહે છે, બોલાવવાથી પણ નથી બોલતો. આ પ્રકારે હંમેશાં કુટુંબના પાલન-પોષણમાં જેનો આત્મા લાગેલો રહે છે, એ પરિવારના પ્રેમની વેદનાથી રોઈને તે પ્રાણી પરિવારની વચ્ચે જ મરી જાય છે.

હે ગરુડ! મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દૃષ્ટિ થઈ જાય છે. તે સંસારને પ્રભુમય જુએ છે, અને કશું પણ બોલવામાં અસમર્થ થઈ જાય છે. ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે. આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે. જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્ત્વ પોતાના સ્થાનથી ચાલે છે, ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પઅ કલ્પની સમાન વીતે છે. સો વિંછીઓના કરડવાથી જે પીડા થાય છે, એવી જ યાતના-વ્યથા શ્વાસોથી નિકળતા સમયે થાય છે. યમદૂતોના ભયથી એ જીવના મ્હોંથી લાળ અને ઝાગ પડવા લાગે છે. તેથી પાપીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગથી નિકળે છે. પ્રાણ નિકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે, જે ક્રોધથી લાલ નેત્રવાળા, ભયાનક મુખ, પાશ અને દંડ લઈને હોય છે તથા નગ્ન શરીર અને દાંતને પીસે છે. ઉપર ઉઠેલા કેશવાળાઓની સમાન કાળા, આડા-તેડા મુખવાળા વિશાળ નખરૃપી શસ્ત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિતત રહે છે. એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળ-મૂત્રનો ત્યાગ કરવા લાગે છે. આ અવસ્થામાં હાય-હાય કરતો-કરતો જીવ શરીરથી નિકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહવશ પોતાના ઘરને જુએ છે. એ સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે. એ અંગુષ્ઠમાત્ર શરીરને યાતના રૃપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂત આ પ્રકારે લઈ જાય છે, જેમ અપરાધી પુરુષને રાજાના સૈનિક પકડીને લઈ જાય છે. તે યમદૂત આ પ્રકારે એ જીવને લઈ જઈને માર્ગમાં ધમકી આપે છે તથા નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરતાં જાય છે.

તેઓ દૂત કહે છે-અરે દુષ્ટાત્મા! તૂં જલદી ચાલ, તારે યમલોક જવાનું છે અને કુંભીપાક વગેરે નરકોનો ઉપભોગ કરવાનો છે. તેથી તૂં મોડું ના કર. યમદૂતોની આવી વાણીને સાંભળતો-સાંભળતો તથા પોતાના બંધુવર્ગોના વિલાપને સાંભળતો-સાંભળતો તે જીવ હાય-હાય કરે છે. યમદૂત અને પ્રતાડના અને કષ્ટ આપે છે. એ યમદૂતોના ધમકાવાથી એનું હૃદય વિદીર્ણ થઈ જાય છે. તે પ્રાણી ભયથી ધ્રૂજે છે અને પોતાના પાપોનું સ્મરણ કરતો-કરતો યમમાર્ગથી જાય છે. યમ માર્ગમાં કુતરોથી કરડાવવામાં આવે છે. જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે, સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તપ્ત બાલૂમાં ચાલવું પડે છે. છાંયડો અને વિશ્રામ-રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે, ત્યારે એ જીવને ચાબૂકથી મારીને યમદૂત ઘસેડે છે. એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી તે થાકીને પડી જાય છે, મૂર્ચ્છા ખાય છે તથા ફરી ઊઠે છે. આ પ્રકારે તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે. તે જીવ ત્રણ અથવા બે મુહૂર્તમાં ચમલોકમાં પહોંચાડવામાં આવે છે. તે યમદૂત એમને ઘોર નરકની યાતના આપે છે અને એના પાપોનું ફળ આપે છે.

યમલોકમાં પહોંચીને તે જીવ યમરાજના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકોની યાતનાને જોઈને યમરાજની આજ્ઞથી ફરી મનુષ્ય લોકમાં આવે છે. અહીંયા આવવા પર પુનઃ પોતાના પૂર્વ શરીરમાં પ્રવેશ કરવાની ઇચ્છા કરે છે, પરંતુ યમદૂત એને પાશમાં બાંધીને રાખે છે. આ કારણે તે ક્ષુધા-તૃષાના દુઃસહ દુઃખને સહન કરીને અને વિકળ થઈને રોવે છે. ત્યારે મૃત્યુના સ્થાન પર પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડને અને મરવાના સમયે આપવામાં આવેલા દાનને જ તે જીવ ખાય છે, ત્યારે પણ એ પાપી જીવની તૃપ્તિ નથી થતી. એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન શ્રદ્ધા અને જલાંજલિથી પાપી રૃપના કારણે તૃપ્તિ નથી થતી. આનાથી પિંડદાન આપવા પર પણ તે ભૂખથી વધારે વ્યાકુળ થઈ જાય છે. જેનું પિંડદાન નથી હોતું, તે કલ્પ ભર પ્રેતયોનિમાં રહીને નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે. વગર ભોગ કર્મના ભય કરોડો કલ્પ સુધી પણ નથી તતો અને યમની યાતના ભોગવ્યા વગર મનુષ્યનો જન્મ પણ નથી મળતો અને એમને આ યોનિઓમાં ભટકવું પડે છે.

હે ગરુડ! એ પિંડના પ્રતિદિન ચાર ભાગ થાય છે. એમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે, જેનાથી દેહની પૃષ્ટિ થાય છે. ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે, આ પ્રકારે પ્રેતને નવ દિવસ સુધી પિંડદાન ખાવા માટે મળે છે. દસમા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર-નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય થાય છે. પક્ષીઓમાં શ્રેષ્ઠ! પૂર્વ શરીરના બળી જવા કે નષ્ટ થઈ જવા પર પુત્ર દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને દેહ મળે છે. તે જીવન હાથ ભરનું શરીર મેળવીને યમલોક માર્ગમાં પોતાના શુભ-અશુભ કર્મોને ભોગવે છે.

હવે હું દસ દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે, એને કહું છું. પ્રથમ પિંડના પિંડથી માથું, બીજા દિવસના પિંડથી ગરદન અને ખભો, ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે. ચોથા દિવસના પિંડથી પીઠ, પાંચમા દિવસના પિંડથી નાભિ ઉત્પન્ન થાય છે. છઠ્ઠા દિવસના પિંડથી કમર, ગુદા, લિંગ, ભગ અને માંસના પિંડ વગેરે બને છે. સાતમા દિવસના પિંડથી હાડકા વગેરે બની જાય છે અને આઠમા-નવમા દિવસના બે પિંડોથી જાંઘ અને પગ ઉત્પન્ન થાય છે. દસમા દિવસના પિંડથી એ શરીરમાં ક્ષુધા-તૃષાની ઉત્પત્તિ થાય છે. પિંડથી ઉત્પન્ન શરીરનો આશ્રય લઈને ભૂખ-તરસથી પીડિત પ્રેત અગિયારમાં અને બારમા દિવસના શ્રાદ્ધને બે દિવસમાં ભોજન કરે છે. તેરમા દિવસે યમદૂતોથી બંધાયેલો આ જીવ બંધાયેલા વાનરની સમાને એકલો સંસારમાં આવે છે.

હે ગરુડ! વૈતરણને છોડીને ફક્ત યમલોક ૮૬ હજાર યોજન વિસ્તીર્ણ છે. હવે આ જીવનને પ્રતિ દિવસ ૨૪ કલાકોમાં ક્રમશઃ ૨૪૭ યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે. ચાલવાવાળા આ માર્ગમાં અંતમાં ૧૬ ગ્રામ પડે છે. એને લાંઘકર સુધી ધર્મરાજના નગરમાં તે પાપી જીવ પહોંચે છે. એ નગરોના નામ છે- સૌમ્યપુર, સૌરિપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વ, શૈલાગમ, ક્રૌંચ, ક્રૂરપુર, વિચિત્ર ભવન, દુઃખદ, નાના ક્રંદપુર, સુતપ્ત ભવન, રૌદ્ર નગર, પર્યાવર્ષણ, શીતાદય, બહુભીતિ. એમની આગળ યમપુર છે. યમના પાશ (બંધન)માં બંધાયેલો તે પાપી જીવ માર્ગમાં રોતો-રોતો પોતાના ઘરને છોડીને યમલોક જાય છે.

યમલોકમાં જવાવાળો મનુષ્ય અનેક કષ્ટોને સહન કરતો-કરતો પીડિત થતો રહે છે. એની પીડાનો અંત નથી થતો. તે પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો-કરતો અનેક દુઃખ ભોગવે છે. આના પર પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે. ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને કર્મ કરે છે.

***