A bushel of rupees or a bushel of rupees in Gujarati Motivational Stories by Niky Malay books and stories PDF | રૂપિયાંના ઝાડવાં કે ઝાડવામાં રૂપિયાં

Featured Books
Categories
Share

રૂપિયાંના ઝાડવાં કે ઝાડવામાં રૂપિયાં

પગમાં ઇલેક્ટ્રિક શુઝ અને આંખે કાળી પટ્ટી પહેરેલ વ્યક્તિ જીપીએસ સીસ્ટમથી ગલીમોમાં સરળતાથી ચાલતો હોય છે. એવામાં કોઈ મોટો ઘડામ કરતો અવાજ આવે છે, છતાં કોઈની ચીસો સંભાળતી નથી. કેમકે, હવે હોઈ બાળકો શેરીમાં રમતાં જ નથી. પેલો વ્યક્તિ એક અંધારી ગલીમાં સંતાય જાય છે. કોઈ પોતાના ઘરની બારીઓ પણ ખોલતા નથી. બસ જ્યાં નજર નાખો ત્યાં લીસા રૂડા રૂપાળાં રસ્તા સાથે સુમસામ શેરીઓ જ દેખાય. પોતાના ઘરનું બારણું ખોલી એક વ્યક્તિ પેલા ઇલેક્ટ્રિક શુઝવાળા માણસને અંદર ખેંચીને દરવાજો બંધ કરી દે છે. પેલો માણસ ઇલેક્ટ્રિક શુઝ અને આંખોની બ્લેક પટ્ટી ઉતારીને કહે છે મારું નામ આર્યન છે. “થેંક્યું” ફોર હેલ્પ મી.
પેલો ઘરનો માલિક : “આઈ એમ મલ્હાર” મારા મમ્મી –પપ્પા ધડાકામાં જ મૃત્યુ પામ્યા છે. હું ઘરમાં એકલો જ છુ. પેલા તો આપણે તુટતો તારો આકાશમાં જોતા તો કેટ-કેટલીય વિશ માંગતા સેલ્ફી લેતા. કેટલા ખુશ થઇ જતા કે અમે તુટતો તારો જોયો. રાતે અગાસીમાં જઈને તારા જોવા માટે હું મમ્મી પાસે બહુ જિદ કરતો.
આર્યન : "મને તો બાગમાં ફરવાના અને હીંચકા ખાવાના દિવસો બહુ યાદ આવે છે. હવે તો કોઈ માતા –પિતા પોતાના બાળકોને બાગમાં ફરવા પણ નથી લઇ જઈ શકતા. યાર ફરવાનું તો ઠીક પણ ઘરના બારી-બારણા પણ નથી ખોલી શકતા. મલ્હાર તને યાદ હોય તો આપણે ભણવામાં આવતું કે આદિમાનવ ગુફા કે બંકરમાં રહેતો ને જીવન ગુજારતો. તો આત્યારે આપણે એવું જ જીવન જીવીએ છીએ." એક બહુ મોટો નજીકમાં જ ધડામ... કરતો આવાજ આવ્યો.
મલ્હાર અને આર્યન બંને ઘર નીચે બનાવેલ ગુફા જેવા ઓરડામાં સેફ જગ્યાએ ચાલ્યા જાય છે. નીચે બનાવેલ ઓરડો ઘણો આધુનિક હતો. ત્યાંથી દરેક માહિતી કે ઘટના જોઈ શકાતી હતી. ટ્રાન્સ્પરેન્ટ ફોન અને ટીવી જોઈ આર્યન તો ચમકી ઉઠયો. "મલ્હાર યાર તું પેલા ક્યાં કામ કરતો ? મારા પપ્પા આર્મી ઓફસર હતા. તે એક અઠવાડિયા પહેલા જ મારા મમ્મીને સાથે ઘરે આવતા હતા. અને આવા એક ધડાકામાં જ ઓગળી ગયા. હું સામે જ ઉભો હતો, તો પણ તેને બચાવી ન શક્યો. કે તેની પાસે પણ જઈ ન શક્યો. હું એટલો દુઃખી છું કે મારું દુઃખ કોઈને કઈ પણ શકતો નથી. કેમ કે બધાના ઘરમાં આવા બનવા એ અત્યારે નોર્મલ થઇ ગયું છે."
મલ્હાર : "જયારે પૃથ્વી પર આદિમાન સ્વરૂપે માનવી આવ્યો ત્યારે ખોરાકની શોધમાં ભટકતો હતો ને અત્યારે બધું જ હાંસલ કાર્ય પછી જીવ બચાવવા આપણે આમ થી તેમ ભટકીયે છીએ, આપણા કરેલા આપને જ વાગે છે. જો આપણા વડીલોએ બેંકમાં પૈસા જમા કરવા કરતા વુક્ષો ઉગાડ્યા હોત તો તે આપણને અત્યારે કામ લાગત."
આર્યન: "આપણા શહેરમાં એટલી ઉલ્કાઓ પડે છે કે, ખરતા તારાના આપણા સેલ્ફીના ફોટા પણ હવે આપણને મારતા હોય એવા લાગે છે. મારા પપ્પા તો કહેતા કે પહેલાના જમાનામાં દાદા-દાદી બા-બાપા બધા ભેગા રહેતા ને તહેવારોમાં તો આખું કુટુંબ ભેગું થતું. એ લોકો બહુ મજા કરતા. નદીએ નહાવાનું,ખેતર ખેડવાનું, પહાડો ધૂમવાની મજા હતી. ને અત્યારે નથી કોઈ સગું વહાલું કે નથી કોઈ મજા “ રસ્તે ચાલતા મુસાફરને પણ મંજિલ મળે છે “ અને આપણી કોઈ મંજિલ જ નથી. આપણી પાસે ટેકનોલોજીનો ખજાનો છે. એશઓ આરામ છે. દરેક કામ સરળતાથી કરી શકીએ છીએ. લાઈફ માટે વડીલોએ એટલા પૈસાની ઉગાડીયા છે કે હવે તેની કોઈ વેલ્યુ પણ નથી રહી. આમથી તેમ જીવ જેટલો બચે એટલો બચાવીને જીવન જીવીએ છીએ."
પોલીસ કંટ્રોલ રૂમમાંથી મોબાઈલમાં મેસેજ આવે છે. “જેમ બને તેમ જલ્દી આ શહેર ખાલી કરો નહીતર તમારા જીવને જોખમ છે.”
દિવસે બહાર નીકળી શકાય તેવું વતાવરણ ન હતું. ગરમીનું પ્રમાણ એટલું વધી ગયેલું કે જો તમે ત્રણ મિનીટથી વધારે ખુલી આંખે બહાર નીકળો તો કાયમને માટે આંધળા જ થઇ જાવ એટલું ખરાબ રેડીયેશન બહાર હતું. એટલે બધા માણસો જીપીએસ સીસ્ટમનો ઉપયોગ કરી દિવસે જરૂરી કામે જ નીકળતા. અને રાત્રે પણ ઉલ્કાપીંડનો ડર તો ખરો જ. શહેરના બચ્યા –ખૂચ્યા લોકો રાતે નીકળે છે. જીવન જરૂરિયાત પુરતો સમાન એક બેગમાં, ને પાણી બોટલ સાથે લોકો રોડ ઉપર ઉતરી આવે છે.
“એક સમયમાં આદિવાસી ખોરાકની ખોજમાં ભટકતો ને અત્યારે જીવનની ખોજમાં ભટકવા લાગ્યો છે.” તેવામાં પેલા મલ્હાર અને આર્યન પણ નીકળે છે. બસ હવેથી આવું જ હાડમારી માર્યું જીવન જીવવું પડે તેમ છે."

“જો ભવિષ્ય આવું ન જોવું હોય તો પૈસાને બદલે વ્રુક્ષો વાવો ને જીવ જીવન બચાવો”

Nikymalay