Garuda Purana - 18 - Last Part in Gujarati Spiritual Stories by MB (Official) books and stories PDF | ગરુડ પુરાણ - ભાગ 18 (છેલ્લો ભાગ)

Featured Books
Categories
Share

ગરુડ પુરાણ - ભાગ 18 (છેલ્લો ભાગ)

અઢારમો અધ્યાય

એના પછી ગરુડજીએ પૂછ્યું - હે ભગવન્! તમે નૈમિત્તિક પ્રલયના વિષયમાં મને બતાવો.

પ્રભુએ એમના પ્રશ્નના જવાબમાં કહ્યું- ૧૦૦૦ વર્ષ સમાપ્ત થવા પર નૈમિત્યિક લય થાય છે અને કલ્પના અંતમાં ૧૦૦ વર્ષ સુધી પાણી નથી વરસતું. એના પછી રૌદ્ર રૃપવાળા સાત સૂર્યના ઉદય થાય છે. તે સૂર્ય બધું જળ પી લે છે અને આખી જગતી સૂકાઈ જાય છે. ભગવાન વિષ્ણુ જ રુદ્ર થઈને સંસારને સળગાવે છે. અર્થાત્ પહેલાં હું ત્રણ લોકનો દાહ કરું છે અને પછી પ્રમુખ વાદળોનું સર્જન કરું છું.

જ્યારે આખું ચરાચર એક થઈ જાય છે અને સ્થાવર જંગમ નષ્ટ થઈ જાય છે, તો હું અનંત આસન પર સૂઈ જાઉં છું. એક હજાર વર્ષ સૂઈ ગયા પછી આ જગતનું સર્જન કરું છું.

એના ઉપરાંત ૧૦૦ વર્ષ પૂરા થવા પર આખા સંસારનો સંહાર કર્યા પછી હું બ્રહ્માંડમાં વિલીન થઈને યોગબળથી મુક્ત થઈ જાઉં છું. એના પછી ૧૦૦ વર્ષ સુધી વરસદા વરસાદોમાં જ વિદ્યમાન રહું છું.

જળમાં નિમગ્ન થઈ જવા પર લગત પતિના અણુ અલગ થઈ જાય છે અને પછી બ્રહ્માની આયુ પૂર્ણ થવા પર સ્પષ્ટ પતિના અણુ અલગ થઈ જાય છે. આ રીતથી આ ભૂમિ જળમાં લીન થઈ જાય છે, જળ તેજમાં લય થઈ જાય છે અને તેજ વાયુમાં લય થઈ જાય છે, વાયુ આકાશમાં અને આકાશ ભૂતાદિમાં પ્રવેશ કરી જાય છે, પછી ભૂતાદિ મહાનમાં અને મહાન પ્રકૃતિ પુરુષમાં લય થઈ જાય છે. આ રીતે વ્યક્ત-અવ્યક્ત ક્રમના ચરાચર વ્યક્ત-અવ્યક્ત થાય છે.

વ્યક્ત-અવ્યક્ત ભાવથી નારાયણ સંપૂર્ણ સૃષિટ્માં પ્રતિભાસિત થાય છે. ભગવાન નારાયણ જ અવતાર ગ્રહણ કરીને પૃથ્વીનો ભાર હરણ કરે છે. એમના સ્વરૃપને અનાદિ અનંત અને અવિકલ્પ કહેવામાં આવ્યું છે. તેઓ જ તત્ત્વ છે અને મનુષ્યને જોઈએ કે તે એમની સમાન જ થઈ જાય.

ભગવાન નારાયણ સ્વશાંતિથી અથવા પોતાની જ યોગમાયાથી રૃપ અરૃપ થતાં રહે છે. એમના અવતારથી ભક્તજન પ્રસન્ન થાય છે. એ દુષ્ટોને ભય લાગેલો રહે છે. જ્યારે તેઓ સૃષ્ટિની કામના કરે છે તો બ્રહ્માને સૃષ્ટિ રચનાનો આદેશ આપે છે અને જ્યારે સંહારની ઇચ્છા થાય છે ત્યારે રૃપ ધાણ કરીને પ્રલય કરે છે.

નારાયણ વાસુદેવ, ચિરંતન, પરમાત્મા, પરબ્રહ્મ અને આ જગતના જન્મ અને વિલય કરવાવાળા છે. તેઓ જ બધા વ્યક્ત અને અવ્યક્ત છે અને તેઓ જ કાળ રૃપમાં વિદ્યમાન રહે છે. વિષ્ણુ વ્યક્ત સ્વરૃપ છે તથા અવ્યક્ત સ્વરૃપ પુરુષ તથા કાળ થાય છે. તેથી તમે બાળકની જેમ ક્રીડા કરવાવાળા સમસ્ત ચેષ્ટાઓને સાંભળો. ભગવાન પુરુષોત્તમ વગેરે અને અંતથી રહિત અને અનંત સ્વરૃપવાળા છે. એમનાથી અવ્યક્ત અને એનાથી આત્મા પણ ઉત્પન્ન થાય છે. એમણે જ બુદ્ધિ, આકાશ, પવન, તેજ, જળ અને ભૂમિનું સર્જન કર્યું. ભગવાન સ્વયં જ નારાયણથી રુદ્ર, હિરણ્ય, અંડ અને એના મધ્યમાં વિરાજમાન રહે છે.

પ્રભુ પહેલાં ઋષિ માટે શરીર ગ્રહણ કરે છે, ચતુર્મુખ બ્રહ્માની રજોગુણની વધારે માત્રા લઈને દેહ, શરીર ગ્રહણ કરે છે. ત્યાર પછી ચર તેમજ અચર જગતનું સર્જન કરવામાં આવે છે. આ જ બ્રહ્માંડના સમસ્ત અંતર્જગતને જેમાં દેવ મનુષ્ય અસુર બધા છે, રચે છે, વિષ્ણુ આત્માને તથા પાલન કરવા યોગ્ય જે પણ છે એનું પાલન કરે છે. પછી અંતમાં હરિ જ સ્વયં સ્રંહતી થઈને આ જતનો સંહાર કર્યા કરે છે. પ્રભુ બ્રહ્માનું રૃપ ધારણ કરીને સર્જન કરે છે. હરિ સ્વયં જ વિષ્ણુના રૃપમાં ફરી આ જગતનું પાલન કરે છે, અને કલ્પના અંતમાં તેઓ પ્રભુ રુદ્ર-રૃપ થઈને સંપૂર્ણ જગતનો વિનાશ કરે છે. વિષ્ણુએ જ સૃષ્ટિના સમયે આ પૃથ્વીને જળના મધ્યમાં ગયેલી જાણીને વારાહ રૃપ ધારણ કરીને પોતાની દાઢથી એનો ઉદ્ધાર કર્યો હતો.

હવે આપણે વેદાદિના સર્ગને સંક્ષેપમાં કહીશું, તમે એને સાંભળો. આ બધાનો મહત્ત્વનો સર્ગ છે. જે બ્રહ્માનું વિરુપ થાય છે, બીજો પંચતન્માત્રાઓનો સર્ગ થાય છે જેને ભૂત સર્ગ કહેવામાં આવ્યો છે. ત્રીજો ઐંદ્રિયક જેને વૈકારિક સર્ગ કહેવામાં આવે છે. આ પ્રકારથી બુદ્ધિપૂર્વક પ્રાકૃત સર્ગ સંભૂત થયા છે, પછી ચતુર્થ મુખ્ય સર્ગ થાય છે, જે મુખ્ય સ્થાવર કહેવામાં આવ્યા છે.

મુખ્ય સ્થાવર ચતુર્થ સર્ગમાં આવે છે. અને તિર્યક્ સ્ત્રોતને તિર્યક્ યોગ્ય સર્ગ કહેવામાં આવે છે, એનાથી ઉર્ધ્વ સ્ત્રોતોમાં છઠ્ઠા સર્ગના નામથી ઓળખવામાં આવે છે, સાતમો માનુષ તથા અઠમો અનુગ્રહ સર્ગ છે. તે સાત્વિક અને તામસ હોય છે. આ રીતે આ પાંચ વૈકૃત સર્ગ હોય છે. ત્રણ પ્રાકૃત સર્ગ કહેવામાં આવ્યા છે. કૌમાર સર્ગ નવમો છે, જે પ્રાકૃત અને વૈકૃત બંને હોય છે. હે ગરુડ! સુરોથી લઈને સ્થાવર પર્યંત ચાર પ્રકારની પ્રજા હોય છે.

સૃષ્ટિની રચના કરવાવાળા બ્રહ્માના માનસ પુત્ર ઉત્પન્ન થયા હતા. એના પછી દેવ, અસુર, પિતૃગણ અને મનુષ્ય- આ ચારેની ઇચ્છા રાખવાવાળા એમના સર્જન માટે એમાં પોતાની આત્માનું અર્ચન કર્યું હતું. એમાં મુક્તાત્મા પ્રજાપતિની માતાથી ઉદ્રિક્તા થઈ હતી. સર્જનેચ્છુના જાંઘથી પહેલા અસુર ઉત્પન્ન થયા હતા પછી એણે તમો માત્રાત્મક શરીરનો ત્યાગ કરી દીધો હતો અને વત તમો ભાવને વ્યક્ત કરીને તનુરાંકરા વિભાવરી થઈ ગઈ હતી. આ રીતે આ કથા પણ મેં સંભળાવી દીધી છે.

હે ગરુડ! જ્યારે અન્ય દેહમાં સ્થિર થઈને સૃષ્ટિના સર્જનની ઇચ્છા કરવાવાળા બ્રહ્મ થયા તો ખૂબ પ્રીતિને પ્રાપ્ત થયા. અને બ્રહ્માના મુખથી સત્વ ગુણના ઉદ્રેકવાળા સુર પેદા થયા, તે સત્વોદ્રિક શરીર પણ એનાથી ત્યાગી દીધું હતું જે દિન થઈ ગયું હતું, ત્યારથી અસુર લોકો રાત્રિમાં બળ સંપન્ન તથા દેવ ગણ દિવસમાં બળવાન થયા હતા. સત્ય માત્રામના અન્ય અંતરના ઉત્સર્ગથી દિવસ અને રાત્રિના મધ્યમાં સ્થિત કરવાવાળી સંધ્યા ઉત્પન્ન થઈ હતી, રજો માત્રાંતરનું ગ્રહણ કરીને જે પ્રકસંધ્યા કહેવામાં આવે છે. એ જ્યોત્સના રાત્રિ દેવસ અને સંધ્યા એના શરીર જ છે. રજો તન્માત્રાનું ગ્રહણ કરીને ક્ષુધા અને કોપ થયા હતા. એ ક્ષુધાથી ક્ષામ તથા રક્ષણથી રાક્ષસોનું સર્જન કર્યું હતું. તક્ષણથી યક્ષ અને કેશ સર્પણથી સર્પ જાણવા જોઈએ.

આ રીતે હે ગરુડ! સૃષ્ટિના આરંભમાં પહેલાં એક મૂળ શક્તિ ત્રણ રૃપોમાં વિભાજિત થઈ, પછી મેં જ બ્રહ્માને સૃષ્ટિની રચનાનો આદેશ આપ્યો હતો. યજ્ઞ વગેરે પછી બ્રહ્માના કોપથી ભૂતાદિની ઉત્પત્તિ થઈ હતી, પછી ગંધર્વ પેદા થયા. તેઓ ગાયન કરતાં ઉત્પન્ન થયા હતા આથી એમને ગંધર્વના નામથી ઓળખવામાં આવે છે. એ પ્રજાપતિએ બકરાઓને પોતાના વક્ષસ્થળથી અને મુખથી બકરીઓને ઉત્પન્ન કર્યા હતા, પોતાના ઉદર અને પાર્શ્વ ભાગોથી ગાયોનું સર્જન કર્યું હતું. બ્રહ્મએ પોતાના પગોમાં ગર્દભ, ઉષ્ટ્ર વગેરેને ઉત્પન્ન કર્યા હતા. એમના રોગોથી સંપૂર્ણ ઔષધિઓ ફળ અને મૂળ થયા હતા.

ગૌ, અજ, પુરુષ, મેષ, અશ્વ, અશ્વતર અને ગર્દભ આ બધાને ગ્રામ્ય પસુ કહેવામાં આવે છે. અરણ્યમાં થવાવાળા પશુ શ્વાપદ, બે ખુરોવાળા, હાથી, વાનર અને પાંચમાં પક્ષી, છટ્ઠા જળમાં રહેવાવાળા પશુ હોય છે. સાતમાં સરીસૃપ જે કે પેટના બળે ચાલે છે.

પૂર્વાદિ બ્રહ્માના મુખોથી ઋગ્વેદ વગેરેની રચના થઈ હતી, મુખથી બ્રાહ્મણ તથા બાહુઓથી ક્ષત્રિય ઉત્પન્ન થયા હતા, ઉરુઓથી વૈશ્ય તથા ચરણોથી શૂદ્ર પેદા થયા હતા.

બ્રાહ્મણોનો બ્રહ્મ લોક, ક્ષત્રિયોનો શાક્ર લોક, વૈશ્યોનો મારુત લોક તથા શૂદ્રોનો ગંધર્વ લોક છે. જે બ્રહચારીઓના વ્રતમા સ્થિત છે એમનો બ્રહ્મલોક થાય છે, ગૃહસ્થોનું પ્રાજપત્ય છે જે યકોત્કત આશ્રયના પાલન કરવાવાળા છે, સાત ઋષિઓના વનવાસીઓના, યતિઓના, અને યદૃક્ષાગામીઓનું સ્થાન હંમેશાં અક્ષય હોય છે.

હરિએ કહ્યું-અહીંયા પર સંસ્થા રચીને પછી માનસ પ્રજા સર્ગ કર્યો હતો, ધર્મ રુદ્ર, મનુ, સનક, સનાતન, ભૃગુ સનન્ત્કુમાર, રુચિ શુદ્ધ, મરીચિ, અદ્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ઋતુ, વશિષ્ઠ, નારદ, વર્હિષદ, પિતૃગણ, અગ્નિષ્વાત, કબ્યાદ, આજ્યપ, સુકાલી, ઉપહૂત, દિવ્ય, ત્રણ મૂર્તિઓથી રહિત અને ચાર મૂર્તિ યુક્તોનું સર્જન કર્યું હતું. દક્ષિણ અંગુષ્ઠથી દક્ષને બનાવ્યા અને વામાંગુષ્ઠથી એમની પત્નીનું સર્જન કર્યું હતું. દક્ષની એ પત્નીએ શુભ દુહિતાઓને જન્મ આપ્યો હતો. એ કન્યાઓને દક્ષે બ્રાહ્મણ પુત્રોને આપી દીધી હતી તથા સતીને રુદ્રને સોપ્યા હતા. રુદ્રના મહાન શક્તિશાળી અનેકો પુત્ર થયા હતા.

સર્વગુણ સંપન્ન ખ્યાતિ નામની કન્યા દક્ષે ભૃગુને આપી હતી-શુભાએ ભૃગુથી ધાતા અને વિધાતાની રચના કરી હતી તથા શ્રીને ઉત્પન્ન કરી, જે ભગવાન નારાયણની પત્ની થઈ. શ્રીમાં હરિએ સ્વયં બળ અને ઉન્માદને ઉત્પન્ન કર્યા હતા. એના ઉપરાંત પ્રજાની ઉત્પત્તિના ક્રમમાં-મનુની આયતિ અને નિયતિ નામની બે કન્યાઓ હતી, એમણે ક્રમશઃ ધાતા, વિધાતાની પત્ની થયા પછી બે પુત્ર ઉત્પન્ન કર્યા, જેમનું નામ પ્રાણ અને મૃકુંડ હતું. માર્કણ્ડેય મૃકુંડના થયા, બ્રહ્માના પુત્ર મરીચિની પત્ની સંભૂતિએ પૌર્ણમાસને ઉત્પન્ન કર્યો હતો, પૌર્ણમાસના વિરજ અને સ્વર્ગ નામના બે પુત્ર થયા. સ્મૃતિએ અંગિરાથી પુત્ર તથા કન્યાઓ પેદા કરી, જેમના નામ ક્રમશઃ વિનીવાલી, કુહૂ, રાકા તથા અમુમતિ હતા. અનુસૂયાએ અત્રિ મુનિથી કલ્મષ રહિત પુત્રો, સોમ દુર્વાસા તથા દત્તાત્રેયને ઉત્પન્ન કર્યા હતા. પુલસ્ત્યની પત્ની પ્રીતિથી દતીલિ પેદા થયા હતા. એમને ત્યાં ક્ષમાસેત કર્મ્મણ, અર્થકીર સહિષ્ણુ આ ત્રણ પુત્ર ઉત્પન્ન થયા હતા. ઋતુની પત્ની સુમતિએ વાલખિલ્યને જન્મ આપ્યો, જે અર્ધ્વરેતસ વાલખિલ્ય થયો હતો. આ બધા ઋષિગણ ૬૦ સહસ્ત્ર થયા હતા. ઊર્જામાં વશિષ્ઠ મુનિએ સાત પુત્રોને જન્મ ગ્રહણ કર્યો હતો- રજ, ગાત્ર ઉર્ધ્વબાહુ, શરણ, અન્ધ, સુતપા અને શુક્ર આ બધા સપ્તર્ષિ માનવામાં આવ્યા હતા.

આ સપ્તર્ષિઓએ તપ કરીને આકાશમાં અવિચળ રહેવાનું વરદાન પ્રાપ્ત કરી લીધું. પછીથી દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રી સ્વાહાને શરીરધારી અગ્નિદેવને આપી હતી. હે ખગ! અગ્નિદેવે સ્વાહાથી ત્રણ પુત્ર પાવક, પવમાન, શુચિને પ્રાપ્ત કર્યા હતા. તેઓ દાનો બ્રહ્મવાદિની હતી-મૈના તો હિમવાનની પત્ની બની. એના પછી બ્રહ્માએ આત્માથી સંભૂથ સ્વાયંભુવને સૌથી પૂર્ણ પ્રજાના પાલન માટે ઉત્પન્ન કર્યો. પછી સ્વાયંયભુવે તપના બળથી સમસ્ત કલ્મષોનો વિનાશ કરવાવાળી શતરુપા નામની સ્ત્રીને પોતાની પત્નીના રૃપમાં સ્વીકાર કરી હતી. શતરૃપાએ બે પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, તથા બે પુત્રી આકૂતી તેમજ સંજ્ઞા નામની સ્વાયંભુવથી ઉત્પન્ન કરી. એક ત્રીજી કન્યા હતી જેનું નામ દેવહૂતિ હતું. એ ત્રણેય પુત્રીઓમાં મનુએ આકૂતિના લગ્ન રુચિથી કરાવી દીધા. પ્રસૂતિને પ્રજાપતિ દક્ષને આપી દીધી તથા કર્દમ મુનિને દેવહૂતિ પ્રાપ્ત થઈ હતી. રુચિથી યજ્ઞ ઉત્પન્ન થયો, યજ્ઞએ દક્ષિણામાં બાર પુત્રો પેદા કર્યા જેમાં યમ નામવાળો પુત્ર મહાન હતો.

આકૂતિએ દક્ષિણ અને યજ્ઞને પરી યજ્ઞએ દક્ષિણથી ૧૨ પુત્રોને જન્મ આપ્યો, દેવહૂતેએ પણ અનેક સંતાનો ઉત્પન્ન કરી. દક્ષની ૨૪ કન્યાઓ ઉત્પન્ન થઈ એમાં એણે શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તુષ્ટિ, પુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વાયુ, શાન્તિ, સિદ્ધિ અને કીર્તિ આ ૧૩ પુત્રીઓને યમના આપી દીધી. અને બાકી ખ્યાતિ, પ્રભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્તતિ, અનુરૂપા, સ્વાહા અને સ્વધાને ભૃગુ ભવ, મરીચિ, અંગિરા, પુલસ્ત્ય, ઋતુ, અત્રિ, વશિષ્ઠ, ધન્ય અને પિતાને ક્રમ રૃપમાં સોંપી દીધી. એના પછી તો વિષ્ણુની કૃપાથી અસંખ્યા સૃષ્ટિ ઉત્પન્ન થઈ.

હરિએ કહ્યું કે હું વધારે વિસ્તારથી સૃષ્ટિ રૃપની વ્યાખ્યા કરું છું. નિર્ગુણ ભગવાન શિવનું ડાબુ અંગ વિષ્ણુ છે, બ્રહ્મા એમનું સવ્ય અંગ છે અને એમનું હૃદય રુદ્ર છે. આ જ ક્રમથી ત્રણ ગુણ સત્, રજ અને તમની સ્થિતિ છે. શિવજીની જ સતોગુણી માયા સતી, રજોગુણી માયા સરસ્વતી અને તમોગુણી માયા લક્ષ્મી છે. સતોગુણી માયાના સતી રૃપમાં શિવજીથી લગ્ન થયા છે, જેણે પોતાના પિતાના યજ્ઞમાં પોતાના પતિ શિવ (રુદ્ર)ને ભાગ લેતા ન જોઈને એ જ સમયે પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધો હતો. એના પછી દેવતાઓની પ્રાર્થના પર એમણે હિમાચલના ઘરમાં પાર્વતીના રૃપમાં પુનઃ જન્મ લીધો અને તપસ્યા કરીને શિવજીને પ્રાપ્ત કર્યા.

પાર્વતીના અનેક નામ છે. એમાં મુખ્ય છે કાલિકા, ભદ્રા, ત્રિજ્યા, જયા, જયન્તિ, ચંડિકા, દુર્ગા, ભગવતી, ચંડિકાલી, ભદ્રકાળી, અંબા, સર્વમંગળા વગેરે. આ પ્રકારે આ ત્રણેય દેવીઓએ (સરસ્વતી, સતી અને લક્ષ્મી) ત્રણેય દેવોથી મળીને ત્રિગુણમયી સૃષ્ટિની ઉત્પત્તિ કરી. શિવજીની આજ્ઞાથી જ મેં સૃષ્ટિની ઉત્પત્તિ કરી. શિવજીની આજ્ઞાથી જ મેં સૃષ્ટિની રચના કરી, હું તો ફક્ત નિમિત્ત માત્ર છું. સૃષ્ટિના કર્તા, ધર્તા અને હર્તા સાક્ષાત્ ભગવાન નારાયણજી જ છે. આ જ ભગવાન નારાયણની પૂજા સર્વોત્તમ ફળદાયિની છે.

એના પછી સૃષ્ટિનો કર્મ બતાવતા હરિએ કહ્યું- શ્રદ્ધાથી કામ, ચલાથી દર્પ, ધૃતિથી નિયમ આત્મા, તૃષ્ટિથી સંતોષ અને પુષ્ટિથી લોભ પેદા થયા. મેઘાએ શ્રુતક્રિયાસથી દંડ લય વિનય, બુદ્ધિથી બોધ તથા લજ્જાએ વિનયને પાદે કર્યા. ઋષિએ સુખને, કીર્તિએ યશને ઉત્પન્ન કર્યા, આ પ્રકારે આ બધા ધર્મના પુત્ર થયા હતા. કામની પત્ની રતિ તથા એમનો પુત્ર થયો જેનું નામ હર્ષ હતું.

પ્રજાપતિ દક્ષના અશ્વમેઘ યજ્ઞમાં રુદ્ર અને સતી સિવાય બધા લોકો સપત્નીક પધાર્યા હતા. સતીને ત્યાં પહોંચવા પર એમને અપમાનિત થવું પડ્યું. કેમ કે તેઓ યજ્ઞમાં આમંત્રિત ન હતી. એમણે પોતાના અપમાનના કારણે યજ્ઞમાં દેહનો ત્યાગ કરી દીધો અને એના પછી હિમાલયને ત્યાં પાર્વતી બનીને ઉત્પન્ન થઈ, અને ગણેશ તથા કાર્તિકેય ઉત્પન્ન થયા.

એના પછી ઉત્તાસનપાદની પત્ની સુરુચિથી ઉત્તમ નામવાળો પુત્ર થયો, સુનિતિથી ધ્રુવ પેદા થયા. ધ્રુવએ નારદ મુનિના આશીર્વાદથી દેવાધિદેવ જનાર્દનને પ્રસન્ન કરીને ઉત્તમ પદ પ્રાપ્ત કર્યું હતું.

ધ્રુવનો પુત્ર શ્રૃષ્ટિ મહાન પરાક્રમી તથા બળશાળી હતો, શ્રૃષ્ટિનો પુત્ર પ્રાચીન બર્હિ થયો તથા એનો પુત્ર દિવંજય તથા દિબંજયનો પુત્ર રિપુ, રિપુનો પુત્ર ચાક્ષુષ મનુ થયા, ચાક્ષુસનો પુત્ર રુદ્ર, રુદ્રના શ્રીમાન અંગ થયા. અંગનો પુત્ર વેણુ જેનો હવન મુનિઓએ કુશાઓથી કરી દીધો હતો. વેણુઓના ઉરુઓના મંથનથી એક પુત્ર થયો, જે ખૂબ નાનો તથા કૃષ્ણ અંગવાળો હતો. એનો જન્મ થતાં જ નિષીદનું ઉચ્ચારણ થયું હતું, આથી તે નિષાદ થઈને વિંધ્ય પર્વત પર રહેવા લાગ્યો હતો, તદુપરાંત દેવતાઓએ વેણુનો જમણો હાથ સહસા મંથન કરીને પુત્ર ઉત્પન્ન કર્યા જે વિષ્ણુના સ્વરૃપ હતા. વિષ્ણુ સ્વરૃપ એ પુત્રનું નામ પૃથુ હતું અને આ જ પૃથુના પ્રભાવથી વેણુ સ્વર્ગ ગયા હતા. પ્રજા માટે પૃથુએ પૃથ્વીનું દોહન કર્યું હતું. પૃથુના પુત્ર અન્તર્ધાન તથા એમનો પુત્ર હવિર્ધાન થયો.

એના ઉપરાંત રાજા બર્હિએ લવણ સાગરની પુત્રી સાથે લગ્ન કર્યા અને પછી ધનુર્વિદ્યા જાણવાવાળા વિદ્વાન પુત્રને ઉત્પન્ન કર્યા. એમણે ખૂબ જ તપ કર્યું અને તપ પછી પ્રજાપતિનું પદ પ્રાપ્ત કર્યું.

મારીષા નામની એમની પત્ની હતી અને એ પત્નીથી દક્ષ ઉત્પન્ન થયા, દક્ષે પ્રજાપતી વીરણની પત્ની અસિકલીથી લગ્ન કરીને બીજા એક હજાર પુત્ર ઉત્પન્ન કર્યા હતા, એ યુગવીતરાગી થઈ ગયા. એના ઉપરાંત પછી પુત્ર થયા અને તેઓ પણ વીતરાગી થયા. પછી દક્ષે નારદને શ્રાપ આપ્યો કે તૂં જન્મ ગ્રહણ કરીશ. કેમ કે નારદના કારણે જ પહેલા પુત્ર વીતરાગી થઈ ગયા હતા.

નારદે કશ્યમ મુનિને ત્યાં જન્મ લીધો અને પછી દક્ષે સાંહીઠ કન્યાઓ ઉત્પન્ન કરી.

આ કન્યાઓમાં બે અંગિરાને આપી, બે વૃશાશ્વને અને ધર્મને દસ કન્યાઓ આપી, અને એના પછી કશ્યપ મુનિને તેર કન્યાઓ આપી અને ચંદ્રમાને સત્યાવીસ. આ જ રૃપમાં પ્રજાનો વિકાસ થતો રહ્યો. કશ્યપની પત્નીઓના નામ આ પ્રકારે છે- અદિતિ, દિતિ, દનુ, કાલા, અનાયુ, સિંહિકા, કંદ્રૂ, પ્રાધા, ઇરા, ક્રોધા, વિનીતા, સુરભિ અને ખગા.

વિશ્વાથી વિશ્વદેવ ઉત્પન્ન થયા તથા સાંધ્યાથી સાંધ્યગણ, ભાનુથી ભાનુગણ, મુહૂર્તાથી મુહૂર્ત, લમ્બાથી ઘોષ તેમજ યામિથી નાગવીથિ તથા સંપૂર્ણ પૃથ્વી અરુંધતિથી ઉત્પન્ન થઈ હતી, સંકલ્પનાથી સર્વાત્મા સંકલ્પ પેદા થયા. આઠ નામોના વસુગણ આ પ્રકારે છે- આપ, ધ્રુવ, સોમ, ધવ, અનિલ, અનલ, પ્રત્યૂષ તથા પ્રભાષ. તમારા પુત્ર વૈતુય, શ્રમ, શ્રાંત તથા ધ્વનિ થયા હતા, ધ્રુવના પુત્ર ભગવાન કાળ થયા, લોભના પુત્ર વર્ચા થયા. જેનાથી વર્ચસ્વી પેદા થયા. ધ્રુવના પુત્ર દ્રુહિણ હુત તથા હવ્યવહ થયા, મનોહારાથી શિશિર પ્રાણ તથા રમણ ઉત્પન્ન થયા હતા.

એના સિવાય અનિલ અને શિવાના વંશમાં અન્ય લોકોનો જન્મ થયો અને હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષના વંશની વૃદ્ધિ એક તરફ થઈ અને દેવતાઓનો વિકાસ થયો. દાનવ વંશની પરંપરા હિરણ્યાક્ષના પુત્રોથી લઈને વૈશ્વાનરની પુત્રીઓ પુલોમ અને કાલકાના સંતાનોમાં વિકસિત થયેલી વિનીતાના બે પુત્રો ગરુડ અને અરુણાથી આગળ વિકસિત થઈ. કદ્રૂએ સર્પવંશને જન્મ આપ્યો, જેમાં વાસુકિ અને તક્ષક પ્રધાન થયા, ક્રોધાએ પિશાચોને જન્મ આપ્યો અને સુરક્ષિના ગર્ભથી ગૌ તથા મહિષ પેદા થયા.

આ વંશ પરંપરામાં ઓગણપચાસ મરુદેવ પણ થયા, જેમના નામ આ પ્રકારે છે - એકજ્યોતિ, દ્વિજ્યોતિ, ત્રિજ્યોતિ, ચતુર્જ્યોતિ, એક શુક્ર, દ્વિશુક્ર, ત્રિશુક્ર, બહાબલ, ઈદ્દક, અવાદ્દક, સદ્દક, પ્રતિસદ્દક, નિત્ત સમિત મહાબળવાન, ઋજિત, સત્યાજિત, સુષેણ, સેનાજિત, અમિત્ર, અમિમિત્ર, દૂરમિત્ર, અજિત ઋતુ, ઋતુધર્મા, વિહર્તા, વરુણ, ધ્રુવ વિધારણ, વહચતુર્થ, એકગણ, કથિત, ઇદ્દક્ષ, એતાદૃક્ષ, મિતાસન, એવન, પ્રસદક્ષ, સુરત, મહાતપ્પા, તાદૃગુગ્ર, ધ્વનિ, ભાસ, વિયુક્ત વિક્ષિપ, સહ, દ્યુતિવમ બલાધુષ્ય, લાભકામીજય, વિરાટ, ઉદ્વેષણ, ગણનામ, સપ્તમ વાયુસ્કંધ.

અમે આ સૃષ્ટિનું વૃત્તાંત બતાવ્યું, સર્વપ્રથમ અમૈથુનીય રચના પછી મૈથુનીય સૃષ્ટિ થઈ. અસુર અને સુરો હરિભજન કર્યું અને ભગવાન એમના પર પ્રસન્ન થયા તથા એમના આશીર્વાદ લઈને પોત-પોતાના લોકમાં રહેવા માટે ચાલ્યા ગયા.

***

ઉપસંહાર

ગરુડ પુરાણમાં ધર્મસાર કથન, યમપુરી વર્ણન અને પ્રેતયોનિ વર્ણનની મહત્તા છે. એના પ્રમુખ વક્તા ભગવાન નારાયણ ખુદ છે અને શ્રોતા એમના વાહન શ્રી ગરુડ. પરંતુ મધ્યમાં અન્ય શ્રોતા અને વક્તાઓનું અસ્તિત્વ પણ છે! એમાં ભગવાન વ્યાસ, શૌનકજી, સૂતજીની પ્રમુખતા છે પરંતુ એનાથી પણ મહત્ત્વ ઉમા અને ભગવાન શંકરના શ્રોતા-વક્તા હોવાનું મહત્ત્વ છે.

વસ્તુતઃ આપણા સમાજમાં આ પ્રશ્ન વધારે મહત્ત્વપૂર્ણ અને દ્વન્દ્વમય છે કે પૂર્વજન્મ, જન્મ જન્માંતરનું અસ્તિત્વ છે કે નહીં. ભારતીય મનીષા જન્મ જન્માંતરોનું અસ્તિત્વ માને છે અને એના અનુસાર કર્મવિધાન પર વ્યાપક રૃપથી લખવામાં આવ્યું છે.

આધુનિક વૈજ્ઞાનિક યુગમાં પણ જન્મોની પરિકલ્પના પર વિશ્વાસ થતો જઈ રહ્યો છે, તેમ છતાં એનો વિરોધ પણ ઓછો નથી થઈ રહ્યો. પણ કર્મફળ આપણી આત્માની ચેતનાનું એક અંગ છે. એનું વિશદ વર્ણન એથી પણ કરવામાં આવે છે કે મનુષ્ય સત્યાચરણ પર વધારે ધ્યાન આપે. કર્મફળ પ્રારબ્ધથી જોડાઈને મનુષ્યની જીવનશક્તિ ઓછી નથી થતી. એને પોતાના કર્મફળ માટે સંતોષ કરવાને કારણે શાંતિ મળે છે.

આ સંપૂર્ણ સંસાર અવિનાશી છે. વિનાશ એક વસ્તુનો પણ નથી થતો, એનું રૃપાંતરણ થાય છે. માનવ શરીરથી આત્મા મુક્ત થવા પર એનો ફરીથી જન્મ લેવો પ્રશ્ન થઈ શકે છે પણ એ જ કે તે કયા રૃપમાં આવે છે? પણ તે ફરીથી જરૃર થાય છે. જ્યારે આપણે પોતાના સ્વાભાવિક જીવનમાં કરેલા ફળ ભોગવીએ છીએ તો એનો વિશદ ભાવભૂતિ પર સ્વીકાર કરવામાં આપત્તિ શું છે?

***