to whom I should ask in Gujarati Women Focused by Dr Bharti Koria books and stories PDF | किस से पूछूँ ?

Featured Books
Categories
Share

किस से पूछूँ ?

અવની 13 વર્ષની થઈ ગઈ હતી. આમ કહીએ તો એ આઠમા ધોરણમાં આવી ગઈ હતી. સાતમા ધોરણ પછી પ્રાઇમરિ સ્કૂલ પૂરી થતાં અવનીને આઠમા ધોરણમાં બીજી સ્કૂલમાં બેસાડવામાં આવી હતી. વાતાવરણ બદલાયું હતું અને સ્કૂલ પણ. અવની સાથે ઘણા નવા ક્લાસમેટ પણ હતા જેને એ ઓળખતી ન હતી.

અવની નો આજે હાયર સેકન્ડરી સ્કૂલનો પહેલો દિવસ હતો. એનો ક્લાસ રૂમ એના જેવી બધી છોકરીઓ ખર્ચોખર્ચ ભરાયેલો હતો. બધી જ છોકરીઓ બ્લેક એન્ડ વાઈટ ડ્રેસ માં હતી. ઉપર બે ચોટલા વાળેલા હતા અને બ્લેક કલરની રીબન નાખેલી હતી.અવની પહેલા નંબરની બેંકમાં ખૂણા પર બેઠેલી હતી. અવની આશ્ચર્ય સાથે કન્ફ્યુઝનમાં પણ હતી. ત્યાં જ ક્લાસમાં ટીચર ની એન્ટ્રી થાય છે...

" Good morning class. Welcome to Saint marrie school "

" Good morning mam"....

" સો ક્લાસ આજે તમારો આ સ્કૂલમાં પહેલો દિવસ હશે. હું ક્લાસ અને સ્કૂલના નિયમો તમને કહું એ પહેલા મને તમારો બધાનો પરિચય મળી જાય તો આપણે બધા એકબીજાને ઓળખી શકીશું. ચલો પહેલી બેન્ચની પહેલી છોકરી થી પોતાનો પરિચય આપવાનો ચાલુ કરીશુ "

પહેલી બેન્ચની પહેલી છોકરી પોતાનો પરિચય આપવાનો ચાલુ કરે છે. એક પછી એક બધી છોકરીઓ પોતપોતાનો પરિચય આપી દે છે અને આખા ક્લાસમાં બધા એકબીજા સાથે સ્મિત કરે છે.
શિક્ષક પણ સ્કૂલના બધા જ નિયમો વિદ્યાર્થીઓને વાંચી સંભળાવે છે. ક્લાસમાં પાડવાના થતા દરેક નિયમ વિશે એ વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા કરી લે છે. છેલ્લે એ પૂછીને કન્ફર્મ કરે છે
" Any question class? " તમારા મનમાં હજુ ભી કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો"-- ક્લાસમાંથી કોઈએ પણ હાથ ઊંચો કર્યો ન હતો.આથી શિક્ષકને એવું લાગ્યું કે બધાને નિયમો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે આથી કોઈએ પ્રશ્ન કર્યો નથી. શિક્ષક ક્લાસ પૂરો કરી અને બહાર જાય છે.

અવની નું મોં થોડું પડી ગયું હતું. એને પેટમાં દુખવાનું ચાલુ થયું હતું. અવની ને કશું સમજાતું ન હતું. પરંતુ એ જ્યારે પોતાનો પરિચય આપવા ઊભી થઈ હતી ત્યારે એનો પેટનો દુખાવો થોડો વધારે થઈ રહ્યો હતો. અવની બેંચ પરથી ઉભી થઈ અને બહાર નીકળી અને વોટર કુલર આગળ પાણી પીવા જાય છે. જ્યારે અવની પાણી પીને પાછી આવે છે ત્યારે આખા ક્લાસની છોકરીઓ એના સામે જુએ છે અને એકબીજા સાથે વાતો કરવા માંડે છે. અવની ને એવું થયું કે આ લોકો મારા વિશે કંઈક વાતો કરે છે. અવની હજી પણ થોડી કન્ફ્યુઝ હતી.

" કાંઈ થયું છે? બધા મને જોઈને કેમ હશે છે? "-- અવનીએ એની બાજુમાં બેસેલી અજાણી છોકરીને પૂછ્યું.

" કદાચ તારો સફેદ કલરનો ઝભ્ભો છે એ પાછળથી લાલ લાલ થઈ ગયો છે"

" હું ઘરેથી આવે ત્યારે તો મારો સ્કૂલ ડ્રેસ એકદમ વ્યવસ્થિત ધોયેલો અને ઈસ્ત્રી કરેલો હતો એમાં કોઈ દાગ નહોતો"

" તો બીજી કોઈ વાતથી લોકો હસતા હોય તો મને નથી ખબર"-- બાજુ વાળી છોકરી એ ભોળપણમાં કહ્યું.

અવની સ્કૂલના પહેલા દિવસના આગલા ત્રણ પિરિયડ બેસી રહે છે. હવે એ પાણી પીવા પણ ઊભી નથી થતી. પરંતુ જ્યારે એસ.એસ પડે છે ત્યારે બધી છોકરીઓ પોત પોતાના નાસ્તા બોક્સ લઈને રૂમની બહાર આવેલા પ્રાંગણમાં જાય છે. અવની પણ પોતાનો નાસ્તા બોક્સ નીકાળી અને પ્રાંગણમાં જાય છે. એણે પ્રાંગણમાં જોયું કે એ જ્યાં જ્યાંથી નીકળતી હતી ત્યાં ત્યાં છોકરીઓ એના સામે હસતી હતી. અવની ને હજુ પણ કંઈ સમજાતું ન હતું. રાંગણમાં રિસેસમાં એનાથી ઘણી સિનિયર છોકરીઓ જે નવમા ધોરણમાં, દસમા ધોરણમાં, 11 મા ધોરણમાં ,બારમા ધોરણમાં હતી, એ બધી પણ આવી હતી એ બધી પણ અવની સામે જોઈ અને વિચિત્ર રીતે વર્તન કરતી હતી. અવની પણ પ્રાંગણમાં એક ઝાડવા નીચે ખાલી જગ્યા જોવે છે અને ત્યાં જઈને બેસી જાય છે અને પોતાનો લંચ ચાલુ કરે છે.

" અવની તારું નામ છે? જો સામે બેસેલા ટીચર છે એ તને મળવા બોલાવે છે."

" હા હું જાઉં છું" અને અવની એ દૂર બેઠેલા ટીચર પાસે જાય છે.

" Hello Avni, "

"Hello mam, મેમ તમે મને બોલાવી હતી"

" અવની બેટા, આ મારો રૂમાલ છે. તારો સફેદ કલરનો સ્કૂલ ડ્રેસ ખરાબ થઈ ગયો છે એ ધોઈને સાફ કરી દે. આ મારો રૂમાલ છે એ તું સાથે લઈ જા અને પેશાબ કરવાની જગ્યાએ આ રૂમાલ આવી રીતે ગોઠવીને રાખી દેજે."--- ટીચર એ હાથના ઇશારાઓ વડે અવનીને જરૂરી માહિતી આપી.

અવની ને કંઈ સમજાયું નહીં પરંતુ તેણે પોતાનો સફેદ ઝભ્ભો પાછળથી આગળ ખેંચીને જોયું. આખો ઝભ્ભો પાછળથી લાલ બે ત્રણ દાગથી ઘેરાયેલો હતો. અવની કંઈ પણ જવાબ આપ્યા વગર રૂમાલ લઈ અને ફટાફટ બાથરૂમમાં ગઈ. ટીચર ના કહેવા પ્રમાણે એણે કર્યું. જપો પણ પાણી વાટે ધોઈ અને સાફ કરી નાખ્યો.ઝભ્ભો ભીનો હોવાથી એ પ્રાંગણમાં જઈ તડકા આગળ ઉભી. જપો સુકાવા જેવો થઈ ગયો ત્યારે એ દોડી અને ટીચર પાસે ગઈ. પરંતુ ત્યારે જ રીસેસ ની ઘંટડી વાગી. એટલે અવની દોડીને ક્લાસમાં જતી રહી.

ક્લાસમાં એક પછી એક બધા પિરિયડ્સ ચાલતા હતા પરંતુ અવની નું મન બીજે વિચારોમાં હતું. શું થયું છે મને? મારે પેશાબ ની જગ્યાએ થી લોહી કેમ નીકળવા માંડ્યું છે? મારે આવી રીતે રૂમાલ રાખવો પડશે નહીં તો મારા કપડાં ખરાબ થઈ જશે. આટલું બધું પેટમાં શા માટે દુખે છે? કોને પુછુ? "-- આવા વિચારો એના મનમાં ચાલ્યા કર્યા. નિશાળ પૂરી થઈ ગઈ અને રજાની ઘંટડી વાગી.

અવની જ્યારે ઘરે પહોંચી ત્યારે એની મમ્મીને એને સવાલો પૂછ્યા.
" મમ્મી મારા બાથરૂમ ની જગ્યાએ થી લોહી નીકળે છે"
" ચુપ બધા વચ્ચે આવું ના બોલાય. અંદર રૂમમાં જા હું આવું છું"


" મમ્મી કેહને મને શું થયું"- અવની ની મમ્મી અવની ને રૂમમાં લઈ ગઈ.
" 13 વર્ષની ઢાંઢી થઈ ગઈ છે. પિરિયડ ચાલુ થઈ ગયા છે એની ખબર નથી પડતી. હવે ચાર-પાંચ દિવસ લોહી બંધ ના થાય ત્યાં સુધી કપડું રાખવાનું."
" મમ્મી પિરિયડ્સ કેવી રીતે આવે? પિરિયડ ના આવડવા હોય તો શું કરવાનું? મમ્મી મને એકલી ને જ પિરિયડ આવે કે બધાને આવે? "

" ચુપ ઘેલી. તને મેં કહ્યું એટલું ધ્યાન રાખજે. મંદિરમાં આવતી નહીં. રસોડામાં પણ ના આવતી. તને કંઈ જોઈએ તો મને કહેજે હું તને આપી જઈશ. પાણીયારા આગળ પણ ના આવતી."

" મમ્મી એવું શું કામ હે? મારે શું કામે રસોડામાં નથી આવવાનું મંદિરમાં નહિ જવાનું? મેં કોઈ પાપ કર્યું છે? "

" આવું બધું પૂછપરછ નહીં કરવાનું. ચાલ હવે કોઈની સામે આવું બોલ બોલ ના કરતી." આમ કહીને અવની ની મમ્મી બહાર બધા બેઠા હતા ત્યાં જતી રહી. અવની ને ઘણા સવાલો હતા પરંતુ કોઈ જવાબ આપવાવાળું હતું નહીં. એ સવાલો સાથે પોતાના રૂમમાં જતી રહી.


***** ****** *****
બીજા દિવસે અવની ચોખ્ખી ચટ થઈને સ્કૂલે ગઈ. આજે પણ અવની ક્લાસમાં એન્ટર થઈ ત્યારે છોકરીઓએ અંદર અંદર ઘૂસખુશ બોલવાનો ચાલુ કરી દીધું. અવની એ લોકોને ધ્યાનમાં ના લેતા પોતાની જગ્યાએ બેસી ગઈ.

" તમારામાંથી અવની કોણ છે? પ્રિન્સિપલ મેડમ એમને બોલાવે છે"
અવની ઊભી થઈને પટાવાળા ની પાછળ પાછળ પ્રિન્સિપલ મેડમના ઓફિસ સુધી જતી રહી.
" May I come in madam?
" આવ અવની અહીંયા બેસ."
અવની એ જોયું કે પ્રિન્સિપાલ મેડમ ની ઓફિસમાં બીજા ત્રણ ચાર ટીચરો હતા. પ્રિન્સિપાલ મેડમ એણે સામેની ખુરશી પર બેસાડી.
" અવની આ મોબાઇલમાં આ રીલ જો. આરીલમાં તારું આખું નામ લખેલું છે. આરીલ આખી સ્કૂલમાં બધા પાસે પહોંચી ગઈ છે."
અવની મેડમે આપેલો મોબાઇલ લે છે. અવની મોબાઇલમાં રીલ જોવે છે. આતો ગઈકાલની દિલ લાગે છે. અવની ના પાછળના ભાગનો ઝભ્ભામાં લાલ-લાલ ધબાઓ છે અને અવની ક્લાસમાંથી બહાર જતી હોય એવી રીલ છે.

" મેડમ આ મારી સાથે ગઈકાલે ઘટના બની એની કોઈએ રીલ બનાવી છે."

" અવની તને ખબર છે આ રીલ કોણે બનાવી છે?"
અવની એકદમ રડું રડું થઈ ગઈ. પોતાને કાંઈ સમજવામાં આવતું ન હતું. અવની જાણતી હતી કે પોતાનો કોઈ દોસ્ત અહીંયા નથી એવી રીતે કોઈ દુશ્મન પણ અહીંયા નથી. તો પછી આવી રીલ બનાવી અને બધે સર્ક્યુલેટ કરવાનો કામ કોણે કર્યું હશે? એના મનમાં સતત પ્રશ્નો ઘોડાતા હતા.
અવની ને રડતી જોઈ અને પ્રિન્સિપલ મેડમ એ કહ્યું" બેટા આમાં તારો વાંક નથી. પરંતુ કોઈએ આ ખરાબ રીતે તારી સાથે મજાક કર્યો છે. એની સાથે આમાં સ્કૂલની પણ બદનામી થાય. એના માટે અમે આ વીલ કોણે બનાવી છે એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ... "
" જે મેડમ"-- આટલું બોલતા અવની ના ગળામાં ડૂમો ભરાઈ ગયો અને એ દોડતી દોડતી ઓફિસમાંથી બહાર નીકળવા ગઈ. અવની જેવી ઓફિસની બહાર નીકળી એના કારણે નીચેનો ગાયન પડ્યું.

" લાલ લાલ હોઠો પે ગોરી કિસકા નામ હૈ?
લાલ લાલ જબ પે ગોરી કિસકા કામ હૈ? "
અવની એ જોયું કે અમુક છોકરીઓ ટોળું બનાવીને અવની નો મજાક બનાવવા આવું ગાયન ગાતા હતા. અવની ઉતાવળા પગલાભેર આગળ વધવા ગઈ કે ટોળામાં બીજી પણ છોકરીઓ જોઈન થઈ ગઈ. એ વધારે મોટે મોટેથી ગાવા લાગી

" લાલ લાલ હોઠો પે ગોરી કિસ કા નામ હૈ.
લાલ લાલ જબ ભી પે ગોરી કિસકા કામ હૈ"

અવની થી હવે આ અસહ્ય થઈ ગયું.શરમના માર્યા અવની દોડી અને ક્લાસરૂમમાં ઘૂસી ગઈ. પોતાની જગ્યાએ બેસી ગઈ. અવની જ્યારે ક્લાસમાં આવે ત્યારે એના ક્લાસની છોકરીઓ અંદર અંદર વાતો કરતી હતી એ પણ અવનીએ નોંધ કરી. અવની હવે શરમ ના માર્યા વધારે સંકોચ અનુભવતી હતી.
" પિરિયડમાં થાય એ કોઈ ગુનો કહેવાય? મને ક્યાં આવે ખબર હતી કે મારો ઝભ્ભો ખરાબ થઈ જશે? કોઈને એમાંથી શું મળ્યું મારું મજાક બનાવીને મારી reel બનાવીને? મને હવે બધા સામે જતા કેટલી શરમ આવશે? હું શું કરું આજે સ્કૂલ છોડીને ઘરે જતી રહું? - અવની ને જાત જાતના વિચારો આવવા માંડ્યા અને સાથે સાથે એ પોતાની બેંચ પર બેસીને રડતી પણ હતી. જેવી આગળની સેશન માટે બીજા ટીચરની એન્ટ્રી થઈ, અવની ફટાફટ આંસુ લૂછી સ્વસ્થ થઈ અને પિરિયડમાં ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો. આમ છતાં એના મનમાં ઘણા સવાલો સાંજ સુધી ગુથાયા કર્યા.
" હે મમ્મી આ પિરિયડમાં થાય એ શરમજનક વાત કહેવાય? આજે સ્કૂલમાં બધા મારો મજાક બનાવતા હતા. મમ્મી પિરિયડમાં હોય તો કઈ શરમ આવવું પડે? મમ્મી મેં કોઈ પાપ કર્યું કહેવાય? "--- અવની ના સવાલો એ અવની ના મમ્મી ને બહુ મૂંઝવી દીધા. તેના મમ્મીએ તેને જવાબ આપવા કરતા તેને ચૂપ કરાવી દેવાનો વધારે યોગ્ય સમજ્યું.

" ચુ કર અવની. આટલા બધા સવાલો તને ક્યાંથી આવે છે. આવા ખરાબ ખરાબ સવાલો ના પૂછ. મેં તને જે શીખવાડ્યું છે એ પ્રમાણે રોજ પેડ બદલવાનું, નહાવાનો અને સ્વચ્છ રહેવાનું. ઘરની અમુક વસ્તુઓથી અને જગ્યાઓથી દૂર રહેવાનું. બાકી બધું ભૂલી જા"

અવની ચૂપ થઈ ગઈ. અવની પોતાના રૂમમાં જતી રહી. એ મૂંઝાઈ ગઈ હતી. સ્કૂલમાં એની આડાઅવળી reel રોટેટ થતી હતી. એના મનમાં ઉગતા કેટલા બધા સવાલોનો કોઈ જવાબ આપવા તૈયાર ન હતું. હવે પોતાને આ માહિતી ક્યાંથી મળશે? અવની ને એક બે વાર તો એવું થઈ ગયું

"मै किस से पूछूँ? "
" मै कहा जाऊ? "
" कौन है जो मेरे सवालों का जवाब देगा? "

***** ***** ***"*

મિત્રો આપણા દરેકના ઘરમાં કોઈ બહેન, કોઈ દીકરી, કોઈ દીકરીની બહેનપણી, આવા ઘણા બધા સવાલોમાંથી પાસ થતી હોય છેછે. ખાસ કરીને 11 વર્ષથી 19 વર્ષની ઉંમર દરમિયાન આ દીકરીઓ અમુક પ્રકારના શારીરિક અને માનસિક બદલાવો અનુભવતી હોય છે. એમને થતા ઘણા બધા સવાલોના જવાબો મળતા નથી હોતા. આ સવાલોના જવાબ મેળવવા માટે તે મોબાઇલ અથવા તો કોઈ અધૂરા જ્ઞાનવાળી વ્યક્તિનો સહારો લે છે. આના કારણે એમને ઘણીવાર ચોખાઈ, ચેપ લાગવો, પાંડુ રોગ, જેવી ઘણી બધી મુશ્કેલીઓ થઈ શકે. આના કરતા યોગ્ય છે કે દરેક માતાઓ મોટી બહેનો અને સ્કૂલના ટીચરો આવી બાળકીઓને યોગ્ય શિક્ષણ આપે અને યોગ્ય શિક્ષણથી માહિતગાર કરે.