અનોખી સફર
પ્રકરણ -48
વિશ્વા..વાડામાં લાલી પાસે બેસી નિરાશ વદને આંસુ સારતી નીચું જોઈ બેઠી હતી..એણે કોઈ પગરવ
સાંભળ્યો..ઓળખ્યો..સ્પંદન અનુભવ્યા છતાં ઊંચું ના જોયું..એનું દુઃખ એનાથી જીરવાતું નહોતું.કે સોહુ.. આમ અચાનક મુંબઈ પાછો જશે..? હજી મારું મન કોઈ રીતે એના પાછા જવા અંગે તૈયારજ નહોતું અને જાણ્યું એ પાછો જવાનો..સહેવાઇ નહોતું રહ્યું..સોહમ ધીમે પગલે..વિશ્વા પાસે આવ્યો..એના પગ પાસેજ નીચે બેસી પડ્યો..એની આંખો પણ વિરહની કલ્પનાથી ભીંજાયેલી હતી..એણે વિશ્વાનો ચહેરો ઊંચો કર્યો અને બોલ્યો “
વિશ્વા..સોરી..મનેજ નહોતી ખબર..નહિતર આપણે સવારથી સાથેજ હતાં તને કહું નહીં ? પણ હું જલ્દી આવી જઈશ..પ્લીઝ આમ મૂડ ના બગાડીશ.. પ્લીઝ..વિશ્વા..મારે જવાનું નક્કીજ છે પણ..હું કેવું મન દિલ લઈને જઈશ? આપણે આજ શીખવું પડશે હવે..મિલનમાં અપાર બધોજ પ્રેમ..અને વિરહમાં.. અમાપ દિલનો પ્રેમ..વિશ્વા..સાચો પ્રેમ હોય હૃદયમાંથી લાગણીઓનો પ્રેમ સાથે ધોધ વહેતો હોય..ત્યારે આવી અઘરી આકરી પરીક્ષાઓ આપવી પડશે.. મારે જવું પડશે..ભણવું પડશે..માંબાપની આશાઓમાં પણ ખરા ઉતરવું પડશે વિશ્વા..સમજે છેને તું? નહિતર મારા માટે ખુબ આકરું થઇ પડશે વિશ્વા..”
વિશ્વાએ નીતરતી આંખે ઊંચું સોહમ તરફ જોયું..સોહમની આંખોમાં પણ આંસુનાં તોરણ લટકતા હતા..એ ધ્રુસકુ મૂકી રડી પડી..અને કશું વિચાર્યા જોયા વિના સોહમને વળગી ગઈ..એની છાતીમાં ચહેરો છુપાવી ક્યાંય સુધી રડતી રહી..સોહમ એના વાંસે હાથ ફેરવતો આસું સારતો રહ્યો..કોણ કોને આશ્વાશન આપે એવી સ્થિતિ હતી..ત્યાં ઘરના રસોડાની બારીમાંથી વીરબાળાબહેન આ બન્ને છોકરાઓના પ્રેમને જોઈ રહ્યા..એમને બધું.. એમનો ભૂતકાળ યાદ આવી ગયો..એમણે સાડલાથી આંસુ લૂંછ્યાં..અને બહાર દોડી ગયા..દીગુભાઈ સમજી
ગયા..એમણે પણ બારીમાંથી એજ દ્રશ્ય જોયું.. નીચું જોઈ એ પણ બહાર નીકળી ગયા..
વિશ્વાએ કહ્યું..” હું સમજી ગઈ છું..મારે સ્વીકારવુંજ પડશે કે હવે તું જઈશજ..પણ..મારા પ્રેમમાં એટલી
શક્તિ છે..મારાં તારા વિના ..વિરહમાં કકળતાં કાળજાની સણક એટલી ઊંડી છે કે હું ધારું તો તને જવાજ ના દઉં..એવું કશું થઇ જાય કે..તું કુદરતીજ ના જઈ શકે પણ..હું તું દુઃખી થાય એવું નથીજ ઇચ્છતી.. તારી નાની તકલીફ પણ પહેલા મારી પાસે આવે.. તું સદાય સુરક્ષિત રહે..હું તને એક પળ વિસરી નથી શકતી..તું અહીં મારી સામે હોય કેના હોય મારી આંખોમાં તુંજ હોય છે મારી આંખો તનેજ જુએ છે.. શોધે છે..શોધશે..સોહુ..એય જલ્દી આવજે.. હું રાહ જોતીજ બેઠી હોઈશ..મારા દિલનો વિચાર કરજે સોહુ..” એમ કહેતી ફરી રડી પડી..
સોહમે કહ્યું“ વિશુ..જે તારી હાલત છે એજ મારી છે..કોઈ ફર્ક નથી..તું બોલી શકે છે બધું..હું બધું ગળી જાઉં છું પીડા મને એટલીજ છે પણ… હું બને એટલો જલ્દી આવી જઈશ..મને તારા પ્રેમનો પરચો છે અને.એ શાશ્વત પણ છે.એક દિલની વાત કહું દઉં તને વિશ્વા..મારા બાપનાં પાપનો ભાર પણ મારાં પર છે એમને કોઈ ફર્ક નથી પડ્યો..આખા જીવન દરમ્યાન પડશે પણ નહીં પણ મારાથી સહેવાતો નથી પણ હું એનાથી પાઠ લઈશ વિશુ..હું તને કદી દગો નહીં દઉં..તને સ્વીકારી છેજ તનેજ સ્વીકારીશ..પણ હું મારા પગ પર ઉભા રહેવા ખુબ ભણીશ યોગ્ય વ્યક્તિ બનીશ જેથી હું ભણ્યા પછી મારા બાપનો ઓશિયાળો કદી ના રહું..તારે મને એ માટે સાથ આપવો પડશે વિશુ..” હજી સોહમ બોલી રહ્યો છે ત્યાં..દીગુભાઈની બૂમ સંભળાઈ..” સોહુ..સોહુ..ચલ આપણે લેટ થશે હું
ઘરે જાઉં છું તું આવીજા..પછી નીકળાય..”
સોહમે કીધું“ આવ્યો કાકુ..” એણે વિશ્વાને ગળે વળગાવી મીઠું ચુંબન હોઠ પાર લીધું..આજુબાજુ જોયા વિના એનો હોઠ કરડી ખાધો..વિશ્વાની દબાયેલી ચીખ નીકળી ગઈ..હોઠ પર લોહીની ટશર ફૂટી ગઈ..એની આંખોમાં આંસુ ઉભરાયા પણ હસી પડી બોલી ..” બરાબર યાદ આપી દીધી લુચ્ચા.. હવે રોજ મને..એ ફરી વળગી ગઈ બોલી.. સાચવીને જજે..ફોન કરજે મને ભૂલ્યા વિના..હું રાહ જોતી હોઈશ..” અને સોહમે હોઠ પરનું લોહી ચૂસી
લીધું અને હસતો હસતો ઘર તરફ જવા લાગ્યો..વિશ્વા થોડીવાર ત્યાંજ બેસી રહી.
વીરબાળા બહેને સોહમને આશીર્વાદ આપ્યા સોહમ એમને પગે લાગ્યો ત્યારે..બોલ્યા “ સોહું સરસ
ભણજે..સરસ નામ કરજે..અમને યાદ કરજે.. રાખજે..ફરી જલ્દી આવજે..” સોહમે કીધું“ કાકી જલ્દીજ આવીશ..હું વિશુંને..આ ફળિયું ગામ.. તમને કે કોઈને નહીં ભૂલું જલ્દી આવીશ વિશ્વાને મળવા.. એનું ધ્યાન રાખજો..હું જાઉં..એ પાછળ વાડામાં છે..એમ કહી બહાર નીકળી ગયો..
વિશ્વા..ભારે હૈયે વાડામાંથી ઘરમાં આવી એની નજર માં પર પડી..દોડીને માંને વળગી ગઈ..એના
આંસુ..વીરબાળાની વાત કહી રહેલા..એની માંએ કીધું“ વિશુ ચલ સ્વસ્થ થા..બધી સ્થિતિ માં જીવવાનું શીખવાનું છે..તારી પણ કોલેજ શરૂ થઇ ગઈ છે..જીવનમાં ત્યાં સુધી ઘણા કામ છે” એમણે વ્યવહારિક વાતો કરવા પ્રયત્ન કર્યો .. ત્યાં સોહમની પીડા સાથે બૂમ સંભળાઈ.. એ સાંભળી વિશ્વા..વીરબાળાબહેન..બહાર ફળિયામાં દોડી ગયા.
ત્યાં.. દીગુભાઈ દોડતા શું થયું શું થયું પૂછતાં ઘરમાંથી બહાર દોડી આવ્યા..
સોહમ પીડાથી ઉંહકાર ભરી રહેલો..એનો પગ ફળિયામાં મચકોડ ખાઈ ગયેલો..ઓહ..ઓહ..કરી બૂમો પાડતો હતો..વિશ્વા અને વીરબાળાબહેન એની પાસે દોડી આવ્યા.. વિશ્વાએ એનો પગ જોયો એને ઘૂંટીથી સોજો ચઢી ગયેલો..વીરબાળા બહેન કહે“ તું બેસીજા હું ભીનો પાટો હળધર મીઠું લઈને આવું છું..” દીગુભાઈ આવીને બોલ્યા “ આ જવા ટાણે શું થઈ ગયું? “ વિશ્વા સોહમના ચહેરા સામે જોઈ..હસી પડી..બોલી..” જો મારું દુઃખ પીડા તને મળી ગઈ..આપણી ભળી ગઈ..શું કહે છે? જવાશે હવે મુંબઈ ?..” દીગુભાઈ કઈ બોલે ત્યાં વીરબાળાબહેન
બધું લઇ આવી ગયા. એમને સોજાવાળા ભાગે.ભીની હળધર મીઠું લગાવી નીતરતો ભીનો પાટો બાંધી
દીધો..બોલ્યા “ હવે સાચવીને કારમાં બેસી જા..થોડા સમયમાં પીડા ઓછી થઇ સોજો પણ ઉતરી જશે..”
વિશ્વાએ માં તરફ જોયું બોલી “જવાશે આનાથી ? જોને પીડાથી એનો ચહેરો કેવો થઇ ગયો છે?” માંએ કહ્યું “ હા જવાશે..બચી ગયો છે સાધારણ મચકોડજ છે..”દીગુભાઈને કહ્યું“ તમે પકડી કારમાં બેસાડો.” . વિશ્વાએ કહ્યું
“ હું બેસાડું છું..” સોહમે એનો ખભો પકડી લીધો..લંગડાતો આગળ..સીટ પર બેસી ગયો. વિશ્વાએ એની એકદમ નજીક જઈને કીધું..” મારા પ્રેમે હોઠ કરડી લીધો ત્યાં પણ સોજોજ છે..તારાં પ્રેમે પગ મચકોડયો ત્યાંજો સોજો છે..હવે બન્નેને બેઉ રીતે યાદ રહેશે..પછી ગણગણી…”કિસીકે દિલમેં રહેકર તડપાનાં નહીં અચ્છા..”
દીગુભાઈએ રમલી જોડે બધો સમાન મંગાવી કારની ડેકીમાં મુક્યો..તાળું મારી ચાવી વીરબાળાને આપવા
કીધું.. બોલ્યા..” વીરબાળા હું ધર્મેશ સાથે ફોન પર વાત કરી લઈશ.. ફરી આવતા પહેલા જણાવીશ..અમે
નીકળીએ.. ચલ દીકરા વિશ્વા..જય શ્રી કૃષ્ણ ..” વિશ્વાએ જય શ્રી કૃષ્ણ કહી સોહમ સામે છેલ્લીવાર જોયું ઘરમાં દોડી ગઈ.. વીરબાળાબહેને એનાં.. પગલામાં અપાર પીડાની આહટ સાંભળી..
વધુ આવતા અંકે..પ્રકરણ-49 અનોખી સફર..