The game of thoughts that plays out in the palace of the mind in Gujarati Short Stories by Sicret super Star books and stories PDF | મનના મહેલમાં ચાલતી વિચારોની રમત

Featured Books
Categories
Share

મનના મહેલમાં ચાલતી વિચારોની રમત

(વર્ણન):-

આ વાર્તા એક રાજકુમારી આરોહીની છે, જે મહેલમાં રહે છે, પરંતુ તેના મનમાં હંમેશા Positive અને Negative વિચારો વચ્ચે ઝઘડો ચાલે છે. એક દિવસ તે બંને વિચારોને સમજાવે છે કે ઝઘડો છોડીને તેઓ મિત્ર બની શકે. Positive વિચાર હિંમત આપે છે અને Negative વિચાર શાંતિથી વિચાર કરવા શીખવે છે. આ અનોખી મિત્રતા આરોહીને જીવનના દરેક મુશ્કેલ માર્ગ પર આગળ વધવા શક્તિ આપે છે.


એક વખતની વાત છે. એક સુંદર રાજ્યમાં આરોહી નામની રાજકુમારી રહેતી હતી. મહેલમાં સુખ-સંપત્તિની કોઈ કમી નહોતી. રાજા અને રાણી તેને ખૂબ પ્રેમ કરતા હતા. બધા લોકો તેનાથી પ્રેમ કરતા, પરંતુ આરોહીની આંખોમાં હંમેશા એક વિચિત્ર ચિંતા છુપેલી રહેતી. કારણ કે રાજકુમારીના મનમાં હંમેશા એક અજાણી રમત ચાલતી – વિચારોની રમત.

આરોહીના મનમાં બે ખાસ વિચારો રહેતા હતા. એક હતો Positive વિચાર, જે હંમેશા તેને હિંમત આપતો. જ્યારે પણ આરોહી કોઈ નવો નિર્ણય લેતી, Positive વિચાર પ્રેમથી કહેતો,
“ડરતી કેમ છે? તું બહાદુર છે. પ્રયત્ન કર, રસ્તો જરૂર મળશે.”

બીજો હતો Negative વિચાર, જે ઘણીવાર અટકાવતો. તે ધીમે અવાજમાં કહેતો,
“સાવચેત રહે… કદાચ તું નિષ્ફળ થઈ શકે.”

જ્યારે આરોહી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતી, Positive અને Negative બંને વિચારો વચ્ચે ઝઘડો થતો. Positive વિચાર તેને આગળ વધવા પ્રોત્સાહિત કરતો, અને Negative વિચાર તેને રોકતો. આ કારણે આરોહી ક્યારેક મૂંઝાઈ જતી. તે મહેલની સુંદરતામાં છુપાયેલા ચિંતાને સમજી શકતી નહોતી.

એક દિવસ આરોહી મહેલના બગીચામાં એકલી બેસી હતી. પવન હળવેથી ફૂંકાઈ રહ્યો હતો, પાંદડાઓ સરસરા રહ્યા હતા, પક્ષીઓના મીઠા અવાજ વચ્ચે પણ તેના મનમાં એ જ ઝઘડો ચાલી રહ્યો હતો. થોડી વારમાં તે થાકી ગઈ અને ધીમે બોલી,
“તમે બંને કેમ હંમેશા ઝઘડો કરો છો? તમારાથી હું વધુ મૂંઝાઈ જાઉં છું.”

બન્ને વિચારો શાંતિથી સાંભળ્યા. Positive વિચારે કહ્યું,
“મારું કામ તને હિંમત આપવાનું છે, જેથી તું પોતાના સપનાઓ સુધી પહોંચી શકે.”

Negative વિચારે જવાબ આપ્યો,
“અને મારું કામ તને જોખમ અને મુશ્કેલીથી સાવચેત કરવાનું છે, જેથી ભૂલ ન થાય.”

આરોહી હળવેથી સ્મિત કરી બોલી,
“જો તમે બંને મિત્ર બની જાવ તો? એક મને હિંમત આપે અને બીજો મને સમજદારી શીખવે.”

આ વાત સાંભળી બંને વિચારો ખુશ થયા. તેઓ હવે દુશ્મન ન રહ્યા, પરંતુ રાજકુમારીને સાચો માર્ગ બતાવવા માટે મિત્ર બની ગયા.

તે દિવસથી Positive અને Negative વિચારો વચ્ચે અનોખી મિત્રતા થઈ. હવે જ્યારે પણ આરોહી કોઈ નિર્ણય લેતી, Positive વિચાર આશા અને હિંમત આપે અને Negative વિચાર શાંતિથી વિચાર કરવા, જોખમ તપાસવા અને યોગ્ય માર્ગ પસંદ કરવા મદદ કરતો.

ધીમે ધીમે આરોહી વધુ સમજદાર, બહાદુર અને મજબૂત બની ગઈ. તે હવે મુશ્કેલીથી ડરતી નહોતી.

એક સાંજે આરોહી મહેલની ઊંચી બારી પાસે ઊભી રહીને સૂર્યાસ્ત જોઈ રહી હતી. આકાશ લાલ અને સુવર્ણ રંગોથી રંગાયેલું હતું. પવન હળવેથી તેના વાળ સાથે રમતો હતો. હળવેથી સ્મિત કરીને તેણે કહ્યું,
“હવે મને સમજાયું… મારા મનમાં ચાલતી વિચારોની રમત મારી કમજોરી નથી, પરંતુ મારી સૌથી મોટી શક્તિ છે.”

તે દિવસથી આરોહી આત્મવિશ્વાસ અને સમજદારી સાથે જીવનના દરેક રસ્તા પર આગળ વધતી રહી. Positive અને Negative બંને વિચારોને સમજતા, તેણીએ જીવનમાં દરેક પડકારને હિંમત અને શાંતિથી પહોંચી.

Positive અને Negative બંને વિચારો આપણને શીખવે છે. Positive આશા અને હિંમત આપે છે, Negative સાવચેત રહેવું શીખવે છે. જ્યારે બંનેને સમજીએ અને સંતુલિત રાખીએ, ત્યારે મનનું સાચું મિત્ર બની જાય છે અને જીવન સરળ બની જાય છે.

 “જ્યારે મનના વિચારો મિત્ર બની જાય, ત્યારે જીવનનો દરેક રસ્તો સરળ બની જાય.”