Jya Ahankaar ogadi gayo tya Prem thai gayo - 1 in Gujarati Love Stories by Upasana Mehta books and stories PDF | જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1

Featured Books
Categories
Share

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1

પ્રિય વાચક મિત્રો,આ મારી પેહલી નાની કોશિશ છે,લાગણીઓને શબ્દોમાં ગોઠવવાની.આ વાર્તા પ્રેમની છે,અહંકારની છે, અને એ લાગણીની છે,જે ધીમે ધીમે હૃદય સુધી પોંહચે છે.

રેવા એક મધ્યમ વર્ગની સંસ્કારી છોકરી હતી,સાદગી એનો શણગાર અને સ્વાભિમાન એનું શસ્ત્ર,મોટા લોકો સામે નમવું એને આવડતું પણ ખોટા લોકો સામે ઝુકવુ એ ક્યારે પણ શીખી ના હતી.એ માતા પિતાની લાડકી હતી મમ્મી પપ્પા અને નાની બહેન આ નાનકડું પરિવાર જ એનું આખું વિશ્વ હતું જીવનમાં કાંઈ મોટુ કરવું હતું રેવા ને પણ સાથે સાથે પરિવારના સપનાઓ પણ સાચા કરવા હતા.

બીજી બાજુ હતો અભય,મુંબઈનો મોટો બિઝિનેસમેન,એટિટ્યૂડમા કડક, સ્વભાવમા સ્ટ્રિક્ટ,પણ સંસ્કારમા કોઈ કમી નહી,એ ઓછું બોલતો પણ જે બોલે એ તોલીને,અભય માટે પરિવાર જ બધુ હતું.એની દુનિયા એની જવાબદારીઓમાં બંધાયેલી હતી,લાગણીઓ બતાડતા એને નોતું આવડતુ,પ્રેમનું એના જીવન મા કોઈ મહત્વ ન હતું.બને એકબીજાથી સંપૂર્ણ અલગ,એક તરફ સાદગી અને લાગણી,બીજી તરફ રુઆબ અને કડકપણું,પણ એક વસ્તુ બનેમા એક સરખી હતીપોતાના પરિવાર માટેનો અખૂટ પ્રેમ.

પૂનમનો દિવસ

આજે પૂનમનો દિવસ હતો.માતાજીના મંદિરમા માનવીનો દરિયો ઉમટ્યો હતો.ઘંટડીઓના નાદ, દિવાના સુગંધ અનેભક્તોના મનમાં ભરેલો વિશ્વાસ- બધુજ જીવન્ત લાગતું હતું."માતાજી કાલે મારો જોબ ઇન્ટરવ્યૂ છે.મને આ નોકરી મળી જાય તો મમ્મી પપ્પા માટે થોડું સહેલું થઈ જાયઅને નેહા... મારી નાની બહેન ડૉક્ટર બનવાનું સપનું જુએ છે માતાજી.એના અભ્યાસ માટે ઘણા પૈસાની જરૂર છે"રેવાનાં મનમાં એક પછી એક ચિંતા ઉભી થતી ગઈ. એના પિતા, ધીરજભાઈ,એટલું તો કમાઈ લેતા કે ઘર સારી રીતે ચાલે.પણ નેહાની ફીસ એક મધ્યમ વર્ગના માણસની કમર તોડી નાંખે એટલી ભારે હતી.માતાજી,"મારે મારાં પરિવારના સપના સાચા કરવા છે." આંખમાંથી ટપકેલું એક આંસુમાતાજીના ચરણોમાં પડી ગયું.અને પૂનમની ચાંદનીમાં કયાંક ભાગ્યનો નવો અધ્યાય લખાઈ રહ્યો હતો...

રેવા મંદિરમાંથી બહાર નીકળી રહી હતી.જ્યારે તે મંદિરના દાદરા પાસે પહોંચી, ત્યાં એક દાદા બેઠા હતા- નજર થોડી દબાયેલી, આંખોમા થોડો થાક.રેવા ધીમેથી દાદા પાસે ગઈ તેમને પાણી આપ્યું.થોડા સમય બાદ દાદા થોડા વ્યવસ્થિત થયા.રેવાએ કીધું શુ થયું દાદા"દાદાએ કીધું ચક્કર આવી ગયા બેટા પણ હવે હું ઠીક છું."દાદા ઉભા જ થતા હતા પણ હજી એમની તબિયત સારી નોતી લાગતી.રેવાએ નરમાશથી કીધું દાદા હું તમને ધરે મૂકી જાઉ. દાદા થોડા ખચકાયા, પરંતુ રેવા તરત જ કહ્યું,"તમારી તબિયત સારી નથી, દાદા. ચાલો, હું તમને ઘરે લઈ જાઉ.રેવા દાદાને  રિક્ષામાં બેસાડી તેમને તેમના ઘરે  લઈ ગઈ.આ દાદા બીજું કોઈ નહી પણ અભયના જ દાદા હતા. બીજી બાજુ અભયના ઘરે અભયના પિતા ધનંજયભાઈ, અભય, અભયનો નાનો ભાઈ કાર્તિક દાદાની ચિંતા કરતા હતા.એક ભવ્ય બંગલાની બહાર રેવાની રીક્ષા આવીને ઉભી રહીવોચમેન બંગલાની અંદર ગયો અને બોલ્યો"સાહેબ, દાદાને ઘરે મુકવા એક છોકરી આવી છે,ત્યાંતો રેવા દાદાને લઈને બંગલાની અંદર આવી અને મંદિરમાં જે પણ થયું એ બધુ જણાવ્યું.ધનંજયભાઈ અને દાદાએ રેવાનો આભાર વ્યક્ત કર્યોએજ સમયેઅભય ચેકબુક લઈને આવ્યો અને 50,000નો ચેકરેવને આપતા કહ્યું"આ રકમ મારા દાદાની મદદ કરવા બદલ"અભયનું આવુ વર્તન ધનંજયભાઈ અને દાદાને જરા પણ ના ગમ્યુ.રેવા બે મિનીટ માટે અચંબામાં પડી ગઈપછી એ ધિમે અને મક્કમ અવાજમાં બોલી"તમારી દાદાની મદદ કરવા માટે ખાલી 50,000 જ રૂપિયા?"અભય સાઇડ સ્માઇલ સાથે બોલ્યો"કેટલા જોઇએ છે તમને"?રેવાએ તે સમયે પોતાના પર્સમાંથી એક રૂપિયો કાઢ્યો.અભયને આપતા બોલી"આ મારા તરફથી શુકનનો એક રૂપિયો"હવે કુલ 50001 રૂપિયા થયાં"આ પૈસા કોઈ ગરીબ માણસને આપી દેજો જેને ખરેખર આની જરૂર હોઈ"અને પછી સ્વાભિમાન ભરેલા સ્મિત સાથે ધનંજયભાઈ અને દાદાજીને"જય શ્રી કૃષ્ણ" કહી રેવા બંગલાની બહાર નીકળી ગઈ.અભય એને જતી જોઈ રહ્યોએના દિલમાં ગુસ્સો હતોકારણકે આજે પહેલી વારએનો અહંકાર ઘવાયો હતો કારણકેઅભય માટે પૈસાથી જ બધું ખરીદી શકાતું હતું.અભય મનમાં જ બોલ્યો આ છોકરીને ઘમંડ કેટલું છેપૈસા લેવાનું મન ના હતું તો શાંતિથી ના પાડી દેવાયઆ રીતેજવાબ આપવાની શું જરૂર હતીએ સમજે છે શું પોતાને?મને શીખવાડે છે પૈસા બધુ નથી?અભય ગુસ્સા થી બળી રહ્યો હતો.દાદા અને ધનંજયભાઈ અભયના ચેહરા પરનો ભાવ સમજી ગયા પણ કાય બોલ્યા નહિ.પરંતુ અભયને ખબર ના હતી કે એના જીવનમાં રેવા હવે વારંવાર આવાની છે.ક્યારેક જીવનમાં આવુ જ થાય છે,જયારે આપણામાં અહંકાર હોઈ છે,ત્યારે આપણે સામે ઉભેલા માણસના સારા ગુણો જોઈ સકતા નથી.આપણને ફક્ત પોતાની જ સચ્ચાઈ દેખાય છે બીજાની સચ્ચાઈ નહી.અને અભય પણ એજ ભૂલ કરી રહ્યો હતો....પણ એ નથી જાણતો કે એ જેને ઘમંડ કહી રહ્યો છે એ ઘમંડ નહી રેવાનું સ્વાભિમાન છે.આ તો હજી શરૂઆત હતી....કારણ કેહજી તો અભય અને રેવાની સફર બાકી હતી....ફિલ્મી લાઈન માં કહું તો

❤️"પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત "❤️