અનોખી સફર
પ્રકરણ-56
સોહમ 16માં માળે જઈને તરત પાછો વળી ગયો..એ સીધો એનાં પાપાની ચેમ્બરમાં પહોંચ્યો..એણે નોક
કરવાનું કે પૂછવાનું પણ ટાળ્યું અને અંદર પ્રવેશી ગયેલો..એનાં શ્વાશ જરૂર કરતા વધુ ઝડપે લેવાઈ
રહેલા..યજ્ઞેશભાઈની નજર નહોતી..પણ દીગુભાઈ એનીજ રાહ જોઈ બેઠેલા..એમનું ધ્યાન ગયું બોલ્યા “ સોહુ આવી ગયો ? કેવું લાગ્યું? કેમ આટલો હાંફે છે દીકરા ? “ સોહમે પહેલાં દીગુભાઈ સામે પછી યજ્ઞેશભાઇ તરફ અછડતી નજર નાખી..બોલ્યો “ કઈ નહીં કાકુ..હું લિફ્ટમાં નહીં 16માં માળેથી ઝડપથી ચઢીને આવ્યો..એટલે હાંફ ચઢી છે. બાકી સરસ છે..એ એના મનની ઘણી વાત ગળી ગયો.ચલો ઘરે જઈએ ? મમ્મી રાહ જોતી હશે…પાપા અમે જઈએ ? “ પછી યાદ આવ્યું હોય એમ પૂછ્યું “ ને..પાપા બીજી ખાસ વાત મારે લેટેસ્ટ મોબાઈલ લેવો છે.પણ હું જાતે પસંદ કરીશ અને લેવા જઈશ..” દીગુભાઈને સોહમ આવ્યો..એને હાંફ ચઢેલી..એનાં જવાબથી થોડું આશ્ચર્ય થયું..એમણે કીધું“ અરે સોહમ બેટા જઈએ છીએ હવે ઘરેજ અને રસ્તામાંથી મારા ફ્રેન્ડની દુકાનેથી લઇ લઈશું..પણ તને આપણે લીધેલ 16 મોં ફ્લોર કેવો લાગ્યો અને આમ તું.” પછી આગળ ના
બોલ્યા..
યજ્ઞેશભાઇએ ફાઇલમાંથી માથું કાઢી કહ્યું“ ભલે દીકરા..તને જોઈએ એટલા પૈસા એકાઉન્ટ્સમાંથી લઇ લે હું શાસ્ત્રીને કહી દઉં છું..જા પછી ઘરે જાવ..તારી અનુકૂળતાએ તને જોઈએ એવો ફોન લઇ લેજે..” સોહમે થેન્ક્સ કીધું અને શાસ્ત્રી અંકલ પાસે જવા બહાર નીકળી ગયો.. સોહમ જેવો બહાર નીકળ્યો યજ્ઞેશભાઇએ દીગુભાઈને કીધું“ દીગુભાઈ.. જુઓ આ સીસીટીવી ફૂટેજ..આમાં સોહમે શું જૂઠું બોલવાનું? પણ બોલ્યો છે..એ દાદર ચઢીને નહીં લિફ્ટમાંજ હાંફળો હાંફળો આવ્યો છે..મને નવાઈ લાગે છે. પછી હસીને બોલ્યા..ગામથી હજી હમણાં આવ્યો છે.. જુઓ દીગુભાઈ એ લિફ્ટમાંથી ઉતરે છે..પણ હાંફનું કારણ બીજું કશું કે છે હું જગુને બોલાવી પૂછું છું..” એમણે બેલ દબાવ્યો..
“ યસ સર કહી જગું આવ્યો..જગદીશ વિશ્વાશું પટાવાળો ઓફિસ ચાલુ થઇ ત્યારથી ઓફિસમાં જોડાયો છે બધાનો ખુબ વિશ્વાશું..ખાસ યજ્ઞેશભાઈનો..એને આજકલ કરતાં ઓફિસમાં 15 વર્ષ ઉપર થઇ ગયેલા. યજ્ઞેશભાઇએ જગુને પૂછ્યું “ તું અને સોહમ બન્ને 16માં માળે ગયેલા.. એને કેવું લાગ્યું ત્યાં? “ જગું થોડીવાર યજ્ઞેશભાઇ અને દીગુભાઈ.. બન્ને સામે જોઈ રહ્યો..પછી થોડા અચકાતા બોલ્યો “ સર.. ભાઈને ઓફિસ ખુબ ગમી એમાં જે રીનોવેશન કર્યું એ ખુબ પસંદ પડ્યું છે પછી 16 માં માળે અમે નીચે ગયા..લિફ્ટમાંથી બહાર નીકળી હું અંદર દરવાજો ખોલી ગયો..એ પાછળ પાછળ આવ્યા..એ આખો ફ્લોર ફર્યા પછી ત્યાં બારીમાંથી બહાર કેવું
દેખાય છે એ જોવા ગયા..સામેની દરિયા તરફની બધી બારીઓ ખુલ્લી હતી..ખબર નહીં શું થયું..એ ત્યાં ઉભા રહી ગયા..જોઈજ રહેલા.. સર.. એમને કશું એવું જોયું કે એ ધ્રુજી રહેલાં..એ ધરી ધરી બારી અને બારીની બહાર જોઈ રહેલાં..મને ખબર ના પડી કશું એવું દેખાયું પણ મને.કીધું જગદીશભાઈ અહીંથી ઝડપથી ચલો..અહીં..અહીં..પછી આગળ બોલ્યા વિના.. એ દોડી લિફ્ટમાં બેસી ઓફિસે આવી ગયા. હું બધું બંધ કરી પાછળ પાછળ આવ્યો.. મને કશું સમજાયું નહીં..અને તમે બોલાવ્યો સર..બસ.. જે મેં જોયું એજ કીધું..”
યજ્ઞેશભાઇએ દીગુભાઈને કહ્યું“ દીગુભાઈ સાંભળી લીધું? તું જા જગું..એમણે જગદીશને વિદાય કર્યો
પછી દીગુભાઈને સીસીટિવી ફૂટેજ બતાવી કહ્યું ફરીથી કીધું જુઓ એ લિફ્ટમાં આવ્યો છે અને કહે છે દાદર ચઢીને આવ્યો..સમજાતું નથી કેમ જૂઠું બોલ્યો.. આમતો સોહમ આવા કારણસર ખોટું ના બોલે..પણ સમજાતું નથી મને..દીગુભાઈ મને સોહમ માટે આવો જ ડર રહે છે જયારે એ વારેવારે ગામ આવે છે.. ત્યાં બધી ધડમાથા વિનાની વાતો ખોટી માન્યતાઓ અને વહેમ આવે એવી વાતો..ભૂત પ્રેત ..શું કહું તમને.. તમને પણ ખબરજ છે કે એ અભણ અને બેવકૂફ લોકો મનફાવે એમ બોલે..એનીજ અસર એના મન પર પડી છે..સમજાવજો એને કે આ શહેર છે અહીં જાદુ ટોણા ના થાય અહીં ભણેલા ને ગણેલા માણસો રહે છે જે એવું બધું નથી માનતા..આપણા ડરથી એણે ભૂત પ્રેત કે કોઈ કાલી શક્તિનું નામ નથી દીધું.. સારું છે.. દીગુભાઈને પણ આશ્ચર્ય થયું બોલ્યા “ એનેજ બોલાવી પૂછી લઈએ..એવું શું થયું એણે આમ જૂઠું બોલવું પડે? બધું ઓકેજ છે..મને લાગે આપણે પૂછવુંજ જોઈએ..આમ અભમમાં જવા નથી દેવું.. યજ્ઞેશ સાવ એવું નથી જેમ શક્તિ છે એ નેગેટિવ પોઝિટિવ બન્ને હોય છે અને સોહમ મૂર્ખ નથી એ કુદરતમાં માનનારો વિશ્વાશ કરનારો છોકરો છે એને કોઈ અંધશ્રદ્ધા નથી ત્યાં ગામમાં એવા ખોટું કરનાર માણસો પણ નથી.પણ એને બોલાવી પૂછી લઈએ..” યજ્ઞેશભાઇ કહે“ ભલે એમ કરીએ..મને જરૂરીજ લાગે પૂછવુંજ પડે..”
ચીફ એકાઉન્ટન્ટ શાસ્ત્રીજી પાસેથી પૈસાનો ઉપાડ લઈને સોહમ ચેમ્બરમાં આવ્યો..યજ્ઞેશભાઇએ પૂછ્યું “
પૈસા મળી ગયા ? “ સોહમે કીધું“ હા પાપા” ના સોહમે કીધું કેટલા પૈસા લીધા શાસ્ત્રીભાઈ પાસેથી ના
યજ્ઞેશભાઇએ પૂછ્યું કેટલો ઉપાડ લીધો.. ત્યાં દીગુભાઈએ પૂછ્યું “ સોહુ 16માં માળેથી તું સિડી ચઢીને નહીં લિફ્ટમાંજ આવ્યો છું છતાં જૂઠું કેમ બોલ્યો ? શું કારણ છે? અહીં સીસીટીવી ફુટેજમાં બધુંજ દેખાય છે..જોઈ લે..” મેં અને યજ્ઞેશે જોયુંજ અમારા માટે આ તારું સાવ ફાલતુ કારણમાં ખોટું બોલવું આઘાતજનક છે. હવેચોંકવાનો વારો સોહમનો હતો..એણે બન્ને સામે જોયું પછી બોલ્યો..” પાપા..કાકુ તમે કદાચ સાચું નહિ માનો એટલે..પણ.. ..પણ સત્ય છે..હું જગુભાઈ સાથે નીચે ગયો.મને આખો ફ્લોર ખુબ ગમેલો..અંદર ગયા પછી ત્યાંની બારી ઉપર મેં દરિયાનાં પાણીનું પ્રતિબિંબ જોયું..એપણ હલતું ચાલતું લાઈવ..પહેલા ભ્રમ લાગ્યો પણ..ના એ ભ્રમ કે ભ્રાન્તિ નહોતીજ..મેં સાચેજ પ્રતિબિંબ જોયું..પાપા સામે દરિયો ભલે દેખાય પણ એના પાણી..મોજાનું દ્રશ્ય એ પ્રતિબિંબ 16 માંમાળની બારી પર કેવી રીતે દેખાય? એટલો દૂર દરિયો અને.. બિલ્ડીંગની આટલી હાઈટ..મને કઈ સમજાયું નહીં કશુંક અજુગતું લાગ્યું..ત્યાં સીસીટીવી કેમેરા છે? તો ચેક કરો પ્લીઝ.. હું નથી ખોટુ બોલતો નથી કોઈ વહેમ મને..આવું કોઈ રીતે શક્ય નથી જે મેં મારી નજરે જોયું છે..મારા પર વિશ્વાશ કરો..અરે એ દ્રશ્ય દેખાયું સાથે એટલો દરિયો જાણે ગર્જતો હતો..બસ એ જોઈ હું હાંફળો
હાંફળો ઉપર લિફ્ટમાં આવી ગયેલો પણ ડરના માર્યા હાંફ ચઢી હતી કેવી રીતે કહું? “
સોહમનો જવાબ સાંભળી યજ્ઞેશભાઇ અને દીગુભાઈ બન્ને એક સાથે ખડખડાટ હસી પડ્યા..બોલ્યા..” ચલ
કઈ નહીં… થાય થાય..આવું..તું થાક્યો છું.. અને રાત્રે ઊંઘ પણ બરાબર નથી લીધી લાગતી..ઘરે જાવ ફ્રેશ થઇ આરામ કર..દીકરા..” યજ્ઞેશભાઇએ દીગુભાઈને કહ્યું“ તમેલોકો નીકળો પછી રાત્રે શાંતિ થી વાત કરશું..આમ પણ ઘરે એની માં અને તલ્લીકા કાગડોળે રાહ જોતા હશે..” સોહમે કહ્યું” પાપા તમે લોકો હસવામાં કાઢો છો પણ…મેં જે જોયું અનુભવ્યું એ કંઈક ના સમજાય એવું અને સાચેજ વિચિત્ર હતું કઈ નહીં અમે ઘરે જઈએ..રસ્તામાંથી જો સમય મળે મોબાઈલ લઇ લઈશું..ઓકે પાપા..? ”
યજ્ઞેશભાઇએ હસીને કહ્યું ભલે..રાત્રે મળીયે..” દીગુભાઈ અને સોહમ લિફ્ટમાં પાર્કિંગમાંજ આવ્યા..નીચે આવી ગયા પછી સોહમે નીચેથી ઉપર તરફ 16 માંમાલ તરફ નજર કરી તો 16 મોં ફ્લોર જાણે આખો કાળો દેખાતો હતો આખા બિલ્ડિંગમાં જુદો પડતો હતો..એણે દીગુભાઈને કીધું“ કાકુ ઉપર જુઓ અહીંથી આપણે લીધો એ 16 મોં ફ્લોર કેવો દેખાય છે? દીગુભાઈએ ઉપર જોઈ કીધું અરે આખું બિલ્ડીંગ સરસ દેખાય છે સારું કર્યું યજ્ઞેશે શ્રોફ
સાથે રહીને સોદો પાડી દીધો.સોહમ કશું બોલ્યો નહીં અને કાકુ કારમાં બેઠા એ પણ બેસી ગયો. સોહમે કહ્યું“ કાકુ સલુજાની દુકાનેજ લેજો ત્યાંથી મોબાઈલ લઇનેજ ઘરે જઈએ પ્લીઝ..” દિગુકાકાએ કહ્યું”
ભલે સોહુ…અને ગાડી કાઢી..દોડાવી..
વધુ આવતા અંકેપ્રકરણ -57 અનોખી સફર..