અનોખી સફર
પ્રકરણ- 57
દીગુભાઈએ સલુજા મોબાઇલ્સ પાસે કાર ઉભી રાખી.બોલ્યા “ સોહુ તું જઈને લઇ આવે છે કે હું આવું
સાથે? એમ તો તારા પાપાને અને મને અરુણ સલુજા સારી રીતે જાણે છે..મિત્રજ છે પણ ઊભો રહે હું આવું છું..મેં એને કેરી મોકલાવી હતી..થોડી વાત પણ કરી લઉં ..એ અચ્છો માણસ છે..” સોહમે કહ્યું“ ચલો કાકુ..” બન્ને કાર પાર્ક કરી સલુજા મોબાઇલ્સની દુકાનમાં પ્રવેશ્યા..વર્ષોથી આ દુકાન મોબાઈલ માટે જાણીતી..દરેક કંપનીના લેટેસ્ટ મોબાઈલ અહીં મળી રહેતાં. યજ્ઞેશભાઇ સાથે વર્ષોથી સારી ઓળખાણ ..દીગુભાઇ કાયમ અહીં આવતા..એમની વાડીની કેરી પણ એમને આપતા..આમતો બધી કેરી હોલસેલમાં અનેએક્સપોર્ટમાં જતી રહેતી પણ યજ્ઞેશભાઈના સૂચનથી ઘર તથા ફ્રેન્ડ્સ માટે કેરી અલગ રાખતા.. એમાંથી અરુણ સલુજાને પણ આપતા..બધા ઘરના સભ્યોના ફોન અહીંથીજ ખરીદતા..
દીગુભાઈ અને સોહમને દુકાનમાં આવતા જોઈનેજ અરુણ સલુજાએ એમને આવકાર્યા .. એમણે બીજા
સેલ્સમેન છોકરાને એમનાં ઘરાકને એટેન્ડ કરવા સૂચના આપી..પોતે દીગુભાઈની પાસે આવ્યા અને પંજાબી
લ્હેકામાં પૂછ્યું “ હાંજી..શેઠ..દીગુભાઈ બોલો કી…સેવા કરે.. પાજી ..? “ દીગુભાઈએ કહ્યું“ અરુણજી મારા દીકરા માટે નવો લેટેસ્ટ મોબાઈલ આપો.. હવે કોલેજમાં આવ્યો..તમેતો યજ્ઞેશને જાણો છો..છેક હવે મોબાઈલ અપાવશે” એમ કહી હસ્યાં..એણે અત્યાર સુધી ભાભી કે ઘરના મોબાઈલનો ઉપયોગ કર્યો .” અરુણભાઈએ કહ્યું..”હા મને ખબર છે..યજ્ઞેશ દેસાઈ..બડા બિઝનેસમેન..સિદ્ધાંતવાળો છે..પણ દીકરા હું લેટેસ્ટ મોબાઈલ આપું..હમણાંજ લોન્ચ થયો છે..એપલનો..” સોહમ કહે“ અંકલ મને એપલ નહીં જોઈએ..આપણે ત્યાં બનતો સેમસંગ એન્ડ્રોઇડ
વાળો આપો..ભલે બ્રાન્ડ વિદેશી છે પણ અહીંજ બને છે..”
“ અરે પુત્તર ..તું તો યજ્ઞેશથી પણ ચઢે છે.. અરે સેમસંગમાં પણ છે એકદમ લેટેસ્ટ..જો આ એસ સિરીઝમાં લેટેસ્ટ એમ કહી લેટેસ્ટ ફોન મંગાવી બતાવ્યો..ફોન સીલબંધ હતો એ કાઢી બધા ફીચર્સ સમજાવ્યા..સોહમ બધું સમજ્યો અને બોલ્યો” દિગુકાકા મને આ પસંદ છે..સેમસંગમાંજ મને બીજો ફોન પણ જોઈએ..બહુ બજેટ ના હોય એવો..” દીગુભાઈ આશ્ચર્યથી બોલ્યા “ બીજો ફોન ? કોના માટે? યજ્ઞેશ તલ્લીકા માટે ના પાડશે..એને પૂછીને
લઈશું..તું ઓળખે છેને તારા બાપને?” સોહમે કીધું“ ના ના કાકુતલ્લીકા માટે નથી લેતો..હું ગામ..વિશ્વા માટે
લઉ છું..ઓછા બજેટનો પણ બધા ફીચર્સ હોય એમાં પણ..ઓછા બજેટનો પણ સારી ક્વોલિટીમાં લેવો છે.એટલે કે પાપાના આપેલા પૈસામાં…અને હું કમાઈશ પછી લાવીશ..હમણાં એને એવોજ આપીશ..”
“ દીગુભાઈ ફરી આશ્ચર્યથી બોલ્યા “ યજ્ઞેશ જાણશે તો..ગરબડ થશે..વિશુ માટે મોબાઈલ? “ સોહમે કીધું“
કાકુ વિશ્વા..વલસાડ જઈને લેવાનીજ હતી.. ધર્મેષકાકાને કહેવાની હતી..પણ મેં કીધેલું કે હું મુંબઈથી લઈશ..બધું ફીચર્સ વગેરે સમજીને તારા માટે સ્માર્ટ મોબાઈલ લઈને આવીશ.. એટલે બજેટનું જાણીને લઉ છું બહુ વિચારીને..” દીગુભાઈ કહે“ ભલે ભલે લઇ લે તું...તારા અને વિશ્વાનાં મોબાઈલના પૈસા હું આપીશ.. યજ્ઞેશના રહેવા દે..એના વધેલા એને પાછા આપી દેજે..” બન્ને કાકા ભત્રીજાએ અંદર અંદર નક્કી કરી લીધું.. અરુણ ભાઈએ બન્ને ફોન આપી બધા ફીચર્સ સમજાવી..બન્નેના અલગ અલગ બિલ આપ્યા. મોબાઈલ પર સારું એવું ડિસ્કાઉન્ટ આપ્યું.. સોહમે બન્ને ફોન લીધા અને એની શોલ્ડર બેગમાં મૂકી દીધા.. આજે એ ખુબ ખુશ હતો..હવે વિશ્વાને ફોન પહોંચાડીશ કાકુ દ્વારા..એણે કાકુને કીધું“ કાકુ આ ફોન તમે વિશ્વા સુધી પહોંચાડજો..તમે તો આવતા
વીકમાં જવાના..બેઝિક એને સમજાવી દેજો.. બાકીનું હું ફોન પરજ ઓનલાઇન સમજાવી દઈશ એ ખુબ ખુશ થશે..”
દીગુભાઈ કહે“ તું બધું ફોનમાં ગોઠવી સેટ કરી મને આપી દેજે હું એને હાથોહાથ આપીને બેઝિક બધું
સમજાવી દઈશ.. હું જાણું છું એનાથી વિશેષ કઈ હોય તો મને સમજાવી દેજે..હું એને..સમજાવી દઈશ..” સોહમે કહ્યું“ ભલે કાકુ..” દીગુભાઈએ પૈસા ચૂકવી દીધા..સોહમે એના ફોનના કાકુને આપવા માંડ્યા ..દિગુકાકાએ ના લીધા “ બોલ્યા “ તને અને વિશ્વાને બન્નેને મારા તરફથી ગિફ્ટ..બરાબર? યજ્ઞેશને કહેવાની જરૂર નથી..એને આપેલા પૈસા તારી પાસેજ રાખ તને કામ લાગશે..” સોહમે કહ્યું“ કાકુ આટલા બધા પૈસા? ફોન લેવાજ મેં લીધેલા ઓફિસથી..આટલા બધા પૈસા હું શું કરું ? મને મારું પોકેટ મની મળેજ છે એ પુરતા છે મારા માટે..” દીગુભાઈ કહે” મને ખબરજ છે તને એ હુંજ આપું છું ઓફિસથી લઈને..તારો..તલ્લિકાનો
ખર્ચ..ઘરનો..સામાજિક વ્યવહાર બધો ખર્ચ વહીવટ… હુંજ કરું છું..બધું જાણું છું..તું નિશ્ચિંત રહી આ રાખ..મને ખબર છે આ ઘણા પૈસા છે પણ તારી રીતે..રાખ.. ખર્ચ કરજે…વિશ્વા પાછળ વાપરજે..એ છોકરી ખુશ થશે..એની ઘણી જરૂરિયાતો હશે જે ધર્મેશ પુરી કરતોજ હશે પણ જે તું લાવી આપી શકે તે તું લઇ આપજે..મને ગમશે..અમુક વાતો તારી અને મારી વચ્ચેજ રહેવી જોઈએ..યજ્ઞેશ સુધી નહીં જવા દેવાની..એના વિચારો જુદા છે..આપણાં મળતાં આવતા છે“ એમ કહી આંખ મિચકાવી..
સોહમે ખુશ થઈને બધા પૈસા એની બેગમાં મૂકી દીધા. દિગુકાકાને થેન્ક્સ કીધું..બન્ને ફોન પણ બેગમાં
મૂકી અરુણ સલુજાને થેન્ક્સ કીધું..અરુણ સલુજા કહે“ તે બન્ને ફોન સરસ લીધા છે કઈ પણ પ્રોબ્લેમ થાય મારી પાસે આવજે..જોકે તે પસંદજ એવા કર્યા છે કે ક્યારેય વાંધોજ નહીં આવે.” .દીગુભાઈ અને સોહમ બન્ને બધું નિપટાવી અરુણભાઈ સાથે સમજી ફોન લઈને કારમાં આવી બેઠા..
સોહમ કોઈ વિચારોમાં હતો અને દીગુભાઈ બોલ્યા “ સોહમ આપણે ઘણી વાતો કરવાની છે..સમય આવ્યે
વાત..પણ તું વિશ્વાનો વિશ્વાશ રાખજે અને તું પણ અચૂક નિભાવજે..એલોકોનું ખુબ ઋણ છે આપણા ઉપર..તારો બાપ નહીં સમજે કદી.. આપણે બધું સંભાળી લઈશું..એલોકો એટલું આપણું કર્યું છે કોઈ જાતના પાડ ચઢાવ્યા વિના..સહ્યું પણ ઘણું છે..મારે પણ ધર્મેશ અને વીરબાળાનુ ધ્યાન રાખવાનું છે એલોકોએ જે અન્યાય થયો છે અપમાન થયું છે એતો આપણે કશું કરી નહીં શકીએ પણ.. હું કે તું એલોકોનું જેટલું કરીશું એ ઓછુંજ હશે. વિશ્વા જેવી છોકરી આખા મુંબઈમાં નહીં મળે હું તારા સાથમાંજ છું..આ બાબતે હું તારાજ પક્ષે રહીશ..યજ્ઞેષનું નહિ માનું.. પણ તું સાચવી લેજે..જ્યા મારાથી ના બોલાય ત્યાંય સમજી લેજે..સમજ્યો “
“ હા કાકુ..હું ક્યારેય વિશ્વાને દગો નહીં દઉં..પાપાની ઈચ્છા પ્રમાણે ખુબ ભણીશ..બધુંજ સંભાળીશ..પણ
વિશ્વા પણ મારી પ્રાયોરિટી હશે. કાકુ તમે ધર્મેષકાકાને ફોન લાગાવોને.. આપણે મુંબઈ હેમખેમ પહોંચી ગયા છીએ એવું કહેવા બહાને હું વિશ્વા સાથે વાત કરી લઉ..પ્લીઝ.. દીગુભાઈ કહે“ અલા અત્યાર સુધી હું ગામથી કેટલીયે વાર મુંબઈ બાય રોડ આવ્યો અહીં પહોંચીને ક્યારેય મે ફોન નથી કર્યો ..આજે કરીશ તો એને નવાઈ નહીં લાગે?
સોહમ કહે ભલે કાકુ તમતમારે ફોન કરોને એમને.. મારે વિશ્વાને સરપ્રાઈઝ આપવી છે..દીગુભાઈ કહે હું ગામ જઈશ આવતા વીકમાં ત્યારે હું આપીને સરપ્રાઈઝ આપીશજને..એ વધુ એને ગમશે..દીગુભાઈએ કીધું સોહમ કહે ભલે..”
વાતો કરતા કરતા એલોકો જુહુ ઘરે પહોંચ્યા..
વધુ આવતે અંકે..પ્રકરણ-58 અનોખી સફર..