અમદાવાદના ટ્રાફિક જેટલી જ ફાસ્ટ તેમની સ્ટોરી પણ ચાલી… પણ અટકી પણ એટલી જ અચાનક.
રવિ એક રીલ જોઈ રહ્યો હતો—લો ફાઈ મ્યુઝિક સાથેની “late night vibes” વાળી.
કમેન્ટ સેક્શનમાં તેણે મજાકમાં લખ્યું—
“આવી vibe માટે company ક્યાં મળે?”
થોડીવારમાં રિપ્લાય આવ્યો—
“company નહીં… right person જોઈએ 😉”
આ હતી કાવ્યા.
એટલું જ હતું શરૂઆત માટે પૂરતું.
કમેન્ટમાંથી “liked your reply” → “follow” → અને પછી DM.
“હાય, reel वाला comment 😄”
રવિએ મેસેજ કર્યો.
“હા, vibe શોધી રહ્યો હતો ને? મળી?”
કાવ્યાએ ચીડવ્યું.
“શાયદ હવે મળી ગઈ છે…”
રવિએ થોડું bold બનીને લખ્યું.
“ઓહ, તો તું એટલો confident છે?”
“તારા reply પછી થવું જ પડ્યું 😄”
અને પછી… વાતો અટકી જ નહોતી.
મેસેજ → વૉઇસ નોટ → late night chats → “તુ સુઈ ગઈ?” ટેક્સ્ટ્સ.
“તું એટલી રાત સુધી જાગે છે?”
“Right person માટે time કાઢવો પડે 😉”
“અને wrong person માટે?”
“Seen.”
બન્ને Gen Z—memes share કરતા, reels મોકલતા, અને ક્યારેક એકબીજાને tease કરતા.
ધીમે ધીમે chatમાંથી habit બની ગઈ.
“તારા વગર હવે scroll પણ બોરિંગ લાગે છે.”
રવિએ એક રાતે લખ્યું.
“Addiction ખરાબ હોય છે…”
“પણ તું good addiction છે.”
એક દિવસ કાવ્યાએ લખ્યું—
“Instagram થી બહાર આવીએ? Let’s meet.”
રવિ થોડો સમય typing કરીને રોકાઈ ગયો…
“Sure… but awkward તો નહીં થાય ને?”
“થોડું awkward તો થવું જ જોઈએ… નહિ તો મજા શું?”
પ્લાન ફિક્સ.
હવે અમદાવાદ હોય અને રિવરફ્રન્ટ પર કપલ ના મળે એવું થાય કદી?
કાવ્યાએ તેની સ્કૂટી પાર્ક કરી, ફોટોમાં જોયેલા રવિને રિયલમાં શોધી રહી હતી.
એટલામાં જ એક કારમાંથી હોર્નનો અવાજ આવ્યો.
કાવ્યાના કાન ચમક્યા.
કારની અંદર જોયું… એ જ ચહેરો.
કાવ્યા કારની નજીક પહોંચી.
વિન્ડો નીચે આવી.
“જરા આગળ સુધી લિફ્ટ મળશે?”
કાવ્યાએ સ્મિત સાથે પૂછ્યું.
રવિ તરત બોલ્યો—
“ના, હું લિફ્ટ ફક્ત beautiful girls ને જ આપું છું.”
“ઓહ, તો હું જાઉં?”
“ના ના, exception માટે rules તૂટે”
દરવાજો ખોલતા કાવ્યા બોલી—
“મળતા વેંત, માર ખાઈશ તું!”
બન્ને હસ્યા… અને awkwardness half થઇ ગઈ.
કાર ચાલતી થઈ.
વાતો વાતોમાં કાર હાઈવે સુધી પહોંચી ગઈ.
“તું real માં થોડો વધારે શાંત છે.”
“અને તું real માં વધારે સુંદર છે.”
“આ lines કેટલાને બોલી છે?”
“સાચી વાત દરેકને અલગ લાગે છે.”
હાસ્ય, વાતો, મ્યુઝિક…
કારમાં lo-fi ગીતો વાગતા હતા. બહાર city lights ઝગમગતા.
“આ મોમેન્ટ freeze થઈ જાય તો?”
કાવ્યાએ ધીમે કહ્યું.
“તો હું rewind પણ ના કરું…”
રવિએ જવાબ આપ્યો.
“અને જો હું કાલે વાત ના કરું તો?”
રવિ થોડો શાંત થયો—
“તો આજનો મોમેન્ટ યાદ રાખીશ.”
વાતો ધીમે ધીમે deep થઈ ગઈ.
“તું મને પહેલા કેમ મળી નહીં?”
કાવ્યાએ અચાનક પૂછ્યું.
રવિ હસ્યો—
“શાયદ આ રીલ માટે જ રાહ જોઈ રહ્યા હતા.”
“કે પછી just timing…”
કાવ્યાએ ધીમે કહ્યું.
બન્ને વચ્ચે distance ઘટતો ગયો.
એક અનકહેલી closeness… એક vibe જે explain ના થાય.
સમય અટકી ગયો હોય એમ લાગતું હતું.
રાત પૂરી થઈ… પણ story ત્યાં પૂરી નહોતી થઈ.
પણ… બીજા દિવસે બધું બદલાઈ ગયું.
રવિએ Instagram ખોલ્યું.
DM open કર્યું…
“No messages.”
“અરે…?”
તેને ફરી ચેક કર્યું… નેટવર્ક પણ ઓકે હતું.
પ્રોફાઇલ પર ક્લિક કર્યું—
“User not found.”
કાવ્યાએ તેને બ્લોક કરી દીધો હતો.
“Just like that…?”
રવિએ પોતાને જ પૂછ્યું.
તે થોડા સમય સુધી chat list scroll કરતો રહ્યો…
જાણે ક્યાંકથી ફરી મેસેજ આવી જાય.
પણ કશું આવ્યું નહીં.
કોઈ reason નહીં. કોઈ goodbye નહીં.
રવિ સ્ક્રીન તરફ જોતો રહ્યો—
“કેટલીક stories બસ reel જેટલી જ હોય છે… short અને repeat વગરની.”
અને આમ—
એક reelના comment થી શરૂ થયેલી વાત,
એક બ્લોક સાથે પૂરી થઈ ગઈ.
Gen Z love—scroll જેટલું fast,
vibe જેટલું deep,
અને sometimes… બસ એક temporary moment.
Written by: Kishan Didani
Social Media: www.instagram.com/thedidani