AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 64 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ - 64

Featured Books
Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ - 64

અનોખી સફર
પ્રકરણ-64

દર વખતે દીગુભાઈ ગામ આવે..એમની વાડીએ જાય..ફળિયામાં બધાને ઘેર જાય..એમાંય ધર્મેશભાઈ અને પશાકાકાનું ઘર ખાસ..જાણે પોતાના માણસ.. ધર્મેશભાઈ તો જાણે પોતાનો સગો નાનો ભાઈ.. મોટાભાગે એમને ત્યાંજ જમતાં..બધું વહેવારે કોઈ રીતે પાછું પણ વાળી દેતા..પણ આજે જાણે ખાસ વિશ્વા માટેજ આવેલા…
જોયું વિશ્વા પોતાના ઘરે નહીં પણ પશાભાઈના ઘરે છે..એ સીધા ત્યાં ગયા..વિશ્વા માટે પણ..દિગુકાકા અને પશાકાકાનું ઘર એ જાણે પોતાનુંજ ઘર..એવી રીતેજ જતી આવતી..સાચવતી..ત્રણે ઘર એકમેકમાં સાવ પરોવાયેલાં અને ખુબ નજીક..દિલથી પણ હતા..
દીગુભાઈએ યશોદાબેનની તબિયત નરમ થયેલી એટલે પહેલા ખબર પૂછી..પછી બધાની ધીરજની
કસોટી ના કરતાં પોતાના પાઉચમાંથી નવું નકોર ખોખું કાઢીને ક્યારની રાહ જોઈ રહેલી વિશ્વાના હાથમાં મૂકી
દીધું..વિશ્વાને સમજતા વાર ના લાગી..ત્યાં વીરબાળા પણ આવી ગયાં..વિશ્વાતો બોક્સ હાથમાં લઇ આનંદથી ઉછળીજ પડી.”.કાકુ મારો મોબાઈલ? સોહુએ મોકલ્યો છે ને? “ એની ખુશીનો પાર નહોતો.. એના ચહેરાં ઉપર ઉત્તેજના સ્પષ્ટ જોઈ શકાતી હતી..એની આંખો ભીની થઇ ગઈ..એણે દિગુકાકાને પગે લાગી થેંક્યુ કીધું બોલી “ કાકુ..આ સૌથી મોટી ગિફ્ટ મળી મને..હવે સોહુ સાથે હું…” પછી શરમાઈને ચૂપ થઇ ગઈ..એણે એની માં ને ફોન કાઢીને હાથમાં આપ્યો બોલી “ માં જો આ મોબાઈલ સોહુએ મોકલ્યો.. કેટલો સરસ છે સેમસંગનો છે લેટેસ્ટ..મને
ખુબ ગમ્યો..” વીરબાળાબહેન પણ મોબાઈલ હાથમાં લઇ જોઈ ખુબ ખુશ થઇ ગયા..
ત્યાં દીગુભાઈએ વિશ્વાને કહ્યું“ વિશુ..સોહમે મોબાઈલ ચેક કરી બધા ફીચર્સ જોઈ સેટ કરી મોકલ્યો છે..એમાં
સિમ પણ છે..અને એક્ટિવેટ કરેલુંજ છે.. તું ગમે ત્યારે ગમે ત્યાંથી એને ઓપરેટ કરી શકીશ… વાત કરી શકીશ. વિશ્વા બોલી “ કાકુ મારા મોબાઈલનો નંબર કયો? “ દીગુભાઈ કહે“ બોક્સમાં સીમનું કવર છેજ એમાં બધીજ વિગત છે શાંતિથી જોઈ લેજે..” વિશ્વાએ હસતા હસતા કહ્યું” હું તો હમણાંજ જોઈ લેવાની…” એમ કહી ફોન લઈને દોડી દિગુકાકાના ઘરમાં ઘુસી ગઈ..જ્યાં કોઈ એને ડિસ્ટર્બ ના કરે..એ ત્યાં જઈ ઝૂલા પર બેસી ગઈ. દીગુભાઈએ વીરબાળા અને યશોદાબેન સામે સમજીને વાત કાઢી..આ છોકરાઓ હવે નાના નથી રહ્યા..વળી સોહમને પણ કોલેજ શરૂ થઇ ગઈ છે હવે પહેલાની જેમ એને રજાઓ કે સમય અહીં ગામ આવવા મળે ના મળે
પણ બન્ને છોકરાઓ સંપર્કમાં રહી શકે ભણવાની અને બધી વાતો કરી શકે એટલેજ મોબાઈલ લઇ આવ્યો.. સોહમે મોકલ્યો. વીરબાળા અને યશોદાબેને એકબીજા સામે જોયું પછી દીગુભાઈ સામે જોઈ યશોદાબેન બોલ્યા “ ના સાચી વાત છે સોહમ હવે નાનો નથી અને ભણવાનું બધી જવાબદારી વધશે..અમેય સમજીએ છીએ..પણ નવરાત્રીમાં તો આવશે ને?.. ત્યાં વીરબાળાબહેને કીધું“ દીગુભાઈ મને બધું સમજાય છે એપણ સમજાય છે કે યજ્ઞેશે સોહમને ટોક્યો હશેજ કે હવે મોટો થયો ગામ બહુ જવાનું નથી..બરાબર ને? હું ખોટું કહું છું ?” દીગુભાઈ કહે હવે કોલેજમાં આવ્યો સોહુ સ્વાભાવિક છે હવે એનું એવું ધ્યાન રાખે બધા ..પણ એમાં ખોટું પણ શું છે? સાચું કહું?  સોહમ તો અહીં આવશેજ..નવરાત્રીમાં આવવાનો જ.. સોહમને ગામ આવતા એનો બાપ પણ નહીં રોકી શકે એ નક્કી સોહમે એટલેજ તો મોબાઈલ મોકલ્યો કે ભણવા કે ઓફિસના કામથી ગામ ઓછું જવાય કદાચ તો
હું વિશ્વા માટે મોબાઈલ ફોન મોકલી દઉં તો અમે 24 X 7 અમે સંપર્કમાં રહી શકીએ..એણે સ્માર્ટફોન મોકલાવ્યો છે જેમાં સાદો સાથેસાથે વિડિઓ કોલ થઇ શકે અહીંનું એ અને ત્યાંનું વિશ્વા બધું જોઈ જાણી શકે..જાણે એલોકો સામસામેજ હોય એવું લાગશે.. ”
વિશ્વાએ ખોખું ખોલી એમાંથી સિમ કવર કાઢ્યું.. એમાં સોહમનો મોબાઈલ નંબર અને એનો સીમનો નંબર બધું હતું.સાથે નાનકડો કાગળ એને કવરમાંથી મળ્યો. એણે કાગળ કાઢી શાંતિથી વાંચ્યો..એક એક શબ્દ..એના દિલમાં પ્રેમનું તોફાન મચાવી રહેલું..મારી વાહલી વિશુ… આ કાગળ મળે પછી ઘાટ જોઈ.. મને ફોન કરજે..મેં તારા મોબાઈલમાં પણ મારો અને બીજા અગત્યના નંબર સેવ કરીને મોકલ્યાજ છે તારે કશું કરવું નહીં પડે..મને સીધો ડાયલજ કરજે..હું દૂર ગયો છું પણ આ મોબાઈથી શબ્દ અને ફોટા વિડીઓથી સાવ નજીક આપણે આવી ગયા છીએ..વિશુ મને વાંચ્યા પછી કશું બીજું કર્યા ..વિચાર્યા વિના ફોનજ કરજે હું તને બધું ફોનમાં સમજાવીશ અને સસ્પેન્સ કહીશ..હવે તને દૂર છતાં દૂર ફીલ નહીં થાય..માત્ર દિગુકાકા અને મારી માંનેજ ખબર છે કે મેં તને આ મોબાઈલ મોકલ્યો છે..”
વિશ્વાએ સ્ક્રીન ખોલી…એ સાથે એમાં ફોટો ફ્લેશ થયો સોહમનો..હોઠ મઢી કિસ કરતો..જે એના સ્ક્રીન પર
સેવ કરેલો હતો..એ શરમાઈ ગઈ એને સોહમનો નંબર જોઈ સીધો ડાયલ કર્યો …તરતજ સામેથી ફોન
ઉંચકાયો..’સામેથી તરતજ સોહમ બોલ્યો..” એય મારી વિશુ..લવ યુ જાન ..”
વિશ્વા સાંભળી ઉત્તેજનામાં બોલી “ એય મારા સોહુ..ખુબ પ્રેમ કરું તને..વાહ જાણે સામે ઉભો હોય એમજ મને તારો અવાજ સ્પષ્ટ સંભળાય છે સોહુ..” સોહમે કીધું આ તો સંભળાય છે..વિશુ તું વોટ્સએપથી મને વિડિઓ કોલ કર..એકબીજાને જોઈ શકીશું.. મેં વૉટ્સઅપને જરૂરી બધી એપ ડાઉલોડ કરી મોકલીજ છે..પણ એ તું શાંતિથી રાત્રે બધું જોઈ સમજીને પછી કરજે..તું એકવાર આખો ફોન બધી એપ જોઇશ તને સમજાઈ જશે તારે શાંતિથી બધું જોવા સમજવા કલાક બેકલાક આપવા પડશે એટલે તું રાત્રે એકલી હોય એવો સંજોગ કરી વિડિઓ કોલ કરજે.. એ સમયે હું પણ સામેથી કરીશ તને ખ્યાલ આવી જશે.. તું એકવાર બધું કરીશ ફાવીજ જશે..”
વિશ્વાએ હસીને કીધું“ એય મારા જાદુગર..આ કેટલી મોટી આપણને સગવડ થઇ ગઈ..થોડું ઘણું તો મને
ખબર છે..કોલેજમાં માર્રી ફ્રેડ લઈને આવે છે..વર્ષા ડી..પણ બહુ મોટી ચેલુંમારે છે એકવાર બતાવ્યો પછી હાથમાં જોવા પણ ના આપે..એમાં એ ફોનમાં તો વીડિયોકોલ પણ ના થાય એવો સાદો ફોન છે..હા વાત જરૂર થાય..એ ચાંદવીને હવે હું મારો બતાવીશ..કે જો આને મોબાઈલ ફોન કહેવાય..”
સોહમને ખુબ હસું આવી ગયું..બોલ્યો “ મારી વિશુ એને કહેજે આ સ્માર્ટ ફોન છે એમાં બધુંજ થઇ શકે.. અરે વિશુ આ ફોન મેં તને મોકલ્યો છે એ કોમ્પ્યુટરની ગરજ સારે એવો છે એવા મસ્ત એડવાન્સ ફીચર્સ છે..હું રૂબરૂ મળીશ હું બધા તને બતાવીશ..વાપરવા શીખવી દઈશ..આખા ગામમાં કોઈ પાસે આવો સ્માર્ટ મોબાઈલ ફોન નહીં હોય..” દિગુકાકાને પણ બધા ફીચર્સ નહીં ખબર હોય..પણ તું જયારે નવરી પડે સમજવા આખો ફોન મચડી નાખજે..એટલે આવડી જશે..એમ કહી હસવા લાગ્યો પછી ઉમેર્યું “ મને મચડે છે એમ “ કહી ફરી હસ્યો.. વિશ્વાએ કહ્યું“ જાને લુચ્ચા…મેં ક્યારે તને એમ મચડ્યો ?..એય સોહુ..તારી સાથે વાત થાય..વીડિયોકોલ થાય એટલું પૂરતું છે.. તું બાકીનું બધું રૂબરૂ સમજાવજે..શીખવજે…હું રાહ જોઇશ..અને રાત્રે…સમય કાઢી ફોન કરીશ સોહુ..” ત્યાં દિગુકાકાનો અવાજ આવ્યો..” વિશ્વા..વિશ્વા..” વિશ્વા જવાબ આપે પહેલા એના હાથમાંથી
મોબાઈલ નીચે પડી ગયો..” ઓહ..હાય..હાય..બોલી..પણ મોબાઈલ બંધ થઇ ગયો..

વધુ આવતે અંકે..પ્રકરણ -65 અનોખી સફર..