samaj ma stri vishay ni vato in Gujarati Women Focused by mamta books and stories PDF | સમાજમાં સ્ત્રી વિષય ની વાતો

The Author
Featured Books
Categories
Share

સમાજમાં સ્ત્રી વિષય ની વાતો

અત્યારે હાલમાં સમાજમાં એવી ઘણી વાતો છે જે આપણે સમજી નથી શકતા જે કહી નથી શકતા સમાજમાં ઘણા એવા લોકો હોય છે જે ઘણાને ટીકા મજાક કે તેને નાના માણસો કહીને ઠુકરાવે છે શું એ સમાજ બરોબર છે સમાજમાં અમાન્ય શ્રદ્ધાઓ રીતે રિવાજો ને માને છે. અત્યારે ભારતમાં એવી ઘણી જગ્યાએ લોકોનું અને સમાજનું માનવું છે કે છોકરીઓને ઘરની બહાર નિકાલ તેને ઓછું ભણાવો અને પરણાવી દો. શું એ માન્ય છે શું એનાથી તમે સહમત છો અરે દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય તેને તમે પિંજરામાં બંધ કરવા માગો છો? શું તેની જિંદગી નથી તે દુનિયામાં આવી છે તેનો મતલબ એમ કે તમારી બધાની સમાજની ઘરની દુનિયાની વાતો માનશે શું એનું કોઈ સપનું નથી શું દીકરી માત્ર દુનિયા માટે માં અને પત્ની જ બનવા આવી છે શું તેનો કોઈ અસ્તિત્વ નથી શું તે તેનું મરજીનું નથી કરી શકતી આપણે બધા જાણીએ છીએ કે દુનિયામાં સ્ત્રી જેટલી શક્તિ કોઈના મળે છે તે તારે તો ચંડી ચામુંડા અને દુર્ગાનો અવતાર પણ લઈ શકે છે તે છે તો શું નથી કરી શકતી તે છે તો બધું જ કરી શકે પણ સમાજ તેને પીડિત કરે છે તેને બોજ કહી ઠુકરાવે છે શું તે સમાજ યોગ્ય છે હાલમાં સ્ત્રીઓ પુરુષો કરતાં પણ ઘણી આગળ વધી છે બધા જ કામમાં જેમ કે પોલીસ ડોક્ટર એન્જિનિયર અહીં તક પ્લેનમાં પણ તે હોય છે તો તમે જ વિચારો સ્ત્રી શું નથી કરી શકતી જે સમાજમાં નારી નું સન્માન નથી કરવામાં આવતું એ સમાજ આ દુનિયામાં અંધ સમાજ કહેવામાં આવે છે કારણકે એની સ્ત્રી વિશેની જાણકારી જ નથી સ્ત્રી શું છે તે શું કરી શકે છે તે શું નથી કરી શકતી એ તેને ખબર જ નથી અને આવો સમાજ દુનિયામાં કલેશ કહેવામાં આવે છે કારણ કે જે સમાજ દુનિયા માં સ્ત્રીનું મહત્વ ન હોય તેનું શું કામ 

ઘણો સમય જેવો પણ છે જે સ્ત્રીની ખૂબ જ ઈજ્જત કરે છે તેને પ્રેરે છે તેને સન્માન આપે છે તેના સપના સાકાર કરવામાં તે મદદ કરે છે હા એ સમાજ મને ખૂબ જ ગમે છે કારણ કે ત્યાં સ્ત્રીનું ખૂબ માન આપવામાં આવે છે અને મને ખૂબ ગર્વ થાય છે એવા સમાજની જેમાં સ્ત્રીઓ સશક્ત છે અને પોતાના આત્મવિશ્વાસ થી કંઈક બનવા માંગે છે એ સમાજમાં સ્ત્રીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે સ્ત્રી ઘરે આવે છે ત્યારે તે સમાજમાં ખુશી નો માહોલ છાલ છે એ સમાજ આપણા ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ખૂબ જોવા મળે છે ગુજરાતમાં સ્ત્રીઓનું માન ખૂબ હોય છે તેને ભણાવી ગણાવી અને આગળ વધારે છે તેને સશક્ત બનાવે છે જે પોતાના પગ ઉપર ઊભી શકે છે હા મને ખૂબ ગર્વ થાય છે કે અમારા ગુજરાતમાં સ્ત્રીનું સ્વાભિમાન ખૂબ આગળ છે અને હું ગર્વ થી કહી શકું કે હું એક સ્ત્રી છું અને હું ગુજરાતી છું અને ગુજરાતની છું 

હું માનું ત્યાં સુધી એ સમાજને બદલાવાની જરૂર છે જે સ્ત્રીને બહુ જ સમજે છે અને તેના ઉપર ત્રાસ કરે છે તેને રોજ હેરાન કરે છે જો આપણે સૌ એક જૂથ થઈને કહીશું તો તે સમાજને પણ બદલાતા વાર નહીં લાગે તે સમાજ પણ આપણા સમાજની જેમ સ્ત્રીની અને તેનું સન્માન કરશે અને તેને આગળ લાવવા ખૂબ પ્રયત્ન કરશે ધન્યવાદ આપ સૌનો