મારી શાનવી: Universe નુ એક અદ્ભુત Glitch
એ દિવસે હુ ખૂબ ઉદાસ બેઠો હતો. મારા મનમાં હજારો વિચારો ચાલી રહ્યા હતા. માણસના જીવનમાં ચાલતા ખરાબ સમયમાં વ્યક્તિને એના જીવનમાં ચાલતી સમસ્યાઓનું સમાધાન નથી જોઈતું, એ વ્યક્તિ બસ એટલુ ઈચ્છે છે કે કોઈ એને બસ— સાંભળે. પણ એ દિવસે, મારી પાસે એવું કોઈ વ્યક્તિ ન હતુ જે મારી વાતો, લાગણીઓ કે મારી ભાવનાઓને સમજે. સમજવાનું તો દૂર રહ્યુ, કોઈ સાંભળે એ પણ કાફી હતું. મે મારું instagram ખોલ્યું, અને reels જોવા લાગ્યો. વારંવાર આવતી sad અને Emotional reels થી મને થોડી વધારે દુઃખી કરવા લાગી હતી. એટલે મે કંટાળીને ફોન બાજુમાં મૂકી દીધો. "મે ક્યારેક કોઈનુ ખરાબ નથી કર્યું, તો પણ મારી સાથે જ આવું કેમ થાય છે આ સવાલનો જવાબ શોધી રહ્યો હતો." Overthinking વધવા લાગ્યું. તેને ને દૂર કરવા અને મગજને Divert કરવા માટે મેં ફરી instagram ખોલ્યું અને reels scroll કરવા લાગ્યો. એમાં પહેલી જ રીલ કોઈ Dating app ની આવી. મે પ્લે સ્ટોર પર જઈ એને ડાઉનલોડ કર્યું, થોડીક વાર પ્રોફાઇલ તૈયાર થયી ગયી, કોઈ random call નુ app હતુ, જેમાં મોબાઈલ નંબર દેખાયા વગર call પર વાત કરી શકાતી હતી.
મારા હૃદયની ધડકનો ધક-ધક કરી રહી હતી. મે ક્યારેય અજાણ્યી વ્યક્તિ જોડે વાત કરી ન હતી, બઉ હિંમત કરીને મે એ દિવસે random કોલ ના બટન પર tap કર્યુ. હુ થોડો excited અને થોડો Nervous પણ હતો કે હવે શું થશે ? શું વાતો કરીશ ? સામેવાળી વ્યક્તિને કઈ ખોટું બોલી જઈશ તો ? મને ડર લાગી રહ્યો હતો, Lack of confidence અને Public fear ને લીધે મને થોડી વધારે ગભરામણ થવા લાગી. ડર ના લીધે મે call કાપી નાખવાનું નક્કી કર્યું, એ કાપવા જાઉં એ પહેલાં સામે થી અચાનક call ઊપડી ગયો હતો.
સામેથી "હેલો માધવ", ( મારુ નિકનેમ જે મારી Profile મા રાખ્યુ હતુ. ) નો અવાજ આવ્યો. મારા હૃદયની ધડકનો અતિરેક રીતે વધી ગયી. ઊંડો શ્વાસ લીધો અને પછી, મે પણ સામે hello કહ્યુ, સામેથી કોઈ છોકરીનો અવાજ આવ્યો "માધવ ? Are you there ?". મે હા પાડી, પછી મે એનું નામ પૂછ્યું. એણે કહ્યું મારુ નામ "શાનવી". ખૂબ જ અદભુત નામ હતુ, એકદમ unique નામ હતુ. પછી, મે વાત કરવાની શરૂઆત કરી, શું કરો છો ? એણે કહ્યું કે હું બહાર બગીચામાં બેઠી છું. મારી આંખોની આગળ કેટલાક વડીલ લોકો અંધારી રાતમાં આકાશ તરફ જોઈ પૂનમના આખા ચાંદને નિહાળી રહ્યા છે. એને કવિતામય પંક્તિના લયમાં અદભુત રીતે જવાબ આપ્યો. મે પૂછી લીધું સામેથી એને કે, શાનવી શું તને કવિતા લખવાનો શોખ છે ? એણે આશ્ચર્ય થી મને કહ્યું, હા— પણ તને કઈ રીતે ખબર ? મારા મોઢા પર સ્માઈલ આવી ગઈ, હુ ખુશ થઈ ગયો, અંધારામાં તીર માર્યુ પણ બરાબર સાચી જગ્યાએ લાગ્યું હતુ. એટલે હુ બેઠો બેઠો શરમાઈ રહ્યો હતો. એણે ફરીવાર પૂછ્યુ "માધવ, બોલને તને ખબર કે હું કવિતાઓ લખું છું?, મને કવિતાઓનો શોખ છે?". મે મલકાતા અને જવાબ આપ્યો, તે તારી આંખોની સામે બેસેલા કપલ ને જે રીતે વર્ણન કર્યું છે, એ સાંભળી મને લાગ્યુ કે આવું વર્ણન એક માત્ર કવિ કે કવયિત્રી જ કરી શકે. મે તો બસ તુક્કો માર્યો હતો, અને મારુ છોડેલું તીર નિશાના પર વાગ્યું. એ પણ ખુશ થઈ ગઈ અને એના એ મૃદુ હાસ્યનો અવાજ મારા કાને સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. હુ કલ્પના સુધી નથી કરી શકતો કે એની આ Smile સાથે એ કેટલી ક્યૂટ લાગી રહી હશે. એણે કહ્યું, તને ખબર છે માધવ ? મે હરખાતા પૂછયું "શુ ?". યાર, આવી રીતે મારી વાતો પરથી ઓળખવા વાળું અને એ પણ ફોન ઉપર ? આજ સુધી કોઈ નથી મળ્યું. તુ પહેલો છે. મને એની આ વાત જાણે ખૂબ આનંદ થયો હતો, મે એને sweetly thank you કહ્યુ એણે કહ્યું thank you તો મારે તને કહેવું જોઈએ, અને ખરેખર એણે મને Thank You કહ્યુ. અમે બંને બહુ ખુશ હતા. વર્ષોના વિરહ બાદ જાણે બે પ્રેમીઓ મળ્યા હોય એવું લાગી રહ્યું હતું. એમ જાણે એકબીજાને જેવું પાત્ર જોઈતું હતું, જેવી જેવી એ પાત્ર ની કલ્પના કરી હતી બિલકુલ એવા. વર્ષોની અધુરી ઇચ્છા જાણે પૂરી થઈ ગઈ હોય એવું લાગ્યું.
મે એને પૂછ્યું : કયું ભણે છે ?
એણે હસતા કહ્યુ કે : ઉંમર તો ઘણુબધુ કરવાની છે પણ હાલ તો— Collage કરું છું.
એના એ જવાબે મને હસવા પર મજબૂર કરી દીધો, અને સાથે જ મારો પ્રતિભાવ આપતા કહ્યુ : Wow ! Collage ?
એણે જવાબ આપ્યો કે "હા" કોલેજ ચાલુ છે.
મે એને પૂરા આત્મવિશ્વાસ સાથે પૂછ્યું "તારો favourite વિષય કયો છે ?" એણે કહ્યું : English.
મને ફરી આશ્ચર્ય થયુ, અને બોલી ઉઠ્યો; Oh Really ?
એણે આશ્ચર્ય સાથે મને પૂછ્યું તારો favourite વિષય કયો છે ? મે પણ કહ્યુ; English Obviously— પાગલ. અમને બંનેને કઈ સમજાઈ રહ્યુ ન હતુ કે આ ખરેખર શું ચાલી રહ્યુ હતુ. હવે હુ થોડા વધારે આત્મવિશ્વાસ સાથે વાતો કરવા લાગ્યો હતો, આ બાજુ હુ મજાક મસ્તી ના મૂડમાં બેઠો બેઠો Blush કરી રહ્યો હતો અને એ બાજુ એ પણ આશ્ચર્ય સાથે રોમાંચ અનુભવી રહી હતી. અમે એકબીજાને કયા ભગવાનમાં વિશ્વાસ રાખે છે કે માને છે એ એના વિશે પણ પૂછ્યું ? અમારા બંને નો જવાબ રોમાંચક અને આશ્ચર્યચકિત કરી દે એવો હતો, અમને બંનેને "ભગવાન શ્રી કૃષ્ણ" જ ગમતા હતા. એકબીજાને જવાબ જાણી લગભગ એક મિનીટ સુધી અમારા બંનેમાંથી કોઈ કંઈ ન બોલ્યુ ! It was like the most thrilling experience ever.
એ શાંતિ /ચુપ્પી તોડતા અને ધીમેથી એને પૂછ્યું. શાનવી! કોલેજ કર્યા પછી, તારો આગળનો શું પ્લાન છે ? એણે પણ જવાબ આપતા કહ્યું B.Ed કરવું છે અને પછી શિક્ષક બનવાનો વિચાર છે. મને બાળકો સાથે સમય પસાર કરવામાં બહુ જ મજા આવે છે. હું ભવિષ્યમાં English teacher બનીશ. એનો જવાબ સાંભળી, હવે મને બેચેની થવા લાગી હતી. કારણ ...
"હુ કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છુ, જેનું નામ શાનવી છે. જેને કવિતાઓ લખવી ગમે છે, મારી જેમ. જે હાલ કોલેજ કરે છે, મારી જેમ. અને જેનો ગમતો વિષય પણ English છે, મારી જેમ. એ માત્ર એક જ ભગવાનમાં માને છે, અને એ જે "ભગવાન શ્રી કૃષ્ણ", બિલકુલ મારી જેમ !
હુ વિચારી રહ્યો હતો કે શું ખરેખર આ Universe ના કોઈ Glitch છે, કોઈ ચમત્કાર કે પછી કૃષ્ણની કોઈ લીલા. જાણે એક બીજા ને અમે મળ્યા છીએ, અને એકબીજા સાથે વાતો કરી રહ્યા છીએ. Coincidencely અમારી એકબીજાની એક-બે પસંદ કદાચ match થઇ શકે, પણ આટલી બધી પસંદો match થવી, જાણે આ કોઈ Coincidence તો ન હોઈ શકે. હુ વિચારી જ રહ્યો હતો કે ...
ઘડિયાળમાં ૧૧ વાગ્યા હતા. એણે સામેથી મને કહ્યું, listen— માધવ ! મારા મમ્મી પપ્પા મને ઉપર રૂમ પર બોલાવી રહ્યા છે, યાર, મારે તારી સાથે ઘણી બધી વાતો કરવી છે. મને વર્ષો પછી જાણે કોઈ એવું વ્યક્તિ મળ્યું છે જેની પસંદ ના પસંદ બિલકુલ મારી જેમ છે. જે મારી વાતો પરથી મારા શોખ અને મારા emotions વિશે જેને ખબર પડી જાય છે, કદાચ જે બિલકુલ મારી જેવો જ છે. એના અવાજમાં ધીરે ધીરે જાણે હવે નમી આવી ગયી હોય, એને ફોન કાપવો નથી પણ જાણે મજબૂર છે. રાત્રે બઉ મોડુ થયી ગયુ હોવાથી બિલ્ડીંગ ઉપરથી બોલાવતા અને મમ્મી પપ્પાની વાતને પણ ટાળી શકે એમ— ન હતી. મને પણ એવું લાગ્યું કે, અમારે વધારે સમય સાથે રહેવું જોઈએ. પણ, random call હોવાથી અમને બસ પ્રોફાઈલ પર બસ એકબીજાનું નામ દેખાઈ રહ્યું હતું. એનો ઇરાદો ને ઈશારો બંને કદાચ મારો નંબર માંગવા તરફ હતો, પણ કદાચ એ બોલવામાં ખચકાટ અનુભવી રહી હોય. અમે બંને, મનોમન કૃષ્ણનો આભાર માની રહ્યા હતા. બંને ઇચ્છતા હતા કે આ સંબંધ ક્યારે પૂરો ન થાય, વાતો આમ જ થતી રહે, એ હિંમત કરીને મારો નંબર પૂછી લે અને હુ એક પળનો બગાડ કર્યા વગર તરત એણે મારો નંબર આપી દઉ, અમે બંને મજબૂર હતા. બંનેની આંખો સહેજ ભીની થયી ગયી. અંતે એ કઈક કહેવા માટે બોલવા ગયી કે તરત જ નેટવર્ક issue ને લીધે ફોન કપાઈ ગયો. અને અમે બંને એ જાણે અનંત યુગો સુધી એકબીજાને ખોઈ દીધા હોય એવુ લાગ્યુ. મારા આંખના કિનારા પર આવી ને ઊભું રહેલું એ આંસુ નુ ટીપુ સીધું મારા ગાલ પર પડ્યુ. ફોન હજુ પણ એ રીતે પકડી ને બેઠો હતો, આકાશમાં પૂનમનો દેખાતો એ આખો ચંદ્રમા ધીરે ધીરે વાદળો એને ચારેકોરથી ઘરી લીધો હોય, જાણે વર્ષો વિરહ બાદ મળેલા બે સાચા પ્રેમી પંખીડા પર ધીમે-ધીમે ગ્રહણ લાગી રહ્યું હોય, એમ હુ હજુ પણ એ વિચારોમાંથી નીકળી શકું એ ન હતો, એનો અવાજ હજુ પણ મારા કાનમાં ગુંજી રહ્યો હતો. કદાચ, એ ફોન કપાઈ ગયા પછી પણ થોડીક ક્ષણો માટે એ જ બાંકડા પર બેઠી હશે.
"જેમ કદાચ એ રાતથી રોજ રાત્રે હું તૂટતા તારાની રાહમાં એને માંગવા અને ફરી એક આખરી વાર એની સાથે છેલ્લી મુલાકાત થાય એવી ઇચ્છા સાથે બેસું છું; એમ એ પણ એની સોસાયટીના બગીચામાં આવી, આકાશ તરફ જોઈ, તૂટતા તારાની રાહમાં મને માંગવા કે મારી સાથે ફરી એકવાર છેલ્લી મુલાકાત કરવાની ઇચ્છા સાથે બાંકડા પર આવીને બેસતી હશે."
The End