ટેકનોલોજીના હૃદયમાં
Copyright ©<2026>
All Rights Reserved.
This book has been self-published with all reasonable efforts taken to make the material error-free by the author. No part of this book shall be used, reproduced in any manner whatsoever without written permission from the author, except in the case of brief quotations embodied in critical articles and reviews.
The Author of this book is solely responsible and liable for its content including but not limited to the views, representations, descriptions, statements, information, opinions and references [“ટેક્નોલોજીના હૃદયમાં”]. The Content of this book shall not constitute or be construed or deemed to reflect the opinion or expression of the Publisher or Editor. Neither the Publisher nor Editor endorse or approve the Content of this book or guarantee the reliability, accuracy or completeness of the Content published herein and do not make any representations or warranties of any kind, express or implied, including but not limited to the implied warranties of merchantability, fitness for a particular purpose. The Publisher and Editor shall not be liable whatsoever for any errors, omissions, whether such errors or omissions result from negligence, accident, or any other cause or claims for loss or damages of any kind, including without limitation, indirect or consequential loss or damage arising out of use, inability to use, or about the reliability, accuracy or sufficiency of the information contained in this book.
ટેક્નોલોજી બદલાય છે, પણ લાગણીઓ અડગ રહે છે — એ વિચારથી આ પુસ્તકની શરૂઆત થઈ.
મને આ વિચારને શબ્દોમાં ઉતારવામાં મદદ કરનાર દરેક વ્યક્તિનો હું આભાર માનું છું.
આ પુસ્તક મારા માટે શીખવાની પ્રક્રિયા હતી — કે મશીનની દુનિયામાં પણ માનવ હૃદયનું ધબકારા મહત્વના છે.
— કોમલ લાખાણી
Contects
● એકલતા VS ટેકનોલોજી
● સાચો પ્રેમ vs આર્ટિફિશિયલ લાગણીઓ
● આધુનિક સમાજની વર્ચ્યુઅલ દુનિયા
● માનવ સંબંધોની ઊંડાણભરી કિંમત
● શું મશીન સાચો પ્રેમ આપી શકે ?
Ch 1 એકલતા Vs ટેકનોલોજી
માનવ જીવનમાં એકલતા ક્યારેય નવી નથી. પ્રાચીન યુગમાં સંત તપસ્વી પણ એકલતા અનુભવતા પણ ત્યારે તેને એકલતા આત્મજ્ઞાન તરફ દોરી જતી સમય જતા એકલતા માણસને નવીન કલા પ્રવૃત્તિ વ્યવસાય વગેરે તરફ દોરી ગઈ. જ્યારે આજના આધુનિક જમાનામાં એકલતા એક બોજ બની ગઈ છે તથા આધુનિક યુગ એટલે ટેકનોલોજીનો યુગ .જેમાં ઘરે ઘરે દરેક વ્યક્તિ પાસે પર્સનલ મોબાઇલ છે. ઘરમાં ભીડ છે પણ મન ક્યાંય ભળેલા નથી. instagram, facebook ,twitter બધી એપ્સ માં હજારો લાખો ફોલોવર છે પણ અંદરથી એકલતા છે.
આ ટેકનોલોજીના દાયકામાં ટેકનોલોજી આપણી અંદર એટલી ઊંડી રીતે પ્રવેશી ગઈ છે કે માણસ એકલો હોવા છતાં એકલો લાગે નહીં અથવા એમ કહીએ કે ટેકનોલોજી આપણને એકલા રહેવા દેતી નથી. આ 21મી સદીમાં ટેકનોલોજી એ માનવના જીવન જીવવાની દિશા બદલી નાખી છે. સોશિયલ મીડિયા ,ઓટીટી પ્લેટફોર્મ્સ , ગેમિંગ , ai આ બધું આપણને કંપની આપે છે પણ શું એ આપણા હૃદયની ખાલી જગ્યા ભરી શકે ?
એકલતા એ માત્ર સમય પસાર કરવાનો અભાવ નથી પણ હૃદયમાં જોડાણ ની ઉણપ છે. ટેકનોલોજી આ ખાલી જગ્યા થોડા સમય માટે ભરે છે પણ અંતે માણસને ફરી એકલતાનો અનુભવ થાય છે.
સોશિયલ મીડિયા માટે ગાંડો થયેલો માણસ
● જીવનનું માત્ર Edited વર્ઝન જ બતાવીએ છીએ.
● સારા કપડા પહેરી વિડિયો ફોટા મુકવા
● લાઇક્સ કોમેન્ટ્સ મળે છે.
● એ ચેટ બોક્સ આપણને કંપની આપે છે.
આજના જમાનામાં સોશિયલ મીડિયા જીવન જરૂરિયાતમાં એવી રીતે વર્ણાઈ ગયું છે કે જાણે રોટી કપડા મકાન . માણસ સોશિયલ મીડિયા માટે એટલું ગાંડો થયેલ છે કે કોઈને એમાં Account નથી કે નથી વાપરતો તો એને માણસ વિચિત્ર કે ગાંડો ગણે છે .ઘણા માણસો એવા પણ હોય છે જે સોશિયલ મીડિયા નો ઉપયોગ ફક્ત સમાચાર જોવા માટે કરે છે તો ઘણા એવા પણ હોય છે કે તેઓ જે નવરા બેઠા નથી કે આખો દિવસ વિડીયો સ્ક્રોલ અને પોસ્ટ . આ સોશિયલ મીડિયા ઘણા લોકોને કમાણી અને માન સન્માન તથા નામના આપે છે પણ શું ક્યારેય આ વસ્તુ નહીં હોય તો કમાણી કેવી રીતે થશે સોશિયલ મીડિયા વગર એ કોઈ વિચાર્યું?
આજે આ વસ્તુ દરેક નાના મોટા માણસના મગજમાં એવી રીતે વર્ણાઈ ગઈ છે કે સોશિયલ મીડિયામાં અંગત ફોટા પરિવાર મિત્ર સાથે નીપળો ના મૂકો તો વિચિત્ર અને તમને નીચા પડે એવું વર્તન કરે છે પણ હકીકત આ કેટલું યોગ્ય છે?
સામાન્ય સામાન્ય માણસ કે જેના ઘરમાં ખાવા પીવાના કે કપડાં લેવાના પણ પૂરતા પૈસા નથી તેના ઘરમાં પણ બે બે ફોન જોવા મળે. 10 થી 15 વર્ષનું બાળક ભણવાથી વધારે સોશિયલ મીડિયામાં ધ્યાન આપે છે .ખાસ કરીને કોવિડ 90 પછી સોશિયલ મીડિયા એટલું બધું વધ્યું છે કે માણસ ભૂખ્યો રહી શકે પણ મોબાઇલ વગર નહીં! અને દોઢથી બે વર્ષનું બાળક મોબાઈલ વગર જમતું નથી. ડોક્ટર અને નિષ્ણાંત ની સલાહ હોય છે કે બે વર્ષ પૂરા થાય પછી તેને મોબાઈલ આપો ત્યાં સુધી ટીવી, મોબાઇલ કશું નહીં. જ્યારે 15 વર્ષ પહેલાં બાળક જ્યારે 14 15 વર્ષનું થાતું ત્યારે એને મોબાઈલ મળતો એ પણ મા-બાપને દેખરેખ માં અને આજે દસ વર્ષના બાળક મળશે પણ પર્સનલ ફોન હોય છે.
સારા ફોટા વિડિયો મૂકી લાઈક કોમેન્ટ મેળવી કમાણી થઈ છે વાહ ભાઈ થાય છે સ્ટેટસ લાગે છે પણ તમારી માંદગીમાં વગર પોસ્ટ વિડીયો કેટલા લોકો તમારી ખબર કાઢવા આવ્યા?. વગર બર્થ ડે સ્ટોરી કેટલા લોકોએ તમને વિશ કર્યું ?
AI ચેટ બોક્સ જોડે વાતો કરીને સમય પસાર થાય છે પણ એક જ ઘરમાં ચારથી પાંચ વ્યક્તિઓ બેઠેલી છે ને બધા વ્યક્તિ પાસે પોત પોતાનો ફોન છે અને સામે બેઠેલા મનની વાત કોઈને ખ્યાલ નથી.
ટેકનોલોજી અને સોશિયલ મીડિયા સદુપયોગ માટે બનાવવામાં આવેલ જ્યારે આજે સદુપયોગથી વધારે તો દુરુપયોગ જોવા મળે છે સો ટકા ટેકનોલોજી સરળ બનાવી છે પણ એને દુરુપયોગથી જીવનમાં ભંગાણ પણ થયું છે.
ઉદાહરણ : ઓફિસે ગયેલો યુવાન થાકીને ઘરે આવ્યો . ઘર માં શાંતિ હતી મમ્મી પપ્પા ગામડે, મિત્રો પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ. ફ્રેશ થઈ ફોન હાથ માં લીધો વાતો કરી રીપ્લાય આપ્યા , દરરોજ નું રૂટીન થાકીને સૂઈ જવાનું પણ અંદરથી એકલતા પણ કોઈ છે જ નહીં કે દિલની વાતો કરી શકે.
ટૂંકમાં હકીકત એ છે કે
● સોશિયલ મીડિયા ની હસ્તી તસવીરો જોઈ અંદરથી લોકો તૂટી રહ્યા છે બીજાને જોઈ દેખાડો કરતા ને બળતરા કરતા થયા છે.
● લાખો followers છે પણ કોઈના ખંભે રડવાવાળું કોઈ નથી.
● AI ચેટ લાગણી આપે ટૂંક સમયની પણ એકલતા દૂર ન કરી શકે.
એકલતાનો ઉકેલ ટેકનોલોજી નથી પણ સાચા માનવીય સંબંધો છે.
Chapter 2 : સાચો પ્રેમ vs આર્ટિફિશિયલ લાગણીઓ
પ્રેમ એ માનવીય અસ્તિત્વનું કેન્દ્ર છે . હજી સુધી પ્રેમ હંમેશા દિલથી અનુભવતો રહ્યો છે જે સુંદરતા સાથે અપૂર્ણ છે ,માનવીય ભૂલોથી ભરેલો છે પણ આજના ટેકનોલોજી યુગમાં એક નવો વિકલ્પ ઉભો થયો છે વર્ચ્યુઅલ લાગણીઓ જે મૂળ લાગણી નથી પણ એની નકલ છે.
આજની દુનિયામાં ઘણા લોકો વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ એટલે કે એઆઈ ચેટબોક્સ જોડે વાતચીત કરે છે એ સોફ્ટવેર આપણા દરેક શબ્દને સમજે છે અને જવાબ આપે છે પણ ક્યારેક ગુસ્સો નથી કરતો પણ સાચા પ્રેમની ઓળખ એ છે કે તેમાં અપૂર્ણતા છે.
■ ક્યારેક ઝઘડા થાય છે
■ ક્યારેક ગેરસમજ થાય છે
■ ક્યારેક ત્યાગ કરવો પડે છે
સોફ્ટવેર ના વર્ચ્યુઅલ પાર્ટનર ક્યારે ગુસ્સો નહીં કરે કે ક્યારેય દુઃખી નહીં કરે કેમ કે એ માણસને ખુશ કરવા પ્રોગ્રામિંગ કરેલું છે.
પણ શું જીવનમાં માત્ર આટલું કમ્ફર પૂરતું છે?
સાચો પ્રેમ શું છે?
● આપણો વિકાસ કરાવે છે
● આપણી ભૂલો બતાવે છે
● આપણને ધીરજ રાખતા શીખવે છે
● આપણી નિષ્ઠાની કસોટી લે છે
પહેલાના જમાનામાં જ્યારે ટેકનોલોજી ન હતી ત્યારે માણસની લાગણીઓ પત્ર વ્યવહાર, મુલાકાત, મહેમાનગતિ વગેરેથી અંકાતી . જ્યારે આજના ટેકનોલોજી યુગમાં એક સેકન્ડમાં ખબર અંતર મળી જાય છતાં પણ માણસ આર્ટિફિશિયલ લાગણીઓ તરફ દોડે છે એ જોઈને એક સવાલ થાય છે કે માણસને સાચો પ્રેમ જોઈએ કે પરફેક્ટ લાગણીઓની વર્ચ્યુઅલ નકલ?
માણસને પ્રેમ જોઈએ કે પરફેક્ટ લાગણીઓ ની વર્ચ્યુઅલ નકલ?
સાચો પ્રેમ અને પરફેક્ટ વર્ચ્યુઅલ લાગણીઓ બંને વચ્ચે તફાવત એટલો જ કે સાચી જિંદગી અને ફિલ્મીસીન.
સાચો પ્રેમ હંમેશા અપૂર્ણ હોય છે . ખામી , મતભેદ , સુખ દુઃખ બધું જ ભરેલું હોય છે પણ એ જ ખામી અને મુશ્કેલીઓ માણસને જોડે છે. સમજે છે ,લાગણી રચે છે જે આશુ ,ખુશી ,માફી અને સમજણ નો સંગમ છે.
પરફેક્ટ વર્ચ્યુઅલ લાગણીઓમાં ખામી, દુ: ખ ,ગેરસમજ કશું જ નથી. બધું આઈડીયલ&સ્મુધ પણ એ માનવીય ગરમી નથી. એ એક સોફ્ટવેરનો પ્રોગ્રામિંગ સ્ક્રિપટેડ રિસ્પોન્સ છે જે ફક્ત લાગણી નું પ્રતિબિંબ આપે મૂળ લાગણી નહીં.
AI જનરેટેડ લાગણી શું આપે?
● દુઃખી છો તરત Console કરશે
● ખુશ છો તરત જ પરફેક્ટ સેલિબ્રિશન કરશે
● ક્યારે મતભેદ નહીં ક્યારેય ઝઘડો નહી
● ચેતનને comfort આપે પરંતુ ગ્રોથ નહીં.
સાચો પ્રેમ એવો છે જેમ ઘરમાં બનાવેલો ખોરાક ક્યારેક મીઠું વધારે ,ક્યારેક મસાલા ઓછા પણ પ્રેમથી ભરપૂર અને જ્યારે વર્ચ્યુઅલ લાગણી એટલે પેકેટ માંથી નીકળતા ઇન્સ્ટન્ટ નુડલ્સ પરફેક્ટ ટેસ્ટ એન્ડ શેપ.
ઉદાહરણ: હાલમાં એક મૂવી “ નિકિતા રોય” કરી આવ્યું એ મુવીમાં એવો સીન છે કે નિકિતાના ભાઈના મૃત્યુ પર એના ભાઈનો ભાઈબંધ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી મૂકે છે કે મને બહું દુઃખ થયું આ તે જે બતાવે છે કે માણસ વાસ્તવિકતામાંથી નીકળીને વર્ચુલ તરફ કેટલો આગળ વધ્યો છે?(Not promotion but by personal experience)
એટલે અંતે પ્રશ્ન એ છે કે માણસ એ ફેક વસ્તુ માંથી બહાર નીકળી કેટલી હકીકત સહન કરવા તૈયાર છે ? અને જો માણસ હકીકત નહીં સ્વીકારી શકે તો ધીમે ધીમે સાચા સંબંધોની કદર ઓછી થઈ જશે.
ટૂંકમાં હકીકત એ છે કે
આર્ટિફિશિયલ લાગણીઓ એટલે flawless,predictable,comforting
સાચો પ્રેમ એટલે flawed, unpredictable but deeply meaningful
મશીન આપણને સમજ આપી શકે પણ હૃદયના ધબકારા નથી આપી શકતું.
Chapter 3 : આધુનિક સમાજની વર્ચ્યુઅલ દુનિયા
આજનું સમાજ બે દુનિયામાં વહેંચાયેલું છે
1. Real world : પરિવાર મિત્રો અને સમાજ
2. વર્ચ્યુઅલ world : social media, followers, online gaming,AI
ઘણા લોકો આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં એટલા ખોવાઈ જાય છે કે હકીકતમાં લોકો સાથે વાતચીત કરવાની સમજ શક્તિ ગુમાવી દે છે .આ વર્ચ્યુઅલ કમ્ફર્ટ ઝોન માનસિક સ્વાસ્થ્ય ને ખાઈ જાય છે કે માણસ introvert , anxious, emotionally weak બની જાય છે પણ માણસનું હૃદય અસલી એમ પરફેક્ટ સંબંધોમાં જ સુખ શોધે છે.
આધુનિક સમાજમાં મોટાભાગનો સમય વર્ચ્યુઅલ દુનિયામાં વીતે છે. કામ માટે ઝૂમ જેવી મીટીંગ એપ્સ ,મનોરંજન માટે ઓટીટી ,મિત્રતા માટે instagram facebook જેના લીધે ધીમે ધીમે રિયાલિટી અને virtuality વચ્ચેનો ભેદ ખોવાઈ ગયો છે .સાચી દુનિયાની અપુર્ણતા સામે વર્ચ્યુઅલ દુનિયા વધુ આકર્ષક લાગે છે તો પ્રશ્ન એ છે કે શું આપણે હકીકત છોડી કાયમી વર્ચ્યુઅલ તરફ જઈ રહ્યા છીએ?
શું આપણે હકીકત છોડીને કાયમી વર્ચ્યુઅલ જીવન તરફ જઈ રહ્યા છીએ?
જો આપણે આજની દિશા પર નજર કરીએ તો આપણે કાયમી વર્ચ્યુઅલ જીવન તરફ જઈ રહ્યા છીએ એ હકીકત છે .એવું લાગે છે કે આપણી ઓનલાઈન અને ઓફલાઈન દુનિયા વચ્ચે સંતુલન ધીરે ધીરે બદલાઈ રહ્યું છે પણ તેને કાયમી બદલી ગણવી કે નહીં તે વધુ જટિલ છે.
1. શું ઈશારો છે?
કામ : Remote Job, ZOOM MEETING
મનોરંજન: OTT , Gaming
સંબંધો : મેસેજ, સ્ટોરી, પોસ્ટ
ખરીદી: E commerce app
આ બધા પરથી સ્પષ્ટ થાય છે કે જીવનનો મોટાભાગનો સમય સ્ક્રીન પર જ પસાર થાય છે.
2. શા માટે થાય છે?
સુવિધા : ઝડપથી કામ થાય છે
કાર્યક્ષમતા : ઘણા કામ ઓનલાઈન સસ્તા અને ઝડપી
ડિઝાઇન અને ટેકનોલોજી: અલગોરિધમ ઘરે બેઠા નિત નવીન આઈડિયા આપે છે
સોશિયલ પ્રેશર: ફિયર ઓફ મિસિંગ આઉટ
3. નુકસાન અને જોખમો
માનસિક સ્વાસ્થ્ય : Screen fatigue, Depression, Loneliness
ગુણવત્તાવાળા સંબંધો નો ઉછેર : રૂબરૂ વાતચીત, સ્પર્શ , સંવેદના ઓછી થઈ
વાસ્તવિક અનુભવોનો ભોગ : નાના મોટા પ્રસંગ , સાથે જમવું વગેરે ન થાય
સાચી ઓળખ માં અસંતુલન : online Identity અને offline Identity માં ફર્ક
સામાજિક અસરો : વ્યવહારિક સહકાર , સાંજ ની બેઠક
આ બધાથી એટલું સમજ્યા કે બધું ખરાબ નથી તે નવી સુવિધા, સમાનતા, તક બધુ આપે છે પણ આધાર આપણા પર છે કે આપણે કેટલું સમજદારીથી ઉપયોગ કરવો.
ઉદાહરણ : સાઉથ મુવી કોબાલી ( not promotion but by personal experience)
હવે સવાલ એ છે કે શું તે કાયમી થઈ જશે? જવાબ છે કદાચ હા અમુક વસ્તુ થઈ ગઈ છે અને થઈ પણ જશે આપણે ટેકનોલોજી સાથે સુસંગતતા કેળવી સમજદારીથી ઉપયોગ કરવો પડશે.
ટૂંકમાં હકીકત એ છે કે
હકીકતને સંપૂર્ણ ના છોડતા ઓનલાઈન અને ઓફલાઈન જીવન વચ્ચે ડિસ્ટન્સ રાખીને સુસંગતતા સાથે જીવન જીવીએ ટેકનોલોજીને સહાયક બનાવીએ જીવનનું સ્થાન નહીં.
Chapter 4 : માનવ સબંધોની ઊંડાણભરી કિંમત
માનવ સંબંધો એ જીવનનું ઓક્સિજન છે
● માતા પિતા નો નિસ્વાર્થ પ્રેમ
● ભાઈબંધ મિત્રોનો સાથ
● જીવનસાથી નો હાથ
● સંતાનો નું નિર્દોષ સ્મિત
વર્ચ્યુઅલ દુનિયા એ બધું જ નકલ કરી શકે પણ માનવ સ્પર્શ નહીં .રડીએ ત્યારે એ કહેશે “don't cry every thing will be fine “ અને આઈડિયા પણ આપી પણ એ મિત્રોનો ખંભો, જીવનસાથી નો પ્રેમ, મા બાપની હુંફ,બાળકનું વહાલ એ કાંઈ જ ના આપી શકે .
માનવસબંધોની મોટી સુંદરતા એ છે કે એ પરફેક્ટ નથી. પણ આ જ અપુર્ણતા સાચો જીવનનું સાર છે.
સાચા સંબંધમાં અવગણના , તૂટવું, દગો, દુઃખ વગેરે બધું રિસ્ક છે પણ એ પ્રેમને કીમતી બનાવે છે.
“ હું કોઈ પણ પરિસ્થિતિમાં તારી સાથે છું “આ માણસ કહી શકે પણ મશીન નહીં અને જો મશીન કહી પણ શકે તો પણ એ લાગણી હદયના ઊંડાણમાં ના પહોંચે કે ના એ સાંત્વના આપી શકે.
માનવ સંબંધ આપણને યાદ અપાવે છે કે આપણે ફક્ત વિચારતા નથી પણ હૃદયથી અનુભવીએ પણ છીએ જે સાચા સંબંધોનું પ્રતિબિંબ બની જાય છે.
AI અને માનવીય લાગણીઓ વચ્ચે ની સરહદો
લાગણી એટલે શું ? અનુભૂતિ , વ્યવહારિક પ્રતિક્રિયા આ બધું .AI એ કરી શકે છે પણ શું એ આપણા હૃદયના ઊંડાણમાં પહોંચી શકે ? કદાચ ના કેમ કે એ માણસ દ્વારા બોલાયેલા દિલથી શબ્દો હૃદય સુધી પહોંચી શકે મશીન દ્વારા નહીં .
AI ની પોતાની એક ક્ષમતા છે જે એની ક્ષમતા અનુસાર લાગણીઓની પ્રતિક્રિયા આપશે જોકે એને બનાવનાર પણ માણસ જ છે જેથી AI અને માનવ વચ્ચે સરહદ પણ બહુ ઓછી દેખાય.
હવે જો આ સરહદ ભાંગી જાય તો ?
જો આ સહહદ ભાંગી જાય તો એના ઘણા બધા કારણો હોઈ શકે જેમ કે માનવ જેવી વાતચીત જે અત્યાર સુધીની બધી વાતચીત પોતાની મેમરીમાં રાખે ,અવાજ અને ચહેરાના હાવ ભાવ પરથી આપણી છબી બનાવે.
અને જો આ બધી સરહદો ભાંગી જાય તો સૌથી મોટું જોખમ માણસની પ્રાઇવેસી.
તો હવે એ માટે આપણે શું કરવું જોઈએ?
● હકીકતના સંબંધો છોડી એ પણ ધ્યાન ન આપવું
● ચેક કરવું કે શું એનાથી રીયલ વર્ડમાં આપણો રસ ઘટી રહ્યો છે?
● શું એનાથી આપણા અંગત સંબંધોમાં આપણો રસ જતો રહ્યો છે કે ઓછો થયો છે?
સૌથી વધુ રસ પ્રશ્ન એ છે કે AI લાગણીઓની નકલ કરીને આપણને કેટલું ભ્રમિત કરી શકે છે?
આવા બધા પાસાને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય કરવો.
ટેકનોલોજી આપણું સહાયક સાધન છે આધાર નહીં અને સાચું સુખ માત્ર માનવીય સંબંધોમાં જ છે.
જીવનનું સત્ય એ છે કે નોટિફિકેશન્સ આપણને કંપની આપે છે conversion માણસનને જીવન આપે છે. મશીન આપણને સાંત્વના આપે છે પણ માણસ માણસને સ્પર્શ આપે છે.
Chapter 5 શું મશીન સાચો પ્રેમ આપી શકે?
મારો પહેલો સવાલ કે સાચો પ્રેમ એટલે શું?
મારા મત મુજબ સાચો પ્રેમ એટલે લાગણીથી ભરપૂર માણસ કે જેમાં સંવેદના, ત્યાગ ,સહાનુભૂતિ , સમર્પણ બધું હોય. અન્યને સમજાવવાની ક્ષમતા , તેના ભલાઈ માટે સાથ મા રહેવાની ક્ષમતા, દુઃખમાં સાથે ઉભું રહેવું વગેરે.
આ ધોરણની આધાર બનાવીને વિશ્લેષણ કરીએ તો કેટલાક તર્ક હા તરફ તો કેટલાક તર્ક ના તરફ લઈ જાય છે.
1. શા માટે મશીન થી સાચો પ્રેમ નહી?
● અનુભૂતિ નો અભાવ
માનવ પ્રેમમાં અનુભૂતિ નો સ્વાદ હોય છે સુખ દુઃખ આનંદ લાગણી મશીનો પાસે આ વસ્તુ હોતી નથી.
● ઈચ્છા અને આગ્રહ નો અભાવ
સાચા પ્રેમમાં જોડે જીવવાની ઈચ્છા હોય છે . એકબીજાને ખરાબ રસ્તે ના જવા દેવાનો આગ્રહ હોય છે . જ્યારે મશીન પાસે કદાચ ઈચ્છા હશે તો પણ એ પ્રોગ્રામ હશે ના કે લાગણી યુક્ત.
● મોરલ દ્રષ્ટિ.
જો મશીન પ્રેમ આપે તો એ માનવહિત જવાબદારી અને મહત્વની નૈતિક પરિસ્થિતિઓનો ઝોટો મૂકે તો એ સમસ્યા ઊભી થાય.
2. શા માટે ’આવૃતિ ’ એ શક્ય હોય શકે?
જો તમે પ્રેમ, વર્તન , સહાનુભૂતિ દેખાડવાની ક્ષમતા વગેરે મેળવો તો એડવાન્સ AI આવી શકે પણ સતત ધ્યાન, સમર્થન જે ખૂબ જ જટિલ છે અને માનવ હિત માટે નુકસાનકારક પણ કેમ કે લોકો મશીન પર જ નિર્બળ થાય તો સામાજિક કૌશલ્યો અને બંધારણ નબળા પડી શકે.
જો માણસ અને AI વચ્ચે પ્રેમ વિકસે તો?
જો માણસ અને AI વચ્ચે પ્રેમ વિકસે તો એનું ઉદાહરણ બોલવા કે લખવા કરતા એક મૂવી રોબોટ&રોબોટ ટુ જોવુ વધુ સારું રહેશે .જેને વર્ષો પહેલા જ અત્યારનું ભવિષ્ય બતાવી દઈ દીધું છે કે કેટલી ટેકનોલોજી વિકસાવી અને કેટલી ના વિકસાવી. (Not promotion but by personal experience)
🙏 Acknowledgement 🙏
I would like to express my heartfelt gratitude to everyone who has supported and inspired me in writing this book, “In the Heart of Technology.”
Special thanks to my parents and family, who have always encouraged me and believed in my dreams.
I am equally thankful to my teachers and friends for their constant guidance and motivation.
My sincere thanks to all my readers — your love and feedback make my writing journey more meaningful every day.
This book is the result of the inspiration I have received from all those who helped me see the warmth of human emotions within the world of technology.