ઈ.સ 1993: જ્યારે RDX એ ભારતની સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી દીધી! 💣
શું તમે જાણો છો કે 1993 ના બ્લાસ્ટ પાછળનું કાવતરું છેક પાકિસ્તાનથી ઘડાયું હતું? રાયગઢના દરિયાકિનારે 'ચાંદી' ના નામે ઉતરેલો 1,500 કિલો RDX અને AK-56 રાઈફલ્સનો એ જથ્થો ભારત માટે કાળ સાબિત થયો.
બપોરે 1:28 વાગ્યે દલાલ સ્ટ્રીટમાં થયેલો એ પહેલો ધડાકો અને પછી શરૂ થયેલું મોતનું તાંડવ. સેન્ચુરી બજાર હોય કે એર ઇન્ડિયા બિલ્ડિંગ, નિર્દોષ લોકોના લોહીથી મુંબઈની સડકો લાલ થઈ ગઈ હતી. પાણીપુરી વેચતા ગોકુલચંદથી લઈને ઓફિસ જતી રીટા ડેનિસ સુધી, 257 પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા.
1993 પહેલા ભારતમાં કોઈ RDX વિશે જાણતું નહોતું. પાકિસ્તાની ઓફિસરોએ આપેલી ટ્રેનિંગ અને મુંબઈના લોકલ ગુંડાઓના સાથથી થયેલો આ હુમલો આજે પણ દેશની સુરક્ષા માટે એક મોટો પાઠ છે.
ભારતમાં સોના-ચાંદીની દાણચોરી રોકવા
માટે જાપ્તો રાખતા DRI/ડાયરેક્ટરેટ ઓફ
રેવેન્યૂ ઇન્ટેલિજન્સને તેનાં ખુફિયા સૂત્રો
મારફત હંમેશ કરતાં સાવ જુદા ખબર
મળ્યા, જેમાં માહિતી પણ બહુ સ્પષ્ટ હતી.
જાન્યુઆરી ૨૧-૨૪, ૧૯૯૩ દરમ્યાન
સોના કે ચાંદીને બદલે સ્ફોટક બારૂદનું
તથા શસ્ત્રોનું મોટું કન્સાઇનમેન્ટ આવવાનું
હતું. ઘાતક સરંજામ પાકિસ્તાનથી ગુપ્તચર
સંસ્થા ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ
ISIના ઉપક્રમે રવાના કરાયો હતો, માટે
સરંજામનું ઉતરાણ ભારતના આશરે ૩,૦૦૦
કિલોમીટર લાંબા પશ્ચિમ દરિયાકિનારે
જ ક્યાંક થાય એ દેખીતી વાત હતી.
નવાઇ એ છે કે ખુફિયા સૂત્રો દ્વારા DRI
ને મળેલા ખબરમાં મહારાષ્ટ્રના રાયગઢ
જિલ્લાનો દરિયાકિનારો ટાંકવામાં આવ્યો
હતો. વળી એટલું જ નહિ, પણ ખબર
અનુસાર કન્સાઇનમેન્ટ રાયગઢના તટવર્તી
દિઘી અને શેખાડી ગામો વચ્ચેના કિનારે
આવવાનું હતું. ડિલિવરી લેનાર ખુદ એજન્ટને
માલ આવી રહ્યાની જાણકારી લગભગ
આખરી ઘડીએ અપાતી હોય ત્યારે રેવેન્યૂ
ઇન્ટેલિજન્સે આટલી પાકી બાતમી શી
રીતે મેળવી તે રહસ્ય હતું, જેનો ખુલાસો
કદી જાહેર થવાનો ન હતો.
ડિસેમ્બર, ૧૯૯૨માં બાબરી
મસ્જિદના ધ્વંસ પછી મુંબઇ, અમદાવાદ,
વારાણસી, જયપુર, હૈદરાબાદ, ગુલબર્ગા
વગેરે શહેરોમાં કોમી રમખાણો ફાટી
નીકળ્યાં હતાં. પાકિસ્તાનની ISI ગુપ્તચર
સંસ્થાએ ત્યારે મોકો ઝડપી આતંકવાદી
હુમલાનો એવો કારસો ઘડી કાઢ્યો કે જે
ભારતમાં કોમી પ્રત્યાઘાતમાં ખપી જાય
તેમ હતો અને પાક સંસ્થા ખુદ પડદા
ઓથે રહી શકે તેમ હતી. આ માટે તેણે
ભારતમાં કેટલાંક અંતિમવાદી તત્ત્વોને
સાધ્યાં, જેમને ઓટોટિક રાઇફલો તથા
બોમ્બ પહોંચતા કરવા ઉપરાંત એ શસ્ત્રો
વાપરવાની તાલીમ આપવાનો પણ પ્લાન
હતો. આતંકવાદી મિશનના લક્ષ્યાંક
તરીકે મુંબઇને પસંદ કરવામાં આવ્યું,
કેમ કે ભારતના તે આર્થિક પાટનગર
પરના હુમલાની ‘પબ્લિસિટી વેલ્યૂ’
ઘણી હતી. મુંબઇમાં કરાતા બોમ્બધડાકા
જગતભરમાં ગાજ્યા વગર રહે નહિ.
પાકિસ્તાનનો આશય બોમ્બધડાકાને
જવાબી કાર્યવાહી તરીકે ખપાવી તમામ
દેશોનું ધ્યાન બાબરીધ્વંસના બનાવ પ્રત્યે
ખેંચવાનો હતો.
ઇસ્લામાબાદમાં હેડક્વાર્ટર
ધરાવતી ISI ઇન્ટર-સર્વિસિસ
ઇન્ટેલિજન્સે ઓપરેશન
હાથ ધરવાનું નક્કી કર્યા
પછી બે મુખ્ય પ્રશ્નો નજ૨
સામે આવ્યા. મુંબઇ સુધી
શસ્ત્રસરંજામ અને બોમ્બ
માટેનો બારૂદ સહીસલામત
રીતે કેમ પહોંચાડવો
એ પહેલો સવાલ હતો.
સોનાની તથા ચાંદીની
દાણચોરી મોટા પાયે થતી
હોવાને લીધે કિનારા પાસે
કસ્ટમખાતાની ચોકિયાત
બોટનો અને કિનારા પર
મુંબઇ તરફના રસ્તે દરેક
ચોકીએ પુલિસનો જાપ્તો
હતો, કારણ કે મુંબઇ
દાણચોરીના સોના-ચાંદીનું
મુખ્ય બજાર હતું. બીજો
સવાલ મુંબઇના સ્થાનિક
મળતિયાઓને અદ્યતન
શસ્ત્રો તેમજ અટપટી
રચનાવાળા બોમ્બ સાથે
કામ પાડવાની તાલીમનું
દૂરદરાજના એકાંત સ્થળે
આયોજન કરવાનો હતો.
જિંદગીમાં અગાઉ કદી
જોયાં કે જાણ્યાં પણ ન હોય
એવાં શસ્ત્રો તથા બોમ્બ
તેમણે વાપરવાનાં હતાં,
પહેલાં તો શસ્ત્રસરંજામ ભારતના
પશ્ચિમ કાંઠે ગુપચુપ રીતે કયા સ્થળે
પહોંચાડવો એ નક્કી કરવાનું જરૂરી
બન્યું. સોનાની અને ચાંદીની મોટા
ભાગની ગેરકાયદે આયાત મુંબઇની
દક્ષિણે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના
કાંઠે થતી હતી. કોંકણ પ્રદેશના ગણાતા
એ કિનારે તસ્કરીનો માલ ઉતારવા જુદા
જુદા અંતરે પૂર્વનિર્ધારિત landing points
હતાં. મોટા ગજાના એજન્ટો આવાં
સ્થળોના ઠેકેદારો હતા. ધાઉ
પ્રકારનું ખાસ બાંધણીનું જે પણ આરબ
વહાણ સોનાની લગડીઓ કે ચાંદીની
પાટો સાથે આવે તે કાંઠા નજીક ખુલ્લા
દરિયામાં રોકાય અને ત્યાંનો ઠેકેદાર
એજન્ટ પોતાની બોટને સામી મોકલી
દાણચોરીનો માલ કિનારે મંગાવી લે.
તસ્કરીની આવી કાર્યવાહીમાં ભારોભાર
ગુપ્તતા જાળવવામાં આવતી હતી.
કયો અને કેટલો માલ કયા landing
point પર ક્યારે આવવાનો છે તે ખુદ
એજન્ટને પણ છેવટના કલાકો પહેલાં
ખબર હોય નહિ. જાસૂસી આલમ જેવી
ગુપ્તતા જરૂરી પણ હતી.
કસ્ટમખાતાના બાતમીદારો
હંમેશાં ટાંપી રહ્યા હોય,
કારણ કે દાણચોરીનો જે
માલ તેમના દ્વારા પ્રાપ્ત
થયેલી બાતમીના આધારે
પકડાય તેના મૂલ્યની ૨૦%
૨કમ તેમને ઇનામ તરીકે
અપાતી હતી.
ઉતરાણ માટે એકંદરે
સલામત ગણાતી જગ્યાઓ
પૈકી વધુ પસંદ કરાતાં બે
સ્થળો રાયગઢ જિલ્લામાં
શેખાડી અને દિઘી હતાં.
અસલમાં તે ગામો હતાં.
બેયના કિનારા રેતાળને બદલે ખડકાળ, એટલે
દાણચોરીનો માલ ઉતારવા
માટે બહુ અનુકૂળ ન
હતા. બીજી તરફ એ જ
કારણસર તેઓ સલામત
હતા. જાન્યુઆરી, ૧૯૯૩
દરમ્યાન તે સ્થળોના
એજન્ટને કહેવામાં આવ્યું
કે જાન્યુઆરીના અંતે કે
ફેબ્રુઆરીના આરંભે સોના-
ચાંદીને બદલે અમુક
કેમિકલ્સનાં ખોખાં ધરાવતું
વહાણ રાયગઢના કિનારે પહોંચવાનું
હતું. આ ખોખાં તેણે ઉતારી લેવાનાં હતાં.
દરમ્યાન પૂરેપૂરી ચુપકીદી જાળવવાની
હતી. મિશન ગુપ્ત હતું.
આ છેલ્લી તાકીદ જો કે વ્યર્થ હતી.
ભારતના DRI/ડાયરેક્ટરેટ ઓફ રેવેન્યૂ
ઇન્ટેલિજન્સને ષડ્યત્ર અંગેનો જાસૂસી
રિપોર્ટ મળી ચૂક્યો હતો. સંસ્થાના
નિયામક એસ. પી. એસ. પુન્દિરે તેમના
નાયબ અધિકારી વી. એમ. દેવલેકરને
તથા અલીબાગ પુલિસના સુપ્રિન્ટેન્ડન્ટ
ટી. એસ. ભાલને સતર્ક કર્યા, કારણ કે
દિઘી અને શેખાડી વચ્ચેનો સાગરકિનારો
અલીબાગના પુલિસક્ષેત્રમાં આવતો હતો.
ઇન્ટેલિજન્સ બ્યુરો IB નામની ભારતીય
ગુપ્તચર સંસ્થાએ પણ જાન્યુઆરી ૨૫,
૧૯૯૩ના રોજ કસ્ટમખાતાને ‘એલર્ટ’નો
સંદેશો મોકલ્યો કે આગામી પંદર-વીસ
દિવસોમાં ક્યારેક દારૂગોળાનો તથા
શસ્ત્રોનો મોટો જથ્થો રાત્રિના સમયે
રાયગઢના કિનારે પહોંચાડાય એવી
વકી હતી. રાયગઢના જિલ્લા કલેક્ટર
એસ. કે. ભારદ્વાજને પણ એ જ દિવસે
બાતમી મળી કે પાકિસ્તાનની ISI દ્વારા
પુષ્કળ શસ્ત્રો જિલ્લા તરફ રવાના
કરાયાં હતાં. કલેક્ટરે પુલિસ, કસ્ટમ
અને નૌકાદળ એમ ત્રણેયના સ્થાનિક
અધિકારીઓને ચેતવી દીધા. ભારતનું
જાસૂસી નેટવર્ક આટલું કાર્યક્ષમ હોય તે
માની શકાય નહિ. આ મામલામાં જો
કે હતું. એક જ બાબતે કમી રહી જવા
પામી હતી. ઉતરાણનું સ્થળ રાયગઢનું શેખાડી હોવાનો એકેય બાતમીમાં સ્પષ્ટપણે ઉલ્લેખ ન હતો.
પરિણામે અનેક કિલોમીટર લાંબા
કિનારે પહેરો ક્યાં
ગોઠવવો એ સમસ્યા
હતી. ફક્ત land-
ing point અંગેની
જાણકારીનો અભાવ
છેવટે ભારતીય
સત્તાવાળાઓનો
બધો ખેલ બગાડી
નાખવાનો હતો.
ભારતના પક્ષે
ખેલ બગાડવાનો
દિવસ ફેબ્રુઆરી
૩, ૧૯૯૩નો હતો. અલીબાગની
બિગ સ્પ્લેશ નામની
હોટલમાં રોકાયેલા
૧૭ આતંકખોરોને
મિશનનો આરંભ
થયાનો સંકેત મળતાં
બપોરે ૪:૦૦ વાગ્યે
તેઓ જુદી જુદી
મોટરોમાં શેખાડી
જવા નીકળ્યા.
દરિયાકિનારાની
સમાંતર બંધાયેલો કોંકણમાર્ગ બન્ને
તરફનાં વૃક્ષોને લીધે મનોહર દેખાવનો
હતો. ચાર કલાક હંકારીને રાત્રે ૮:૦૦
વાગ્યે તેઓ શેખાડી પહોંચ્યા, જ્યાંના
એજન્ટે માલની હેરફેર માટે એન્જિનવાળી
બે નૌકાઓ તૈયાર રાખી હતી. દરેક નૌકા
ચાંદીની ૧૨૫ થી ૧૫૦ વજનદાર
પાટોનું વહન કરવાની ક્ષમતા ધરાવતી
હતી. કિનારા પાસે બે ટ્રક પણ દરિયા
તરફ પૂંઠ કરેલી સ્થિતિએ પાર્ક થયેલી
હતી. આ વખતે જુદા માલનાં ખોખાં
ઘણાં હતાં અને વજનમાં ભારે હતાં,
માટે તેમને ટ્રકમાં ચડાવવા માટે ગામના
ત્રીસેક જણને આકર્ષક મજૂરી ઠરાવીને
હાજર રખાયા હતા. ત્રીસેક જણા
એટલે શેખાડીમાં વસતા પુખ્ત વયના
અડધોઅડધ રહીશો, કારણ કે ગામ માંડ
અઢી ડઝન કાચાં ઘરોનું હતું. રાત્રિના
અંધકારમાં લગભગ ૧૧:૦૦ વાગ્યે
ફક્ત એન્જિનના ક્રમશઃ વધતા અવાજ
વડે પોતાના આગમનની જાણકારી
આપતી નાની મોટરબોટ શેખાડીના
કાંઠે આવી, જેના ચાલકે આતંકવાદી
જૂથના આગેવાનને પૂછ્યું : ‘તમે લોકો
મુંબઇથી આવ્યા છો ?’ પ્રત્યુત્તર હકારમાં
મળ્યા પછી તેણે હાથ લંબાવી વારાફરતી
પાંચ-છ જણાને મોટરબોટ પર ખેંચી
લીધા. કિનારાથી થોડા કિલોમીટર છેટે
થોભેલી મોટા કદની સ્પીડબોટ તરફ જવા
મોટરબોટના એ ચાલકે મોરો વાળ્યો.
શેખાડીના એજન્ટની બે નૌકાઓ પણ
ખુલ્લા સમુદ્રની દિશામાં આગળ વધી.
મોતનો ખતરનાક સામાન લાવેલી
સ્પીડબોટમાં લગભગ ૮૦ ખોખાં હતાં,
જેમના ફરતે કંતાન સીવી લેવામાં આવ્યું
હતું. દરેક ખોખું સારું એવું ભારે હતું,
એટલે બધાં બોક્સને મોટરબોટમાં અને
નૌકાઓમાં ટ્રાન્સફર કરવાનું કામ વીસેક
મિનિટ ચાલ્યું. કિનારા પર આતંકખોરોએ
તેમને મોટા ઝૂંપડામાં ખડક્યાં, જ્યાં બે
જણાએ કુતૂહલવશ પહેલું ખોખું આસ્તે
રહીને ખોલ્યું. અંદરનાં શસ્ત્રોએ તેમને
ઘડીભર દિગ્મૂઢ બનાવી દીધા. ટોળકીના
આગેવાને ફોડ પાડ્યો કે ભારેખમ પાર્સલ
AK-56 રાઇફલોનું અને હેન્ડ ગ્રેનેડનું
હતું. કસ્ટમખાતાના સશસ્ત્ર અધિકારીઓ
કે પુલિસ અફસરો મુંબઇ તરફના માર્ગમાં
રખે ક્યાંક નાકાબંધી કરે તો પિન કાઢીને
હેન્ડ ગ્રેનેડ તેમની સામે ફેંકવાની હતી
અથવા તો AK-56 રાઇફલ વડે તેમને
વીંધી નાખવાના હતા. રાઇફલ અને
ગ્રેનેડ ઉપરાંત ઓટોમેટિક પિસ્તોલ,
કારતૂસો તથા ડિટોનેટર સહિતનાં
અનેક શસ્ત્રો ભરેલાં આશરે ૩૦ ખોખાં
હતાં. બાકીનાં ૫૦ ખોખાંમાં ક્યાંય વધુ
ખતરનાક એવો RDX બારૂદ હતો.
પ્રત્યેક ખોખું લગભગ ત્રીસ કિલોગ્રામનું,
માટે દેખાવે કાળાશ પડતો અને બંધારણે
ઘટ્ટ લૂગદી જેવો RDX કુલ મળીને
૧,પ૦૦ કિલોગ્રામ જેટલો હતો.
આ બધો શસ્ત્રસરંજામ બે
ટ્રકમાં ચડાવ્યા બાદ આતંકી હુમલાના
સાજિશકારો ચાર કમાન્ડર જીપ તથા એક
મારુતિ વેન સાથે રાયગઢના વસ્તીરહિત
પહાડી વિસ્તાર તરફ હંકાર્યા. પશ્ચિમ
ઘાટના એવા નિર્જન પ્રદેશ તરફ કે
જ્યાં એકાદ રડ્યુંખડ્યું ગામ પણ નહિ.
ટેલિકમ્યૂનિકેશનના માઇક્રોવેવ ટાવર
પાસે કાફલો અટક્યો. પૂર્વયોજના અનુસાર માલવાહક
ટેમ્પો વાહન ત્યાં મોજૂદ હતું. મુંબઇની
દિશાના રસ્તે ચેક પોસ્ટ પર સામાન્ય રીતે
ટ્રકને તપાસ માટે રોકવામાં આવતી હતી.
ટેમ્પો, જીપગાડી અને મોટરકાર જેવાં
નાનાં વાહનોનું ચેકિંગ કરાતું ન હતું.આથી RDXનાં ખોખાં ટેમ્પોમાં ખડકી દેવાયાં અને રાઇફલ, પિસ્તોલ, કારતૂસો
તથા ગ્રેનેડ ચાર કમાન્ડર જીપગાડીના
નકલી તળિયા વડે બનાવેલા ખાનાની
અંદર સંતાડી દેવામાં આવ્યા. શસ્ત્રોનાં
ખાલી થયેલાં ખોખાં ટાવરની પાછળ
સહેજ દૂર બાળી નાખવામાં આવ્યાં.
એક તરફ રાયગઢના કિનારે
પુલિસના તથા કસ્ટમના અધિકારીઓ
દ્વારા તપાસ ચાલુ રહી અને બીજી તરફ
આતંકનો સરંજામ વિના વિઘ્ને મુંબઇ
પહોંચ્યો, જ્યાં સાજિશકારોએ બે જુદાં
સ્થળોએ તેને સંતાડી દીધો.
સરંજામમાં વધુ ખતરનાક શસ્ત્રો
હોય તો તે AK-56 એસોલ્ટ રાઇફલ
તથા બોમ્બ માટેનો RDX બારૂદ
મુંબઇને લક્ષ્યાંક તરીકે પસંદ
કરનાર આતંકવાદી જૂથે પાકિસ્તાન દ્વારા
[મળેલી AK-56 કટોકટીના સંજોગોમાં
જ પ્રતિકાર માટે વાપરવાની હતી. આ
જૂથના શસ્ત્રાગારનો મુખ્ય પદાર્થ RDX
પ્રકારનો ખાસ્સા દોઢ ટન જેટલો અત્યંત
સ્ફોટક બારૂદ હતો. ભારતમાં અગાઉ
ત્રાસવાદીઓ એમોનિયમ નાઇટ્રેટના
દેશી બોમ્બ વડે ઉત્પાત મચાવી ચૂક્યા
હતા, પણ કદી RDX નો ઉપયોગ કરાયો
ન હતો. ત્રાસવાદીઓના છૂટપૂટ જૂથને
લશ્કરી વપરાશ માટેનો એ દારૂગોળો
ક્યાંય મળે પણ નહિ. પહેલીવારના
ઉપયોગ માટે તે પાકિસ્તાનની ISI દ્વારા
તે ઉપલબ્ધ બન્યો હતો અને દોઢ મેટ્રિક
ટનનો (૧,૫૦૦ કિલોગ્રામનો) પુરવઠો
જોતાં ઉપયોગ બહુ મોટા પાયે થાય એ
નક્કી હતું.
બીજા વિશ્વયુદ્ધના અરસા
દરમ્યાન શોધાયેલા RDX નું પૂરું નામ Research Department Explosive છે.
પાકિસ્તાનની ISIના પ્રતાપે ભારતમાં RDX નામ
પહેલીવાર ગાજવાનું હતું. મુંબઇના
અમુક કમનસીબ રહીશો માટે અકાળ
મોત આડે થોડા જ દિવસો બાકી હતા.
જિંદગીમાં પહેલીવાર જોવા મળેલાં
નવતર પ્રકારનાં શસ્ત્રો પ્રાપ્ત કર્યા પછી
તેમને વાપરવાની તાલીમ લેવાનું જરૂરી
હતું. પાકિસ્તાનની ISI/ઇન્ટર-સર્વિસિસ
ઇન્ટેલિજન્સે એ બાબતે પણ બંદોબસ્ત
કરી રાખ્યો હતો. આતંકખોરો પાંચ-
છના જૂથમાં વહેંચાયા અને ફેબ્રુઆરી
૧૧, ૧૯૯૩ના રોજ પહેલું જૂથ દુબઇ
પહોંચ્યું, જેના પછી બીજા અને ત્રીજા
જૂથનો વારો આવ્યો. હવે કુલ ૧૯ જણા
હતા. ભારતથી બારોબાર પાકિસ્તાન
જવાનો વિઝા સહેલાઇથી મળે નહિ
અને વળી દરેકેદરેકને મળે એવી ગેરન્ટી
નહિ. ઉપરાંત ભારતીય સત્તાવાળાઓના
ચોપડે ડાયરેક્ટ પ્રવાસની નોંધ થાય અને
ત્રાસવાદી હુમલા પછીની પુલિસ તપાસ
વખતે ષડ્યત્ર માં પાકિસ્તાનની સંડોવણી
ખુલ્લી પડે તે પોસાય તેમ ન હતું.
પાકિસ્તાનનું નામ ક્યાંય ન આવે તે
માટે ISI સંસ્થાએ દુબઇથી પાકિસ્તાનનો
વિઝા આપવાનું પણ ટાળી સૌને
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની
ઇસ્લામાબાદ જતી ફ્લાઇટ પકડવાની
છૂટ આપી. ઇસ્લામાબાદ એરપોર્ટ પર
ગુપ્તચર સંસ્થાની જીપગાડીઓ તેમને
ઉતારે પહોંચાડવા માટે મોજૂદ હતી.
તાલીમી કોર્સ પંદરેક દિવસનો
હતો. શરૂઆતમાં બધા સાજિશકારોને
એસોલ્ટ રાઇફલ AK-56 ના મુખ્ય
પાર્ટ્સ છૂટા પાડવાનું અને ફરી જોડવાનું
શીખવવામાં આવ્યું. રાઇફલ ૮૭.૫
સેન્ટિમીટર (૩૪.૫'') લાંબી હતી.
સરસામાનમાં તે વધુ જગ્યા ન રોકે એ
માટે તેને છૂટક ભાગોમાં વહેંચી શકાતી
હતી. દરેક જણે પોતપોતાને અપાયેલી
AK-56 ના પૂરજા એ રીતે અલગ પાડીને
પાછા ફીટ કરવાનો મહાવરો લીધો.
પાકિસ્તાની અફસરોએ તેમને માઉસર
બ્રાન્ડ ઓટોમેટિક પિસ્તોલની રચનાનો
પણ પરિચય કરાવ્યો. આ પ્રાથમિક
જાણકારી બાદ કેટલાક દિવસ ફાયરિંગની
પ્રેક્ટિસમાં વીત્યા. ઉપરાઉપરી બુલેટો
ઓકી કાઢતી AK-56 ના તડ ને ફડ
મિજાજે તાલીમાર્થીઓને પ્રભાવિત
કરી દીધા. આમનેસામનેના નજદીકી
મુકાબલા વખતે કામ લાગતી માઉસર
પિસ્તોલ પણ તેમણે વાપરેલાં બીજાં
મોડલો કરતાં વધુ મારકણી જણાતી હતી.
પાકિસ્તાની અફસરોએ રચનાની અને
કાર્યની સમજૂતી માટે રજૂ કરેલી હેન્ડ
ગ્રેનેડ બે જાતની હતી. એકની પિન કાઢી લીધા બાદ અમુક સેકન્ડે ધડાકો થતો હતો,
જ્યારે બીજીનો સહેજ બહાર ડોકાતો
તાર ખેંચવામાં આવ્યા પછી તે
સક્રિય થતી હતી. બેમાંથી ગમે તે
પ્રકારની રચના હોય, પણ સમાન રિઝલ્ટ
એ કે ગ્રેનેડ ફાટે ત્યારે ચોતરફ ફેંકાતા
સ્ટીલના ચણોઠી જેવડા સંખ્યાબંધ ‘છરા’
તેમના સપાટામાં આવતા માણસોના
શરીરને અનેક જખમો વડે લોહીલુહાણ
કરી દે. એકસામટો રક્તસ્ત્રાવ અંતે
જાનલેવા બને.
સૌથી જીવલેણ તો કણક જેવા
બંધારણનો RDX દારૂગોળો હતો. એક
પાકિસ્તાની અફસરે તેનું સેમ્પલ રજૂ કર્યા
બાદ તાલીમાર્થીઓને નાનકડું સાધન
બતાવીને કહ્યું : ‘આ વસ્તુ સામાન્ય
પેન્સિલ જેવી દેખાય છે, પણ વાસ્તવમાં
ડિટોનેટર છે. અમે તેને પેન્સિલ ટાઇમર
કહીએ છીએ. લાલ પેન્સિલને સક્રિય
બનાવ્યા પછી RDX નો બોમ્બ પંદર
મિનિટે ધડાકો કરે છે. સફેદ પેન્સિલ એક
કલાકે અને લીલી પેન્સિલ અઢી કલાકે
બોમ્બને દાગે છે.’
કોઇ પણ આકારમાં ઢાળી શકાતી
RDXની લૂગદી વડે બોમ્બ કેવી રીતે
બનાવવો તેનું ટેક્નિકલ લેસન દિવસો
સુધી ચાલ્યું. પ્રેક્ટિકલ
મહાવરો પણ મળે
એ માટે કેટલાક બોમ્બ સાજિશકારો પાસે
તૈયાર કરાવી ઇસ્લામાબાદથી લગભગ
૧૫૦ કિલોમીટર છેટે નિર્જન સ્થળે
દાગવામાં પણ આવ્યા. દરેક બોમ્બ માટે
પ્રમાણમાં ઓછો બારૂદ વપરાયા છતાં
દરેકનો ધડાકો જોરદાર હતો.
હાઇ-એક્સ્પ્લોઝિવ/HE તરીકે
વર્ગીકૃત થયેલો RDX યોગ્ય રચનાવાળા
પલીતા યાને ડિટોનેટર વગર ફાટતો
નથી. આ દારૂગોળાની સ્ફોટકશક્તિ
ઘણી, પરંતુ સેન્સિટિવિટી ઓછી હોય
છે. દબાણ કે પછડાટના હળવા આઘાતને
પણ તે સહી લે છે. અમુક હદે ગરમીને પણ ગણકારે
નહિ.
પાકિસ્તાનમાં તાલીમી
કોર્સની સમાપ્તિ પછી બધા
સાજિશકારો વાયા દુબઈ થતા
માર્ચ ૪, ૧૯૯૩ના રોજ મુંબઇ
પાછા ફર્યા. હવે મુખ્ય કામ
બોમ્બવિસ્ફોટો માટે લક્ષ્યાંકો
તરીકેનાં સ્થળો પસંદ કરવાનું
હતું અને ત્યાર બાદ એ સ્થળો
પર ટાઇમર પેન્સિલ (ડિટોનેટર)
સાથેના બોમ્બ ગુપચુપ રીતે
ગોઠવવાનું હતું. આ કામ હાથ
ધરતા પહેલા તેઓ ISI દ્વારા પાકી તાલીમ
મળ્યાનું પોતાના સંતોષ ખાતર ચકાસી
લેવા માગતા હતા. આથી તેમણે મુંબઇથી
દૂર ભોરઘાટના પહાડી સ્થળે હેન્ડ ગ્રેનેડ
તથા AK-56 વડે પ્રેક્ટિસ કરવામાં અમુક
સમય વીતાવ્યો. બોમ્બવિસ્ફોટો માટેનાં
સ્થળોનું લિસ્ટ ત્યાર બાદ પ્રત્યેક સ્થળનું
પ્રત્યક્ષ અવલોકન કરીને બનાવવામાં
આવ્યું. નિશ્ચિત તારીખે નિશ્ચિત સમયે
એવાં ડઝનેક સ્થળોએ બોમ્બ જે તે
આડશ પાછળ ગોઠવી દેવામાં આવ્યા.
અંતે ભારત પરના સૌથી મોટા ‘ટેરરિસ્ટ
અટેક’નું કાઉન્ટડાઉન પહેલાં કલાકોમાં
અને પછી મિનિટોમાં ગણાવા લાગ્યું.
તારીખ હતી માર્ચ ૧૨, ૧૯૯૩
અને દિવસ શુક્રવારનો હતો. ભારતના
આર્થિક પાટનગર ગણાતા મુંબઇનું
પોતાનું અર્થતંત્ર વિશેષ કરીને ફોર્ટ
વિસ્તાર પર કેંદ્રિત હતું. સૌથી
મોટો કારોબાર હોય તો રોજના
અબજો રૂપિયાના સોદા જ્યાં
પડતા એ દલાલ સ્ટ્રીટના BSE/
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો,
જેના માટે શુક્રવાર બદલા
ટ્રેડિંગનો દિવસ હતો. બહુમાળી
મકાનના પહેલા મજલે આશરે
૪,૦૦૦ જણાની ભીડ જામી
હતી. હંમેશના ધારા મુજબ
બપોરે ૧:૦૦ના સમયે એમ
સૂચવતો બેલ વાગ્યો કે ટ્રેડિંગ
માટે હવે અડધો કલાક બાકી
રહ્યો હતો, એટલે જેમણે
સોદામાં ભાગ ન લેવાનો હોય
તેઓ લન્ચ માટે બહાર જવા
મુક્ત હતા. ટ્રેડિંગની પૂર્ણાહૂતિ જાહેર
કરતો બીજો બેલ વાગવાનો સમય
૧:૩૦નો હતો.
સેન્ડવિચ, દિલ્લી ચાટ, પાઉં-ભાજી,
ઢોસા વગેરેની કતારબંધ લારીઓ
ધરાવતી દલાલ સ્ટ્રીટમાં ૧:૦૦ વાગ્યા
બાદ જનસંખ્યા સહેજે વધી જવા
પામી, કેમ કે બીજી ઓફિસોના પણ
અમુક કર્મચારી લન્ચ માટે બહાર
નીકળ્યા. અડધો કલાક પછી ૧:૩૦ બેલ
વાગે ત્યારે દલાલ સ્ટ્રીટમાં ઓર ભીડ
જામવાની હતી. સંજોગવશાત્ હંમેશ
મુજબનો તે ક્રમ માર્ચ ૧૨, ૧૯૯૩ના
એ શુક્રવારે જળવાયો નહિ.
બરાબર ૧:૨૮ના સમયે જે
અવાજ સંભળાયો તે શેરબજારના
બેલનો નહિ, પણ એકદમ નજદીકી
આકાશી વીજળીની પ્રચંડ ગર્જના જેવા
કર્ણભેદી ધડાકાનો હતો. દઝાડી મૂકતી
ગરમ હવાનો ઝંઝાવાત ફૂંકાયો અને
દલાલ સ્ટ્રીટનું રોજબરોજનું પરિચિત
દૃશ્ય અચાનક કલ્પી ન શકાય એવા
દોજખમાં રૂપાંતર પામ્યું. ટ્રેડિંગ વખતનું
ટેન્શન હળવું થયા પછી રસ્તા પરની
લારીઓ પાસે ખાણીપીણીમાં પરોવાયેલા
અમુક લોકોનાં અંગઉપાંગો વિસ્ફોટને લીધે વિચ્છેદ પામી અહીંતહીં ફેંકાયા,
છિન્નભિન્ન થયેલી લારીઓના ટુકડા
ખાદ્યસામગ્રી સહિત ઉછળીને ચોતરફ
દૂર સુધી વેરાયા.
ધડાકો શેરબજારના બેઝમેન્ટમાં
થયેલો, જ્યાંથી ધુમાડાનાં વાદળો નીકળી
રહ્યાં હતાં. ધડાકાએ ગ્રાઉન્ડ ફ્લોર પર
બેન્ક ઓફ બરોડાની શાખાને ફૂંકી દધી
હતી અને મકાનના દસમા માળ સુધી
તમામ બારીઓના કાચ તૂટ્યા હતા.
મકાન નજીકની બીજી ઓફિસોમાં પણ
આઘાતનાં દબાણયુક્ત મોજાંને લીધે
તોડફોડ મચી હતી. શેરબજારના પ્રથમ
માળે છેલ્લુંછેલ્લું ટ્રેડિંગ કરી રહેલા
દલાલો અને રોકાણકારો ભયના માર્યા
બૂમરાણો મચાવતા બહાર નીકળી
આવ્યા. અનેક જણા લોહીલુહાણ હતા.
ઉપરના મજલાઓમાં પણ વાતાવરણ
ભયનું અને રઘવાટનું હતું. લિફ્ટ અને
પગથિયાં સલામત હતાં, પણ વહેલી તકે
બચી નીકળવા માટે ધસારો એટલો થયો
કે મકાન વહેલું મોડું ધરાશયી થવાની
બીકે અમુક લોકોએ નીચે આવવા
ડ્રેઇનેજના પાઇપનો સહારો લેવાનું
જોખમ ખેડી નાખ્યું. મકાનના બેઝમેન્ટમાં
તથા અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ એરિઆમાં
તો બધા જણા તત્કાળ માર્યા ગયા હતા.
બહાર દલાલ સ્ટ્રીટ પર થયેલી ખુવારી
પણ ગણનાપાત્ર હતી.
આ રસ્તા પર અકાળે જેમને ડેથ
વોરન્ટ બન્યું તેમાં પાણીપુરીના તેર
વર્ષ જૂના સ્ટોલના માલિક ગોકુલચંદનો
સમાવેશ થતો હતો. બોમ્બ બ્લાસ્ટમાં
તેનાં માથું અને ધડ છૂટાં પડી ગયાં
અને તેના પાંચ મદદનીશો પણ માર્યા
ગયા. ગોકુલચંદનો ૧૭ વર્ષનો દીકરો
જીવતો બચ્યો, પણ બારૂદી ધડાકાની
કાળઝાળ ગરમીમાં દાઝેલું તેનું શરીર
ઓળખાય તેવું ન રહ્યું. ઉપમા વેચતો
કર્ણાટકી રાજ, લસ્સીના સ્ટોલવાળો
અશોકસિંહ, પાઉં-ભાજી વેચતો ગુડ્ડ
અને ફાસ્ટ ફૂડના બીજા લારી-સ્ટોલના
માલિકોને પણ ધડાકાએ તત્કાળ ભૂંજી
નાખ્યા. શેરબજારના મકાનની નજદીકી
ઓફિસની મહિલા કર્મચારી રીટા ડેનિસ
બપોરનું છાપું ખરીદવા સામાન્ય રીતે
પ્યૂનને મોકલતી, પણ શુક્રવારના
એ દિવસે તેને પોતાને આંટો ખાવાનું સૂઝ્યું
અને તેના માટે જીવનનો એ છેલ્લો
દિવસ નીવડ્યો. શેર એપ્લિકેશન ફોર્મ
રાખતા બે ફેરિયાઓ પણ જીવતા ન
બચ્યા. આ ભયંકર આતંકમાં જેઓ
તત્કાળ ન મર્યા તેઓ મોત પહેલાંની
જૂજ મિનિટો દરમ્યાન કમકમાટીજનક
હાલતે રીબાયા, કેમ કે બારીઓ અને
શો કેસ તૂટ્યા પછી સેકન્ડના હજારો
મીટરના વેગે ચોતરફ ફેંકાયેલા કાચના
અનેક ટૂકડા તેમના આખા શરીરમાં ખૂંપી
ગયા હતા. સંખ્યાબંધ જખમો દ્વારા થતા
સામટા રક્તસ્ત્રાવને લીધે કેટલાક સમય
પછી તેમણે દમ તોડ્યો. અમુક જણા
ઘવાયા પછી રખે બીજો ધડાકો થાય
એ ડરે શક્ય એટલા દૂર નીકળી જવા
લોહીલુહાણ અને લંગડાતી હાલતે પણ
ડગલાં ભરી રહ્યા હતા. ગેરિલા પ્રકારનું
સશસ્ત્ર છમકલું જાણે ખેલાયું હોય એવું
દલાલ સ્ટ્રીટનું દૃશ્ય હતું.
મુંબઇના શીખ પુલિસ કમિશ્નર
અમરજીતસિંહ સામરાએ હેડક્વાર્ટર
પર બપોરનું ભોજન લેવાનું શરૂ કર્યાની
થોડી જ મિનિટોમાં પુલિસ કન્ટ્રોલ રૂમે
તેમને બોમ્બ બ્લાસ્ટ અંગે ખબર આપ્યા.
બનાવની જાણ કરતો અર્જન્ટ સંદેશો
BDDS/બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ
સ્ક્વોડના સીનિઅર પુલિસ ઇન્સ્પેક્ટર
નંદકુમાર ચૌગુલેને પણ મળ્યો, જેમની
ટુકડીના નીડર સભ્યો છૂપો બોમ્બ શોધી
કાઢવાની અને શોધ્યા બાદ તેને ‘ડિફ્યૂઝ’
કરવામાં એટલે કે નાકામ બનાવવામાં
કુશળ હતા. આ કાર્ય માટે તેમની પાસે
રડિઓ-ઓપરેટેડ રોબોટ, એક્સ્પ્લોઝિવ
ડિટેક્ટર, ખાસ જાતનું પોર્ટેબલ એક્સ-રે
મશીન, મેટલ ડિટેક્ટર વગેરે સાધનો
હતા. સૌથી ભરોસાપાત્ર હોય તો જંજિર
નામનો કૂતરો, જે સીલબંધ દારૂગોળાની
પણ ગંધ પારખી જાણતો હતો.
સાયરનની કીકીયારી બોલાવતાં
અને ટ્રાફિકનાં સિગ્નલોને અવગણતાં
બોમ્બ સ્ક્વોડનાં વાહનો દલાલ સ્ટ્રીટ
પહોંચ્યાં ત્યારે ચૌગુલેએ જોયું કે તેમણે
ધાર્યો નહોતો એટલી હદનો આતંક મચ્યો
હતો. પગથી માથા સુધી આછા લીલા
રક્ષણાત્મક પોશાકમાં સજ્જ થયેલા બોમ્બ
સ્ક્વોડના નિષ્ણાતો તરત કામે લાગી
ગયા અને પ્રાથમિક તપાસ બાદ ધડાકાનું
કેંદ્ર તેમણે શોધી કાઢ્યું. બોમ્બે સ્ટોક
એક્સચેન્જના બેઝમેન્ટમાં ૨૦૦ મોટરોની
કેપેસિટીના કાર પાર્કિંગ એરિઆમાં
ફાટ્યો હતો. ડૂચો વળી ગયેલી ભૂરા
રંગની મારુતિ-800માં બોમ્બ મૂકાયો
હોવાનું જણાતું હતું. નીચે આવી પડેલા
સીલિંગના બે સ્લેબે કેટલીક મોટરોને
ચગદી નાખી હતી, જ્યારે ૬ મોટરોમાં
ડ્રાઇવરની સીટે બેઠેલા ચાલકો બ્લાસ્ટમાં
માર્યા ગયા,વિસ્ફોટ સર્જેલો
અતિમાત્રાનો વિનાશ જોતાં વિવિધ
બારૂદોના નિષ્ણાત ઇન્સ્પેક્ટર ચૌગુલેને
ખ્યાલ આવી ગયો કે પ્લાસ્ટિક એક્સ્_
પ્લોઝિવ પ્રકારનો દારૂગોળો
વપરાયો હતો અને ઘણું કરીને
તે RDX હતો. જથ્થો ૪૦ થી
૫૦ કિલોગ્રામ જેટલો હોવો
જોઇએ. હવાઇદળ, ખુશ્કીદળ
અને નૌકાદળ માટે જાત જાતના
બોમ્બ બનાવતી પુણે નજીકની
ખડકી બોમ્બ ફેક્ટરીમાં સઘન
તાલીમ પામેલા ચૌગુલે માટે
RDX અજાણ્યો બારૂદ ન હતો.
નવાઇ તેમને એ વાતે લાગી કે
માત્ર સંરક્ષણ દળો માટે સુલભ
ગણાય એવો તે મોતનો સામાન
અહીં ત્રાસવાદી હુમલા માટે
વપરાયો હતો. હુમલાએ ૮૪ જણાનો
ભોગ લીધો હતો અને ૨૧૭
લોકોને જખમી કર્યા હતા.બોમ્બે સ્ટોક એક્સચેન્જ
પરનો હુમલો આતંકવાદના
મોટા પડ્યુંત્રનો હજી તો આરંભ
હતો. પોણા કલાક પછી બપોરે
૨:૧૫ વાગ્યે મસ્જિદ બંદરની
દાણાબજાર માટે જાણીતી નરસી
નાથા સ્ટ્રીટ ગાજી ઊઠી. વિસ્તાર
ખાસ્સી અવરજવરનો હતો. હોલસેલ
મરીમસાલાના પણ મથક જેવી સ્ટ્રીટ
માલવાહક હાથલારીઓ, ખટારા અને
રાહદારીઓ વડે ભરચક રહેતી હતી.
વિસ્ફોટે એકાએક તે ચહલપહલને
અંધાધૂંધ દોડધામમાં ફેરવી નાખી.
શેરબજારમાં થયેલા બ્લાસ્ટની તુલનાએ
અહીં ધડાકો બહુ ઓછી માત્રાનો હતો.
આતંકખોરોએ પોતાની માત્ર પહોંચ
બતાવવા ખાતર બોમ્બ દાગ્યો હોવાનું
જણાતું હતું. આ હોનારતમાં ૫ જણા
માર્યા ગયા
૧૭ ગંભીર રીતે ઘાયલ થયા
અને રસ્તા પર નજીકમાં પાર્ક થયેલી બે
ટેક્સીઓ સળગીને નાશ પામી.
બોમ્બ સ્ક્વોડના સીનિઅર
ઇન્સ્પેક્ટર નંદકુમાર ચૌગુલે શેરબજારના
બેઝમેન્ટની સ્થિતિ પૂરેપૂરી અવલોકી
રહે એ પહેલાં ખબર મળ્યા કે નરીમાન
પોઇન્ટ પર બહુમાળી એર-ઇન્ડિયા
બિલ્ડિંગના ભોંયતળિયે શક્તિશાળી
બોમ્બ ફાટ્યો હતો. બપોરે ૨:૨૫
વાગ્યે આખું બિલ્ડિંગ ધણધણ્યું હતું.
ચૌગુલેનો મોટરકાફલો તરત નરીમાન
પોઇન્ટ તરફ રવાના થયો, જ્યાં ધડાકા
પછીનો માહોલ બોમ્બે સ્ટોક એક્સ-
ચેન્જની ખાનાખરાબી કરતાં બહુ જુદો
ન હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર ગલ્ફ એરની
સરસ રીતે સજાવેલી ઓફિસ લગભગ
કાટમાળ બની ચૂકી હતી. બેન્ક ઓફ
ઓમાનની શાખાના પણ એવા જ હાલ
થયા હતા. ઊચ્ચ પદાધિકારીઓ સહિત
અનેક કર્મચારીઓના મૃતદેહો લોહી વડે
તરબતર હતા અને શક્તિશાળી બ્લાસ્ટને
લીધે કેટલાકનો દેખાવ અરેરાટીજનક
હતો. એક જૂની એમ્બેસેડર
કારનું બચ્ચુંકચ્યું હાડપિંજર
જોતાં ઇન્સ્પેક્ટર ચૌગુલેને
ખ્યાલ આવી ગયો કે બોમ્બ
તેમાં મૂકાયો હતો. વિસ્ફોટે
જમીનમાં ૨.૫ મીટર ઊંડો
અને ૩ મીટરના વ્યાસનો ખાડો
પાડી દીધો હતો. વિનાશની
માત્રા જોતાં મિનિમમ ૪૫
કિલોગ્રામ RDX વપરાયો હોય
એ નક્કી હતું. આ ‘પ્લાસ્ટિક
એક્સ્પ્લોઝિવે' ૨૦ જણાના
બિલ લીધા. ઉપરાંત ૮૭
લોકોને જખમી કર્યા.
આ ત્રીજા ધડાકા પછી
ચોથાનો વારો ફક્ત પાંચ
મિનિટ બાદ ૨:૩૦ વાગ્યે
આવ્યો. મુંબઇના પરા દાદરમાં
શિવસેના ભવનની નજીકના
પેટ્રોલ પમ્પ પર ધડાકો થયો,
જેમાં ૪ જણા માર્યા ગયા અને
૫૦ને નાના-મોટા જખમો
પહોંચ્યા. એક બિલ્ડિંગ પડી
ભાંગ્યું. આ સ્થળને પસંદ
કરાયું, માટે એવો સંશય જાગ્યો
કે આતંકી હુમલામાં કોમવાદનું તત્ત્વ
ભળેલું હતું. શિવસેના ભવન જો કે
અકબંધ રહ્યું. આમ છતાં ક્રોધે ભરાયેલા
કેટલાક શિવસૈનિકો લડત માટે રસ્તા પર
આવી ગયા અને સ્થિતિ તત્પુરતી જરા
નાજૂક બની. આ ઘટના વખતે બોમ્બ
સ્ક્વોડ મસ્જિદ બંદરની નરસી નાથા
સ્ટ્રીટમાં ગંધપારખુ કૂતરા જંજિરને કામે
લગાડી બીજા સંભવિત બોમ્બની તલાશ
ચલાવી રહ્યા હતા. વિસ્તારને સલામત
જાહેર કરતા પહેલાં દરેક શંકાસ્પદ
વાહનને તથા આડશને તપાસી લેવાનું
જરૂરી હતું. આ રસ્તા પર બપોરે ૨:૧૫
વાગ્યે જે બોમ્બ ફાટ્યો તે સ્કૂટરની
ડીકીમાં હતો, જેના માટે લગભગ ૨૦
કિલોગ્રામ RDX વપરાયો હોવાનું બોમ્બ
સ્ક્વોડનું અનુમાન હતું. ઇન્સ્પેકટર
ચૌગુલેને અહીં સમાચાર મળ્યા કે
વરલીના સેન્ચુરી બજાર નજીક પણ
૨:૫૫ વાગ્યે મોટો બ્લાસ્ટ થયો હતો.
બ્લાસ્ટ ખરેખર મોટો હતો. પાંચ
ટનનું વજન ધરાવતી ડબલ ડેકર બસને
તેણે પેસેન્જરો સહિત હવામાં ફંગોળી
અને તેના ઉપલા ડેકનાં પતરાં નજીકની
ઝૂંપડપટ્ટી પર પેસેન્જરોના મૃતદેહો
તથા અંગઉપાંગો સાથે પડ્યાં. એકેય
પેસેન્જર જીવતો રહેવા ન પામ્યો. આજુ
બાજુની દુકાનોના ચાલકો અને ગ્રાહકો
માર્યા ગયા. નિકટનાં વાહનો આગમાં
લપેટાયાં, ચાર મકાનોના અમુક સ્લેબ
ખરી પડ્યા અને સેન્ચુરી ભવનની
બારીઓના તથા શો કેસના કાચ તૂટ્યા.
ભવનને નુકશાન પહોંચ્યું. ઇન્સ્પેક્ટર
ચૌગુલે ત્યાં પહોંચ્યા ત્યારે કંપારીજનક
મૃતદેહો ચોમેર વેરાયેલાં હતાં. બાટાની
દુકાનના મેનેજરનું નિષ્પ્રાણ શરીર
બે દીવાલો વચ્ચે ભીંસાયેલું હતું. એક
પાનવાળાનું મસ્તક ધડથી છૂટું પડી
ગલ્લાના કાઉન્ટર પર પડ્યું હતું. લોન્ડ્રી
ચલાવતા દુકાનદારના હૃદયમાં કાચનો
અણિયાળો ટુકડો ખૂંપી જતાં તે મૃત્યુ
પામ્યો હતો.
આ તરફ રસ્તા
પર BESTની પાંચ બસો અને પંદર
મોટરો સંપૂર્ણપણે બળી ચૂક્યા પછીયે
રહીસહી જ્વાળાઓ કાઢી રહી હતી.
ઘટનાસ્થળે ખાનાખરાબીનો વિગતે
જાયજો લેવા ચાલતી વખતે ચૌગુલેના
પગમાં કશુંક અટવાયું--અને જોયું તો
એ વિચ્છેદ પામેલો મહિલાનો હાથ હતો,
જેના કાંડે બંગડીઓ અકબંધ હતી. આવાં
તો બીજાં કેટલાંય અંગો વેરવિખેર પડ્યાં
હતાં. વર્ષોના અનુભવી બોમ્બનિષ્ણાતે
આટલું હૃદયદ્રાવક દશ્ય કદી જોયું ન હતું.
આ માનવસર્જિત તાંડવે ૧૧૩
દુર્ભાગીઓની જિંદગી ટૂંકાવી નાખી.
વધુમાં ૨૨૭ જણાને ખરાબ રીતે ઘાયલ
કર્યા. અમુકને કાયમ માટે વિકલાંગ
બનાવી દીધા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ
પર થયેલી જાનહાનિ કરતાં પણ અહીં
સેન્ચુરી બજાર નજીકના તાંડવનો
ખુવારીઆંક ઘણો વધારે હતો. વિસ્ફોટની
ચોતરફ ૧.૫ કિલોમીટર સુધીના
વિસ્તારમાં બારીઓના કાચ તૂટ્યાનું
જાણ્યા પછી અને વિસ્ફોટના સ્થળે થયેલો
વિનાશ જોયા પછી અનુમાન કરાયું કે
બોમ્બ માટે લગભગ ૮૦ કિલોગ્રામ
આર.ડી.એક્સ. વપરાયો હોવો જોઇએ.
માત્ર હાઇ-એક્સ્પ્લોઝિવ
નહિ, પરંતુ એ કેટેગરીમાં પણ
હાઇ-ટેક પ્રકારના દારૂગોળાને
આતંકખોરો હસ્તગત કરી
શક્યા તે ખરેખર ગંભીર
બાબત હતી. સૂચિતાર્થ એ
થાય કે આર.ડી.એક્સ. માટે
ભારતના દ્વારા ખૂલી ગયા હતા
અને હવે પછી આતંકવાદી
બોમ્બઅટેક વધવાના હતા
તેમજ વધુ ઘાતક સાબિત
થવાના હતા.
આતંકવાદી હુમલાવધે
તેનો અણસાર તો અત્યારે
જ મળી રહ્યો હતો. મુંબઇનું
ઝવેરી બજાર ૩:૦૫ વાગ્યે
છઠ્ઠા બોમ્બ બ્લાસ્ટનું લક્ષ્યાંક બન્યું.
આ હુમલાને સાતમો પણ કહી શકાય,
કારણ કે એ પહેલાં માહિમ કોઝ-વે ખાતે
માછીમારી હિંદુ કોલોની પરના અટેકમાં
ત્રણ જણાએ દમ તોડ્યો હતો અને છ
જખમી થયા હતા. તફાવત એ કે ત્યાં
ટાઇમર પેન્સિલ (ડિટોનેટર) વડે બોમ્બ
દાખગવાને બદલે હેન્ડ ગ્રેનડ ફેંકવામાં
આવી હતી. આતંકી કારસ્તાનમાં
એ વિસ્તારને પણ આવરી લેવાયાનું
બતાવવા માટે છમકલું કરાયું હતું, જ્યારે
સોના આભૂષણના ઝવેરી બજારનો
ધડાકો એકાદ કિલોમીટર છેટે સુધી
ગાજ્યો. કેટલાક વાહનોનો ખાત્મો થયો
અને ત્રણ દુકાનો પડી ભાંગી. મૃત્યુઆંક
૧૭ અને ઘાયલોની સંખ્યા : ૫૭.
થોડી વાર પછી ૩:૧૩ વાગ્યે
દાદર બ્રિજ પાસેના એરિઆમાં ભાગદોડ
મચી, જ્યાં પ્લાઝા સિનેમા નામનું
થિએટર ટેરરિસ્ટ અટેકનું નિશાન
બન્યું હતું. બચી નીકળવાને
તત્પર એવા ભયભીત
પ્રેક્ષકો સખત ધક્કામુક્કી
મચાવતા ટોળાબંધ રીતે
થિએટરની બહાર ઠલવાતા
હતા. ઇજાગ્રસ્ત પ્રેક્ષકોની
સંખ્યા ૩૭ હતી, જ્યારે
થિએટરમાં ૧૦ મૃતદેહો
પડ્યા હતા. વિવિધ સ્થળોએ
વારાફરતી થતા રહેલા
વિસ્ફોટોએ મુંબઇ પુલિસના
સીનિઅર અમલદારોને
શહેરમાં આમતેમ દોડતા
કરી દીધા. એક ઘટનાસ્થળે
અપરાધની કડી માટે તપાસ
ચાલતી હોય એવામાં પાછા
બીજે આતંક મચ્યાના ખબર
મળતા હતા અને સાયરનને
ગાજતી કરી એ તરફ જીપગાડીઓનો
કાફલો મારી મૂકવો પડતો હતો. સૌથી
મોટો પ્રશ્ન કોમી તંગદિલીને ફેલાતી
તેમજ રમખાણોમાં ફે૨વાતી રોકવાનો
હતો, કેમ કે મહાનગરમાં જાતજાતની
અફવાઓનો જુવાળ ચડ્યો હતો. માહિમ
કોઝ-વે ખાતે માછીમા૨ કોલોનીના
ટોળાને કાબૂમાં લેવા પુલિસે હવામાં
ગોળીબાર કરવો પડ્યો હતો.
બાંદ્રાની ફાઇવ સ્ટાર
હોટલ સીરોકમાં પણ સાજિશકારોએ
છૂપાવેલો શક્તિશાળી બોમ્બ ૩:૨૦ના
સમયે ફાટ્યો. ધડાકો જોરદાર હોવા
છતાં જીવલેણ સાબિત ન થયો એ મોટો
ચમત્કાર હતો. કોઇ ઘવાયું પણ નહિ
હોટલનો અમુક ભાગ જો કે પડી ભાંગ્યો.
આર્થિક નુકસાન અંદાજે રૂપિયા ૯
કરોડનું થયું અને મેનેજમેન્ટે હોટલ બંધ
કરવાનો વારો આવ્યો. આ ઘટના પછી
તો બપોરે ૩ઃ૨૫ના સમયે જુહુની સેન્ટુર
હોટલમાં અને ત્યાર બાદ ૩:૩૫ વાગ્યે
સાન્નક્રૂઝ એરપોર્ટની સેન્ટુર હોટલમાં
બોમ્બ ફાટ્યા, ૩ઃ૩૦ના સમયે મોટરમાં
આવેલા શખ્સોએ સહાર એરપોર્ટના
પ્રવેશદ્વાર નજીક હેન્ડ ગ્રેનેડ ફેંકી, પણ
સદ્ભાગ્યે કશું અઘટિત ન બન્યું.
મુંબઇએ બપોરે ૧:૨૮ વાગ્યાથી
શરૂ કરીને ૩ઃ૩૫ સુધીના બહુ ટૂંકા આંતકખોરે પૂરતી ચીવટ લીધી ન હતી.
સમયગાળામાં ઉપરાઉપરી ૧૦ બોમ્બ
બ્લાસ્ટ વેઠ્યા હતા. જુમલો કદાચ ૧૧
નો થયો હોત, પણ મુંબઇના પરા દાદરની
રહેણાક ગલીમાં રસ્તાની કોરે પાર્ક થયેલા
સ્કૂટરમાંનો બોમ્બ ફાટ્યો ન હતો. સ્કૂટર
નધણિયાતું લાગતાં શંકાશીલ સ્થાનિક રહીશે પુલિસને જાણ કરી ત્યારે બોમ્બ
સ્ક્વોડના નિષ્ણાતો તેમના લેબ્રાડોર
જાતના ગંધપારખુ કૂતરા જંજિ૨ સાથે
પહોંચ્યા. સ્કૂટરની ડીકીને સૂંઘતાવેંત
જંજીરે ભસવાનું શરૂ કર્યું. અંદર બારૂદ
હોવાનો એ સંકેત હતો. ડીકીને કેવી રીતે
ખોલવી એ નક્કી કરવું મુશ્કેલ
હતું, કેમ કે આતંકખોરોએ
બોમ્બને દાગવા માટે શી પદ્ધતિ
અખત્યાર કરી હોય તે કહી
શકાય નહિ. બોમ્બ સ્ક્વોડે
આસપાસની દુકાનો બંધ કરાવી
દીધી અને જમા થયેલી ભીડને
પોણોસો મીટર છેટે હટાવી
દીધી. અંતે બોમ્બ સ્ક્વોડના
વધુ અનુભવી નિષ્ણાત અને
ભૂતપૂર્વ લશ્કરી અફસર મેજર
વસંત જાદવે નાયલોનની લાંબી
દોરીના છેડે બાંધેલો હૂક ડીકીના
લોકમાં ભરાવ્યો. સલામત અંતરે
રહી દોરી ખેંચીને તેમણે ડીકી
ખોલી નાખી.
હવે સ્કૂટ૨ની નજીક
જવામાં ખતરો ન હતો. બોમ્બ
સ્ક્વોડના સીનિઅર ઇન્સ્પેક્ટર
ચૌગુલેએ ડીકીમાં નજર કરી
અને ટાઇમર પેન્સિલને ઓળખી
કાઢી. આ ડિટોનેટર યાને પલીતા
સાથે કેટલાક બારીક તાર બંધાયેલા હતા.
બારૂદને ચાંપવા માટેના તારને ઓળખી
કાઢવાનું કામ મેજર વસંત જાદવનું હતું.
મુખ્ય તારને કાપી નખાયો, એટલે બોમ્બ
નિષ્ક્રિય બન્યો. લૂગદી જેવો દારૂગોળો
RDX જ હોવાનો નક્કર પુરાવો આખરે
મળ્યો. આ બોમ્બ જેણે તૈયાર કર્યો તે આતંકખોરે પૂરતી ચીવટ લીધી ન હતી.
મુંબઈ શેરબજાર પર ટેરરિસ્ટ
અટેક થયાના ખબર દિલ્લી સરકારને
બપો૨ે છેક ૨:૨૭ના સમયે યાને કે પૂરા
૧ કલાક અને ૯ મિનિટ બાદ પહોંચ્યા.
દેશની સલામતી પર કારમો પ્રહાર કરતી
ઘટના અંગે કેંદ્રનું ગૃહ મંત્રાલય આટલો
લાંબો વખત અંધારામાં રહે તે અક્ષમ્ય
હતું. વળી ગૃહ પ્રધાન એસ. બી. ચવાણ
તથા આંતરિક સલામતીના પ્રધાન રાજેશ
પાઇલટ એમ બન્ને જણા ત્યારે દિલ્લીમાં
હાજર ન હતા. સમાચાર મળ્યા પછી
સીમા સુરક્ષાદળના ખાસ વિમાન દ્વારા
તેઓ રાજધાનીએ પાછા ફર્યા અને સાંજે
પાંચ વાગ્યે ઇન્ટેલિજન્સ બ્યૂરોના તથા
રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ RAWના
ગુપ્તચરો જોડે તેમણે વિચારવિમર્શ કર્યો,
જેનો હવે મતલબ ન હતો. ચવાણ અને
પાઇલટ NSGનેશનલ સિક્યોરિટી
ગાર્ડ્ઝના કમાન્ડો, બોમ્બના લશ્કરી
તજ્ઞો અને ચુનંદા ગુનાશોધકો સાથે
એ રાત્રે પ્લેન દ્વારા મુંબઇ પહોંચ્યા,
જ્યાં એ મહાનગરના પુલિસ કમિશ્નર
અમરજીતસિંહ સામરાએ બધું કામ પડતું
મૂકી તેમના ‘ક્યા હુઆ ?’; ‘કૈસે હુઆ?”
એવા જૂથબંધ શુલ્લક પ્રશ્નોના જવાબ
આપવાના હતા.
આ ત્રાસવાદી હુમલામાં બધું
મળીને ૨૫૭ મુંબઇગરાએ જાન ગુમાવ્યા
હતા અને ૭૦૦ કરતાં વધુ લોકો જખમી
થયા હતા. બહુ વ્યાપક પાયે કરાયેલા
અટેકના સૂત્રધાર અંગે જાતજાતની
અટકળો ચાલી, જેમાં ચર્ચાયેલું પ્રથમ
નામ શ્રીલંકાના તમિલ ટાઇગર્સ LTTE
નું હતું. શ્રીલંકામાં તમિલ ગેરિલાઓ
સામે લડવા સૈન્ય મોકલનાર ભારત પ્રત્યે
LTTE ને પૂરતું કારણ હતું. હજી દોઢેક
મહિના પહેલાં (જાન્યુઆરી ૧૯૯૩માં)
ભારતીય નૌકાદળના ચોકિયાત જહાજે
હથિયારોનું અને દારૂગોળાનું ચોરીછૂપીથી
વહન કરતી તમિલ ટાઇગર્સની નૌકાને
મદ્રાસ (ચેન્નાઇ) બંદર નજીક પડકારી
હતી. ટાઇગર્સનો અગ્રગણ્ય સરદાર
અને ત્રાસવાદી પ્રવૃત્તિનો માસ્ટર માઇન્ડ
કૃષ્ણકુમાર અર્થાત કીટ્ટ તે નૌકામાં હતો.
ભારતીય નૌકાદળના જહાજે શરણે થવા
તેને ફરમાવ્યું ત્યારે કીટ્ટુએ તથા નૌકા
પરના બીજા ૯ જણાએ દારૂગોળાને
અંગારો ચાંપી નૌકાને ધડાકાભેર ફૂંકી
દીધી અને મોત વહોરી લીધું. તમિલ
ટાઇગર્સે ત્યાર બાદ કીટ્ટુના મૃત્યુનો
બદલો લેવાનું એલાન કર્યું હતું.
તમિલ ટાઇગર્સ ઉપરાંત ઇરાનના,
લિબિયાના તથા ઇજિપ્તના ત્રાસવાદી
સંગઠનો વિશે પણ મુંબઇ પુલિસે તર્કવિતર્કો
લડાવ્યા. વિદેશી સંગઠનો પ્રત્યે આશંકા
લાવવાનું કારણ એ કે ટેરરિસ્ટ અટેક
માટે RDX વપરાયો હતો, જે ભારતીય
કાવતરાબાજો સહેલાઇથી મેળવી શકે
નહિ. તપાસનું પગેરું છેવટે પાકિસ્તાનમાં
નીકળ્યું. પાકિસ્તાનની ઇન્ટર સર્વિસિસ
ઇન્ટેલિજન્સ ISI ગુપ્તચર સંસ્થાએ
તેના ભારતીય મળતિયાઓને શસ્રો
પૂરા પાડવા ઉપરાંત શસ્રો વાપરવાની
તાલીમ આપી હોવાના પુરાવા તેમના
હાથ લાગ્યા. કાવતરું એટલા મોટા
પાયે ઘડાયેલું કે વર્ષો લાંબી પુલિસ
તપાસના અંતે ૧૨૩ જણા પર મુકદમો
ચલાવવામાં આવ્યો, જેમાંથી ૧૦૦
આરોપીઓ કસૂરવાર ઠર્યા. મુંબઇની
અદાલતે ૧૨ તોહમતદારોને મોતની
સજા અને ૨૦ ગુનેગારોને જન્મટીપની
સજા ફરમાવી, જ્યારે પોતાને ત્યાં
ગેરકાયદે હથિયાર રાખવા બદલ ફિલ્મ
અભિનેતા સંજય દત્ત માટે છ વર્ષનો
કારાવાસ જાહેર કરવામાં આવ્યો.
આજે તેવીસ વર્ષ બાદ પણ
કમનસીબે ન્યાયનો પૂરો અમલ થયો
નથી, કેમ કે ૩૩ ભાગેડુ અઘરાધીઓ
હજી પણ ફરાર છે. ‘વોન્ટેડ’ના લિસ્ટ પર
છે. મુંબઇ પરના અટેકની ગંભીર અસર
તો એ થવા પામી કે ભારતમાં RDX
ઘૂસાડવાનો પ્રયાસ સફળ નીવડ્યા બાદ
અને તેનું ધાર્યા પ્રમાણેનું ઘાતક રિઝલ્ટ
જોયા બાદ પાકિસ્તાન લોહી ચાખી ગયું,
માટે આપણે ત્યાં એ પ્લાસ્ટિક એક્સ્પ્લો
-ઝિન્સના ધડાકા કાયમના બન્યા. દર
થોડા સમયના આંતરે બોમ્બ બ્લાસ્ટ
થતા રહ્યા. ભવિષ્યમાં પણ એ સિલસિલો
ચાલુ રહેવાનો છે.