Young Sherlock Holmes - Series Review from My Eyes in Gujarati Film Reviews by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | Young Sherlock Holmes - સિરીઝ મારી નજરે રીવ્યુ

Featured Books
Categories
Share

Young Sherlock Holmes - સિરીઝ મારી નજરે રીવ્યુ



સર આર્થર કોનન ડોયલનુ  અમર કહી શકાય એવુ પાત્ર એટલે શેરલોક હોમ્સ, 



 આ યંગ શેરલોક ની કથા છેં જેમાં મૂળ પાત્ર શેરલોક છેં પણ યંગ શેરલોક મા  ઘણા અલગ પાત્રો છેં શેરલોક અને માઈક્રોફ્ટ બંનેનું નેચર એમનું એમ જ છેં. અન્ય પાત્રો થોડા બુકથી અલગ અને ટ્વીસ્ટ ધારાવનારા છેં,


બાળપણ થી જ મને જાસૂસી કથાઓ વાંચવી અને જોવી ખુબ જ પસંદ, આ આતુરતા જયારે પણ શેરલોક વિશે નાનામાં નાનો લેખ કે કંઈક નવી બાબત જાણવામાં રસ ધરાવવામાં મને ખુબ જ ઉપયોગી બની જાય છેં,


આ સિરીઝમા બુકમાં જે કહાનીઓ છેં શેરલોક વિશે એનાથી હટકે બાબતો અહીં જણાવવામાં આવેલી છેં, પહેલાના જનનાનું ઇંગ્લેન્ડ અને ઓક્સફર્ડ યુનિવર્સીટી નુ cgi અને સેટ્સ બનાવીને બખુબી અને ભવ્ય નિર્માણ આ સિરીઝમા કરવામાં આવેલું આપણને જોવા મળે છેં,


આ યંગ શેરલોક ની વાત છેં જયારે એ કોલેજના દિવસોમાં હતો ત્યારે તેને તેનો ભાઈ કોલેજમાં એડમિશન કરાવે છેં, કોલેજમા પણ શેરલોક ઘણી જ બાબતોમાં સપડાઇ જાય છેં એના મોટા ભાઈ માઈક્રોફ્ટ તેણે બચવવાના ઘણા જ પ્રયત્નો કરે છેં, અને ઘણીવર તે સફળ રહે છેં તો ઘણીવાર તેના ભાઈને પણ શેરલોકની બાબતો બરાબર સમજમાં નથી આવતી,


માઈક્રોફ્ટ માને છેં કે શેરલોક નિર્દોષ છેં પણ એ વધારે જિજ્ઞાસુ છે, કોર્ટ કચેરીના ધક્કા માઈક્રોફ્ટ ઘણા જ ખાય છેં શેરલોક ને જેલથી બચાવવા, પણ શેરલોક બસ સત્ય જાણવામાં જ રસ ધરાવતો આપણને જોવા મળે છેં, કહાની ખુબ જ સરળ અને બાંધી રાખે છેં, શરૂઆત મા જ એક ટ્રેજિક બાબત આપણને જણાવવામાં આવે છેં, આ બાબત આ રિરીઝ નો લાસ્ટ સુધી બાંધી રાખતો કલીફ હેંગર છેં જે છેલ્લા એપિસોડમાં રાઝ ખુલે છેં,



કૉલેજ કાળમાં થયેલી બાબતો અને ત્યાં તેણે એક મિત્ર મળે છેં આ પાત્ર એ  ડોક્ટર વોટસન નથી જેને આપણે ઓળખીએ છીએ કે જે બુક્સમાં કે ફિલ્મમાં જોવા મળે છેં આ કેરેક્ટર પણ પણ પણ આમાં મોરિયાર્ટી એ શેરલોકનો મિત્ર બતાવવામાં આવેલો છેં, બુક્સમાં મોરિયાર્ટી કોણ છેં એ તમે ન વાંચી હોય તો એકવાર વાંચજો હું સપોઇલર નહિ આપું,


આ સિરીઝમા વોટસન નુ કેરેક્ટર નથી કારણકે આ યંગ શેરલોક વિશેની અને તેની ફેમિલી અને આંતરિક બાબતો અને તેનો સંગર્ષ બતાવવામાં આવેલો છેં, તેની બેનથી જોડાયેલી લાગણીઓ અને તેનું કેરેક્ટર પણ આપણને બખુબી રસપ્રદ જોવા મળે છેં અને, ફેમિલી સાથે જોડાયેલું સસ્પેન્સ પણ છેં,



આમાં શેરલોકનુ કેરેક્ટર ધીરે - ધીરે  રહસ્યો ઉપરથી ભેદ ઉકેલવાનું કાર્ય કરે છેં, કોલેજના દિવસોમાં શેરલોકએ ચપળ દર્શાવવામાં આવ્યો નથી તે હજી કાબિલ થઇ રહ્યો છેં, યંગ શેરલોકના જીવનમાં તેનો ભાઈ એ મોટો આધારભુત સ્તંભ છેં, જે તેણે હરેક પળે સાથ આપે છેં,



 આ સિરીઝમાં ૧૮૭૧ની 'પેરિસ કમ્યુન' (Paris Commune) નામની ક્રાંતિ બતાવવામાં આવી છે. જયારે મુસાફરી કરી શેરલોક ભેદ ઉકેલવા માટે ફ્રાન્સ ના પેરીસામાં જાય છેં,




આ સિરીઝ આવા ઘણા જ બાબતો બતાવે છેં, કોન્સેન્ટિનોપલ પણ આમાં બતાવવામાં આવેલું છેં હાલમાં જે તુર્કમાં છેં જેને ઇસતાનબુલ તરીકે ઓળખવામાં આવે છેં, અહીં સિરીઝમા એક ડીલ માટે શેરલોકની ફૂલ ફેમિલી જાય છેં જ્યાં એક સ્કસ્પેન્સ રીવીલ થાય છેં, નજર સામે હોવા છતાં છુપાયેલું એક રાઝ અહીં ખુલે છેં,



આ સિરીઝમા જોવા મળતી ઘણી જ બાબતો દેખાવમાં સરળ લાગે છેં પણ ધીરે ધીરે ગહેરાઈ જોવા મળે છેં, શેરલોક નુ કોલેજ જીવન અને તેનામાં જોવા મળતી દરેક બદલાવો સામે લડવાની ચપળતા ખુબ જ લાજવાબ રીતે દર્શાવવામાં આવેલી છેં, સિરીઝમા હ્યુમર પણ સારુ છેં. શેરલોક કેરેક્ટર જેનું ફેવરેટ છેં અને જેમણે જાસૂસી કથાઓ જોવામાં અને વાંચવામાં રસ હોય એમણે આ સિરીઝ જોવાલાયક છેં.....


રીવ્યુ પસંદ આવ્યો હોય તો તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો