આજે ઘણો લાબો સમય થઈ ગયો પણ એ મિત્ર જે ૧૫ વર્ષ થી સાથે હતો.
મારો જૂનો ખાસ મિત્ર સૂરજ.
સૂરજ મારો સ્કૂલ નો બેસ્ટ ફ્રેન્ડ.
સાથે રમતા રેહતા. પારિવારિક સંબધ થઈ ગયો હતો.
આજે સૂરજ ૩ વર્ષ પછી યુરોપ થી ઇંડિયા આવ્યો હતો.
તે યુરોપ માં માસ્ટર ડિગ્રી કરવા ગયો હતો.
માસ્ટર નો છોકરો માસ્ટર ડિગ્રી કરવા ગયો હતો.
હુ અને સૂરજ ૧૫ વર્ષ થી પણ વધારે સમય થી સાથે હતા.
અચાનક યુરોપ થી આવ્યા પછી મારુ ઈમ્પોર્ટન્સ સૂરજ ની નજર માં ઓછુ થવા લાગ્યુ હતુ.
ના વધારે વાત. બસ્સ ૧ જે લીટી માં કે ૧ જ શબ્દ માં જવાબ.
હુ રહ્યો ૧૨ પાસ ઇંડિયા માં સામાન્ય નોકરી કરતો છોકરો અને સૂરજ હવે માસ્ટર ડિગ્રી કરવા યુરોપ ગયો હતો.
યુરોપ નો કલ્ચર અને એનો ઇંગ્લિશ એક્સટેંટ હવે સાફ દેખાતો હતો.
હવે ૩ વર્ષ માં ઇંડિયા તેની નજર માં બઉ ટ્રાફિક, દૂષિત હવા, રિક્ષા અને કડી થી અંબાજી બસ માં બઉ ભીડ આ જ જોઈ શકતો હતો.
ક્યારેક મને નવાઈ લાગતી કે આ જ રીક્ષા કે એ જ બસ માં અમે સાથે અંબાજી ગયા છીએ.
ચા પીવા માટે સાઇકલ લઈને લારી અપર ગયા છીએ. અને હા માસ્ટર નો છોકરો પાસે ક્યારેય પૈસા ના જ હોય.
માસ્ટર નો છોકરો પૈસા તો ના જ કાઢે અને પૈસા આપવના સમય એ જ ટોઇલેટ જવાનુ થાય કે પાકીટ ભૂલી ગયો હોય ક્યાંક અથવા પાકીટ હોય તો પૈસા ખીસા માં મૂકીને પાકીટ ખાલી બતાવે ...... આ બધી રમૂજ ની વાતો તો હવે એક યાદ બની ગઈ
કેમ કે માસ્ટર ના શિક્ષણ માં ક્યારેય ૧૦ રૂ ની ચા પીવડવામાં ૧૦ રૂ ઓછા થાય છે.
સંબંધો નો હિસાબ તો માસ્ટર પાસે જ જોવા મળે ત્યાં સંબધ ની વાતો જોબ પૈસા પગાર થી નક્કી થતી.
ધંધા થી દૂર રહેવાનુ સૂરજ ને સમજણ પાડીને મોટો કર્યો છે. બસ ખાલી સારું ભણીને જોબ કરી ખાવાનુ
જોબ મળે એ જ ભણવાનુ બાકી બીજું બધુ શીખવાની આદત જરાય નઈ
એટલે હવે સૂરજ પણ મોટો માણસ બનીને ફરવા લાગ્યો હતો.
(નોંધ. મોટા માણસ હોવુ અને મોટા માણસ બનીને ફરવુ એમાં બઉ મોટો તફાવત રહેલો છે )
સૂરજ ને હવે ઘર ના સંસ્કારો મુજબ એના સ્ટેટસ ની જોબ શોધવાની હતી. બીજા શબ્દો માં કાઉ તો સૂરજ ને હવે એના સ્ટેટસ ના ભાઈબંધો.............
માસ્ટર ના સંસ્કારો થી સૂરજ ના મગજ માં ફિલ્ટર સેટ થઈ ગયા હતા.
(નોંધ મલ્ટી ડિમેન્શન બ્રાઇન માટે ઘર થી બહાર નીકળવું પડે સંબંધો સાચવા પડે મિત્રતા ટકાવી પડે અને સાહસ અને જ્ઞાની બનવું પડે )
પણ માસ્ટર ના સંસ્કારો બઉ સીમિત હતા
માસ્ટર ના સંસ્કારો માં સૂરજ ને માસ્ટર ડિગ્રી છે યુરોપ ની એટલે હાઇ ક્લાસ મિત્રો જ જોઈએ
અલગ રીતે જોઈએ તો સૂરજ નો યુરોપ ની માસ્ટર ડિગ્રી એ માસ્ટર ના વિઝિટિંગ કાર્ડ જેવુ હતુ
ક્યારેય કોઈને મળતા પહેલા માસ્ટર ના મોઢે થી આ યુરોપ ની માસ્ટર ડિગ્રી ની વાત જરૂર થી નીકળેજ કેમ કે યુરોપ ની માસ્ટર ડિગ્રી એ માસ્ટર નુ અભિમાન હતુ
એટલે માસ્ટર ના સંસ્કારો છોકરા માટે માસ્ટરડેગ્રી અને જોબ સુધી સીમિત હતા
હવે સૂરજ ને મળેલા સંસ્કારો મુજબ હુ એક ૧૨ નાપાસ નકામો કઈ કામ માં ના આવુ એવો મિત્ર હતો
હવે મારા જેવા સામાન્ય મિત્ર સાથે વાતો કરવી સમય પસાર કરવો એ સમય ની બરબાદી હતી
હવે માસ્ટર અને માસ્ટર નો છોકરો જે મારો બેસ્ટ ફ્રેન્ડ હતો ૧૫ વર્ષ થી પણ લાવા સમય સુધી
આજે એનો નંબર તો છે પણ હવે ફોન ની વાત તો દૂર રહી પણ મેસેજ કરીશ તો જવાબ આપશે કે નઈ એ ચિંતા માં મે પણ હવે મેસેજ કે ફોન કરવાનુ છોડી દીધુ
હવે ક્યારે મળવાનું થશે કે કેમ અને મળવાનું થશે તો પણ હવે આ મિત્રતા માં ફાર્માલિટી જ રાઈ ગઈ હવે ઈમોશન ની કમી છે કે રહ્યા નથી
માસ્ટર ના સંસ્કારો એ સૂરજ ને ખાલી એક ડિમેન્શન આપ્યો કે હવે તારા લાયક ભાઈબંધો હોવા જોઈએ
સૂરજ ની આ ભાઈબંધી છૂટી ગઈ એમાં એના માસ્ટર પિતા અને તેમના સંસ્કારો નો બઉ મોટો હાથ છે
શા માટે માસ્ટર હવે સમાજ માં પૈસા પાવર સ્ટેટસ ની નજર થી જોઈ રહ્યા છે.
માસ્ટર ને હવે કોણ કેટલું ઇમ્પોર્ટેંટ કે કામ કરે એવું છે એની નજર થી જોઈ રહ્યા છે અને એ જ એમના સંસ્કારો સૂરજ ને વારસા માં મળ્યા છે
માસ્ટર હવે દરેક મિત્ર દોસ્ત રેલાશન માં ફાયદો સોઘી રહ્યા છે અને સ્ટેટસ
માસ્ટર ના હવે કોઈ સંબધ આત્મીયતા થી કોઈને મળતા નથી કે મળી શકતા પણ નથી
માસ્ટર હવે ખુદ એક રોબોટ બની ગયા છે અને એમના સંસ્કારો નવો રોબોટ તૈયાર કરી રહ્યા છે
યુરોપ ના શિક્ષણ થી મારો મિત્રતા નથી ખોવાઈ
આ એક નબળી માનસિકતા છે
દરેક માણસ ને સ્ટેટસ અને પૈસા ના જોર થી જ મૂલ્યાંકન કરવાની હવે માસ્ટર ની આદત બની ગઈ છે કેમ કે માનવતા કે આત્મીયતાની લાગણી હવે રહી નથી
મારો મિત્ર સૂરજ અને એ જૂની યાદો હંમેશા સાથે રહેશે