રાજકારણ અને લાગણીઓનું ગણિત "ઈમોશનલ મેનિપ્યુલેશન" એક કળા કે રમત?
રાજકારણ અને લાગણીઓનો સબંધ ઘણો જુનો છે,લોકશાહી માં સત્તા નો માર્ગ જનતાના મતો પર આધારીત હોય ત્યારે નેતાઓ માટે લોકો ના હૃદય સુધી પહોંચવું અનિવાર્ય બની જાય છે .ઘણીવાર આ પહોંચ તાર્કિક મુદ્દાઓ કરતા ભાવનાત્મક જોડાણ પર વધુ નિર્ભર હોય છે.રાજકારણ માં લોકોને આકર્ષવા માટે લાગણીઓ સાથે રમત રમવા માં આવે છે જેને "ઈમોશનલ મેનિપ્યુલેશન" તરીકે ઓળખવામાં આવે છે .
લાગણીઓ નો ઉપયોગ કેમ થાય છે કાંઈ અંદાજો ખરો?, મનુષ્ય એક ભાવનાશીલ પ્રાણી છે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હિસાબે મનુષ્ય મગજ પર તર્ક કરતા લાગણીઓ વધુ અસરકારક બની બેસે છે તેથી આપણે નિર્ણયો મોટેભાગે તાર્કિક નહીં પણ લાગણીશીલ લઇ લેતા હોઈયે છીએ.રાજકારણીઓ જાણે છે કે જનતા આર્થિક આંકડાઓ કે જટિલ નીતિઓ સમજાવવામાં આવશે તો કદાચ તેઓ કંટાળી જાશે.પરંતુ જો તેમને ધર્મ,જ્ઞાતિ,દેશભક્તિ કે ભય જેવી સંવેદનશીલ બાબતો સાથે જોડવામાં આવશે તો તેઓ દ્વારા તરત પ્રતિક્રિયાઓ આપવામાં આવશે.
લોકોને આકર્ષવા રાજકારણીઓ માટે સૌથી વધુ ઉપયોગી અને કારગર શસ્ત્ર હોય તો તે છે "ભય", દા.ત. "જો અમારી પાર્ટી નહીં જીતે તો સંસ્કૃતિ જોખમમાં આવી જશે", અથવા "સામે નો પક્ષ જીતશે તો દેશ બરબાદ થઈ જશે". આ પ્રકાર ની પ્રતિક્રિયાઓ લોકો માં અસલામતીની ભાવના પેદા કરે છે. ત્યારે માણસ તાર્કિક વિચારશક્તિ ગુમાવી રક્ષણ ની શોધ તરફ નજર બનાવે છે જેથી આપણી માનસિકતા પર પ્રભાવ પાડનારી વ્યક્તિ અથવા પાર્ટી તરફનું આકર્ષણ તેની તરફ વધુ આપણને ખેંચે છે,
નેતાઓ જનતાને એવું પણ અનુભવાવે છે કે તેઓ કોઇ મહાન વારસા કે સમુદાય નો હિસ્સો છે,જ્ઞાતિવાદ કે પ્રાદેશિકવાદ ના નામે જ્યારે "આપણી અસ્મિતા" ની વાત કરવામાં આવે છે ત્યારે લોકો ગૌરવની લડાઇ તરફ આકર્ષાય છે.ઓળખ,સંસ્કૃતિ બચાવવા કે તેને શ્રેષ્ઠ સાબિત કરવા ભાવુક થઈ ચોક્કસ પક્ષને સમર્થન આપી બેસે છે.અને પાર્ટી કે કોઇ નેતાની લડાઈ ને પોતાની લડાઈ સમજી શું સત્ય કે શું જૂઠ ની વિચારસણી ગુમાવી નાખે છે.
જેવી રીતે ભય એક નકારાત્મક લાગણી છે તેવી રીતે જ આશા સકારાત્મક લાગણી છે."સારા દિવસો" , "ગરીબી નિવારણ", "ભ્રષ્ટાચાર નાબૂદી" જેવા નારાઓ લોકો માં ભવિષ્ય ની આશાઓ જગાવે છે, રોજિંદી મુશ્કેલીઓ માં ઘેરાયેલા માણસો ને નેતાઓ દ્વારા સપનાઓ દેખાડવા માં આવે છે જેને લોકો મસીહા સમજી બેસે છે
છબી. નેતાઓ ઘણીવાર ખુદ નુ ગરીબી વાળું ભૂતકાળ રજૂ કરે છે તો ક્યારેક સામાન્ય માણસ ની સાથે બેસી ભોજન લેવું.આ બધું લોકો સાથે કનેક્ટ થવા માટે સ્ટંટ કરવામાં આવે છે.
આજના સમય માં લાગણીઓ સાથે રમવાનું કામ સોશિયલ મીડિયા (Instagram,Facebook,Twitter...)એ બહુજ સરળ કરી દીધું છે,લોકો ને એવા વિડિયો કે સમાચાર બતાવામાં આવે છે કે ચોક્ક્સ રાજકીય પક્ષ કે નેતાની વિચારધારા મજબૂત છે તેવું જતાવતું હોય.તથા વિરોધપક્ષ તરફ નફરત અને પોતાના પક્ષ તરફ અતાર્કિક પ્રેમ જગાડવામાં મોટો ફાળો રાજકીય પાર્ટીની આઇટી સેલ નો રહે છે
જ્યારે રાજકારણ માત્ર લાગણીઓ પર ચાલે છે ત્યારે શિક્ષણ,આરોગ્ય,રોજગાર અને મોંઘવારી જેવા પાયાના મુદ્દાઓ હાંસિયામાં ધકેલાઇ જાય છે , ભાવનાત્મક જુડાવ થી લેવાયેલા નિર્ણયો લાંબાગાળે નુકશાનકારક સાબિત થાય છે
ટૂંકમાં લાગણી એ માનવીય જીવનનું અભિન્ન અંગ છે.લોકશાહી માં લોકો સાથે સવેંદલશીલ રહી જોડાવું ખોટું નથી પરંતુ તેનો ઉપયોગ ફક્ત ખુરશી કે પાર્ટી બચાવવા માટે થાતો હોય તો એ લોકશાહી માટે ખતરારૂપ છે,સાચા હૃદય થી એક જાગૃત નાગરિક તરીકે કે આપણી જવાબદારી છે કે નેતાઓના ભાષણો કે પ્રતિક્રિયાઓ પાછળ ના તર્ક ને સમજીયે અને વાસ્તવિકતા ને પ્રાથમિકતા આપી મૂલ્યાંકન કરીએ , રાજકારણ ને દિલ થી નહીં પણ દિમાગ થી તપાસવામાં આવશે ત્યારે જ વિકાસ શક્ય બનશે.
"જય માં આશાપુરા" 🙏