પાપા ના ગયા પછી અચાનક જ ઘર ની વાત બધી જવાબદારીઓ હતી
મોટા મોટા ડીસીશન લેવાના હતા જે એક સમયે પાપા કરતા હતા એ બધા જ કામ આવી ગયા હતા.
ક્યારેક ઘર ના બીજા કાકા બાપા સાથે કામ કરવુ પડતુ. ક્યારેક એમની સલાહ ની જરૂર હતી.
ક્યારેક એ એમનો વડીલ હોવાનો ફાયદો પણ ઉઠાવી જાય . તો કદાચ જવાબ આપવા એ મજબૂરી બની જાય.
એમા ની જ એક વાત કાઉ તો અમારા હસમુખ કાકા. હસમુખ કાકા મારા દૂર ના રેલેટિવ થાય.
એ વર્ષો થી મહેસાણા રહેતા હતા.
મહેસાણા ના એ મોટા દલાલ. જમીન મકાન ના એ મોટા દલાલ હતા. બઉ સારા બિજનેસ માઈન્ડ. સલાહ માગીએ તો બઉ ડિટેઇલ્સ માં જવાબ મળે.
પણ એમને બઉ નજીક થી મે એમની સાથે કામ કર્યું.
પણ એમની સૌથી ખરાબ આદત જજ કરવાની.
આખો દિવસ ૨૪ એ કલાક દરેક આજુ બાજુ ના માણસ વિશે વિચારે અને સર્ટિફિકેટ આપ્યા કરે.
આ ૧૯૬૦ ૧૯૭૦ ૧૯૮૦ ના દાયકા માં જન્મેલા લોકો ની આ એક સૌથી ખરાબ આદત બસ જજ કરવાની. સર્ટિફિકેટ આપવામાં નંબર.
હોશિયારી ના સર્ટિફિકેટ
મેચ્યુરિટિ ના સર્ટિફિકેટ.
પાપા ના ગયા પછી મારે બધા વડીલો સાથે કામ કરવાનુ હતુ. ઘણી બધી બાબત માં પોતાનો કામ કાઢવાનુ હતુ. ત્યારે મને સમજાયુ કે આ મેચ્યુરિટિ ના સર્ટિફિકેટ નથી આ તો એમના ઇગો ના સર્ટિફિકેટ છે. અને દરેક સર્ટિફિકેટ સાચા પણ ન હતા. કેમ કે વડીલ હોવાનો ફાયદો ઉઠવાના ચક્કરમાં આ સર્ટિફિકેટ મળતા હતા.
હસમુખ કાકા ને જ્યારે પણ મળીએ ત્યારે જય શ્રી કૃષ્ણ કહેવુ જ પડે નઈ તો નોન સેન્સ ના સર્ટિફિકેટ આપી દે.
હસમુખ કાકા ની વાતો માં અગ્રી થવુ જ પડે નઈ તો તુ હજુ નાનો છે તને ના ખબર પડે. (નાના માણસ ને સાચી સલાહ આપવી જોઈએ સર્ટિફિકેટ નઈ)
હસમુખ કાકા ની વાતો માં છેલો સાર એમ જ નીકળે. તારે હજુ ઘણુ શીખવાનુ બાકી છે. (સર્ટિફિકેટ ની જગ્યા એ શીખવાડવાની જરૂર હતી)
તુ હજુ mature નથી હજુ immature છે. (સર્ટિફિકેટ ની જગ્યા એ mature કઈ રીતે બનાય એ શીખવાની જરૂર હતી)
તુ એટલો હોશિયાર નથી. (સર્ટિફિકેટ ની જગ્યા એ હોશિયાર કઈ રીતે બનીશ એ શીખવાની જરૂર હતી)
હસમુખ કાકા ની વાતો માં છેલે તારા પાપા પાસે થી આટલુ નથી શીખ્યો. (સર્ટિફિકેટ ની જગ્યા એ શીખવવાની કે રસ્તો બતાવવાની જરૂર હતી. )
ઘણી બધી વખત આવા ફેક સર્ટિફિકેટ નો અસર મારા મમ્મી ને ચિંતા માં લાવી દે તા.ઘણો લાંબા સમય પછી મમ્મી ને પણ સમજાયુ કે આ મારો કેરેક્ટર સર્ટિફિકેટ નથી પણ એમનો ઇગો નુ સર્ટિફિકેટ છે.
આજે ૫ વર્ષ પછી મમ્મી સમજી જાય છે કે કદાચ આ કેરેક્ટર સર્ટિફિકેટ છે કે એમનો ઇગો હર્ટ થયો એનુ સર્ટિફિકેટ.
તકલીફો પડતી ગઈ અને ઈશ્વર એ રસ્તો બતાવ્યો. દરેક મોટા નિર્ણય સાચા પડતા ગયા. આજે હવે કોઈના સર્ટિફિકેટ ની જરૂર પડતી નથી.
જ્યારે ડૂબતા માણસ ને તરતા શીખવવા લાઇન લાગી હતી. પણ હવે ઈશ્વર ના આશીર્વાદ થી તરતા આવડી ગયુ છે.
પાપા ના ખભા થી દુનિયા બઉ બ્યૂટીફૂલ છે. પણ એ પોતાના ખભા ઉપર આવી જાય અચાનક તો ઈશ્વર ની કૃપા હોય તો જ આબાદ નીકળી શકાય.
વાચકો મિત્રો તમારી આજુબાજુ પણ તમારી સમસ્યા ના સમયે સોલ્યૂશન આપવા ની જગ્યા એ કેરેક્ટર સર્ટિફિકેટ આપવા વાળા લોકો હોય તો ચેતી જજો અને આવા લોકો ને દૂર થી જાય શ્રી કૃષ્ણ કહેવાનુ રાખજો.
કેમ કે આ વડીલો સાચી સલાહ કે માર્ગદર્શન આપવા ની જગ્યા એ કેરેક્ટર સર્ટિફિકેટ આપીને એમનો ઇગો સંતુષ્ટ કરી રહ્યા છે. સમસ્યા માં રસ્તો બતાવે એ વડીલ ની જરૂર છે ના કે કેરેક્ટર સર્ટિફિકેટ.
Written by Akhil Kumar