The culmination of the sacrifice in Gujarati Women Focused by Urmi Sonagara books and stories PDF | આહુતિ ની પરાકાષ્ઠા

Featured Books
Categories
Share

આહુતિ ની પરાકાષ્ઠા

આ એવી આહુતિ છે જેમાં બધું હોમાય તો જાય અને પછી ધુવાડો થાય તો પણ છેલ્લે આહુતિ નો જ દોષ કાઢવામાં આવે છે , એવું વક્તિવ જેના વગર આ સૃષ્ટી આધુરી છે .

એક સ્ત્રી જેને તેની આખી જિંદગી માં માત્ર ને માત્ર પોતાના આત્મ સમ્માન અને સપના ની  આહુતિ આપે છે પણ તેની કોઈ ચરમસીમા આવતી નથી. શરૂઆત ત્યાં થી થાય છે કાશ !! મને દીકરો આવ્યો હોત જ્યારે એક દીકરી પછી પણ બીજી દીકરી નો જન્મ થાય છે , એને એ ઘડી થી તેને એક જિંદગી ના દરેક પગલે તેને આહુતિ ની કદર તો થતી નથી પણ હોમવા નું હોય જ છે . 

તું રમકડું ભાઈ ને આપી દે તું તો બહેન છો ભાઈ ને રમવા નું હોય તારે ઘર નું કામ કરવા નું , પછી જયારે તે આગળ વધે જીવન માં તો તારે ભણવાની ઇચ્છા હોય તો જ ભણ જે કાઈ બની શકે તો જ બાકી ઘર નું કામ તો આખી જિંદગી તારી કિસ્મત માં લખ્યું છે . 

સંસાર નો આ નિયમ કોણે બનાવ્યો હશે કે દીકરી જ સાસરે જાય શું એનું હૃદય એટલું કઠોર હશે કે એને પોતાની વહાલ સોય દીકરી ને પોતાના થી દૂર કરી હશે સોથી પહેલાં સાસરે વળાવી , સાસરે જઈ ને પણ તે જ આહુતિ હોમવાની શરૂઆત થઇ જાય છે , આપણે તો વહુ આવી છે હવે શું ઉપાધી હોય . 

એ વહુ ને કોઈ ન પૂછે કે તારી પસંદ ને નાપસંદ શું છે બસ તું આખા પરિવાર નું ધ્યાન રાખ તો પણ તારું ધ્યાન તો તું પોતે જ રાખી લે ,અને  જો વળી વહુ ભણેલી હશે તો તું નોકરી ને ઘર બને સાંભળી લે . 

એ પણ મંજૂર છે કે નોકરી અને ઘર ની જવાબદારી સાથે મળી ને નિભાવી શકાય છે .   પણ માત્ર ઘર નું કામ કરી ને જ આખી જિંદગી કાઢવાની...... ?? 

આજે જ્યારે મને સમજાણું મારી માઁ એ એની આખી જિંદગી કેવી રીતે રસોડા માં કાઢી નાખી ત્યારે સમજાય કે આહુતિ આપવી ખૂબ જ મોટી કસોટી છે ... 

એક સ્ત્રી નું જીવન શરૂ  ત્યાંથી થાય છે કે , આનો જન્મ તો આણું કરિયાવર માં જ પિતા ની સમસ્યા શરૂ કરવા માટે જ થયો છે , અને અંતે પૂર્ણ પણ એમ જ થાય છે કે એનો દીકરો એમ કહે કે તે મારા માટે કર્યું છે જ શું માં કે તું મારી પત્ની ને બે શબ્દ કહી બતાવે છે ... 

એક પછી પછી એક આહુતિ હોમાય છે સ્ત્રી તરફ થી , બે પરિવાર ના સભ્યો જીવન રૂપી હવન માં પણ હવે એની પરાકાષ્ઠા આવે તો સારું .. હવે એ સ્ત્રી ને પરાકાષ્ઠા ની જરૂર છે કોઈ તો સમજો કે એ સ્ત્રી છે કોઈ કટપુતળી નથી ... 

હે પ્રભુ , હવે એટલી કસોટી ન લે કે એની પરાકાષ્ઠા આવી પણ સ્ત્રી ને એમ કહે છે કે હજી એક આહુતિ હોમી દે , તું તો સ્ત્રી છે તારો જન્મ તો આહુતિ હોમવા માટે જ થયો છે તને શું ફરક પડે ,,,, 

         એવું કહેવામાં કઈ ખોટું નથી કે સ્ત્રી નું જીવન જ એક ત્યાગ અને સમર્પણ ની મૂર્તિ રૂપી મહાન દેવી સમાન છે . 

             પહેલા એક બહેન તરીકે , પછી એક દીકરી તરીકે , પછી એક વહુ , પછી સૌથી મોટી ત્યાગ અને નિસ્વાર્થ પ્રેમ જેમાં પાછું કશું મેળવાની આશા વગર બસ હોમાય જાય એક પત્ની તરીકે , અને એના થી પણ વિશેષ એના સંતાનો માટે આખી જિંદગી પણ કાઈ લાલસા વગર તેનું ભલું થાય એટલા માટે આખા જીવન ના એના બધાંય કસ્ટો અને પીડા ભૂલે છે એના સંતાનો માટે એક માઁ ની ફરજ પૂરી કરી ને તો શું એનું કઈક અંશ માત્ર તો રૂણ ચૂકવણી ની ફરજ છે એના સંતાન ની ??? 

કશા !! કોઈ સમજે આ લાગણી ને કે આહુતિ તો સ્ત્રી આપી દે માત્ર એની કદર તો કરો તો પણ સ્ત્રી ના  જીવ ને હાશકારો મળે કે કોઈ ને તો મારી પ્રત્યે સમ્માન છે ,,, 

                 

                                                         અણમોલ રતન વાણી .