Navtarang Magazine - Issue 2 in Gujarati Magazine by Lax Somani books and stories PDF | નવતરંગ મેગઝીન - અંક 2

Featured Books
  • બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 7

        બૉસ તેને આપણે બિઝનેસમાં હરાવી દેશું, પણ તે તેના મનથી કોઈ...

  • પંચાયત - ભાગ 5

    ચૂંટણી અધિકારીની ઓફિસમાં ભારે તણાવ હતો. બહાર સેંકડો લોકો એકઠ...

  • રઘુવંશ - ભાગ 3

    "જેના નામ પરથી આ ધરા 'પૃથ્વી' કહેવાઈ, એ પ્રથમ ચક્રવર...

  • પત્ર

    વહાલા પપ્પા આજે પાંચ વર્ષ પછી તમારી સામે દિલ ખોલીને વાત કરવા...

  • સફળતા?? - 3

    રોહનને અટકાવતા કહ્યું , “હા ! મને ખબર છે  , પણ મારે હવે તારા...

Categories
Share

નવતરંગ મેગઝીન - અંક 2

૧. ગુજરાત સ્થાપના દિવસ:-

દર વર્ષે ૧ મે ના દિવસને સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ 'ગુજરાત સ્થાપના દિવસ' અથવા 'ગુજરાત ગૌરવ દિવસ' તરીકે ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. આ દિવસ માત્ર એક તારીખ નથી, પરંતુ લાખો ગુજરાતીઓની અસ્મિતા, સંઘર્ષ અને વિજયનું પ્રતીક છે. 

ભારતની આઝાદી પછી, અત્યારનું ગુજરાત અને મહારાષ્ટ્ર બંને 'બૃહદ મુંબઈ રાજ્ય' નો ભાગ હતા.પણ ભાષાના આધારે અલગ રાજ્યની માંગણી સાથે 'મહાગુજરાત આંદોલન' શરૂ થયું. આ આંદોલનનું નેતૃત્વ ઇન્દુલાલ યાજ્ઞિક કર્યું હતું.અને આ આંદોલન લગભગ ૩ વર્ષ, ૮ મહિના અને ૨૪ દિવસ જેટલો સમય ચાલ્યું હતું. અને ધણાં સંઘર્ષ અને બલિદાનો પછી, ૧ મે, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે બે અલગ રાજ્યો બન્યા: ગુજરાત અને મહારાષ્ટ્ર. આ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગુજરાત તેના સમૃદ્ધ વારસા અને ખમીરવંતી પ્રજા માટે જાણીતું છે.​જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત." ગુજરાતીઓ તેમના વેપારી કૌશલ્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આજે ગુજરાત દેશનું 'ગ્રોથ એન્જિન' ગણાય છે.આ ભૂમિએ નરસિંહ મહેતા, મીરાંબાઈ જેવા સંતો અને મહાત્મા ગાંધી તથા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા રાષ્ટ્રના ઘડવૈયાઓ આપ્યા છે.ગરબા, ડાયરો, પતંગોત્સવ અને કચ્છનો રણોત્સવ ગુજરાતની આગવી ઓળખ છે. જે પુરા દેશ બહાર માં પ્રસિદ્ધ છે.

સ્થાપના કાળથી અત્યાર સુધીમાં ગુજરાતે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે: જેવી કે,

શ્વેત ક્રાંતિ:- અમૂલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદનમાં વિશ્વસ્તરે નામ મેળવ્યું.​

ઔદ્યોગિક હબ: હીરા ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ, પેટ્રોલિયમ અને રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત અગ્રેસર છે.

​પ્રવાસન: 'ખુશબૂ ગુજરાત કી' અભિયાન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગીરના સિંહોને વિશ્વના નકશા પર મૂક્યા છે.

ગુજરાત સ્થાપના દિવસ આપણને આપણી ભાષા, સંસ્કૃતિ અને ઈતિહાસ પર ગર્વ કરવાની ભાવના પૂરી પાડે છે. આજે જ્યારે ગુજરાત ૨૧મી સદીમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે દરેક ગુજરાતીનો સંકલ્પ હોવો જોઈએ કે આપણે આપણા રાજ્યને વધુ સમૃદ્ધ, સુરક્ષિત અને સંસ્કારી બનાવીએ. અને આપણા દરેક નેતા પર ગર્વ અનુભવીએ.

" જય જય ગરવી ગુજરાત "

૨. ઉનાળા ની ગરમી માં સ્વાસ્થ્ય ની રક્ષા :-

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વધતું જતું તાપમાન માત્ર અસ્વસ્થતા જ નહીં, પણ લૂ લાગવી જેવી ગંભીર સમસ્યાઓ પણ આમંત્રણ આપી શકે છે.

ગરમીમાં શરીરનું તાપમાન જળવી રાખવું જરૂરી છે નહીંતર શરીર માં પાણી ઘટી શકે છે. તરસ ન લાગી હોય તો પણ દિવસ માં થોડા-થોડા સમયે પાણી પીતા રહેવું જોઈએ. અને તેની સાથે ​કુદરતી પીણાં જેવા કે લીંબુ શરબત, નારિયેળ પાણી, છાશ અને વરિયાળીનું શરબત શરીરને ઠંડક આપે છે. વધુ પડતી ચા, કોફી અને ઠંડા પીણાં ને ટાળવા જોઈએ, કારણ કે તે શરીરમાં પાણી ઘટાડે છે. 

તમારા આહારમાં થોડો ઘણો ફેરફાર કરવાથી ગરમી સામે રક્ષણ મળે છે.ઉનાળા ના સમય દરમિયાન જે ખોરાક પચવામાં હળવો હોય અને તેવો તાજો ખોરાક લેવો જોઈએ.ફળો અને શાકભાજી જેવા કે તરબૂચ, ટેટી, કાકડી, સંતરા અને દ્રાક્ષ જેવા ફળો વધુ ખાઓ જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય તે પાણી પૂરું પાડવા ની સાથે શરીર ને ગરમી સામે લડત પણ આપે છે.આપણે ​તળેલો અને મસાલેદાર ખોરાક શરીરની ગરમી વધારે છે, જેથી તેને તલાવો જોઈએ.

બપોરે ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન સૂર્યના કિરણો સૌથી વધારે પ્રબળ હોય છે.બને ત્યાં સુધી બપોરના સમયે તડકામાં બહાર જવા નું ટાળો. અને નો જવું જ પડે એવું હોય તો ​સનસ્ક્રીન લગાડી ને જવાનુ રાખો જેથી શરીર ની ચમાડી કાળી ના પડે.

કઈ પણ પ્રકાર નું શરીર માં થાય જેવું કે ચક્કર આવવા, પેટ માં દુખવું તો ડૉક્ટર ની અચૂક સલાહ લેવી જોઈએ.

૩. નિ : સ્વાર્થ પ્રેમ ના સમર્પણ નો પર્વ એટલે માતૃદીન :-

'મા' — આ એક શબ્દમાં સમગ્ર બ્રહ્માંડનો સાર સમાયેલો છે. કહેવાય છે કે ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતો નહોતો, તેથી તેણે 'મા'નું સર્જન કર્યું. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે આપણે 'માતૃદિન' ઉજવીએ છીએ, જે આપણી માતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો એક સુંદર અવસર છે.

માતા માત્ર બાળકને જન્મ જ નથી આપતી, પરંતુ તે બાળકની પ્રથમ ગુરુ, મિત્ર અને માર્ગદર્શક પણ હોય છે. નવ મહિના સુધી ગર્ભમાં રાખવાથી લઈને બાળક મોટું થઈને પગભર ન થાય ત્યાં સુધી માતા જે સંઘર્ષ કરે છે. દુનિયા માં દરેક સંબંધમાં ક્યાંક ને ક્યાંક અપેક્ષા હોય છે, પરંતુ માતાનો પ્રેમ એકમાત્ર એવો છે જે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ હોય છે.​સહનશક્તિની મૂર્તિ: પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓનો ત્યાગ કરીને સંતાનની ખુશી માટે જીવવું એ જ માતાનો જીવનમંત્ર હોય છે. બાળકને સારા-નરસાનો ભેદ પારખતા શીખવવામાં માતાનો ફાળો સૌથી મોટો છે.

આજના આધુનિક યુગમાં, જ્યારે લોકો પોતાની વ્યસ્તતામાં માતા-પિતાને ભૂલી રહ્યા છે, ત્યારે માતૃદિન આપણને યાદ અપાવે છે કે આપણા અસ્તિત્વનો પાયો આપણી માતા છે.​

"ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર."

​ખરેખર, જે ઘરમાં માતાનો આદર થાય છે, ત્યાં જ સુખ અને શાંતિનો વાસ હોય છે. માતા પ્રત્યેનો પ્રેમ માત્ર વર્ષના એક જ દિવસ પૂરતો મર્યાદિત ન રાખતા, આપણા જીવનના દરેક દિવસને માતૃદિન બનાવીએ અને તેમને હંમેશા માન-સન્માન આપીએ એ જ આ દિવસની સાચી ઉજવણી છે.

૪. પરીક્ષા પછીનું આયોજન:-

ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓના મનમાંથી એક મોટુ ભારણ થઇ જાય છે. લાંબા સમયની મહેનત પછી આરામ મળવો સ્વાભાવિક છે, પરંતુ આ સમય માત્ર ઊંઘવા કે ફરવા માટે નથી. વાસ્તવમાં, પરીક્ષાના અંત અને પરિણામ વચ્ચેનો આ ગાળો તમારી કારકિર્દીના ઘડતર માટેનો 'બ્રિજ' છે.

૧૦મું ધોરણ પત્યા પછી સૌથી મોટી મૂંઝવણ 'કયો પ્રવાહ પસંદ કરવો?' તેની હોય છે.​ જે તમારી રસ અને રુચિનું વિશ્લેષણ હોય તે મુજબ તમારે તે પ્રવાહ નિ પસંદગી કરવી જેમ કે તમને ગણિત ગમે છે? કે પછી સાહિત્ય અને કલા? તમારી ક્ષમતા મુજબ Science, Commerce, અથવા Arts પસંદ કરવા જોઈએ. અને જો તમારે વહેલી તકે ટેકનિકલ લાઇન કે નોકરીમાં જોડાવું હોય, તો ITI અથવા ડિપ્લોમા એન્જિનિયરિંગનો વિકલ્પ યોગ્ય ગણી શકાય. જો તમે Science લેવાના હોવ તો ૧૧-૧૨માં આવતા પાયાના સિદ્ધાંતો અત્યારથી સમજવાના શરૂ કરો. 

૧૨મું ધોરણ એ કરિયરની શરૂઆત છે. અહીં તમારો એક નિર્ણય તમારી આખી જિંદગી નક્કી કરી શકે છે.જો તમે વિજ્ઞાન લીધું હોય તો JEE, NEET, GUJCET જેવી પરીક્ષાઓ પછી એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી કે B.Sc. માં કઈ કોલેજો શ્રેષ્ઠ છે તેનું લિસ્ટ બનાવો.જો કોમર્સ લીધું હોય તો C.A., C.S., B.Com, B.B.A. કે હોટલ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં પ્રવેશ પ્રક્રિયા અને ફી વિશે જાણકારી મેળવવાંવી જોઈએ. અને જો તમે આર્ટસ લીધું હોય તો B.A., લિબરલ આર્ટસ, પત્રકારત્વ, ફેશન ડિઝાઇનિંગ કે લો (Law) માટેની પુરી જાણકારી મેળવવી જોઈએ.

નોંધ :-

એન્ટ્રન્સ એક્ઝામ: ઘણી યુનિવર્સિટીઓ પોતાની અલગ પરીક્ષા લે છે, તેના ફોર્મ ક્યારે ભરાય છે તેની વિગતો મેળવિ લેવી જોઈએ.

ઇન્ટર્નશિપ કે પાર્ટ-ટાઇમ કામ: જો શક્ય હોય તો, તમારા ક્ષેત્રને લગતું નાનું કામ કે અનુભવ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

ડોક્યુમેન્ટેશન: એડમિશન માટે જરૂરી લિવિંગ સર્ટિફિકેટ, જાતિના દાખલા, કે આવકના દાખલા જેવા દસ્તાવેજો તૈયાર કરી લેવા જોઈએ.

–> બધાં પ્રવાહ ના ફોમ GCAS પર ભરવા માં આવે છે.

૫. એક પ્રવાસ પંચમઢી તરફ નો :-

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે મેદાની વિસ્તારો તપતા હોય, ત્યારે મધ્ય પ્રદેશનું પંચમઢી એક ઠંડકભર્યો વિસામો બની રહે છે. 'સાતપુડાની રાણી' તરીકે ઓળખાતું આ હિલ સ્ટેશન કુદરતી સૌંદર્ય, ધોધ અને ગુફાઓથી ભરપૂર છે. ઉનાળા ના સમયગાળા માં થતા વેકેશન માં અહીં ચોક્કસ એક વાર આવવું જોઈએ.

જ્યારે મે મહિનાનો સૂરજ આકાશમાંથી અગનગોળા ફેંકતો હોય, ત્યારે મન કોઈ એવી જગ્યા શોધે છે જ્યાં માત્ર ઠંડક હોય. મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં આવેલું પંચમઢી એવું જ એક સ્થળ છે જ્યાં જવાથી મન શાંતી પ્રાપ્ત કરે છે અને સકારાત્મક વિચારો મન માં આવવા લાગે છે. 

પંચમઢીમાં પ્રકૃતિના અનેક રૂપો જોવા મળે છે. ઉનાળામાં અહીંના જળધોધ અને ગુફાઓની મુલાકાત લેવી એ લ્હાવો છે. અહીં ઘણી ગુફા અને ધોધ લોકપ્રિય છે.​બી-ફોલ આ પંચમઢીનો સૌથી લોકપ્રિય ધોધ છે. ઊંચાઈ પરથી પડતા પાણીના ઝીણા ટીપાં મધમાખી જેવા ભાસે છે, તેથી તેને 'બી-ફોલ' કહેવામાં આવે છે.જટાશંકર ગુફા: એક કુદરતી ગુફા જેમાં શિવલિંગ બિરાજમાન છે. ગુફાની અંદરનું તાપમાન બહાર કરતા ઘણું ઓછું હોય છે, જે મનને શાંતિ આપે છે.પાંડવ ગુફા: પૌરાણિક કથા મુજબ પાંડવોએ અહીં વનવાસ દરમિયાન સમય વિતાવ્યો હતો. આ પાંચ ગુફાઓ પરથી જ શહેરનું નામ 'પંચમઢી' પડ્યું છે.

જો તમે એડવેન્ચર ના શોખીન છો તો તમારા માટે આ સ્થાન કઈ ઓછું નથી.અહીં તે એડવેન્ચર ની સાથે જીપ સફારી પણ છે જેના દ્વારા આપ વન્યજીવો ને નિહાળી શકો છો.

તમારે ત્યાં પહોંચવા માટે અમદાવાદ કે વડોદરા થી પીપરીયા ની ટ્રેન પકડાવી પડે અને જો તમે ખાનગી વાહન દ્વારા આવતા હોય તો તમારે ઇન્દોર કે ભોપાલ થી સરળતા થી પહોંચી શકાય છે. આવી રીતે ઉનાળા ની ગરમી ની રજા આનંદ અને મસ્તી સાથે વિતાવી શકાય છે.

૬.મૌન એક પરમ આનંદ :-

મૌન એ માત્ર શબ્દોનો અભાવ નથી, પરંતુ આંતરિક શાંતિની એક ઊંડી અવસ્થા છે. જ્યારે વાણી અટકે છે, ત્યારે જ સાચું સાંભળવાનું શરૂ થાય છે.

આજની ભાગદોડ ભરેલી દુનિયામાં, જ્યાં ચારેતરફ ઘોંઘાટ છે, ત્યાં ' મૌન ' એક લક્ઝરી બની ગયું છે. આપણે બહારના અવાજો થી તો પરેશાન છીએ જ, પણ આપણા મનની અંદર ચાલતો વિચારોનો સતત સંવાદ ના કારણે આપણને સાચો આનંદ અનુભવાતો જ નથી.વાસ્તવમાં, મૌન એ શૂન્યતા નથી, પણ પૂર્ણતા છે.

જ્યારે આપણે મૌન ધારણ કરીએ છીએ, ત્યારે આપણી બહાર વહેતી શક્તિ અંદર તરફ વળવા લાગે છે. મહાન સંતો અને વિચારકો એ કહ્યું છે કે ઈશ્વરની ભાષા મૌન છે. આપણે જેટલા વધુ શાંત થઈએ છીએ, તેટલા જ આપણે આપણા અસ્તિત્વના મૂળ સાથે જોડાયાનો અનુભવ કરીએ છીએ. આ જોડાણ જ પરમ આનંદની પ્રાપ્તિ કરાવે છે.વધારે પડતું બોલવાથી અને સાંભળવાથી મન થાકી જાય છે. મૌન મન માટે 'રિચાર્જિંગ' જેવું કામ કરે છે. તે આપણા વિચારોને શુદ્ધ કરે છે અને નિર્ણય લેવાની ક્ષમતા વધારે છે. જ્યારે શબ્દો વિરામ લે છે, ત્યારે મનની અશાંતિ પૂર્ણ થાય છે અને એક અનોખી શીતળતાનો અનુભવ થાય છે.

મૌન એ વાતચીતનો સૌથી શક્તિશાળી પ્રકાર છે. ઘણીવાર જે વાત હજારો શબ્દો નથી સમજાવી શકતા, તે એક ક્ષણનું મૌન સમજાવી દે છે. પ્રેમ, કરુણા અને સંવેદનાની પરાકાષ્ઠા મૌનમાં જ હોય છે. કોઈ પ્રિયજનની સાથે બેસીને માત્ર મૌન રહીને જે સુખ મળે છે, તે દુનિયાના કોઈ પણ વાર્તાલાપ કરવા થી નથી મળતું નથી.

પરમ આનંદની આ અવસ્થા મેળવવા માટે પહાડોમાં જવાની જરૂર નથી. તમે રોજિંદા જીવનમાં પણ મૌન કેળવી શકો છો. દિવસ માં કોઈ પણ સમયે માત્ર ૧૦ થી ૧૫ મિનિટ ધ્યાન માં બેસવા થી નકારાત્મક વિચારો આવવા ના બંધ થઇ જશે અને જ્ઞાન માં વધારો થશે. જયારે કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે ત્યારે જવાબ આપતા પહેલા એક ક્ષણ થોભો. અને બગીચામાં કે આકાશ નીચે બેસીને કુદરતના મૌનને સાંભળવાનો પ્રયત્ન કરો.પક્ષીઓ નો કલરવ સાંભળો.

મૌન એ કાયરતા નથી, પણ આંતરિક તાકાત છે. તે આપણને અહંકારથી મુક્ત કરી નમ્રતા તરફ દોરી જાય છે. જે વ્યક્તિ મૌનમાં રહેતા શીખી જાય છે, તેને દુનિયાની કોઈ પણ અશાંતિ તેને વિચલિત કરી શકતી નથી. ખરેખર, મૌન એ જ પરમ શાંતિ અને પરમ આનંદનો માર્ગ છે.

૭. માનસિક શાંતિ :-   

​આજના ભાગદોડભર્યા અને સ્પર્ધાત્મક યુગમાં આપણે શારીરિક સ્વાસ્થ્ય પાછળ તો ખૂબ ધ્યાન આપીએ છીએ, પરંતુ ઘણીવાર 'માનસિક સ્વાસ્થ્ય' ને અવગણીએ છીએ. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ, સ્વાસ્થ્યનો અર્થ માત્ર રોગોની ગેરહાજરી નથી, પરંતુ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવું તે છે.

માનસિક સ્વાસ્થ્ય એટલે આપણી વિચારવાની, સમજવાની અને લાગણીઓને અનુભવવાની ક્ષમતા. તે નક્કી કરે છે કે આપણે તણાવનો સામનો કેવી રીતે કરીએ છીએ, બીજા સાથે કેવા સંબંધો રાખીએ છીએ અને જીવનમાં કેવા નિર્ણયો લઈએ છીએ.તેનું સંપૂર્ણ માનસિક સ્વાસ્થ્ય પર નક્કી કરે છે.

કામનું ભારણ અથવા આર્થિક મુશ્કેલીઓ થી માનસિક તણાવ થાય છે. સતત નિષ્ફળતાનો ડર કે સરખામણી કરવાની વૃતી થી માનસિક તણાવ વધતો જાય છે.લોકો સાથેનો સંપર્ક ઓછો થતો જાય અને તેની લોકો સાથે ની વાતચીત ઓછી થતી જાય તેનાથી તણાવ વધે છે.​પૂરતી ઊંઘ ન લેવાથી મગજ થાકી જાય છે. મગજ થાકી જવાથી કામ પૂરું થઇ શકે છે. તેના કારણે માનસિક તણાવ વધી શકે છે.​અત્યાર ના સમય માં સોશિયલ મીડિયા ના જમાના માં બીજાના આભાસી જીવન સાથે પોતાની સરખામણી કરવા થી આપણા મગજ માં નકારાત્મક વિચાર આવે છે અને માનસિક ચિંતા વધતી જાય છે.

​જો આપણે નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ તો માનસિક સ્વાસ્થ્ય મજબૂત બની શકે છે.​ મનમાં રહેલી મૂંઝવણ કે દુઃખ કોઈ વિશ્વાસુ મિત્ર અથવા પરિવારના સભ્ય સાથે વહેંચો જેથી કરી ને મન હળવું થાય છે અને તણાવ થતો નથી.દિવસમાં 7 થી 8 કલાકની ઊંઘ અનિવાર્ય છે. પૌષ્ટિક ખોરાક મગજની કાર્યક્ષમતા વધે છે અને કામ કરવા માં આનંદ આવે છે.

​ દરરોજ જો બની શકે તો માત્ર 15-20 મિનિટનું ધ્યાન મનને શાંત રાખવામાં અને એકાગ્રતા વધારવામાં મદદરૂપ થાય છે.મગજ માં કોઈ નકારાત્મક વિચાર આવતા નથી.અને દિવસ દરમિયાન સંગીત સાંભળવું, વાંચન, બાગકામ કે પેઈન્ટિંગ જેવી હોબી તમને આંતરિક ખુશી આપે છે.

જો બોવ ઉદાસ રહો અને માનસિક વિચારો ખુબ નકારાત્મક આવતા હોય અને કોઈ પણ પ્રકાર ની માનસિક મુશ્કેલી હોય તો સાયકોલોજીસ્ટ ની સલાહ અચૂક લેવી જોઈએ.

૮. વિચારો માં શુદ્ધિ :-

જેમ ગંદા પાણીમાં આપણું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું નથી, તેમ અશુદ્ધ વિચારોવાળા મનમાં આત્માનું તેજ પ્રગટતું નથી. મનુષ્ય જેવું વિચારે છે, તેવો જ તે બને છે. આપણા વિચારો એ જ આપણા જીવનનું ઘડતર કરે છે. તેથી જ, આત્માના કલ્યાણ માટે 'વિચારોની શુદ્ધિ' ખુબ જ મહત્વ પૂર્ણ ભાગ ભજવે છે.

​આપણા મનમાં આવતા નકારાત્મક ભાવો જેવા કે ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા અને પરનિંદા વિચારોને પ્રદૂષિત કરે છે. જ્યારે આપણે બીજાનું ખરાબ ઈચ્છીએ છીએ અથવા સતત ભૂતકાળના દુઃખોમાં જીવીએ છીએ, ત્યારે આપણા મનની ઊર્જા વેડફાય છે અને આત્મા મલિન બને છે આ વિચારો ને શુદ્ધ કરવા દિવસ દરમિયાન તમારા મનમાં કેવા વિચારો આવે છે તેનું નિરીક્ષણ કરો. જેવો કોઈ નકારાત્મક વિચાર આવે, તેને તરત જ 'સ્ટોપ' કહી હકારાત્મક વિચારમાં ફેરવી નાખો."જેવું અન્ન એવું મન, અને જેવું સંગ એવું રંગ." એટલે મહાપુરુષોના જીવનચરિત્રો વાંચો અને આધ્યાત્મિક પ્રવચનો સાંભળો. તે મનના કચરાને સાફ કરવાનું કામ કરે છે.તેની સાથે વધુ પડતું બોલવાથી વિચારોમાં ઉત્તેજના વધે છે. દિવસમાં ઓછામાં ઓછી ૧૫ મિનિટ મૌન પાળવાથી મન શાંત થાય છે અને વિચારો સ્થિર બને છે.દિવસ માં આપણે એક વાર મંત્રનો જપ અથવા ઈશ્વરની પ્રાર્થના કરવા થી મનએકાગ્ર બને છે, જેનાથી અશુદ્ધ વિચારો આપોઆપ દૂર થવા લાગે છે. શુદ્ધ વિચારોવાળી વ્યક્તિ ભીડમાં પણ માનસિક શાંતિ અનુભવે છે. અને જયારે મન ચોખ્ખું હોય, ત્યારે આપણે સાચા-ખોટાનો વિવેક કરી શકીએ છીએ.જ્યારે આપણે સૌવ નું સારુ ઈચ્છીએ છીએ, ત્યારે આસપાસનું વાતાવરણ પણ પ્રેમાળ બની જાય છે. શુદ્ધ મન એ ઈશ્વરનું નિવાસસ્થાન છે. વિચારો શુદ્ધ થતા જ આત્મા પરમાત્માના તેજને ઝીલવા તૈયાર થાય છે.

"ખરાબ વિચારો એ આત્મા પર લાગેલી ધૂળ છે, અને શુભ વિચારો એ તેને સાફ કરતું અમૃત છે."

૯. ઈશ્વર પ્રણિધાન :-

મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગના 'નિયમ' માં જે પાંચ બાબતો જણાવી છે, તેમાં સૌથી મહત્વપૂર્ણ નિયમ છે — 'ઈશ્વર પ્રણિધાન'. સાદા શબ્દોમાં કહીએ તો, ઈશ્વર પ્રણિધાન એટલે આપણા દરેક કર્મો, વિચારો અને ફળને પરમાત્માના ચરણોમાં અર્પણ કરી દેવા.

​આજનો માનવી સતત તણાવ અને ચિંતામાં જીવે છે કારણ કે તે માને છે કે 'હું જ આ બધું કરું છું' અને 'પરિણામ મારા ધાર્યા પ્રમાણે જ આવવું જોઈએ'. જ્યારે આપણે 'ઈશ્વર પ્રણિધાન'નો માર્ગ અપનાવીએ છીએ, ત્યારે આપણે આ 'હું' ના ભારને છોડી દઈએ છીએ. તે ભક્તિ માર્ગની ખુબ ઉંચી કક્ષા છે, ત્યારે સાધક પોતાની ઈચ્છાઓને ઈશ્વરની ઈચ્છામાં ઓગાળી દે છે.​ગીતામાં શ્રીકૃષ્ણ એ કહ્યું છે કે તેમ, કર્મ કરવું આપણા હાથમાં છે, પણ ફળ પર આપણો અધિકાર નથી. જ્યારે આપણે ફળની ચિંતા છોડીને કામ કરીએ છીએ, ત્યારે તે 'ઈશ્વર પ્રણિધાન' કહેવાય છે.​જીવન માં સુખ આવે કે દુઃખ, તેને ઈશ્વરનો પ્રસાદ માનીને સ્વીકારવો. "જેવી હરિ ઈચ્છા" — આ વાક્ય આત્માને શાંતિ આપે છે.અને જ્યારે આપણે સફળ થઈએ છીએ ત્યારે અહંકાર વધે છે અને નિષ્ફળ થઈએ ત્યારે લઘુતાગ્રંથિ અનુભવીએ છીએ. ઈશ્વર પ્રણિધાન આપણને એ જ શીખવે છે કે શક્તિ આપનાર પણ તે છે અને પરિણામ આપનાર પણ તે છે.

​આત્માનો ઉદ્ધાર ત્યારે જ શક્ય છે જ્યારે મન પવિત્ર અને શાંત હોય. ઈશ્વર પ્રણિધાન થીઆપણ ને કોઈ પણ પ્રકાર નિ ચિંતા રહેતી નથી.જયારે આપણી દોરી ભગવાનના હાથમાં હોય, ત્યારે ડર કેવો? જો એવું માની ને જીવન ના દરેક પાગલા ચાલતા રહેશું એટલે કોઈ પણ પ્રકાર નો દર લાગશે નહીં.​અને મન માં ઈર્ષ્યા અને લોભ ઓછા થાય છે.​અંતે પતંજલિ યોગસૂત્ર કહે છે કે માત્ર ઈશ્વર પ્રણિધાન દ્વારા પણ સમાધિ (પરમ આનંદ) સિદ્ધ થઈ શકે છે.

ઈશ્વર પ્રણિધાન એટલે ભગવાનને મંદિરમાં શોધવાને બદલે, આપણા દરેક કાર્યમાં તેને જોવા. જે વ્યક્તિ પોતાનું જીવન પરમાત્માને સોંપી દે છે, તેની જવાબદારી પરમાત્મા પોતે ઉપાડી લે છે. આ જ ખરો આત્મ-ઉદ્ધાર છે.