ધ રિયલ સર્વાઈવર્સ! (જન્મ વર્ષ: 1985 - 1995)
એક એવી અદભૂત પેઢી જે સમયના બદલાતા છેડાઓ વચ્ચે 'બ્રિજ' સમાન છે. જેણે જૂની દુનિયાની સાદગી અને નવી દુનિયાની સ્પીડ બંનેને ખૂબ નજીકથી માણી છે, જોઈ છે અને તેમાંથી પસાર થઈ છે."એક એવી પેઢી, જેણે બે સદીઓને પોતાની આંખે બદલાતી જોઈ છે..." આ વાત છે એવા લોકોની જેમનો જન્મ 1985 થી 1995 ની વચ્ચે થયો છે. આજે આ પેઢી 35 નો આંક વટાવવાની રેખા નજીક હશે અથવા 40-45 તરફ ડગ માંડી રહી છે, પણ એમનું અનુભવોનું ભાથું બહુ મજબૂત છે.
💰 સિક્કાથી સોફ્ટવેર સુધીની સફર
આ પેઢી પરિવર્તનની સાક્ષી છે. જેમણે 1, 2, 5 પૈસાના સિક્કાથી શરૂઆત કરી અને આજે 'ડિજિટલ પેમેન્ટ' સુધી પહોંચ્યા. અરે, 5 પૈસાથી લઈને ₹2000 ની નોટ પણ જોઈ! બાળપણમાં જેણે ગલ્લામાં "પૈસા" ભેગા કર્યા હતા, આજે જુવાનીમાં એ જ લોકો "પેમેન્ટ એપ્સ" વાપરી રહ્યા છે. અને હા, મહેમાનો પાસેથી શરમાતા-શરમાતા મળતી એ 10-20 ની નોટનો આનંદ તો કંઈક અલગ જ હતો!😊
✒️ શાહીથી ટચ-સ્ક્રીન સુધી
આ એ જ લોકો છે જેમણે શાહી-ખડીયા અને પેન્સિલ છોલીને અક્ષર સુધાર્યા હતા, અને આજે એ જ મક્કમ હાથે લેપટોપ અને સ્માર્ટફોન પર દુનિયા ચલાવી રહ્યા છે.
સાયકલના સપનાથી કારના સ્ટીયરિંગ સુધી
જેમના માટે બાળપણમાં 'સાયકલ' પણ એક લક્ઝરી હતી, આજે એ જ લોકો કારના સ્ટીયરિંગ પર મક્કમ હાથ રાખીને ફરે છે. સંઘર્ષથી સફળતા સુધીની ધીરજ આ પેઢીએ જાળવી જાણી છે.
સંસ્કાર અને મોર્ડન કલ્ચરનો સંગમ
આ પેઢી એટલે આજના જમાનામાં સૌથી સિનિયર અને સૌથી જૂનિયર વચ્ચેનો 'સેતુ'. જેમણે મહેમાનોના આદર-સત્કાર પણ શીખ્યા છે અને કોર્પોરેટ કલ્ચર પણ પચાવ્યું છે.
ક્યારેક ચંચળ, તો ક્યારેક ગંભીર... પણ સંસ્કારોની મૂડી લઈને ચાલનારી આ પેઢી આજે પણ સંબંધો સાચવવામાં મોખરે છે.*ટીવી એન્ટેનાથી નેટફ્લિક્સ સુધી*જેણે પુસ્તકોની સુગંધ પણ માણી છે અને કિન્ડલ પણ વાપર્યું છે. જેણે ટીવી એન્ટેના હલાવીને દુરદર્શનના ઝબકારા વચ્ચે ચિત્રહાર જોયો છે, અને આજે સ્પીડમાં નેટફ્લિક્સ પણ ચલાવી જાણે છે.આ પેઢી વિશે એક વાત તો માનવી પડે... એમણે જેટલા અને જેટલી ઝડપથી બદલાવ જોયા છે, એટલા કદાચ અગાઉ કોઈએ નથી જોયા. સૌથી મોટી સફળતા એ છે કે આ પેઢીએ દરેક પરિવર્તનને હસતા મુખે સ્વીકાર્યું છે. ભલે ઉંમર 35-40 થઈ, પણ દિલમાં હજુ પેલી 90's વાળી સાદગી હજું પણ જીવંત છે! ❤️
તા.ક. (તાજા કલમ):
આ માત્ર વર્ષોનો આંકડો નથી, પણ અનુભવોનો એક આખો ખજાનો છે. આ એ જ છેલ્લી પેઢી છે જેણે ઉનાળાના વેકેશનમાં 'મામાના ઘરે' જવાની આતુરતાથી રાહ જોઈ છે. એ સમયે કોઈ રિસોર્ટ કે હોટલના બુકિંગ નહોતા થતા, બસ એક થેલો ભરીને એસ.ટી. બસની બારી પાસે બેસીને પહોંચી જવાની જે મજા હતી, એ આજે ફ્લાઈટની મુસાફરીમાં પણ નથી આવતી. શેરીમાં મોડે સુધી રમાતી 'ગિલ્લી-દંડા', 'લંગડી' કે 'સતોડિયું' રમીને જે સાંજ પાડી છે, એ ધૂળમાં રમેલા દિવસોએ જ આપણને જમીન સાથે જોડાયેલા રાખ્યા છે.
આજના બાળકો માટે 'મેદાન' એટલે મોબાઈલની સ્ક્રીન હશે, પણ આપણા માટે તો આખી શેરી એક પરિવાર હતો. ઉંમરના આંકડા ભલે આજે 35 કે 40 વટાવી ગયા હોય, પણ જ્યારે આ પેઢીના બે જૂના મિત્રો મળે છે ને, ત્યારે હોદ્દાઓ, જવાબદારીઓ અને વ્યવહારના મુખૌટા ઉતરી જાય છે. ઘડીભર માટે આપણે ફરી પાછા એ જ 90 ના દાયકાના નિર્દોષ બાળકો બની જઈએ છીએ.
કારણ કે આ પેઢીએ માત્ર ટેકનોલોજી કે સદી નથી બદલાતી જોઈ, આપણે 'સંબંધો' નિભાવતા પણ શીખ્યું છે. આપણે એ જમાનાના છીએ જ્યાં પાડોશીના ઘરે પણ આપણું જ ઘર ગણાતું. ભલે દુનિયા ગમે તેટલી ડિજિટલ થઈ જાય, પણ આ પેઢી પાસે જે 'સંસ્કારોનું ભાથું' અને 'યાદોની મૂડી' છે, એ જ આપણને સાચા અર્થમાં 'રિયલ સર્વાઈવર્સ' બનાવે છે!