Love you yaar bhag-95 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 95

Featured Books
Categories
Share

લવ યુ યાર - ભાગ 95

લવે ઈન્સ્ટાગ્રામ ઉપર પોતાની સ્ટોરી મૂકી તેમાં છેલ્લો એક ફોટો તેણે જૂહી સાથે મૂક્યો હતો જેમાં જૂહી ઉંધી ઉભેલી હતી એટલે તેનો ફેઈસ દેખાતો નહોતો પણ લવે જૂહીનો હાથ પકડેલો હતો તે સ્પષ્ટ દેખાતું હતું...તે જોઈને લવની કોલેજની તેની ફ્રેન્ડે તેને જૂહી વિશે પૂછ્યું એટલે લવે તેની સાથે મજાક કરવાના ઈરાદાથી તેને મેસેજ કર્યો કે, "She is my best friend..."અને લવના આ મેસેજથી તેની કોલેજની ફ્રેન્ડ ઈરા તેનાથી નારાજ થઈ ગઈ અને લવ સાથે ચેટીંગ કરતાં કરતાં ઓનલાઈન થઈ ગઈ પછી તો લવે ઈરાને પોતે તેને લવ કરતો હોય તેવા બહુ બધા ઈમોજી મોકલ્યા પરંતુ ઈરા તો નિરાશ થઈને ઓફલાઈન થઈ ગઈ હતી…લવ મનમાં ને મનમાં બબડ્યો, "હે ભગવાન! હવે આ ઓનલાઈન ક્યારે થશે..?”રાત બહુ વીતી ચૂકી હતી...લવની આંખો પણ હવે ઘેરાવા લાગી હતી એટલે તેણે પોતાની બાજુમાં રાખેલું નાનું અમથું કુશન પોતાના બે પગ વચ્ચે દબાવ્યું અને તે મીઠી મીઠી નિંદર માણવા લાગ્યો.આ બાજુ જૂહી એટલી બધી થાકી ગઈ હતી કે તેને કપડા બદલવાના પણ હોશ નહોતા એટલે તેની પણ એના એ જ કપડામાં સવાર પડી ગઈ..અને સવારે જ્યારે તેની રૂમ પાર્ટનર છવીએ તેને ઢંઢોળીને ઉઠાડી ત્યારે તે ઉઠી અને ત્યારે તેને ભાન થયું કે પોતે નવા જ કપડા પહેરીને સૂઈ ગઈ હતી...ઉઠીને ફટાફટ નિત્ય ક્રમ પતાવીને તૈયાર થઈને તે ઓફિસ જવા માટે નીકળતી હતી ત્યાં જ લવનો ફોન આવ્યો..."ગુડ મોર્નિંગ મેડમ..""ગુડ મોર્નિંગ, બોલ કેમ ફોન કરવો પડ્યો?""અરે યાર તું તો ખરો સવાલ પૂછે છે, એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડને કામ વગર ફોન ન કરી શકે..?""અરે એવું નથી યાર, પણ મને અત્યારે ઓફિસમાં પહોંચવાનું છે અને લેઈટ થાય છે એટલે...લવે જૂહીની વાતને વચમાં જ કાપી અને તે બોલ્યો, "અચ્છા એવું છે ઓકે ઓકે.. ડોન્ટ વરી પણ સાંભળ મેં તને એવું પૂછવા ફોન કર્યો હતો કે તું આજે મારી ઓફિસમાં આવવાની છે ને..?""કંઈ નક્કી નથી.. કંઈક કામ હશે તો આવી જઈશ..""અરે મારે તારું કામ છે તો તું કેટલા વાગ્યે આવીશ..""હું તને મેસેજ કરું.."અને જૂહીએ ફોન કટ કર્યો અને ફટાફટ ઓટો પકડીને પોતાની ઓફિસ જવા નીકળી ગઈ.લવ પણ પોતાની ઓફિસે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને થોડી વારમાં પોતાના દાદૂ સાથે તે પણ ઓફિસે પહોંચી ગયો.લવે ઈન્ડિયા આવીને ધીમે ધીમે પોતાના દાદૂની ઓફિસ ખૂબ જ સુંદર રીતે સંભાળી લીધી હતી અને તેના દાદૂ પણ તેના કામથી ખૂબજ ખુશ હતા અને તેને એક સારો અને સફળ બિઝનેસમેન બનાવવા માટે તત્પર થઈને તેને માર્ગદર્શન આપી રહ્યા હતા.આમ દાદા અને પૌત્રની જોડી ધંધામાં રંગ જમાવી રહી હતી.લંચ બ્રેક પડતાં જ લવના મોબાઈલમાં જૂહીનો મેસેજ આવ્યો કે તે 6.30એ લવની ઓફિસે આવશે...મેસેજ વાંચતાંની સાથે જ લવના ચહેરા ઉપર સ્મિત ફરકી ગયું જે તેના દાદૂની નજર બહાર ન રહી શક્યું અને દાદૂથી બોલ્યા વગર પણ રહી શકાયું નહિ તેમણે લવની સામે જોયું અને તે બોલ્યા કે, "કોનો મેસેજ છે બેટા જે વાંચીને તારા ચહેરા ઉપર આમ સ્મિત ફરકી ગયું.""કોઈ નહિ દાદૂ એ તો ફ્રેન્ડ છે.." લવે વાત ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો."ગર્લફ્રેન્ડ છે કે બોયફ્રેન્ડ?""ના ના આપણે ક્યાં કોઈ ગર્લફ્રેન્ડ છે દાદૂ આ તો બસ એમ જ ખાલી ફ્રેન્ડ છે..""ઓકે ઓકે, માય ડિયર સન..."અને દાદા અને પૌત્ર બંને હસી પડ્યા.દાદા એ વાત જાણતાં હતાં કે કોઈ ગમતી વ્યક્તિનો મેસેજ હોય તો જ ચહેરો આમ ખીલી ઊઠે...અને પછી તે જમવા માટે ઉભા થયા અને બેલ વગાડીને પ્યૂનને અંદર બોલાવ્યો અને પોતાના માટે અને લવ માટે પ્લેટ તૈયાર કરવાનું કહેવા લાગ્યા.લવ પણ બોલ્યો કે, "ચાલો ચાલો જમી લઈએ દાદા બહુ ભૂખ લાગી છે.""હા ભાઈ હા ચાલ, આજે તારી દાદીએ તારા માટે તારી ફેવરિટ ખીર, પુરી અને બટાકાની સુકી ભાજી બનાવ્યા છે."લવ અને તેના દાદૂ બંને હોંશે હોંશે ખીર, પુરી અને બટાકાની સુકી ભાજીની મોજ માણવા લાગ્યા.બસ હવે તો લવ સાંજના સાડા છ ક્યારે વાગે અને જૂહી પોતાને જોવા મળે તેની જ રાહ જોઈ રહ્યો હતો અને જાણે જૂહીને જોયા વગર ઓસમાઈ રહ્યો હતો.બરાબર સાડા છ ને ટકોરે જૂહી કમલેશસરની કેબિનની બહાર ઉભી હતી અને નોક કરી રહી હતી.કમલેશ સરે તેને અંદર આવવા કહ્યું અને સરપ્રાઈઝલી તેની સામે જોઈને બોલ્યા કે, "કેમ બેટા અચાનક આમ આવવાનું થયું કંઈ કામ પડ્યું મારું..?"જૂહી પ્રશ્નાર્થ નજરે લવની સામે જોવા લાગી અને શું જવાબ આપું તેમ વિચારી જ રહી હતી અને એટલામાં તો લવ તુરંત જ બોલી પડ્યો કે, "એ તો મેં જ જૂહીને બોલાવી હતી."ઓહ આઈ સી.." એટલું જ બોલ્યા દાદૂ અને મનોમન મુસ્કુરાઈ રહ્યા...જૂહી લવની સામેની ચેરમાં બેઠી અને દાદૂ એ બંનેને સ્પેશ આપવાના ઇરાદાથી પોતાની કેબિનમાંથી બહાર નીકળ્યા...વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ    4/5/26