Misunderstandings about personal life: Some unique things in Gujarati Health by yeash shah books and stories PDF | અંગત જીવન અંગેની ગેરસમજણ : કેટલીક અનોખી વાતો

Featured Books
Categories
Share

અંગત જીવન અંગેની ગેરસમજણ : કેટલીક અનોખી વાતો

(૧) પોર્ન ફિલ્મો ના પુરુષોને જોઈને મને એવું લાગે છે કે મારા બોયફ્રેન્ડ માં સ્ટેમિના ઓછો છે... એ જલ્દી થાકી જાય છે. સ્ટેમિના વધારવા માટે અને સેક્સ લાઇફ વધારે ઇન્જોય કરવા ની ટીપ્સ આપશો. - {એક યુવતી}

જવાબ : સેક્સ લાઇફ ને વધુ સારી રીતે માણવા માટે તંદુરસ્ત શરીર અને સ્વસ્થ મન ની આવશ્યતા છે.. અને આ વાત સ્ત્રી અને પુરુષ બન્ને ને  સરખી રીતે લાગુ પડે છે.

      પરંતુ તમે પોર્ન ફિલ્મો ના જે પુરુષો નું ઉદાહરણ આપીને ચિંતા વ્યક્ત કરો છો.. એમની સાથે તમારા પાર્ટનર ને સરખાવો છો એ એક ગેરસમજ છે. પોર્ન ફિલ્મો એ ફક્ત એક મનોરંજન નું માધ્યમ છે. એમાં કામ કરતા યુવક યુવતીઓ પ્રોફેશનલ એક્ટર હોય છે. એ લોકો કેમેરા માં પોતાના દેહ નું પ્રદર્શન કરતા હોય છે, માટે પોતાના શરીર ને એ રીતે તૈયાર કરતા હોય છે. એમનું પ્રોફેશન અને કમાણી એમના પોતાના શરીર ના બળે ચાલે છે.

         બીજી વાત કે પોર્ન ફિલ્મો નું શૂટિંગ કેમેરા દ્વારા કેટલાક રિટેક્સ લઈને થાય છે. ફિલ્મ માં જે કામુક દૃશ્યો તમને એકધારા જોવા મળે છે, એવું હોતું નથી. કેટલાય એડિટ્સ અને ફિલ્ટર્સ પછી ફિલ્મ વ્યુવ્ઝ માટે મૂકવામાં આવે છે. આ પ્રકારની ફિલ્મો કોન્ટ્રાક્ટ બેઝ્ડ હોય છે, અને પૈસા કમાવવા માટે વધુ પડતી કામુક અને અતિશયોક્તિ યુક્ત બનાવવામાં આવે છે. ત્યાર પછી આવી ફિલ્મો ની નીચે શિશ્ન ની લંબાઈ અને સ્ટેમિના વધારવા માટેની કેપ્સ્યુલ પણ વેચવામાં આવે છે. જેથી પોતાની સેક્સલાઇફ વિશે લઘુતા ગ્રંથી થી યુક્ત થયેલા યુવાનો આ રીત ની દવાઓ લઈને વધુ દુઃખી થાય છે. પોર્ન ફિલ્મ એક કલ્પના છે જેનું અભિનય દ્વારા ચિત્રણ કરવામાં આવે છે.

       ઘણીવાર વધુ પડતી અતિશયોક્તિ અને શોષણ તેમજ હિંસક વ્યભિચાર થી યુક્ત ફિલ્મો પણ બનાવાય છે. જેને કારણે જોનાર વ્યક્તિઓ ને પણ તકલીફ પડતી હોય છે.

આમ પોતાના પ્રેમીની આ રીતે પોર્ન એક્ટર સાથે તુલના કરવી એ તમારા અંગત જીવન ના તાણ નું કારણ બની શકે છે. એવા કેટલાય પુરુષો અને સ્ત્રીઓ છે જે શરીર થી એટલા તાકાતવાળા કે કદ કાઠી વાળા હોતા નથી.. પરંતુ એક વ્યક્તિ અને એક સેક્સ પાર્ટનર તરીકે  એ ખૂબ સમજદાર હોય છે.

      હકીકતમાં સંભોગ એક કળા છે, એક સ્કીલ છે, એક આવડત છે.. તાકાત હોવી એ સારી વાત છે પણ પ્રથમ નંબર હમેશા આવડત નો જ હોય છે. જો યોગ્ય પ્રમાણમાં ફોરપ્લેમાં પ્રવૃત થઈ ને સંભોગ કરવામાં આવે અને એક બીજા ને યોગ્ય રીતે સહકાર આપવા માં આવે તો ખૂબ સંતોષપ્રદ સંભોગ થઈ શકે છે. કદાચ તમારા પ્રેમી તમને હીરો ની જેમ ઉચકી ન શકતા હોય પણ મુસીબત માં તમારી સાથે ઊભા રહી શકે એવા સમજદાર વ્યક્તિ હોય તો તમે જીવન ભર સુખી રહેશો.

      ઘણા લોકો પોતાના પાર્ટનર ની મેદસ્વિતા થી પરેશાન હોય છે. મેદસ્વી સ્ત્રી પુરુષો પણ યોગ્ય રીતે સંભોગ કરી શકે એ માટે કામ સૂત્ર માં કેટલાક આસનો આપવામાં આવેલ છે. 

અને સ્ટેમિના માટે, યોગ્ય આહાર,નિંદ્રા, યોગ, અને સ્વસ્થ જીવનશૈલી પર ધ્યાન આપવું જરૂરી છે. જોગિંગ અને  "કિગલ" તરીકે ઓળખાતી કસરત પણ મદદરૂપ છે.

           સેક્સ લાઇફ ને વધુ સારી રીતે એન્જોય કરવા માટે ત્રણ અગત્યની ટીપ્સ

(૧) ફોરપ્લે

(૨) નો ક્વિક પેનિટ્રેશન (ઇન્ટેકોર્સ માં ઉતાવળ નહીં) 

(૩) આફ્ટર પ્લે

સંભોગ પહેલા શાંત અને પ્રસન્ન મન હોવું આવશ્યક છે. રોમાન્સ અને ફોરપ્લેમાં થોડો સમય આપ્યા પછી ઘણા કપલ્સ ઇન્ટેકોર્સ માટે ઉતાવળ કરે છે. અને સંભોગ પછી આફ્ટર પ્લે એટલે કે સેક્સ કર્યા પછી પાર્ટનર ને યોગ્ય રીતે પ્રેમ કરવાની કળા માં સમય આપતા નથી. એટલે સંભોગ સંતોષપ્રદ નથી રહેતો.

માટે પૂરતો સમય અને પ્રેમ જ તમારા પ્રશ્ન નો ઉકેલ છે.