The feeling of the first rain in Gujarati Short Stories by Maulik Vasavada books and stories PDF | પહેલા વરસાદની અનુભુતિ

Featured Books
Categories
Share

પહેલા વરસાદની અનુભુતિ

"આ વખતે તો વરસાદ લંબાઈ ગયો. જુલાઈ આવી ગયો પણ હજુ સુધી મોસમ નો પહેલો વરસાદ આવ્યો નથી. " સુધા બેન ધવલ ને બોલ્યા. 
"સારુ છે મમ્મી. બાકી વરસાદ એટલે તો કાદવ કીચડવાળી સીઝન અને બીમારીઓની સીઝન. " ધવલ બોલ્યો. 

"આ તો ડોક્ટર ધવલ બોલે છે. કયારેક તો જીવન ની મોજ માણતા સીખ. કયારેક તો બીજા ની મોજ મા પણ ખુશ થતાં શીખ!! " સુધા બેન એ ધવલ ને શિક્ષા આપી. 

ત્યારે જ જાણે ભગવાને સુધા બેન ની સાંભળી લીધી હોય એમ વાદળો ની જમાવટ થઈ ગઈ. વીજળી ના ધડાકા સાથે અચાનક જ મેઘરાજા ની સવારી આવી પહોચી. તરસી રહેલી ધરતી ને જાણે રાહત મળી. 

"ઓહ વાહ!! મસ્ત વરસાદ આવે છે. ચાલો દાદીમા ન્હાવા જઈએ. પછી મસ્ત મકાઈ ખાશું. " નાનકડી યાના બોલી. 

"હા બેટા થોડી વારમાં જઈએ. હું કામ આટોપી દઉ. " સુધા બેન બોલ્યા. 

"કોણ આ વરસાદ મા જવાની વાતો કરે છે?! પલળી ને પછી બીમાર પડી જવાય. આવી સીઝન માં તો બહુ ધ્યાન રાખવું પડે. બાર નું તો કાંઈ જ ન ખવાય. " ધવલ બોલ્યો. 

"પપ્પા મારે તો જવું જ છે. હું દાદી ને કહું છું. " યાના એ જવાબ આપ્યો. 

"સામો જવાબ આપતા શીખી ગઈ છે. " ધવલ એ એક તમાચો મારીને યાના ને કીધું. 

અણસમજુ યાના રોતી રોતી પૂજા રૂમ માં જતી રહી. 

"આમ કોઈ નાના છોકરા ને સાચવે છે. તુ બાપ છે કે કોણ?! નાના બાળકોને આમ ન મરાય. કંઈ શરમ છે કે નહીં?! " સુધા બેન ધવલ પર બગડયા. 

પૂજા રૂમ માં નાનકડી યાના પોતાની મૃત માતા રેણુ ના ફોટો પાસે બેઠી બેઠી રોતી હતી. 
"કેમ ભગવાન તમે મારી મમ્મી ને તમારી પાસે બોલાવી લીધી?! દાદીમા એ કીધું કે એ તમારી જ પાસે છે. હું એને બહૂ જ યાદ કરું છું. 
મને પણ મમ્મી ની જેમ વરસાદ બહુ જ ગમે છે. વરસાદ મા નહાવા ની મજા જ અલગ છે. પછી હોડી બનાવી ને પાણી મા તરતી મુકવાની. પછી મકાઈ ખાવાની. મમ્મી મને બધું જ કરાવતી. પણ આ પપ્પા ને કંઈ ગમતું જ નથી. આજે પણ દાદી અને મને પહેલા વરસાદ માં બહાર જવા માટે ના પાડી. મમ્મી તુ મારી વાતો સાંભળે છે ને?! "યાના કાલી કાલી ભાષા માં ફરિયાદ કરી રોતી હતી. 


" સાભળ્યું તે?! પોતાની માતાને કેટલું યાદ કરે છે. તારે તો અત્યારે માતા અને પિતા બન્ને નો પ્રેમ આપવો જોઈએ. તે એના પર હાથ ઉગામ્યો. "સુધા બેન એ ધવલ ને સમજાવ્યો. 

" પણ મમ્મી મને વરસાદ નથી ગમતો?! આજે મારી રેણુ પણ એટલે જ નથી મારી પાસે. "ધવલ એ જુના ઘા યાદ કર્યો. 

" બેટા એ અકસ્માત હતો. એમાં તારી કે રેણુ ની ભૂલ ન હતી. તમે બન્ને રેણુ ના આગ્રહ પર પહેલાં વરસાદ મા કાર મા ચક્કર મારવા ગયા. મને ખબર છે કે તે ના પાડી હતી. તને વરસાદ નથી ગમતો જયારે રેણુ ને વરસાદ ખૂબ જ ગમતો. રેણુ વરસાદ ને જોઈ પાગલ બની જતી. 
રેણુ ત્યારે સાત મહિના ની સગર્ભા હતી. વરસાદ વધી જતા તને બરોબર દેખાતુ ન હતું. એવામાં સામે થી આવતી એક વેન સાથે અથડામણ થઈ ગઈ. તમારી ગાડી પલટી ખાઈ ગઈ. તુ તો બચી ગયો પણ રેણુ ત્યારે જ મૃત્યુ પામી. એક વર્ષ થી એ જ આઘાત સાથે સતત જીવે જાય છે. યાના તો ઘરમાં જ હતી. એને શું ખબર એ દિવસે શું થયું?! "

"હા મમ્મી તુ સાચું કહે છે. ઘણી વાર મને યાના મા નાની રેણુ દેખાય છે. એ જ ગુસ્સો!! એ જ જીદ!! એ જ વરસાદ નો પ્રેમ!! " ધવલ ને પોતાની ભૂલ સમજાણી. 

"બેટા મને મમ્મી નો ફોન આવ્યો હતો કે મારી પરી ને વરસાદ મા ન્હાવા દેજો અને પછી કાર મા ચકકર મારવા માટે લઈ જાજો. પછી મસ્ત મકાઈ અને દાળવડા." ધવલે યાના ને પ્રેમ કરતા કીધું. 

"દાદી પણ આવશે હો. " સુધા બેન બોલ્યા. 

"હવે વાતો ન કરો બાકી વરસાદ બંધ થઈ જશે. " ધવલ બોલ્યો. 

આજે તો ડોક્ટર ધવલ પણ ધવલ બની પહેલીવાર પહેલાં વરસાદ મા ન્હાયો. બાર ના દાળવડા ખાધા અને નાની યાના સાથે પહેલાં વરસાદ ની અનુભૂતિ માણી. 

કયાંક આજે વાદળો વચ્ચે રેણુ ની આત્મા આજે પહેલાં વરસાદ થી તૃપ્ત હતી. 🙏🙏