Special things related to personal life in Gujarati Health by yeash shah books and stories PDF | અંગત જીવન ને લગતી વિશેષ વાત

Featured Books
Categories
Share

અંગત જીવન ને લગતી વિશેષ વાત

પ્રશ્ન : પત્ની ને પરાકાષ્ઠા નું સુખ આપવા શું કરવું? સમાગમ સંતોષપૂર્ણ રહે તેની ટેકનીક જણાવી શકો?

જવાબ : તમારો પ્રશ્ન ઘણો જ સીધો અને સ્પષ્ટ છે, અને હા, સમાગમ નું સુખ તેમ જ  પરાકાષ્ઠા પ્રાપ્ત થાય એની પદ્ધતિઓ છે, તમને એ જણાવું..પણ એ પહેલા કેટલીક વાતો સમજી લો.

 (૧) સ્ત્રીની રચના કુદરતે એ રીતે કરી છે કે એ એક કરતા વધારે વાર પરાકાષ્ઠા એટલે કે ઓર્ગેઝમ મેળવી શકે છે.. તેને એક વાર ઓર્ગેઝમ પ્રાપ્ત કર્યા પછી આરામ કરવા ની જરૂર પડતી નથી. જ્યારે પુરુષ ને એકવાર ના સ્ખલન પછી આરામ ની જરૂર રહે છે.

   (૨) ઘણીવાર એવું પણ બને કે સ્ત્રી ને સમાગમ દરમ્યાન પ્રેમ, હૂંફ અને માનસિક સંતોષ પ્રાપ્ત થઈ જાય તો પરાકાષ્ઠા ની જરૂર પણ ન રહે, કેટલીક સ્ત્રીઓ ને પ્રશ્ન પૂછતા જવાબ મળ્યો છે, કે તેમ ને પોતાના ૨૫ વર્ષ ના મિલનકાળ દરમ્યાન એક પણ વાર નહી અથવા તો ૧ કે ૨ વાર જ પરાકાષ્ઠા નો અનુભવ કર્યો છે, પરંતુ એ પોતાના દાંપત્ય થી ખુશ અને સુખી છે. 

 (3) ઘણી સ્ત્રીઓ ફક્ત ઓર્ગેઝમ નું નાટક કરી ને પતિ કે પ્રેમી ને એવો વિશ્વાસ અપાવે છે કે તેમને સંતોષ મળી રહ્યો છે... અને આ એ પોતાના પાર્ટનર ના કોન્ફિડન્સ ને સાચવવા માટે આવું કરતી હોય છે.

(૪) ઘણીવાર પૂરતા ફોરપ્લે ના અભાવ માં અથવા પોતાની તેમજ પાર્ટનર ની શારીરિક અથવા માનસિક પ્રતિકૂળતા ના કારણે સમાગમ સંતોષપૂર્ણ થતો નથી જે આગળ જતા દાંપત્ય ના તનાવ નું કારણ બને છે. શીઘ્ર સ્ખલન અથવા ઈન્દ્રીય ઉત્થાન ની સમસ્યા તેમ જ ટાઇટ ફોર સ્કિન , વગેરે કેટલીક સામાન્ય પુરુષો ને લગતી સમસ્યા છે. સ્ત્રીઓ માં પણ આવી કેટલીક સમસ્યાઓ છે, જેના નિદાન માટે નિષ્ણાત સેક્સોલોજિસ્ટ ની મદદ લેવામાં આવે.. જેમ કે યોનિમાર્ગ માંથી સફેદ દુર્ગંધયુક્ત પાણી નીકળવું, યોનિ માર્ગ પૂરતો ન ખુલી શકવાના કારણે ઇન્દ્રિય પ્રવેશ માં થતી તકલીફો. ઘણી વાર ટેન્શન, સ્ટ્રેસ ,ડિપ્રેશન કે ચિંતા ના કારણે પણ સંતોષપ્રદ સમાગમ ટળી જાય છે.

(૫) ઘણા કિસ્સાઓ માં વિશેષ પ્રકાર ની *ફેટીશ* એટલે કે ફૅન્ટેસી કે આદતો ના પરિણામ સ્વરૂપ તદ્દન તુરંત પરાકાષ્ઠા પ્રાપ્ત થવાના કિસ્સા પણ છે.. જેમ કે  એક યુવતી જણાવે છે કે એને સમાગમ માં પરાકાષ્ઠાની ક્ષણો દરમ્યાન ખૂબ હસવું આવે છે.. શું આ નોર્મલ છે..? એક યુવતી કહે છે કે સંભોગ  દરમ્યાન એને વિભત્સ ગાળ બોલવાની આદત છે .. એ એવું કહે છે કે આમ કરવાથી એને સુખ મળે છે. સામાન્ય વાતચીત માં એ ગાળ બોલવાનું ટાળે છે અને બીજા બોલે તો પણ વાંધો છે.. પણ સમાગમ ની ક્ષણો દરમ્યાન તેને છોછ થતો નથી. એક મહિલા એ એવું નોટિસ કર્યું હતું કે ઓરેન્જ રંગ ના કપડા એ જ્યારે પહેરે ત્યારે જ એને ઓર્ગેઝમ નો અનુભવ થતો હતો.. એ સિવાય એનો મૂડ બનતો નહીં.

                                                    કહેવાનો અર્થ છે કે સ્ત્રી ને મળતો પરાકાષ્ઠા નો અનુભવ તેના સ્વાસ્થ્ય સ્વભાવ, મૂડ ,લાગણીઓ અને તેને મળતા પ્રેમ,વાતાવરણ,હૂંફ ,રોમાન્સ ,કાળજી અને દાંપત્ય તેમ જ પારિવારિક પ્રસન્નતા પર આધારિત છે.. તેને ઓર્ગેઝમનો અનુભવ થાય છે કે નહીં આ પ્રશ્ન નો જવાબ એ જ આપી શકે છે.


       આ ૫ વાતો ને સરસ રીતે સમજી અને જાણી લીધા બાદ જ હવે તમારા પ્રશ્ન ના જવાબ પર આવું.. 

      વાત્સાયને કામસૂત્ર માં કામકળા અંગેના ઘણા આસનો અને નિયમો આપ્યા બાદ કીધું છે કે પ્રેમ ક્રીડા માં પ્રવેશ કર્યા પછી કોઈ પણ સ્પષ્ટ કે જડ નિયમ નથી. સંભોગ થી સંતોષ સુધી ની યાત્રા સહિયારી છે.. એમાં વ્યક્તિગત સ્વાર્થ એ અસંતોષ નું કારણ બને છે. 

પ્રસિદ્ધ સેક્સ એડ્યુકેશન એક્સપર્ટ લીઝા મંગળદાસ જણાવે છે કે ઓર્ગેઝમ મેળવવા માટે પૂરતા ફોરપ્લે પછી જો પુરુષ સ્ત્રીના ગુપ્તાંગની શરૂઆત માં ઉપરની તરફ આવેલ સિંગ ના દાણા જેવા નાનકડા ભાગ એટલે કે clitories (મદનાંકુર) ને સ્પર્શ કરે ,તેને ચુંબન કરે અથવા જીભ વડે ઓરલ સ્ટીમ્યુલેશન આપે.. સાથે સાથે બે આંગળીને  યોનિ માર્ગ માં પ્રવેશ કરાવી અંદરની બાજુ એ ઉપર ની દિવાલ પર સ્ટીમ્યુલેશન આપે તો સમાગમ નું સુખ વધે છે.. આ રીતે ક્રીડા કર્યા પછી જો પુરુષ ઇન્દ્રિય પ્રવેશ કરે તો સ્ત્રી મલ્ટિપલ ઓર્ગેઝમ મેળવી શકે છે.

બીજી એક પદ્ધતિ પ્રમાણે  પૂરતા ફોર પ્લે પછી ઇન્દ્રિય પ્રવેશ પછી પુરુષ સ્ખલન સુધી ન પહોંચે.. પહેલા જ ઇન્દ્રિય ને બહાર કાઢી ને પોતાના હાથ દ્વારા સ્ત્રી ને સંતોષ અપાવે ત્યાર બાદ પુન: ઇન્ટેકોર્સ માં પ્રવૃત્ત થાય અને બન્ને સુખ ની અનુભૂતિ કરે.

આ બન્ને પદ્ધતિઓ સિવાય અન્ય ઘણી પદ્ધતિઓ છે.  કપલ્સ પોતે પોતાના ગમા અણગમા વિશે ચર્ચા કરે.. જરૂર પડે નિષ્ણાંત ડોક્ટર ની સલાહ લઈને જ આ પદ્ધતિઓ અજમાવે.

આ પ્રશ્ન નો જવાબ લખતા ગીત ની કડી યાદ આવી ગઈ.

ધીરે સે જાના બગીયન મેં.. રે ભવરા.. ધીરે સે જાના..

ઝાલી ને મનોરથ જીવ તું.. મહાલી લે માયા ને જીવ તું..

અધીરો ને વ્યાકુળ થઈ ને પામે રે કશું નહી જીવ તું...


ધીરજ અને પ્રેમ એ સંતોષ ની ચાવી

અધીરતાને વ્યાકુળતા નુકસાનનું ભાવિ