Competitive exams and paper leak incidents in Gujarati Moral Stories by Tr Mrs Snehal Rajan Jani books and stories PDF | સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પેપર લીકની ઘટનાઓ

Featured Books
  • ​ഡാർക്ക് നൈറ്റ് - 3

    ​അധ്യായം 3: അദൃശ്യമായ ചക്രവ്യൂഹം​ഇൻസ്പെക്ടർ ഡെറിക്കിന്റെ ലോഡ...

  • ​ഡാർക്ക് നൈറ്റ് - 2

    അധ്യായം 2: മരണപ്പാച്ചിൽ​മൊബൈൽ സ്ക്രീനിൽ ചോരച്ചുവപ്പോടെ തെളിഞ...

  • ​ഡാർക്ക് നൈറ്റ് - ​1

    ​അധ്യായം 1: അർദ്ധരാത്രിയിലെ ഒപ്പുചാർത്തൽ​കൊച്ചി നഗരത്തെ ഒന്ന...

  • HITLER: The Death Note

    (ഈ കഥ തികച്ചും സാങ്കല്പികവും, വായനകാരൻ്റെ വിനോദത്തിനും മാത്ര...

  • ഗൗരി

    നിലാ വെളിച്ചം കെട്ടികിടക്കുന്ന താമര പൂക്കൾ നിറഞ്ഞ ഒരു കുളത്ത...

Categories
Share

સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પેપર લીકની ઘટનાઓ

લેખ:- સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પેપર લીકની ઘટનાઓ.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.



તાજેતરમાં જ મેડીકલ ક્ષેત્રે લેવાતી NEET પરીક્ષાનું પેપર લીક થવાની માહિતિ મળી. એનાં પુરાવાઓ પણ મળ્યા. બે ત્રણ આરોપીઓ પકડાયા પણ ખરાં! આ પરીક્ષાની નવી તારીખ પણ જાહેર થઈ ગઈ. પણ શું આ પરીક્ષા રદ્દ થવાનાં સમાચાર સાંભળીને જે વિદ્યાર્થી માનસિક રીતે પડી ભાંગ્યો હશે એ ફરીથી એટલું જ સરસ પરફોર્મન્સ કરી શકશે? શું 3જી મેએ આપેલી પરીક્ષા કરતાં હવે આપશે એમાં એનો દેખાવ એવો જ રહેશે? જવાબ કદાચ 'ના' હશે. આ તો એવું થશે કે કોઈ અચાનક તક મળી ને ઉભરી આવશે અને કોઈક પહેલેથી જ સારો દેખાવ કરનાર હતાશાને લીધે પાછળ રહી જશે.



આ લેખ લખતી જ હતી ને મોબાઈલમાં નોટિફિકેશન આવ્યું, 'NEETની પરીક્ષા રદ્દ થતાં ઉત્તરપ્રદેશનાં લખીમપૂર ખીરીમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. એને આ વખતે થયેલી પરીક્ષામાં પૂરેપૂરો આત્મવિશ્વાસ હતો કે એને ખૂબ સારા માર્કસ મળશે.'



આ પહેલી ઘટના નથી કે જ્યારે પેપર લીક થયું છે. મોટા ભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં પેપર લીક થાય જ છે. મેડિકલ ક્ષેત્ર હોય કે ઈજનેરી, શિક્ષકની પરીક્ષા હોય કે પોલીસની, કોઈ પણ સરકારી નોકરી માટેની પરીક્ષાનાં પેપર ફૂટી જ જાય છે અને પરીક્ષા આપનાર એનાં મોં માંગ્યા ભાવ આપવા તૈયાર હોય છે.



આમાં વાંક કોનો? સરકારનો, પરીક્ષાર્થીનો કે પેપર લીક કરનારનો? હકીકતમાં આમાંથી કોઈનો ય વાંક નથી. વાંક છે સરકારી નોકરી મેળવવાનો અથવા તો સરકારી સંસ્થામાં એડમિશન મેળવવાની ઘેલછાનો! સાથે સાથે માતા પિતાની ઉચ્ચ મહત્ત્વકાંક્ષાનો! 'મારું બાળક ડૉક્ટર જ બનવું જોઈએ.', 'મારું બાળક તો સરકારી નોકરી જ કરવું જોઈએ.', 'મારા બાળકને સરકારી કૉલેજમાં જ એડમિશન મળવું જોઈએ.'  જેવી ઘેલછાઓ બાળકને તેમજ સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારને આવું પગલું ભરવા મજબૂર કરી દે છે. બધાં ઉમેદવારો આવું નથી કરતાં, અમુક જ કરે છે. કારણ શું હશે? એક જ કે આ પરીક્ષા એની ક્ષમતાથી વધારે મુશ્કેલ છે અને એને પાસ કરવું એની મજબૂરી! આ સ્પર્ધાત્મક પરીક્ષા ફરજીયાત પાસ કરવાનું દબાણ જ પેપર લીક કરવાની ઘટનાઓ અને પેપર લીક કરનાર બંનેને જન્મ આપે છે.



બાળકની ઈચ્છા અને રસને અનુરૂપ આગળ વધવા દેવામાં આવે તો એનું પરિણામ જ એને એટલું સરસ મળે છે કે એણે ક્યારેય આવા ખોટાં પગલાં ભરવા પડતાં નથી. પણ માતા પિતાની ખોટી ખોટી અપેક્ષાઓ બાળકને દુનિયા છોડવા પર મજબૂર કરે છે.



સરકારી નોકરીમાં મળતાં લાભોં જોઈને મોટા ભાગની વ્યક્તિઓ અથવા તો એનાં ઘરનાં સભ્યો સરકારી નોકરી મેળવવા માટે બનતાં પ્રયત્નો કરે છે. કેટલાંક તો આ નોકરી મેળવી આપવાની ગેરંટી આપતાં કોચિંગ ક્લાસ પણ ભરતાં થઈ જાય છે. 20 હજારથી લઈને 50 હજાર સુધીના ટ્યુશન ચાલે છે. અઅ ટ્યુશનમાં પ્રશ્નો કેવી રીતે ઓછાં સમયમાં ઉકેલવા એ શીખવે છે. સાથે સાથે પરીક્ષા સારા માર્ક્સથી પાસ કરવાની અને સરકારી નોકરી મેળવવાની ખાતરી આપતાં હોય છે. આવી સંસ્થામાં ટ્યુશન લઈને, શક્ય એટલી મહેનત કરીને પણ જ્યારે એમ લાગે કે આ પરીક્ષા પાસ કરવું એનાં માટે શક્ય નથી ત્યારે એ હતાશ થઈ જાય છે. બે ત્રણ પ્રયત્નો પછી પણ સરકારી નોકરી ન મળતાં અંતે એ આ રીતે પેપર લીક કરવા જેવી અંતિમ રીત અજમાવે છે.



અંતે એટલું જ કહીશ કે જો વ્યક્તિમાં કૌશલ્ય હશે ને તો ખાનગી સંસ્થામાં પણ ખીલી ઉઠશે. પેપર લીક કરવા જેવી ખોટી પદ્ધતિ અપનાવીને પાસ થઈ મનગમતું સ્થાન મેળવવું એ જીવનની પરીક્ષામાં નાપાસ થવા બરાબર છે. આવી ઘટનાઓ જે ખરેખર મહેનત કરે છે એમને માટે આઘાતજનક છે. આવી ઘટનાઓને લીધે મહેનત કરનાર વ્યક્તિનો પરીક્ષાની કામગીરી પરથી વિશ્વાસ ઊઠી જાય છે.



આભાર.

સ્નેહલ જાની