In the flowers.. (Gujarati Haiku Collection) - 1 in Gujarati Poems by Rushil Dodiya books and stories PDF | ફૂલોમાં.. ( ગુજરાતી હાઈકુ સંગ્રહ ) - 1

Featured Books
Categories
Share

ફૂલોમાં.. ( ગુજરાતી હાઈકુ સંગ્રહ ) - 1

મોટર જતી
પૈડા નીચે કચડી
ગલુડિયાને

ઓસની બુંદો
૨ચી મેઘધનુષ
રંગોને ઢોળે

કાચમાં તને
નિરખીશ હું, મને
નિરખીશ તું

પુષ્પ કોમળ
૫૨ બેસે ભંવર
પણ ચુંથે ના

પહેરી લઉં
વરસાદને પણ
ઇસ્ત્રી વગર

ઝરણ ફૂટી
ક્યાંકથી વહે પછી
નદીની જેમ

બાંકડા પર
ચકરાતો પવન
આવીને બેસે

વાદળ ઓટે
છુપી રહે ચંદ્રમા
આવે ન બ્હાર

ગરમ ચાની
ચૂસકી લઈને હું
વિચાર મૂકું

રસ્તે ચાલીને
મંજિલે પહોંચીને
બેસી શું ગયા?

સમાય રહ્યું
આયનામાં આકાશ
દિવસ રાત

આ સૂરજની
આગોશમાં પૃથ્વી છે
અને આ ચંદ્ર?

સમુદ્ર ખારો
વિસાતમાં ના કંઈ
અશ્રુ ખારાની

આકાશ ભીનું
ઉઠાવે રેઈન્બોને
લીસોટા પડે

ચાર દિવાલી
ઘરમાં ઉભી બીજી
ભીંતો અનેક

શાખાએથી હું
ઉતરું મૂળ મહીં
બીજ હું પામું

મમ્મી બતાવે
ખોલી ફોટો આલ્બમ
શૈશવ મારું

પેન્સિલ મારી
રબર તારું અને
દોસ્તી આપણી

સંબંધ છે આ
શ્વાસોથી શ્વાસોનો એ
વેપાર નહીં.

અંધારી છત
ચુંવે, તારા ટપકે
નભથી જેમ

પુસ્તક ખોલી
વાંચું કોક ફકરો
ભૂમિકા ગઈ

આયખું બની
હાઇકુ, માપ્યા કરે
જીવતરને

અંદાજે ખોલી
પુસ્તક વાંચું કૈક
સુંદર ગીતો

જિંદગીના મેં
લીધા છે અનુભવ
ઓગળી જાત

નાજુક ફુલ
સંભાળી શકે કોક
નાજુક હાથ

મને આ રીતે
લખવાની કોઈ જ
ઉપાધિ નથી

સાચવી લે છે
ઘરની વસ્તુ બધી
કહ્યા વગર

કૂવાની તરસ
પડઘો એમાં એક -
પાડી હું દઉં

આતમ પર
અનુભવ પછડે -
તણખા ઝરે !

ઓસરી ગયા
મોજા, હવે કિનારે
છીપલા વીણું

વરસાદી બુંદો
ફૂટે, છત્રીની નીચે
થરથરાટ

પૂર્વ પશ્ચિમ
ઉત્તર દક્ષિણ તું 
ઉપર નીચે

આમાં અક્ષરો
તો ભલે, શબ્દ ઠાલા
હોય ન ચાલે !

આવતો મન્ડે
રવિવારને પણ
ગભરાવી દે !

શીર્ષક પરથી
નિબંધ લખાય ના
માર્ક્સ કેટલા?

તમારા માટે
પહેલા આંખો બંધ -
કંઈ લાવ્યો છું

પાછળથી કો
દાબી દઈને આંખો
પૂછે હું કોણ?

લારી પાસે એ
સૂરજ ઉભો ઉભો
બરફ ખાય

આવીને એક
આંસુ, રહી ગયું એ
ગાલ ઉપર

તમે જ કરો
અર્થ, શબ્દ અમારા
અર્થ વિહોણાં

ડૂમો ભરાયો
ક્યારનો, રડી લઉં
ડૂમો બેસે છે.

ગોર્જસ સાચે
દેખાય છે તું આજે
તું એ જાણે છે?

આંગણે છોડ્યું
મોરપીંછ, આવી એ
ગયું હાથમાં

પતંગ ચડે
પવન પડે, પાછી
અધોગતિ લે.

ખુદ સાથે જ
રમવાને, કાઢું છું
શૈશવ છબી

રાત આખીય
અંધારે ઉભો રહી
દીપક જલે

દૂર ઉભો હું
જોઉં છું ઝબકતા
અગ્નિ-સાગર

જિંદગી એક
ઉખાણું, અને મોત
એનો જવાબ

બે પળ મૌન
બે પળ રાગ છે આ
જિંદગી છે આ

ખોવાય ગયા
અમે, મળી આવીએ
પાછા કદાચ

તને ખબર
જાણું છું હું, જાણીએ
ના અમે કશું

આકાશ અને
ધરતી એક થઈ
મંજર રચે

લોકશાહી એ
બરફનો છે ગોળો
સાચી વાત ને

રાતે આવીને
ચંદ્રમા ઓગળે છે
ઝરણા મહીં.

આ વળી કોનું
પ્રતિબિંબ હાલે છે
ગોળાકાર એ.

ભણ્યા સિવાય
બેન્ચ ઉપર પણ
દોરતો કંઈ

ઉપર નીચે
ચપટી પૃથ્વી જુઓ
નારંગી જેવી

તારા માટે છે
મારો પ્રેમ જેમ કે
નાયગરા છે

બહારો આવે
અને બહારો જાય
એમ ના એમ

બે કાંટા જ્યારે
એકાકાર થાય છે
બોલો સમય

ભૂખ લાગી છે
ઘણી ઘણી ઘણી તો
ખાંડનું બીડું

આભ ઉતરી
પથરાય જાય તો
જમીન પર

પડદો ઉઠે
દૃશ્ય જીવંત થાય
પડદો પડે

આકાશે પૂછ્યું
તારા ગણી આપશો?
થોડા ગણ્યાં મેં

નહીં જોઈએ
ટિકિટ સફરમાં
સ્ટેશન નથી

હથેળીમાંની
રેખાઓ રંગે કે
નસીબ રંગે

એક ભમરી
બારીમાંથી અંદર
આવીને ગયો

મૂકો જો એમાં
ફૂલ તો ફૂલદાની
મહેકતી રહે

રસ્તો રોકતા
કીડીને આંગળી આ
થાકી જાય છે.

મળી શું રહ્યું
જિંદગી રાખી મને
દરબદર

બિલોરી કાચ
નીચે કીડી દોડે છે
હું પણ દોડું

લીલાછમ છે
પાન, એની ઉપર
તાપ ચળકે

ઉતારીશું હા
મબલખ જિંદગી
ફળદ્રુપ છે

આંખ ઊઘડી
ગરમાગરમ ચા
ગુડ મોર્નિંગ

હિમાલયે હું
ના ચઢું, તસવીર
તો હું ચઢાવું

ગાલે ટેકો દૈ
હું નથી બેઠો, દાઢ
બહુ દુઃખે છે

પ્રથમ દોડ્યો
દૂધની તપેલી છે
ગેસ ઉપર

પ્રશ્નાર્થ કેમ ?
હું તો પ્રેમ કરું છું
વિધાન વાક્ય

માનશો નહિં
કોઈના અશ્રુઓને
ઝાંઝવા-જળ

ચોર પૂછે છે
સોનું ક્યાં છે, મેં કીધું
કે કનક છે.

છેલ્લો ફટકો
ક્ષિતિજે રહી ગઈ
કેસરી દળી

આસપાસ જો
કે બગીચામાં ક્યાંક
માળી દેખાશે

તાંતણા બળે
વાદળ અટવાય
છે સૂરજમાં

સુગંધ લેવી
જ હો, પવન થકી
લેવી જોઈએ

ઉગતી પાંખ
લઈને, ભોળપણ
બેઠું માળામાં

આવ્યો જ નહીં
કલ્પના જે કરી'તી
મુખવાસની

જતો રહે છે
આવતા આવતા એ
પવન કેવો

વાંચી જવાય
હાઇકુ, ભલે હોય
સિતારાં ગણાં

હલબલે છે
પંખબળે, પિંજર
આ આખેઆખું

મોર ભલે તું
છોડ પંખ, છોડ ના
તું આ કલગી

રંગ છોડીને
ગયો સફેદ મોર
એક સફેદ

કંકર કે ભી
કણમેં સમાયા હૈ
ભોલે શંકર

બંધ આંખેય
સ્વપ્નમાં તારી રાહ
તો દેખાય છે

વર્ષા થતાં જ
ઊગી નીકળે બધે
કાળી છત્રીઓ

જરૂર પડે
અરીસાની ઉપર
એક બલ્બની

ખડખડતું
હાસ્ય અને રૂદન
ઝળઝળતું

કનકભાઈ
તમારી પાસે આમ
કેટલું સોનું ?

ગોઠવતો હું
પસ્તી, વાંચવા લાગું
અખબારને

આ મેદાનમાં
ક્રિકેટ રમવાનો
પ્લાન ઘડાયો

બસ હવે તો
તસ્વીરમાં જ છે
સાથે આપણે


બાહુમાં બળ
આંગળીમાં ટકોરો
બારણું ખૂલે ?

ધબકાર છે
જિંદગી કે પછી એ
પડકાર છે

ઊભી ઊભી એ
શું કહે છે પ્રતિમા
સરદારની

ટેકરે બેઠો
તળાવડીમાં પેદા
કરું તરંગ

આકાશ અને
સમુદ્ર મંઝરનાં
બે ટુકડાઓ

મન મળે છે
તન મળે છે અને
તલ મળે છે

આંખે સમુદ્ર
ખારા થઈ ગયા છે
નીલ બિંદુઓ

અજવાળું છે
અંધારું છે અને છે
સાંજ બાલ્કની

શોધી કોઈએ
મધુર સુગંધની
શું છે ઝડપ?

કરો સિતમ
જેટલા કરવા હો
બેદર્દ છું હું

મળે કઈક
અડધી રાતે રોજ
ફંફોસુ ફ્રીઝ

વાંચવા મને
આજે તારે પ્હેરવા
પડ્યા એનક

જિંદગીમાં તો
રોજ સવારે આમ
ટુવાલ ફેંકાય ?