AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 84 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ - 84

Featured Books
Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ - 84

અનોખી સફર 
પ્રકરણ - 84


              સોહમે ગાડીમાંથી ઉતરતાં પહેલાં કામિની તરફનો ડોર ખોલી બહાર ઉતારી..અને પછી કાર લોક કરી બોલ્યો “ કામિની એક વાતની સ્પષ્ટતા કરું “ હું જે સત્ય હોય એજ કહું છું..ખોટું બોલતા મને નથી આવડતું..વડીલ પણ કશું ખોટું સમજાવવા જાય તો અટકાવું છું મને સાચા ખોટાની પાકી સમજણ છે..ભલે નાનો છું પણ..બધું જ જાણું છું.. હું મારી વાતમાં ક્યાંય ભેળસેળ નહીં કરું..સીધી સ્પષ્ટ વાત જ મને ગમે છે..છુપાવવામાં કે ના કહેવામાં અંતે વધુ પ્રોબ્લેમ જ થાય છે એવું હું માનું છું. અને સાચું બોલ્યા પછી નિશ્ચિંન્ત થઇ જવાય છે કશું યાદ નથી રાખવું પડતું કે હું શું બોલેલો..ખબર હોય જે કીધું હશે એ સાચું જ હશે..” આવું કહી એ હસ્યો..કામિનીએ કહ્યું “ સાચું કીધું તે મને પણ આવું જ ગમે..આવા માણસો જ ગમે અને વિશ્વાશ કરવાનું મન થાય.” સોહમે કીધું “ થેંક્યુ હું પછી શાંતિથી બધી ચોખવટ કરીશ..” કામિની કહે “ એમાં થેંક્યુ શા માટે ? સાચી વાતોનો હું આદર કરું છું…” .વાતો કરતાં કરતાં બન્ને લિફ્ટમાં પ્રવેશી ઉપર ગયા..


         સોહમ એના ફ્લોર પર આવી લિફ્ટ ખોલી કામિનીને બહાર લીધી અને પોતાના વિશાલ લક્ઝુરિયસ ફ્લેટનો ડોરબેલ વગાડ્યો.. સોહામનાં આશ્ચર્ય વચ્ચે તલ્લીકાએ દરવાજો ખોલ્યો..અને સોહમ સાથે કામિનીને જોઈ ખુશીથી ઉછળી ગઈ અને “ વાહ ભાઈ ” બોલી કામિનીને વળગીને વેલકમ કરતા બોલી “ અરે તમે લોકો સાથે કેવી રીતે આવ્યા ? અંકલ આંટીતો ક્યારના આવી ગયા છે..પણ આવ્યા એવા એલોકો એમની વાતોમાં જ બીઝી છે હું ક્યારની એકલી એકલી બોર થતી હતી..હવે તું આવી ગઈ..પણ ભાઈ તમે લોકો..” સોહમે કીધું “ એય બટકબોલી અંદર તો આવવા દે બધું જ કહું છું..પણ તે દરવાજો કેમ ખોલ્યો ? સદાનંદ ક્યાં છે ? “ તલ્લીકાએ કહ્યું “ એ કિચનમાં બીઝી છે હું એમજ બેઠી હતી એટલે મેં ખોલ્યો..” કામિની તલ્લિકાનો હાથ પકડી અંદર આવી..એણે જોયું એના મમ્મી પાપા સોહામનાં પાપ મમ્મી સાથે વાતો કરવામાં બીઝી છે..પણ જેવાં આ લોકો અંદર આવ્યા એલોકોની વાત અટકી અને કુસુમબેન આગળ આવી કામિનીને હગ કરી એના કપાળે ચૂમી વેલકમ કરી બોલ્યા “ આવ દીકરા..તું મોટી તો થઇ ગઈ પણ દેખાય પણ ખુબ સુંદર..” એમ કહી વધાવીને યજ્ઞેશભાઇ અને સોહમની સામે જોયું.


         કામિની થોડું શરમાઈ પછી કુસુમબેનને થેંક્યુ કીધું અને એમની નજીક સોફા પર બેઠી. યજ્ઞેશભાઈની અને નવીનશ્રોફની બન્નેની નજર કામિની અને સોહમ તરફ હતી. ત્યાં કામિનીની મમ્મી નલિની શ્રોફ બોલી ઉઠ્યા “ વાહ બન્નેની જોડી કેવી સરસ શોભી રહી છે.” હવે બધાની નજર એકસાથે કામિની અને સોહમ તરફ ગઈ. સોહમ અને કામિની એ પણ એકબીજા સામે જોયું..સોહમે કોઈ ચહેરા પર ભાવ ના આવવા દીધો અને બોલ્યો “ એસ્ક્યુઝ મી .. તમે લોકો બેસો હું જરા ફ્રેશ થઇ ચેન્જ કરીને આવું છું.” એમ કહી એ બહાર મુકેલી શોપિંગ બેગ્સ લઈને એના રૂમમાં ચાલ્યો ગયો..કામિનીએ તલ્લીકાને અને એની મોમ તથા કુસુમબેનને પોતાની શોપિંગ બેગ્સ ખોલી એમાંથી બોક્સ કાઢ્યા અને બોલી “ આંટી..મમ્મી જુઓ મને સોહમે આ ગિફ્ટ આપી અમે સાથે મોલમાં ગયેલા અને એની ચોઇઝ પ્રમાણે લીધું..” તલ્લિકાએ કહ્યું “ વાહ કામિની તું તો ખુબ લક્કી છે મને આજ સુધી ભાઈએ એક ટોય નથી લાવી આપ્યું..સાથે લઇ જવાનું તો હું વિચારી પણ ના શકું.” કુસુમબેન કહે “ બસ હમણાં શું આવી વાતો કરે ? તમારે બંનેને તો બારમો ચન્દ્રમા છે બન્નેની ચોઇઝ બધું ખુબ અલગ..” એમ કહી હસવામાં વાત કાઢવા પ્રયત્ન કર્યો. સોહમે ખરીદેલો એનાં ડ્રેસ અને પરફ્યુમ જોઈ કુસુમબેન કહે..” વાહ સોહમની ચોઈસ તો સાચે ખુબ સરસ છે..મને ખુબ ગમ્યું.” નલિનીબેને પણ સૂરમાં સુર પુરાવ્યો કીધું સાચેજ સરસ પસંદગી છે..પછી ધીમે રહી બોલ્યા “ એલોકો એકબીજાને પણ પસંદ કરી લે એટલે ગંગા નાહ્યા..” યજ્ઞેશભાઇ અને નવીનભાઈ પણ સાંભળી રહેલાં એલોકોએ પણ સંમતિ સૂચક માથું હલાવ્યું.


           કુસુમબેને કહ્યું “ તલ્લીકા તું અને કામિની બન્ને એવું હોય તો સોહમના રૂમમાં કે એની બાલ્કનીમાં બેસો શાંતિથી વાતો કરો..જમવાનો સમય થશે તમને સદાનંદ બોલાવી જશે. એમને સમજીને સામેથી છોકરાઓને સાથે બેસવા તક કરી આપી. યજ્ઞેશભાઇએ તરત હાંજી પુરાવતા કીધું “ હાં હાં જાઓ શન્તિથી બેસો વાતો કરો અહીં અમારી વાતોમાં રસ નહીં પડે..” કામિની અને તલ્લીકા બન્ને હસતી હસતી એની શોપિંગ બેગ્સ ત્યાં મૂકી ત્યાંથી નીકળી સોહમના રૂમ તરફ ગઈ..તલ્લીકાએ જોયું સોહમનો રૂમ અધખુલ્લો છે એણે ડોકિયું કર્યું તો બાથરૂમમાં શાવરનો અવાજ આવતો હતો બોલી “ કામિની ભાઈ શાવર લેતો લાગે આપણે ત્યાં સુધી બહાર બાલ્કનીમાં જઈ બેસીએ..ભાઈની બાલ્કની સૌથી મોટી છે ત્યાં પોટ્સ તારાં નામની વેલ છે માંડવો છે મસ્ત સીટિંગ એરેન્જમેન્ટ છે ચલ ત્યાં બેસીએ..ભાઈ શાવર લઈને આવી જશે..” એમ કહી હસી..કામિનીને પણ હસું આવી ગયું “ મારા નામની વેલ? કામિનીની વેલ છે ? “ ત્યાં નાહીને સોહમ ત્યાં આવીને બોલ્યો “ હાં કામિની અને જૂઈ બન્નેની વેલ છે પછી બાલ્કનીમાં પહોંચી માંડવો બતાવી કીધું બન્ને વેલને ચઢાવી છે બન્ને સરસ તૈયાર થઇ છે બન્નેનેના સુગંધીદાર ફૂલો..મનને પ્રફુલ્લિત કરે છે. મને ખુબ ગમે છે હું બધા પ્લાન્ટ્સની કાળજી પણ ખુબ લઉ છું. મને ગાર્ડનિંગનો શોખ પણ ખુબ છે.” કામિની કહે સુગંધી ફૂલો મને પણ બહુ ગમે છે મેં પણ મોગરા ,રાતરાણી , જૂઈ ચમેલી કામિની બધા ઉછેર્યા છે અને સરસ તૈયાર થયા છે વળી મને તો બોન્સાઇનો પણ શોખ છે મેં એપણ તૈયાર કર્યા છે..બોન્સાઇનો તો મેં રેગ્યુલર કોર્સ પણ કર્યો છે. સોહમે કીધું “ વાહ ખુબ સરસ..ગાર્ડનિંગ કરવાથી અને વનસ્પતિ સાથે દોસ્તી કરવાથી ખુબ ફાયદો થાય છે હું તો ઘણી રાત્રિમાં એલોકો સાથે વાતો પણ કરું છું.” તલ્લીકાએ હસતા હસતા કીધું “ ભાઈ એની દુનિયાથી ફ્રી જ નથી થતો એની દુનિયા જ જુદી છે..” કામિની સોહમની સામે જોઈ રહી હતી..સોહમે એલોકોને ત્યાં બાંબુનું ગાદીવાળું ફર્નિચર હતું ત્યાં બેસાડી પોતે સામે બેઠો..


                સંધ્યાકાળ થઇ ગઈ હતી..આકાશ કેસરિયા રંગે રંગાયેલું હતું..સોહમ આકાશ તરફ જોઈ રહેલો..પછી બોલ્યો આખા દિવસની રઝળપાટ પછી અત્યારે આભમાં ઉષાકાળે કેવો મીઠો પ્રેમાળ કેસરિયો રંગ છવાયો છે મને આ સંધિકાળ મને ખુબ ગમે છે અને ત્યારે કુદરત સાથે વાતો કરવી ગમે છે..આ સમયે હું મારો સમય સમજી અહીં આવી સંવાદ કરી લઉ છું..” સોહમ કહી રહેલો કામિની એની તરફ જોઈ એકધ્યાને સાંભળી રહેલી ત્યાં સદાનંદ તલ્લીકાને બોલાવવા આવ્યો..કીધું તમને મમ્મી બોલાવે છે પહેલા.” તલ્લીકા સમજીને તરત ઉભી થઇ ગઈ અને કામિનીને કીધું “ તમે લોકો વાતો કરો હું હમણાં એવું છું.” એમ કહી ટીખળ કરતી હસતી હસતી જતી રહી. તલ્લિકાનાં ગયા પછી સોહમ ગંભીર થઇ ગયો..એ કામિનીની એકદમ નજીક આવી બેઠો..કામિનીને થોડું અચરજ થયું કે સોહમ આટલી નજદીક આવી કેમ બેઠો? એ હવે અહીં એકાંતમાં શું કરશે ? ના ના એ એવો છોકરો નથી લાગતો..એણે પોતાને જ જવાબ આપી દીધો.. સોહમે કામિની તરફ જોઈ કીધું “ કામિની તે મને આજે પહેલી વાત થઇ ત્યારે કીધેલું કે આપણા પેરેન્ટ્સ આપણને શોકેશમાં મૂકી…પછી સાથે શોપિંગમાં ગયા..હું તારી સાથે સ્પષ્ટ વાત કરવા માંગુ છું જેથી ભવિષ્યમાં કોઈપણ જાતની ગેરસમજ ના થાય.. ના આપણી વચ્ચે કોઈ મનદુઃખ થાય.. કામિની આશ્ચર્યથી સોહમની સામે જોઈ એને શાંતિથી સાંભળી રહી હતી..

                                                                     વધુ આવતા અંકે..પ્રકરણ -85 અનોખી સફર..