આહુતિ રિસેપ્શન પર ફોન કરે છે અને રમેશ મિશ્રાને ઓફિસમાં મોકલવાનું કહે છે.
પણ રિસેપ્શનિસ્ટ તેને કહે છે કે તેઓ 1 વીકથી લિવ પર છે.
આહુતિને નવાઈ લાગે છે. લિવ પર છે પણ તેણે અમને તો કોઈ વાત કરી જ નથી.
ઠીક છે. તમે ફોન રાખો.
પછી આહુતિ રમેશ મિશ્રાના ફોન પર 10 ફોન કર્યા પણ ફોન સ્વીચ ઓફ જ આવતો હતો.
આહુતિને તેના પર ડાઉટ થવા લાગ્યો. તેણે એક ઇન્વેસ્ટિગેટરને હાયર કર્યો અને રમેશ મિશ્રાની તપાસ શરૂ કરાવી.
આહુતિ પોતાની કેબિનમાં પરત ફરે છે. અને પંકજની સામે જુએ છે.
તે મનમાં વિચાર કરે છે. કે આ વ્યક્તિ અમને મદદ કરવા માંગે છે કે બરબાદ કરવા એ ખબર પડતી નથી. મેં તો આમને પહેલી વખત જોયા અને યગ્નેશના મોઢે ક્યારેય આ વ્યક્તિનું નામ સાંભળ્યું નથી
તો અચાનક કોઈ જ કનેક્શન વગર તેઓ અમારા જીવનમાં ક્યાંથી આવ્યા અને અમને મદદ કરવા માટે પણ તૈયાર છે.
શું ચાલે છે મને તો કઈ સમજાતું નથી
મને તો ખૂબ જ ગભરામણ થાય છે.
આ વ્યક્તિ અમારા જીવનમાં નવી તકલીફો સર્જી ના દે તો સારું હે ભગવાન ધ્યાન રાખજો.
આ તરફ પંકજ અને યજ્ઞેશ વાત કરી રહ્યા હોય છે.
યજ્ઞેશ આહુતિને કંઈક કહે છે પણ તે પોતાના વિચારોના વિશ્વમાં ખોવાયેલી છે.
યુગ્નેશ પછી જોરથી ચીસ પાડે છે. આહુતિ ...
હા બોલો સોરી મારું ધ્યાન ન હતું.
પંકજભાઈ આપણી સાથે નવો મોબાઈલ ફોન લોન્ચ કરવા માંગે છે તો તેમની સાથે ડીલ કરશું તો આપણે પણ ઈનકમ સોર્સ મેળવી શકીશું.
તું આ એગ્રીમેન્ટ જોઈ લે અને સિગ્નેચર પણ કરી દેજે.
પંકજ - આ ડોક્યુમેન્ટ પર તમારા વાઇફ સિગ્નેચર કરશે ?
યજ્ઞેશ - હા કેમ ?
પંકજ - પણ બિઝનેસ એગ્રીમેન્ટ પર તો કંપનીના એમ.ડી. સહી કરે છે.
આ કંપનીના એમ. ડી. તો તમે જ છો ને?
હા પણ આ કંપનીનો એમડી હું એકલો નથી અમે બંને છીએ.
દેવર્ષિ ગ્રુપ ઓફ કંપની અમે બંને સાથે ચલાવીએ છીએ. એ રીતે આહુતિ પણ
આ કંપનીની મેનેજરિંગ ડાયરેક્ટર છે.
પંકજ આ કઈ રીતે શક્ય બને?
યગ્નેશ હું તમને અમુક પ્રશ્નો પૂછું અને તમે મને જવાબ આપશો?
પંકજ - હા
યગ્નેશ પેટ્રોલ વિના ગાડી ચાલે?
પંકજ આ શું પ્રશ્ન છે?
યજ્ઞેશ - જવાબ તો આપો.
બેટરી વિના ગેજેટ ચાલે?
પંકજ - ના
બસ તો એ જ રીતે દરેક પુરુષ સ્ત્રી વિના અધૂરો છે.
પંકજ - એવું માત્ર તમે માનો છો. મારી વાઇફ પણ એમબીએ કરેલી છે. છતાં જ્યારે મારો સ્ટ્રગલ પિરિયડ હતો ત્યારે પણ તે હાઉસવાઈફ હતી અને આજે પણ ચા હાઉસવાઈફ જ છે. મારા પ્રોબ્લેમમાં ક્યારેય મારી વાઈફને બચ્ચા આવવા દીધી નથી.
હું એમ નથી કહેતો કે તમારી વાઈફ આ બધું કરીને કંઈક ખોટું કરે છે કે તેમાં કંઈ ખરાબ છે. પરંતુ સ્ત્રીએ પ્રથમ અગ્રતા ઘર સંસારને આપવી જોઈએ નહીં કે આ બધી બાબતોને.
યગ્નેશ - આવું તે ખૂબ જ હોશિયાર છે, સમજુ છે. તે બિઝનેસ અને ઘર બંને એક સાથે ચલાવી શકે છે. ધ મલ્ટી ટેલેન્ટેડ છે.
મારી તબિયત જ્યારે સારી ન હતી. ત્યારે તેણે ક્લાઈન્ટને પણ સાચવેલા છે, ઘર અને મને પણ સાચવેલો છે સાથે સાથે બધા ઇન્વેસ્ટર્સને પણ જાળવી રાખ્યા છે. એક સાથે ત્રણ ચાર કામ છે કરી શકે છે.
તે બિઝનેસમાં જોડાઈ બિઝનેસ કરે તેનાથી મને કોઈ તકલીફ આજે પણ નથી અને કાલે પણ નહીં હોય. લોકોને જે વિચારવું હોય તે વિચારે. દરેકને પોતાના જીવનમાં આગળ વધવાની અને પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા હોય છે. મારી જેમ તે પણ માણસ જ છે ને? અને એવું કોણે કહ્યું કે સ્ત્રી છે તો માત્ર ઘર જ ચલાવવાનું કે બિઝનેસ ન કરી શકે કે નોકરી ન કરી શકે? મેં તો ઘણી જગ્યાએ એવું જોયેલું છે કે પુરુષ કરતાં સ્ત્રી વધારે સારી રીતે બધું જ સાચવી શકે છે. એવું ક્યારેય ન રાખવું જોઈએ કે પુરુષ જ બધું કરી શકે અને સ્ત્રી માત્ર ઘર સાચવી શકે. ખેતરમાં પુરુષો નથી હોતા તે ઘરમાં પણ સ્ત્રીઓ ઘર ચલાવે છે અને બાળકોને પણ ભણાવી અને પોતાના જીવનમાં સેટ કરે છે.
લેખન - જય પંડ્યા