પોસ્ટિંગ મે 2025. દિલ્હીનું કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન. લેફ્ટનન્ટ અર્જુન રાઠોડે પોતાની બેગ ખભે નાખી. 23 વર્ષનો યુવાન, IMA માંથી હમણાં જ કમિશન મળ્યું. છાતી પર પહેલીવાર ચમકતા સ્ટાર. મનમાં ઉત્સાહ અને થોડો ડર. પોસ્ટિંગ ઓર્ડર હાથમાં હતો: "8 JAK RIF, 56 Mountain Brigade, Dras Sector, Kargil"."રાઠોડ સાહેબ, જમ્મુ તાવી એક્સપ્રેસ પ્લેટફોર્મ 3 પર છે," સુબેદાર શેર સિંઘે કહ્યું. શેર સિંઘ 20 વર્ષથી પહાડોમાં. કરગિલ યુદ્ધના વેટરન. એના ચહેરા પર કરચલીઓ નહીં, અનુભવોના નકશા હતા.ટ્રેન ઉપડી. રાત આખી અર્જુન વિચારતો રહ્યો. કરગિલ. 1999નું યુદ્ધ. ટોલોલિંગ, ટાઈગર હિલ, બટાલિક. દાદાએ વાર્તાઓ સંભળાવી હતી. પણ હવે એ જમીન પર એણે પગ મૂકવાનો હતો.જમ્મુથી સોનમાર્ગ, ઝોજી લા પાસ વટાવીને દ્રાસ પહોંચતા 2 દિવસ લાગ્યા. મે મહિનામાં પણ દ્રાસમાં બરફ. વિશ્વનું બીજું સૌથી ઠંડું વસવાટ ધરાવતું સ્થળ. શ્વાસ લેતા હવામાં બરફના કણ આવે.બ્રિગેડ હેડક્વાર્ટરમાં રિપોર્ટ કર્યો. CO કર્નલ વિક્રમ બત્રા જેવા જ દેખાતા કર્નલ રાજવીર સિંઘ સામે ઊભો રહ્યો."Welcome to 56 Brigade, Lieutenant. તારી પોસ્ટિંગ છે Point 4875 - 'Rockfall Post' પર. 17,000 ફૂટ ઊંચાઈ. ઓક્સિજન 40% ઓછો. રાત્રે -25 ડિગ્રી. દુશ્મનની પોસ્ટ 800 મીટર દૂર."અર્જુનના કપાળે પરસેવો. પણ ચહેરો સખત રાખ્યો. "Yes Sir!""એક વાત યાદ રાખજે, રાઠોડ," કર્નલનો અવાજ ધીમો થયો. "પહાડ પર તું એકલો નથી. ક્યારેય નહીં. સમજ્યો?"અર્જુનને નવાઈ લાગી. "Sir?"કર્નલ હસ્યા નહીં. ફક્ત કહ્યું, "જ્યારે જરૂર પડે, પહાડ મદદ મોકલે છે. Dismiss."બીજા દિવસે સવારે 4 વાગ્યે ચઢાઈ શરૂ થઈ. 6 કલાકની ચઢાઈ. રસ્તો નહીં, ફક્ત ખડકો. દરેક પગલે શ્વાસ ફૂલે. અર્જુન સાથે હવાલદાર બલવંત અને 4 જવાન. પોસ્ટ પર પહોંચ્યો ત્યારે જોયું - 8 જવાનો પહેલેથી ત્યાં. બંકર અડધો બરફમાં દટાયેલો. એક ખૂણામાં નાનું મંદિર. દીવો બળતો હતો. ફોટામાં એક યુવાન સિપાહી. નામ નીચે લખ્યું: "શહીદ રાઈફલમેન કુલદીપ સિંઘ, 18 JUNE 1999"."આ કોણ?" અર્જુને પૂછ્યું.બલવંતે સલામ કરી. "સાહેબ, 1999માં આ પોસ્ટ પર કબજો કરતા શહીદ થયા હતા. ત્યારથી એમની આત્મા અહીં છે. અમે એમને 'કુલદીપ બાબા' કહીએ."અર્જુન વિજ્ઞાનનો વિદ્યાર્થી. IMAનો ગોલ્ડ મેડલિસ્ટ. એણે હળવેકથી કહ્યું, "બલવંત, આ બધી માન્યતાઓ છે. આપણે ફૌજી છીએ. ભૂત-પ્રેતમાં ન માનીએ."બલવંત કંઈ બોલ્યો નહીં. ફક્ત દીવામાં તેલ પુર્યું.પહેલી રાત. 2 વાગ્યે અર્જુનની પેટ્રોલિંગ ડ્યુટી. બહાર નીકળ્યો. ચાંદ નથી. ફક્ત તારાઓ. બરફ પર બૂટનો અવાજ કાળજું કંપાવે. ટેમ્પરેચર -27°C. શ્વાસ સફેદ ધુમાડા જેવો.અચાનક એને લાગ્યું કે કોઈ એની પાછળ ચાલે છે. પાછળ જોયું - કોઈ નહીં. ફક્ત પોતાના પગલાં બરફમાં. થોડે આગળ ગયો. ફરી એ જ અનુભવ. આ વખતે સ્પષ્ટ - બરફમાં બીજા પગલાંનો અવાજ. અર્જુને ટોર્ચ મારી. કંઈ નહીં.પેટ્રોલિંગ પૂરું કરીને પાછો આવ્યો. બંકરમાં ઘૂસતાં જ બલવંત જાગતો હતો."સાહેબ, કંઈ દેખાયું?" "ના. પણ..." અર્જુન અટક્યો. "બલવંત, રાત્રે બીજી કોઈ પાર્ટી પેટ્રોલિંગ પર હતી?""ના સાહેબ. આખા સેક્ટરમાં ફક્ત આપણે."અર્જુનનું લોહી થીજી ગયું. તો પછી એ પગલાં કોના હતા?સવારે 5 વાગ્યે સંત્રી દોડતો આવ્યો. "સાહેબ! સાઉથ ફેસ પર દુશ્મનની હિલચાલ!"અર્જુન બાયનોક્યુલર લઈને દોડ્યો. ધુમ્મસ હતું. કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું. ત્યાં જ એના કાન પાસે કોઈએ ધીમેથી કહ્યું: "સાહેબ, નીચે ઝૂકો."અર્જુન તરત બેસી ગયો. એ જ સેકન્ડે એક સ્નાઈપરની ગોળી એના માથા ઉપરથી પસાર થઈ ગઈ. જ્યાં ઊભો હતો ત્યાં ખડક પર ગોળી વાગી.બલવંતે એને ખેંચી લીધો. "સાહેબ, તમે કેમ બેઠા? તમને કોણે કહ્યું?"અર્જુન ધ્રૂજતો હતો. આસપાસ જોયું. બંકરમાં 8 જવાનો. બધા 20 મીટર દૂર. તો અવાજ કોનો હતો?એની નજર મંદિરમાં કુલદીપ બાબાના ફોટા પર ગઈ. દીવો એકાએક જોરથી ભડક્યો. ફોટામાંના યુવાનની આંખો જાણે જીવતી થઈ.અને ત્યારે બરફ પર અર્જુને જોયું - બંકરના દરવાજાથી એ ઉભો હતો ત્યાં સુધી... બૂટના તાજા પગલાં. એક જોડી. જે એના પગલાંની બિલકુલ બાજુમાં હતા. એ પગલાં બહારથી આવ્યા હતા. પણ અંદર કોઈ આવ્યું ન હતું.
કુલદીપ બાબાનું રહસ્ય શું છે? શું અર્જુન ખરેખર "ઘોસ્ટ ઓફ કારગિલ" ને મળ્યો? અને પોસ્ટ પર થનારો આગલો હુમલો કોણ રોકશે - જીવતા જવાનો કે... ?
મળીએ............ભાગ-૨ માં.