A treasure worth billions has been buried in some corner of the ocean for 300 years! in Gujarati Magazine by Gautam Patel books and stories PDF | ૩૦૦ વર્ષથી સમુદ્રના કોઈ ખૂણે દટાયેલો છે અબજોનો ખજાનો!

Featured Books
Categories
Share

૩૦૦ વર્ષથી સમુદ્રના કોઈ ખૂણે દટાયેલો છે અબજોનો ખજાનો!

ઇ. સ. ૧૪૯૨ માં ભારત આવવા નીકળેલા સ્પેનના (મૂળ
ઇટાલિના) ક્રિસ્ટોફર કોલમ્બસે સાવ અણધારી રીતે નવી
દુનિયા શોધી કાઢી એ પછી સ્પેનિયાર્ડો બહુ થોડાં વર્ષોમાં
વહાણો મારફત ઉત્તર અમેરિકા અને ત્યાર પછી મધ્ય તેમજ
દક્ષિણ અમેરિકા સુધી ફરી વળ્યા. ઉત્તરમાં તે સમયે ફક્ત રેડ ઇન્ડિયનોની વસ્તી હતી, જેઓ રખડુ અને પછાત જીવન
ગુજારતા હતા. પરંતુ મધ્ય અને દક્ષિણ અમેરિકાએ તો
સ્પેનિયાર્ડોને ચકિત કરી દીધા. આદિવાસી રેડ ઇન્ડિયનો કરતાં તદન જુદી પ્રજાને આંજી દેતી જાહોજલાલી તેમને જોવા મળી અને જોતાવેંત તેમને હથેળીમાં ખંજવાળ ઉપડી ! મધ્ય અમેરિકાના મેક્સિકોમાં ત્યારે આઝતેક સંસ્કૃતિ ખીલી હતી,
જ્યારે દક્ષિણ અમેરિકાના પેરુ સહિતના બહુ મોટા પ્રદેશમાં
ઇન્કા સંસ્કૃતિની બોલબાલા હતી. બન્નેની સમૃદ્ધિનો પાર
નહિ. સમ્રાટો અને સેનાપતિઓ તો ઠીક, આઝતેક અને ઇન્કા સંસ્કૃત્તિનો
સામાન્ય પ્રજાજનો પણ સોના-ચાંદીની
રેમલછેલ વચ્ચે જીવતા હતા.
ઇન્કા તથા આઝતેક સામ્રાજ્યની
જાહોજહાલી વિશે સ્પેનની રાણીને સમાચાર
મળ્યા ત્યારે ત્યાંનો ધનભંડાર લૂંટવા માટે
રાણીએ સૈનિકોનો અલાયદો કાફલો રચ્યો.
સેંકડો જહાજો ભરીને મધ્ય અને દક્ષિણ
અમેરિકામાં સ્પેનિશ ફોજ મોકલી. ઉત્તર
અમેરિકા પર કબજો જમાવવામાં તેને રસ
ન હતો, કેમ કે પછાત રેડ ઇન્ડિયનોના
ભેંકાર મુલકમાં કશું મળવાનું ન હતું. વળી
ત્યાં જમીનમાં સોના-ચાંદીના કુદરતી ભંડારો
શોધવા એ કરતાં ઇન્કાનો તથા આઝતેકનો તૈયાર માલ લૂંટી
વહાણો દ્વારા સ્પેન ભેગો કરી દેવો એ શૉર્ટ-કટ માર્ગ હતો.
સ્પેનિયાર્ડોએ પહેલાં મધ્ય અમેરિકાના (મેક્સિકોના)
આઝતેક સામ્રાજ્યને લૂંટવાનું નક્કી કર્યું. સામ્રાજ્યના અકેક
પ્રજાજનનો દલ્લો આંચકી શકાય એ માટે પહેલાં આખું
સામ્રાજ્ય જીતી લેવું પડે, એટલે સ્પેનના હર્નાન કોર્ટેસ નામના સેનાપતિએ ૧૫૧૯ માં સમુદ્રમાર્ગે આઝતેક સામ્રાજ્ય પર હલ્લો બોલાવ્યો. એક તરફ હજારોનું સૈન્ય ધરાવતું પ્રચંડ
સામ્રાજ્ય હતું, તો બીજી તરફ કોર્નેસ પાસે માત્ર ૬૦૦ જેટલા
સૈનિકો હતા ! આમ છતાં વર્તમાન મેક્સિકો જ્યાં છે તે
સંપૂર્ણ આઝતેક પ્રદેશ તેણે સર કરી બતાવ્યો. આખું આઝતેક
સામ્રાજ્ય તોડી પાડ્યું. હાન કોર્ટેસના બેરહેમ સૈનિકોએ
ત્યાંના અસંખ્ય પ્રજાજનોને રહેંસી નાખી વર્ષો સુધી એ પ્રાચીન
સામ્રાજ્યને લૂંટ્યું. લૂંટના ખજાના વડે લદાયેલાં સ્પેનિશ વહાણો
રોજેરોજ બાર-પંદરના કાફલામાં સ્પેન તરફ ઉપડવાં લાગ્યાં.
દસ વર્ષ પછી દક્ષિણ અમેરિકા ખાતે પેરુના ઇન્કા
સામ્રાજ્યનો વારો આવ્યો. ફ્રાન્સિસ્કો પિઝારો નામનો સ્પેનિશ
સેનાપતિ ૧૫૨૯ માં નાની છતાં શસ્ત્રસજ્જ ફોજ સાથે પેરુ
ગયો અને લાગ મળતાં ત્યાંના ઇન્કા સમ્રાટનું પહેલાં તો
અપહરણ કરી તેને બાન પકડ્યો. લડાઇ વગર અઢળક
ધનદૌલત મળી જાય તો વધુ સારૂં એમ ધારી ફ્રાન્સિસ્કો
પિઝારોએ ઇન્કા સમ્રાટની મુક્તિના બદલામાં તેના પ્રજાજનો
પાસે અમુક પટારા ભરીને સોનું માગ્યું. દિલોજાનથી સમ્રાટને
ચાહતા અને વળી તેને દૈવી પુરુષ માનતા પ્રજાજનોએ સાત
ફીટ બાય સાત ફીટની રૂમમાં સમાય એટલું સોનું હાજર કરી
દીધું. દિગ્મૂઢ પિઝારો તો ફાટી આંખે તે સોનાને જોતો રહ્યો.
બાનની ૨કમ તરીકે ઇન્કા પ્રજા આટલું સોનું આપી શકતી
હોય તો આખા સામ્રાજ્યના કુલ ધનભંડારનું શું પૂછવું ?
પિઝારોની દાનત બગડી અને ઇન્કા સામ્રાજ્યને પૂરેપૂરૂં
લૂંટી બધો દલ્લો સ્પેનભેગો કરવાનું તેણે નક્કી કરી લીધું.
બાનનું સોનું મળી ચૂક્યું હતું, છતાં ઇન્કા સમ્રાટને તેણે મારી
નખાવ્યો. સમ્રાટના સૈન્યને પરાજય આપ્યો અને ત્યાર પછી
જનસંહારનો જે દોર ચાલ્યો તેમાં ઇન્કા સંસ્કૃત્તિ સંપૂર્ણપણે
નાશ પામી. ઇન્કાને પણ આઝતેકની
સમુદ્રના માર્ગે વહાણો દ્વારા વિપુલ
પ્રમાણમાં અમૂલ્ય ખજાનો સ્પેન
મોકલી આપવાનો ક્રમ શરૂ થયો.
કિંમતી માલનો રસાલો જે માર્ગે
નિયમિત જતો હોય ત્યાં ધાડપાડુઓ
પણ વહેલામોડા ટપકી પડે. સમુદ્રી
માર્ગે નિયમિત સ્પેન જતો
સ્પેનિયાર્ડોનો માલ તો વળી
બેકિંમતી હતો. સોના-ચાંદીનો
તેમજ રત્નો-ઝવેરાતનો દલ્લો લઇ
જતું દરેક સ્પેનિશ જહાજ વિશેષ
બનાવટનું હતું. એટલે કે તેમાં
થોકબંધ સામાન ખડકી શકાય એવી
વ્યવસ્થા હતી. પરિણામે એવાં
જહાજો રખે હાથ લાગે તો લૂંટનો
બમ્પર જૅકપોટ મળે.
સ્પેન જેવા યુરોપી દેશોના કાંઠા
નજીક એ વખતે તુર્કીના ચાંચિયા
સરદારોનો ભારે ત્રાસ હતો. તુર્કીના
મુસ્લિમો અને યુરોપના ખ્રિસ્તીઓ
વચ્ચે ધર્મના નામે વારંવાર યુદ્ધો
ખેલાતાં હતાં, એટલે તુર્કીનો સુલતાન પોતે યુરોપી માલવાહક
વહાણોને મદિરયે લૂંટવા માટે ચાંચિયા મુસ્લિમ સરદારોને
પ્રોત્સાહન આપતો હતો. ઇન્કાનો તથા આઝતેકનો દલ્લો
ભરીને આવતાં બહુ જ મૂલ્યવાન સ્પેનિશ વહાણોને તુર્કીના
ચાંચિયા લુંટે તો ખરેખર જબરૂં નુકસાન થાય તેમ હતું. સ્પેનના
રાજદરબારે એટલે જ બળવાન અને ખડતલ જાતનાં ગેલિયન
વહાણો તૈયાર કરાવવાં પડ્યાં. ચાર મોટાં અને કેટલાંક નાના
સઢવાળા દરેક ગેલિયનમાં ખલાસીઓ તથા સૈનિકો કુલ મળીને
૨૦૦ જણા હોય અને પાછલી તરફ બેય પડખે કુલ ૬૦ મોટી
તોપો ! નીચેના ભંડકિયામાં સોના-ચાંદીના અને રત્ન
ઝવેરાતોના ૧૫૦-૨૦૦ પટારા રહી શકે એટલી જગ્યા હતી.
દરેક ગેલિયન વહાણ તોપસજ્જ હોવા છતાં સ્પેનના શાહી
હુકમ અનુસાર કદાપિ એકલદોકલ વહાણે હંકારવાનું નહિ
ચાંચિયા હુમલાખોરને સામટી લડત આપી શકાય તે માટે
ડઝનબંધ ગેલિયનનો મોટો કાફલો જ હોવો જોઇએ. ઇન્કાનો
તથા આઝતેકનો ધાર્યા કરતાં એટલો મોટો ધનભંડાર મળ્યો કે ટૂંક સમયમાં એકસાથે ૧૦૦ ગેલિયન વહાણોના કાફલા સ્પેન તરફ હંકારવાં લાગ્યાં. પ્રથમ કાફલો હજી તો ઍટલાન્ટિક મહાસાગરમાં અડધે પહોંચ્યો હોય ત્યાં બીજો કાફલો રવાના થતો. દરેક ગેલિયનમાં શક્ય એટલા વધુ ખજાનાનો સમાવેશ
કરી શકાય એ માટે સ્પેનિયાર્ડો એ કલાત્મક આભૂષણોને ભઠ્ઠીમાં ઓગાળી તેમના સિક્કા બનાવતા
હતા. 
ઇતિહાસની
કરૂણતા પણ કેવી કે પ્રાચીન
ઇજિપ્ત કરતાં વિશેષ આગળ
વધેલી એ બન્ને સંસ્કૃતિઓ તદન
અસંસ્કારી સ્પેનિયાર્ડોનો શિકાર
બની. એક સુધરેલી પ્રજા સામે
નઠારી પ્રજાનો વિજય થયો.
ઇન્કા-આઝતેકના દલ્લા વડે
સ્પેન માલામાલ થવા માંડ્યું ત્યારે
બ્રિટનને પેટ બળતરા થવા લાગી.
સોળમી અને સત્તરમી સદી
દરમ્યાન જગતના શક્ય એટલા
પ્રદેશો જીતવા માટે બ્રિટન,
પોર્ટુગાલ, સ્પેન, ફ્રાન્સ, નેધરલેન્ડ
વગેરે યુરોપી દેશો વચ્ચે સ્પર્ધા
ચાલતી હતી. ભારત જેવા દેશોમાં સૌ પોતપોતાની વસાહતો
સ્થાપી તેમને ગુલામ બનાવવા અને પછી લૂંટવા તત્પર હતા.
ઇન્કાને તેમજ આઝર્તકને ગુલામ બનાવવામાં સફળતા ન
મળી તેનો અફસોસ બ્રિટનને રહી ગયો. બ્રિટનના કટ્ટર હરીફ
સ્પેનને માત્ર લુખ્ખા પ્રદેશો હાથ લાગ્યા હોત તોય ઠીક હતું,
પરંતુ તેને બદલે હવે સ્પેનનાં ગેલિયન વહાણો ટનબંધ ખજાનો
ઘરઆંગણે ખડકી રહ્યાં હતાં. આ સ્થિતિ બ્રિટન માટે અસહ્ય
હતી, એટલે રાણી એલિઝાબેથ પહેલીએ નક્કી કર્યું કે સ્પેનિયાર્ડો
ઇન્કાને (પેરુને) તથા આઝતેકને (મેક્સિકોને) લૂંટે, તો બ્રિટને
ખુદ સ્પેનિયાર્ડોને લૂંટવા ! બ્રિટનની રાણી કે બ્રિટનની સરકાર
પોતે આવું કામ છડેચોક ન કરી શકે, માટે એલિઝાબેથે કેટલાક
અંગ્રેજ ચાંચિયા સરદારો જોડે હાથ મિલાવ્યા. એક જાણીતો 
સ૨દા૨ થોમસ કેવેન્ડિશ હતો, બીજો ફ્રાન્સિસ ડ્રેક હતો, ત્રીજાનું 
નામ જહોન હોકિન્સ અને ચોથો 
હેન્રી મોર્ગન હતો. રાણી એલિઝાબેથે કેટલોક દલ્લો બ્રિટિશ ચાંચિયા એકાદ નિર્જન ટાપુ પર સગેવગે કરી દેતા ન હતા. રાણીના ભાગે જતો અમુક
તેમને રીતસર ચાંચિયાગીરીનું
લાયસન્સ કાઢી આપ્યું અને સાથે
શરત મૂકી કે જેટલો ખજાનો
લૂંટવામાં આવે તેનો અમુક ટકા
ભાગ દરેક ચાંચિયાઓએ રાજ-
કુટુમ્બની તિજોરીમાં જમા કરાવવો.
એલિઝાબેથ તરફથી લાયસન્સ
મળ્યું, એટલે બ્રિટિશ ચાંચિયાઓ
‘ડ્યૂટી’ પર લાગી ગયા. સ્પેનિશ
ગેલિયન વહાણોને આંતરી લેવા
મેક્સિકોનો અખાત તેમજ
કેરિબિયન સમુદ્ર તેમણે પસંદ કર્યો,
કારણ કે ત્યાં હાઇતિ, પુર્તો રિકો,
જમૈકા, એન્ટિગુઆ, ક્યૂબા,
બાર્બેડોઝ, ટોબેગો વગેરે અનેક
ટાપુઓ પર તેઓ પોતાના અડ્ડા સ્થાપી શકે તેમ હતા. વેરવિખેર
એવા નાના અને નિર્જન ટાપુઓ તો અનેક હતા, જ્યાં ખજાના
ભરેલા પટારા ગૂપચૂપ દાટી શકાય તેમ હતા. ખજાનો છૂપાવવો
પડે તેનાં બે કારણો હતાં : પહેલું કારણ એ કે ચાંચિયા સરદારો
લૂંટની બધી માલમત્તા પોતાના વહાણમાં રાખી મૂકે તો જહાજ
નાહકનું જ વજનદાર બને. ઝડપ ઘટી જવા પામે, એટલે
સ્પેનિશ ગેલિયનનો પીછો કરવાનું અઘરૂં બને. વળી સ્પેનિશ
જહાજો સાથે સામસામી ગોલંદાજીમાં કે સમુદ્રી તોફાનમાં
વહાણ ડૂબે તો ભેગો ખજાનોય ડૂબે. ચાંચિયો સરદાર પોતે
બચી જાય તો ટાપુ પરનો ખજાનો કાઢી પણ શકે, પરંતુ સમુદ્રના
તળિયે ગયેલો ખજાનો શોધવાનું અશક્ય હતું.
લૂંટની માલમત્તા સંતાડી દેવાનું બીજું કારણ એ કે ચાંચિયા
સરદારો રાણી એલિઝાબેથને અંધારામાં રાખી લૂંટનો બધો
માલ પોતાના હિસાબમાં બતાવતા
ન હતા. રાણીના ભાગે જતો અમુક
હિસ્સો ગપચાવ્યા પછી તે ક્યાંક
તો દાટવો જ રહ્યો. બ્રિટિશ
નૌકાદળનાં યુદ્ધજહાજો મેક્સિકોના
અખાતમાં તેમજ કેરિબિયન
સમુદ્રમાં સતત આંટાફેરા કરી
વારંવાર ચાંચિયાઓ પાસે રાણી
વતી હિસાબ માગતાં હતાં, એટલે
એવા સમયે જહાજમાંથી કિંમતી
માલનો અમુક હિસ્સો ગાયબ હોય
તો જ બ્રિટિશ હકૂમતને અંધારામાં
રાખી શકાય.
સ્પેનિયાર્ડો લાગલગાટ ૨૦૦
વર્ષ સુધી ગેલિયન વહાણો દ્વારા
ટનના ટન જેટલો ખજાનો સ્વદેશ
મોકલતા હતા. ચાંચિયાગીરી પણ લગભગ ૨૦૦
વર્ષ ચાલી. આમ છતાં પૂરેપૂરો
ખજાનો સ્પેન પહોંચ્યો નહિ, કારણ
કે (૧) ચાંચિયાનાં વહાણો અને
ગેલિયન વચ્ચે ખેલાતા તોપયુદ્ધમાં
કેટલાંય ગેલિયન વહાણો ખજાના
સહિત ડૂબી જતાં હતાં. (૨)
ચાંચિયા સરદારો અજાણ્યા ટાપુઓ
પર અઢળક પટારા છૂપાવ્યા બાદ
હતા.
તે પ્રદેશોનો પત્તો ખાનગી રાખતા
એ પછી ક્યારેક ઝપાઝપીમાં
પોતે માર્યા જાય એટલે ખજાનાનો
ભેદ પણ તેમની સાથે દફન પામે.
(૩) કેરિબિયન સમુદ્રમાં અને
મેક્સિકોના અખાતમાં ક્યારેક
જોરદાર રીતે ફૂંકાતા વાવાઝોડાં
દરમ્યાન સ્પેનિશ ગેલિયન ડૂબે
ત્યારે પણ તેનો ટનબંધ ખજાનો
હંમેશ માટે સાગરના તળિયે
પહોંચી જતો હતો. (૪) લૂંટની
વહેંચણી દરમ્યાન ટોળકીના કો'ક માથાફરેલ સભ્યને ચાંચિયા
સરદાર જોડે મતભેદ થાય એ વખતે ક્યારેક મામલો વધી
પડતાં સામસામા તમંચા ફૂટે અને તેમાં સરદાર મરે તો એના
જાન સાથે છૂપા ખજાનાનું સરનામું પણ ગૂલ થતું. સામસામી
બે હરીફ ચાંચિયા ટોળકી વચ્ચે પણ હિંસક ફસાદ થાય ત્યારે
એકાદ સરદાર પોતાના ‘સિક્રેટ’ સાથે જ સીધાવતો હતો. (૫)
બ્રિટને વર્ષો બાદ ચાંચિયાગીરી બંધ કરવાનો હુકમ આપ્યો તે
પછીયે અમુક સરદારોએ લૂંટમાર ચાલુ રાખી. આ પૈકી ઘણા
જીવતા પકડાયા, પરંતુ ફાંસી પર લટકવાનો વારો આવ્યો ત્યાં
સુધી તેમણે ખજાના અંગે મોં ખોલ્યું નહિ. વર્ષો સુધી આવા
કેટલાય પ્રસંગ બન્યા. સૌથી રોમાંચક પ્રસંગ તો ૧૬ મી અને
૧૭ મી સદીના લાપત્તા ખજાનાની આજે કરાતી શોધખોળને
લગતાં છે, 
સંશોધકો જ નહિ, સામાન્ય લોકો પણ જેને હજી શોધવા
મથતા હોય તેવો એક ખજાનો ૧૭ મી સદીના ચાંચિયા સરદાર
વિલિયમ કિડનો છે. ઇ.સ. ૧૬૪૫ માં જન્મેલો કિડ અસલ
તો બ્રિટિશ નૌકાદળનો કેપ્ટન, એટલે ચાંચિયાગીરી સાથે તેને
કશી લેવાદેવા નહિ. ઊલ્ટું, ચાંચિયાઓ સામે તેણે લડવાનું
થાય એ જાતના સંજોગો આવ્યા. બન્યું એવું કે રાણી એલિઝાબેથે
દક્ષિણ તથા મધ્ય અમેરિકાન
કેરિબિયન સમુદ્રના માર્ગે સ્પેન
તરફ હંકારતાં સ્પેનિશ વહાણોને
લૂંટવા માટે જે ચાંચિયા સરદારો
પરવાનગી આપી હતી તે
વખત જતાં કાબૂમાં રહ્યા નહિ
બ્રિટિશ રાજદરબારને લૂંટની
પૂરેપૂરી માલમત્તા સુપરત કરી
દેવાને બદલે અમુક પટારા તેમણે
ગુપચૂપ પોતાના માટે રાખી
લેવાનું શરૂ કર્યું. ઘણી વાર તો
એકાદ ભરચક વહાણનું સોનું
ઝવેરાત આંચકી લીધા પછી તે
બનાવના ખબર સુદ્ધાં તેઓ
રાજદરબારને આપે નહિ
કેરિબિયન સમુદ્રના કેટલાય
નિર્જન ટાપુઓ એ રીતે છૂપા
ખજાનાના ટાપુઓ બન્યા. બ્રિટને
છેવટે આવા ભ્રષ્ટ સરદારો સામે
રીતસરનું યુદ્ધ આરંભ્યું. ચાંચિયા
અંગ્રેજો સામે તોપયુદ્ધ ખેલી
તેમનાં અનેક વહાણોને ડૂબાવ્યાં.
હુમલામાં બચી ગયેલાં ચાંચિયા
વહાણો કેરિબિયન સમુદ્રને છોડી ઍટલાન્ટિક તેમજ હિન્દી
મહાસાગરમાં જતાં રહ્યાં અને ત્યાંના વહાણવટાને રંજાડવાનું
શરૂ કરી દીધું. હવે તેમણે બ્રિટિશ, ફ્રેન્ચ, પોર્ટુગિઝ, સ્પેનિશ
વગેરેનો ભેદ પણ ન રાખ્યો. ચાંચિયાઓ પોતે અંગ્રેજ હોવા
છતાં અંગ્રેજોનાં સંખ્યાબંધ વહાણોનેય તેમણે સપાટામાં લીધાં.
બ્રિટનના રાજા વિલિયમને ચિંતા થવા માંડી કે ચાંચિયાઓ
જો બ્રિટિશ વહાણોને આમ સતત રંજાડ્યા કરે તો અંતે પશ્ચિમમાં
અમેરિકા અને પૂર્વમાં ભારત સાથે તેના દેશનો સંપર્ક જ રહે
નહિ. નવી દુનિયા કહેવાતો અમેરિકા ખંડ ભલે સ્પેનના
કોલમ્બસે શોધી કાઢ્યો હોય, પરંતુ અંગ્રેજો ત્યાર બાદ અમેરિકા
પહોંચીને એક પછી એક પ્રદેશ જીતી રહ્યા હતા. ન્યૂ યોર્ક પણ
તેમના કબજામાં આવ્યું હતું. જુદી રીતે કહો તો અમેરિકાને
૧૭ મી સદીમાં બ્રિટન પોતાનું ગુલામ બનાવવા માંડ્યું હતું.
ઇસ્ટ ઇન્ડિયા કંપની એ જ રીતે ભારતમાં પોતાનો કારોબાર
વધુ ને વધુ ફેલાવતી હતી. આ બે દેશોના સમુદ્રી માર્ગો પર
ચાંચિયાઓ બ્રિટિશ વહાણો સામે ઉપદ્રવ મચાવે એ બ્રિટનને
પોસાય તેમ ન હતું.
આ ઉપદ્રવ નાબૂદ કરવા માટે ફરી વખત નૌકાદળ
વાપરવાનું થાય, પણ તકલીફ એ નડી કે ત્યારે બ્રિટન 
ફ્રાન્સ
સામે યુદ્ધ ખેલી રહ્યું હતું. બધાં યુદ્ધજહાજો
લડવામાં રોકાયેલાં હતાં. બીજી તરફ ચાંચિયાઓ
અમેરિકાના પૂર્વ કાંઠે ભારે ત્રાસ આપતા હતા.
આખરે ચાંચિયાઓ સામે લડવાનું કામ ન્યૂ
યોર્કમાં જ નિવૃત્ત જીવન ગાળતા વિલિયમ કિડ
નામના અંગ્રેજ કેપ્ટનને સોંપી દેવામાં આવ્યું.
ચાંચિયા બદમાશોને એ બહાદુર કેપ્ટન પહોંચી
વળે એવો હતો. આ જોખમભર્યા કામ માટે વળી
એ તૈયાર પણ હતો.
કેપ્ટન કિડ માટે ૩૪ તોપોવાળું ૨૮૭ ટનનું
નવું વહાણ બાંધવામાં આવ્યું. વધુમાં ૧૬૦
જવાંમર્દ નાવિકો પણ જ્યાં ત્યાંથી વીણીચૂંટીને
એકઠા કરવામાં આવ્યા. ઇ. સ. ૧૬૯૬ માં
કેપ્ટન કિડ તેના નવાનકોર ‘એડવેન્ચર ગૅલી’
નામના તોપસજ્જ વહાણ સાથે નીકળી પડ્યો.
ન્યૂ યોર્કથી તે રવાના થયો, ઉત્તર તરફ હંકાર્યો
અને કેનેડાના સાગરકાંઠા નજીક
“ પહેલું વહાણ ફ્રેન્ચોનું લૂંટ્યું.
બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ
ચાલતું હતું, એટલે દુશ્મનના
વહાણ પર તરાપ મારવામાં વાંધો
નહોતો. પરંતુ બીજી રીતે જોતાં
 કેપ્ટન કિડે ચાંચિયાઓ સામે
લડવાને બદલે પોતે ચાંચિયાગીરી
 શરૂ કરી ગણાય, કેમ કે ફ્રેન્ચ વહાણ ચાંચિયાનું
 ન હતું. વ્યાપારી પ્રકારનું માલવાહક હતું.
 પરિણામે ફક્ત ૩,૫૦૦ પાઉન્ડ જેટલી કિંમતના
રોકડ સિક્કા તેને મળી શક્યા. અમેરિકાના પૂર્વ
 કાંઠે કિડે ત્યાર પછી ચાર સ્પેનિશ વહાણોને
નાં આંતરી કુલ ૧,૩૦,૦૦૦ પાઉન્ડનાં સોના-ચાંદી
પોતાના ‘એડવેન્ચર ગૅલી' પર ટ્રાન્સફર કરી
દીધા. ચાંચિયાગીરીનો ખરો ચસ્કો હવે જ તેને
લાગ્યો. સ્પેનિયાર્ડોનાં વધુ મૂલ્યવાન વહાણો
કેરિબિયન સમુદ્રમાં કદાચ મળે એમ ધારી તેણે
દક્ષિણ તરફની દિશા પકડી, પણ ત્યાં તેણે જાણ્યું
કે ખજાનાવાળાં સ્પેનિશ વહાણો હંમેશા ફ્રિગેટ
પ્રકારની લડાયક મનવારોના રક્ષણ નીચે પ્રવાસ
ખેડતાં હતાં. ચાંચિયા વહાણો પણ બ્રિટિશ
નૌકાદળની બીકે એ સમુદ્ર છોડી હિન્દી
મહાસાગર તરફ હંકારી ગયાં હતાં. આથી કિડ
તેમને પાઠ ભણાવવા અને ખાસ તો તેમની
માલમત્તા લૂંટવા માદાગાસ્કર તરફ વધ્યો.
કેપ્ટન વિલિયમ કિડ લાંબી સફરે નીકળ્યો ત્યારે ભારતમાં
મોગલ બાદશાહ ઔરંગઝેબનું રાજ ચાલતું હતું. મોગલો
તે સમયે માદાગાસ્કર સાથે મોટે પાયે વેપારધંધો ચલાવતા
હતા. ખાસ કરીને ભારતનો મરીમસાલો વાયા માદાગાસ્કર
છેવટે યુરોપ પહોંચતો હતો. આ પુરવઠાના બદલામાં મોગલ
હફૂમત સોનામહોરો અને કિંમતી રત્નો મેળવતી હતી.
ચાંચિયા બદમાશોને આવા સંજોગોમાં તો ફાવતું મળે, એટલે
હિન્દી મહાસાગર તેમના માટે પેલા સ્પેનિયાર્ડોના કેરિબિયન
સમુદ્ર જેવો જ લગડી પૂરવાર થયો. હિન્દી મહાસાગરમાં
વહાણોને લૂંટતા દરેક ચાંચિયાને કિડે તેના વહાણની તોપનો
સ્વાદ ચખાડ્યો. કેટલાય ચાંચિયાઓ માલમત્તા સહિત તેના
શરણે થયા. ‘એડવેન્ચર ગૅલી’નાં ભંડકિયાં અમૂલ્ય ખજાના
વડે ભરચક બન્યાં. હિન્દી મહાસાગરમાં છેક ભારતના મલબાર કાંઠા સુધી ફરી વળીને કેપ્ટન કિડે ચાંચિયા સરદારોનો એટએટલો દલ્લો લૂંટ્યો કે તેને રાખવા માટે હવે જગ્યા ઓછી પડવા લાગી. ફેબ્રુઆરી, ૧૬૯૮ ની એક સવારે તેણે કોચિન પાસે ખુદ ઔરંગઝેબનું ‘કાયદે મર્ચન્ટ’ નામનું દસ તોપોવાળું
કેપ્ટન વિલિયમ કિડ લાંબી સફરે નીકળ્યો ત્યારે ભારતમાં
મોગલ બાદશાહ ઔરંગઝેબનું રાજ ચાલતું હતું. મોગલો
તે સમયે માદાગાસ્કર સાથે મોટે પાયે વેપારધંધો ચલાવતા
હતા. ખાસ કરીને ભારતનો મરીમસાલો વાયા માદાગાસ્કર
છેવટે યુરોપ પહોંચતો હતો. આ પુરવઠાના બદલામાં મોગલ
હફૂમત સોનામહોરો અને કિંમતી રત્નો મેળવતી હતી.
ચાંચિયા બદમાશોને આવા સંજોગોમાં તો ફાવતું મળે, એટલે
હિન્દી મહાસાગર તેમના માટે પેલા સ્પેનિયાર્ડોના કેરિબિયન
સમુદ્ર જેવો જ લગડી પૂરવાર થયો. હિન્દી મહાસાગરમાં
વહાણોને લૂંટતા દરેક ચાંચિયાને કિડે તેના વહાણની તોપનો
સ્વાદ ચખાડ્યો. કેટલાય ચાંચિયાઓ માલમત્તા સહિત તેના
શરણે થયા. ‘એડવેન્ચર ગૅલી’નાં ભંડકિયાં અમૂલ્ય ખજાના
વડે ભરચક બન્યાં. હિન્દી મહાસાગરમાં છેક ભારતના મલબાર કાંઠા સુધી ફરી વળીને કેપ્ટન કિડે ચાંચિયા સરદારોનો એટએટલો દલ્લો લૂંટ્યો કે તેને રાખવા માટે હવે જગ્યા ઓછી પડવા લાગી. ફેબ્રુઆરી, ૧૬૯૮ ની એક સવારે તેણે કોચિન પાસે ખુદ ઔરંગઝેબનું ‘કાયદે મર્ચન્ટ’ નામનું દસ તોપોવાળું
કેપ્ટન વિલિયમ કિડ લાંબી સફરે નીકળ્યો ત્યારે ભારતમાં
મોગલ બાદશાહ ઔરંગઝેબનું રાજ ચાલતું હતું. મોગલો
તે સમયે માદાગાસ્કર સાથે મોટે પાયે વેપારધંધો ચલાવતા
હતા. ખાસ કરીને ભારતનો મરીમસાલો વાયા માદાગાસ્કર
છેવટે યુરોપ પહોંચતો હતો. આ પુરવઠાના બદલામાં મોગલ
હફૂમત સોનામહોરો અને કિંમતી રત્નો મેળવતી હતી.
ચાંચિયા બદમાશોને આવા સંજોગોમાં તો ફાવતું મળે, એટલે
હિન્દી મહાસાગર તેમના માટે પેલા સ્પેનિયાર્ડોના કેરિબિયન
સમુદ્ર જેવો જ લગડી પૂરવાર થયો. હિન્દી મહાસાગરમાં
વહાણોને લૂંટતા દરેક ચાંચિયાને કિડે તેના વહાણની તોપનો
સ્વાદ ચખાડ્યો. કેટલાય ચાંચિયાઓ માલમત્તા સહિત તેના
શરણે થયા. ‘એડવેન્ચર ગૅલી’નાં ભંડકિયાં અમૂલ્ય ખજાના
વડે ભરચક બન્યાં. હિન્દી મહાસાગરમાં છેક ભારતના મલબાર કાંઠા સુધી ફરી વળીને કેપ્ટન કિડે ચાંચિયા સરદારોનો એટએટલો દલ્લો લૂંટ્યો કે તેને રાખવા માટે હવે જગ્યા ઓછી પડવા લાગી. ફેબ્રુઆરી, ૧૬૯૮ ની એક સવારે તેણે કોચિન પાસે ખુદ ઔરંગઝેબનું ‘કાયદે મર્ચન્ટ’ નામનું દસ તોપોવાળું
૫૦૦ ટનનું વહાણ દીઠું, જેનું કદ ‘એડવેન્ચર ગૅલી’ કરતાં
ખૂબ મોટું હતું. કેપ્ટન કિડે તેને રોકી પાડ્યું, ૧,૫૦,૦૦૦
પાઉન્ડની કિંમતનાં રત્નો અને સોનામહોરોની લૂંટ કરી
પોતાના વહાણની ૩૪ તોપો ‘કાયદે મર્ચન્ટ’માં બેય પડખે
બેસાડી અને ત્યાર બાદ ‘એડવેન્ચર ગૅલી’નો બધો ખજાનો એ વહાણમાં મૂકાવ્યો. ઔરંગઝેબના નાવિકોને અંતે પોતાનું વહાણ સુપરત કરી દીધું.
હવે કિડના હાથમાં કુલ ૪૪ તોપો વડે સજ્જ એવું વધુ
શક્તિશાળી વહાણ આવ્યું. હિન્દી મહાસાગરમાં તેણે આતંક ફેલાવી દીધો. ચાંચિયા સરદારો અને વેપારધંધો ચલાવતા સોદાગરો એમ બેયને આડેધડ લૂંટ્યા. દિલ્હીમાં ઔરંગઝેબ પણ વિફર્યો. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવા માટે તેના દાદા જહાંગીરે મંજૂરી આપેલી, છતાં હવે એ જ બ્રિટનનો એક ચાંચિયો મોગલ સામ્રાજ્યનાં વહાણોને મધદરિયે લૂંટે એ કેમ સાંખી લેવાય? ઔરંગઝેબને જાણવા મળ્યું કે ચાંચિયાનું નામ કેપ્ટન કિડ હતું અને બ્રિટનના રાજા વિલિયમે પોતે તેને ચાંચિયાગીરીનો સફાયો કરવા માટે ખાસ મોકલ્યો હતો.
રાજાનો જ નીમેલો કેપ્ટન ડાકુગીરી કરે ત્યારે પહેલો દોષ
રાજાનો ગણવો જોઇએ. ઔરંગઝેબ વધુ છંછેડાયો અને તેણે કેપ્ટન કિડ દ્વારા લૂંટવામાં આવેલાં મોગલ વહાણોનું લિસ્ટ રાજા વિલિયમને મોકલી આપ્યું. સોનામહોરો, હીરા, ચાંદીની પાટો, ઝવેરાત અને
નીલમ-પોખરાજ જેવાં રત્નોના ખજાનાની કિંમત પણ લખીને
એ રકમ રાજા પાસે માગી.
આ યાદી મળી ત્યારે જ બ્રિટનના રાજા વિલિયમને ખ્યાલ
આવ્યો કે કેપ્ટન કિડ માત્ર આફ્રિકા જ નહિ, છેક ભારત સુધી પહોંચી ગયો હતો. ચાંચિયા ટોળકીઓ પર ત્રાટકવાને બદલ પોતે બેફામ રીતે ચાંચિયાગીરી કરવા માંડ્યો હતો.
ચાંચિયાગીરીની બધી નાની-મોટી લૂંટફાટોનો સરવાળો મંડાય
તો આંકડો શી ખબર ક્યાં પહોંચે ! લાગલગાટ
ત્રણ વર્ષ સુધી ઍટલાન્ટિક મહાસાગરમાં,
કેરિબિયન સમુદ્રમાં, બંગાળના
ઉપસાગરમાં અને હિન્દી મહાસાગરમાં
આતંક ફેલાવતો ચાંચિયો
કુલ જે ખજાનો
એકઠો કરે તે નાનોસૂનો તો હોય જ નહિ.
પ્રવાસનું ત્રીજું વર્ષ પૂરૂં થાય એ પહેલાં
કેપ્ટન કિડે ‘કાયદે મર્ચન્ટ'માં
ખોરાકપાણીનો નવો પુરવઠો ભરવા
માદાગાસ્કરના બંદરની મુલાકાત લીધી.
અહીં તેને સમાચાર મળ્યા કે રાજા
વિલિયમે તેને ચાંચિયો જાહેર કર્યો હતો
એટલું જ નહિ, પણ તેને પકડવા બ્રિટિશ
નૌકાદળનાં યુદ્ધજહાજોને રવાના કર્યાં
હતાં. કિડ તરત ચેતી ગયો. કશુંક બહાનું
કાઢી તેણે ‘કાયદે મર્ચન્ટ’ના ઘણા ખરા
નાવિકોને માદાગાસ્કરના કાંઠે મોકલી
આપ્યા. ફક્ત પોતાના વફાદાર નાવિકોને
વહાણ પર હાજર રહેવા જણાવ્યું. એ જ
રાત્રે અંધારામાં તેણે ખજાના વડે ભરચક એવા
‘કાયદે મર્ચન્ટ’ને કેરિબિયન સમુદ્રના વેસ્ટ ઇન્ડિઝ તરફ હંકારી મૂક્યું. બ્રિટિશ નૌકાદળ તેને હિન્દી મહાસાગરમાં શોધતું હોય ત્યારે પૃથ્વીના બીજા છેડે જતા રહેવામાં તેણે શાણપણ માન્યું.
અત્યંત નસીબદારનેય તેનું નસીબ કેટલો વખત સાથ આપે?
કિડ માટે પણ ખરાબ દિવસો આવ્યા. કેરિબિયન સમુદ્રમાં તેનું ‘કાયદે મર્ચન્ટ’ દાખલ થયું કે તરત વારાફરતી દરિયાઇ
વાવાઝોડાં ત્રાટક્યાં. વહાણના સઢ અને કુવાસ્થંભને પુષ્કળ
નુકસાન થયું. તોફાનમાં બેકાબૂ વહાણનું પડખું ખરાબા સાથે
ટકરાતાં સમુદ્રનું પાણી અંદર ઘૂસી આવવા લાગ્યું. ખજાનાનો સખત બોજો ધરાવતું વહાણ ગમે ત્યારે ડૂબે એ બીકે કિડે વેસ્ટ ઇન્ડિઝમાં ‘સેન્ટ એન્થની’ નામનું વહાણ ખરીદીને શક્ય એટલો ખજાનો તેમાં મૂકાવ્યો--અને વળી ત્યાં સમાચાર મળ્યા કે બ્રિટિશ નૌકાદળ તેને કેરિબિયનમાં પણ શોધતું હતું.
હવે કિડ મરણિયો બન્યો. બ્રિટનનો રાજા વિલિયમ તેને
-જીવતો ન છોડે એ વાત નક્કી હતી, માટે
‘કાયદે મર્ચન્ટ’નું રીપેરિંગ કામ અમુક
નાવિકોને સોંપી પોતે ‘સેન્ટ એન્થની’ને
છએક નાવિકો સાથે ક્યાંક અજાણ્યા
ટાપુ તરફ હંકારી ગયો. ઇતિહાસકારો
માને છે કે જુદા જુદા ટાપુઓ પર લૂંટનો
માલ દટાવ્યા પછી કિડે તેના નાવિકોને
મારી નાખ્યા.
જુલાઇ ૬, ૧૬૯૯ ના રોજ
ભારતમાં ઔરંગઝેબનું મૃત્યુ થયું તેનાં
આઠ વર્ષ પહેલાં કેપ્ટન કિડ આખરે
પકડાયો. ન્યૂ યોર્કના અંગ્રેજ ગવર્નરે
તેની પાસે ખજાનાનો હિસાબ માગ્યો.
હિસાબ તેણે ખજાના સહિત આપ્યો
પણ ખરો, છતાં અધૂરો હતો.
ઔરંગઝેબનાં જે વહાણો તેણે લૂંટેલા
તેમનો તો યાદીમાં ઉલ્લેખ જ નહોતો.
આ બધો કુબેરભંડાર ક્યાં ગાયબ કર્યો
એ જણાવવા કિડ તૈયાર જ ન હતો.
ગવર્નર પાસે તેણે શરત મૂકી કે તેને છોડી
દેવામાં આવે તો જ એ પૂરી યાદી આપે, પરંતુ ગવર્નરને હવે
તેના પર ભરોસો ન હતો. કિડને છેવટે બ્રિટન લાવવામાં
આવ્યો, જ્યાં તેણે એક વર્ષ સુધી જેલમાં ગોંધાયેલા રહેવું
પડ્યું. રાજાની અદાલતે છેવટે તેને રાજદ્રોહ બદલ મૃત્યુદંડ
ફરમાવ્યો. મે ૨૩, ૧૭૦૧ ના રોજ તેને લોખંડની પટ્ટીઓ
વડે મુશ્કેટાટ બાંધી ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો. કેરિબિયન સમુદ્રમાં કે પછી ઉત્તર ઍટલાન્ટિક
મહાસાગરમાં કો’ક અજાણ્યા ટાપુ પર તેણે સંતાડેલા ખજાનાનું રહસ્ય પણ તેની સાથે જ અંતે કબરમાં ગયું.
-અને ખજાનો કેટલો હતો ? આશરે ૭૫ થી ૧૦૦ લાખ
પાઉન્ડ જેટલો ! આ કિંમત પણ ત્રણસો વર્ષ પહેલાંની, માટે
આજે તેનું મૂલ્ય તો અનેકગણું વધારે બેસે. ખજાનાની શોધ
પણ ત્રણસો વર્ષ થયે ચાલે છે, પણ તેનો પત્તો મળ્યો નથી. શી
ખબર અંતે કોનું નસીબ ખૂલે છે?