Beyond the Classroom: Real Talk Forged in Sweat in Gujarati Moral Stories by Munavvar Ali books and stories PDF | ટ્યુશનની બહાર: પરસેવામાં પાકેલી પાક્કી વાતો

Featured Books
  • ​ഡാർക്ക് നൈറ്റ് - 3

    ​അധ്യായം 3: അദൃശ്യമായ ചക്രവ്യൂഹം​ഇൻസ്പെക്ടർ ഡെറിക്കിന്റെ ലോഡ...

  • ​ഡാർക്ക് നൈറ്റ് - 2

    അധ്യായം 2: മരണപ്പാച്ചിൽ​മൊബൈൽ സ്ക്രീനിൽ ചോരച്ചുവപ്പോടെ തെളിഞ...

  • ​ഡാർക്ക് നൈറ്റ് - ​1

    ​അധ്യായം 1: അർദ്ധരാത്രിയിലെ ഒപ്പുചാർത്തൽ​കൊച്ചി നഗരത്തെ ഒന്ന...

  • HITLER: The Death Note

    (ഈ കഥ തികച്ചും സാങ്കല്പികവും, വായനകാരൻ്റെ വിനോദത്തിനും മാത്ര...

  • ഗൗരി

    നിലാ വെളിച്ചം കെട്ടികിടക്കുന്ന താമര പൂക്കൾ നിറഞ്ഞ ഒരു കുളത്ത...

Categories
Share

ટ્યુશનની બહાર: પરસેવામાં પાકેલી પાક્કી વાતો

ગઈકાલે સાંજે જ્યારે હું ટ્યુશનમાં ગયો હતો ત્યારે સર તરફથી અમુક ખાસ વાતો સમજાવવામાં આવી.

જેમાં તેમણે કહ્યું કે "નોકરી થાય જ નહીં કરવો હોય તો ધંધો જ કરાય અને મારી લાઈન તો મિકેનિક છે મિકેનિકલ લાઈનમાં તો શું ધંધો કરી શકવાનો? ખરી લાઈન તો સીવીલ એન્જિનિયરિંગ જ છે. વધુમાં તેમણે જણાવ્યું કે કન્સ્ટ્રક્શન લાઈનમાં ધંધો લઈને બેસી જવું તે નોકરી કરતા બે ગણું સારું છે.

તમે જી પ્લસ થ્રી ના મકાનો બાંધવાનું શરૂ કરો ચાર માલ સુધી જવું જ નહીં કેમ કે વિન્ડ લોડ લાગે છે. 
જી પ્લસ થ્રી ના મકાનો બનાવી બનાવીને તમે પોતાની આવક ઊભી કરી શકો છો."

ત્યારે યશે દ્વારા તેનો આ સ્વીકાર કરવામાં આવ્યો, તેણે જણાવ્યું કે "આ ખૂબ કપરું લાગે છે. 
કેમકે આવક ઊભી કરવી તે ખાલી એક પ્રશ્ન છે કેમકે આવક માટે પણ પૈસા જોઈએ જેમ કે મશીનરી લાવવી માણસો ભેગા કરવા અને માણસોને ચલાવવા એ ખૂબ મોટું જોખમ છે તેથી નોકરી કંઈ ગણી સારી છે."

પછી ધીરે-ધીરે તેઓ ટેકનીકલ વાતો પર પહોંચી ગયા.

સરે જણાવ્યું કે "હયાત પેલેસ હોટલ અને માયા બ્રિજનું બાંધકામ સાથે જ કરવામાં આવ્યું છે. 
જેમાં ખૂબ મોટા પાયે બાંધકામ કરવાનું હોવાથી બૂમ પંપ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પંપ ચલાવવા માટે ચાર માણસો મૂક્યા હતા જે ધરી પર ગોળ ગોળ ફરતા હતા તે જોવાની ખૂબ મજા આવતી હતી."

અને વધુમાં તેમને જણાવ્યું કે 'હયાત પેલેસનો જે ગ્રાઉન્ડ ફ્લોર નો સ્લેબ છે તે તમે જોજો, છ ઇંચ નું પ્લાસ્ટર તેમાં કરેલું છે.'

ધીરે ધીરે વાતો આગળ વધવા લાગી અને સરે કહ્યું કે "આ બ્રિજ માટે તેઓ પિલર ઉભા કરે છે અને પછી ઉપરના ગિરદર બેસાડવામાં આવે છે."

વચ્ચે યશ કહેવા લાગ્યો કે "આ માયા બ્રિજમાં જે ગિરદર નો ઉપયોગ થયો છે તે ભૂત મામા ના મંદિર પાસે કારખાનામાં રેડીમેડ આવતા હતા જે અંકલેશ્વર થી ભરુચના વચ્ચેના રસ્તાને જોડતા હતા બાકી ભરૂચ થી ભરૂચના રસ્તાને જોડવા માટે તેઓ સ્થળ પર જ બનાવેલા ગિરદર નો ઉપયોગ કર્યો છે."

અને પછી વધુમાં યશે કહ્યું કે, 'ગીતા ખમણ પાસેની ક્રોસ લાઇન છે શીતલ સર્કલ ક્યાં પડે છે તે વિસ્તારમાં મણિયા બ્રિજ નું બાંધકામ થોડું મુશ્કેલ હતું અને 50 લાખ હતું ત્યાં પ્લાસ્ટર પાણી જેવો કર્યો હતો તેથી ત્યાં પ્લેટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.'

શરદે એની વાતમાં વાત મેળવીને કહ્યું કે "હા તારી વાત સાચી છે તેમાં પ્લેટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે."

પછી મેં સરને પૂછ્યું કે "સર તમે જી પ્લસ થ્રી મકાનનું કહેતા હતા પરંતુ તેમાં ઉપર જતા જતા સળિયા તો પાતળા થતા જાય છે જેમ કે ગ્રાઉન્ડ પર 20 પછી ઉપર બાર અને પછી ઉપર આઠના સળિયા એવી રીતે કરવામાં આવે છે શું તે વાત સાચી છે?"

જ્યારે સરે જણાવ્યું "હા તે વાત સાચી છે પરંતુ તેમ કરવું ખૂબ અઘરું છે કોન્ટ્રાક્ટર પૈસાની બચત કરવા માટે આવું કરે છે પરંતુ તેનાથી મકાનને ધરખમ નુકસાન થાય છે, જેનો સાચો ઉપયોગ એ જ છે કે 20 ના સળિયા જો ગ્રાઉન્ડ ફ્લોરમાં વાપરવામાં આવે તો તેને લેપિંગ કરીને પણ એ જ માપના સળિયા ઉપર સુધી લઈ જવામાં આવે."

પછી ટ્યુશનમાં કરનારી વાતો પૂરી થઈ અને ટ્યુશન તેના રસ્તે ચાલવા લાગ્યું.

બહાર જ્યારે અમે ટ્યુશનની બહાર બધા ભેગા થયા, ત્યારે ફરીથી વાતચીતનો સિલસીલો અને વાતચીતનો દોર શરૂ થઈ ગયો.

જેમાં સરે જણાવ્યું કે "ભાઈ, અમારી ટીચિંગ લાઇનમાં સ્પર્ધા ખૂબ થવા લાગી છે, તમે લોકોને શું લાગે છે કે આ ખરેખર કમાણી કોણ કરતું હશે? તો આઠ નવ દસનું ટ્યુશન કરાવનાર જે વાઇબ્રન્ટ ક્લાસીસ છે તે જ ખરી કમાણી કરે છે, તેને એક વિષય પાછળ 25 થી 30 લાખ મળે છે કેમ કે એક સ્ટુડન્ટના આવ્યા 10,000 એ વાત એના ક્લાસમાં 30 છોકરા હોય હવે દરેકને આવ્યા ટોટલ મળીને 3,00,000 આવે આ જ 3 લાખ 10 મહિનાના તમે ગણી લો કેટલા થયા? તો થઈ જશે 30 લાખ."

પછી થોડીવારમાં સર ત્યાં રહેલા હોલ્ડિંગ જોવા લાગ્યા, જેમાં એક્યુરેટ, પરફેક્ટ એમ અલગ અલગ ચાર પ્રકારના બોર્ડ હતા.

જેમાં સૌથી પહેલા કાશનું જોવામાં આવ્યું હવે કોમલ મેડમ વિશે તેઓ કહેવા લાગ્યા કે 'તેમની પાસે એમએસસીની ડિગ્રી છે જેમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યું છે.'

ત્યારે વિધાને પૂછ્યું કે "સર ડિપ્લોમા ને પહેલા લખવું જોઈએ અને ડિગ્રીને પછી લખવી જોઈએ આમ ડિગ્રીને પહેલા અને ડિપ્લોમા ને પછી કેમ લખવામાં આવે છે?"

સરે જણાવ્યું કે "જે તમે પહેલા કર્યું હોય તે પછી જાય અને જે પછી કર્યું હોય તે પહેલા આવે એટલે કે ઉતરતા ક્રમમાં જ લખવું જરૂરી છે જેમકે બીઈ સિવિલ અને ડિપ્લોમા સિવિલ એમ લખવામાં આવે છે ના કે ડિપ્લોમા સિવિલ અને બીઈ સિવિલ."

યશે પૂછ્યું "સર એવું કેમ ડિપ્લોમા પહેલા લખવું જોઈએ ને?"

ત્યારે સરે જણાવ્યું કે, 'જે તમે પહેલા ભણ્યા તેની વેલ્યુ થોડી હોય જેને છેલ્લે તમે ભણ્યા હોય તેની વેલ્યુ વધારે અસરકારક હોય છે તેથી ડિગ્રીની વેલ્યુ છે આને ડિગ્રીને હંમેશા ઉપર લખવામાં આવે છે પછી જ ડિપ્લોમા કે દસ પાસ લખવામાં આવશે.'

વિધાન પૂછવા લાગ્યો કે "સર તમારા ટ્યુશનનું નામ એક્યુરેટ ન હોતું તો શું રહેતું?"

સરે જણાવ્યું કે "જો મારા ટ્યુશનનું નામ એક્યુરેટ ન હોત તો હું પરફેક્ટ જ રાખવાનો હતો પરંતુ આ છેલ્લાઇ એ મારી નકલ ઉતારી લીધી અને તેણે પરફેક્ટ નામ પહેલા પેટન્ટ કરાવી લીધું. 
બાકી એટલું સરસ પરફેક્ટ નામ છે અને તેની સાથે તેની ટેગ લાઈન પણ મેં જ બનાવી છે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ.

અને જો મારા ટ્યુશનનું નામ એક્યુરેટ ન રહેતું તો હું રાખત અચીવર ક્લાસ, પરંતુ તે લોકોને જલ્દી જીભ પર ના ચડે, અને પછી તો મેં મૂકવાનો હતો ક્વોન્ટમ ટ્યુશન ક્લાસીસ. 
પરંતુ લોકો તેનો દુરુપયોગ કરી શકે તેથી તે રાખવું પણ જરૂરી ન લાગ્યું.
અને નામ લખવામાં ખાસ ધ્યાન રાખવું કે તે બે શબ્દોનું બનેલું ન હોવું જોઈએ જેમકે ટેક મેક, નામ તો એવું હોવું જોઈએ કે એક જટકે બોલાઈ જાય જેમ કે Perfect, Accurate, Excellent, Expert વગેરે વગેરે."

સરની વાત પૂરી થઈ ત્યાં જ લાઈટ ગઈ. ગરમીમાં બધાના ચહેરા પર પરસેવો હતો. અંધારામાં "એક્યુરેટ" નું બોર્ડ બાજુની પાનની દુકાનની લાલ લાઈટથી ઝળહળતું હતું. સર ખિસ્સામાંથી રૂમાલ કાઢીને મોઢું લૂછતા બોલ્યા, "જુઓ, ધંધો હોય કે નોકરી, નામ હોય કે ડિગ્રી... ગરમી બધાને સરખી લાગે છે. ફરક ફક્ત એટલો છે કે કોઈ છાયડામાં બેસીને 30 લાખ ગણે છે, તો કોઈ તડકામાં ઊભા રહીને ગિરદર ગોઠવે છે. બાકી પરસેવો તો એન્જિનિયરને પણ થાય અને ટીચરને પણ." એ સાંભળીને અમે બધા ખડખડાટ હસી પડ્યા. ગરમી ભલે હતી, પણ સરની વાતથી મગજ ઠંડુ થઈ ગયું. અમે છૂટા પડ્યા, પણ આજે સમજાયું કે સાચી "એક્યુરસી" તો જીંદગી સમજવામાં છે.