શું તમે ક્યારેય સાંભળ્યું છે કે બે અજાણ્યા માણસોનો ચહેરો, નામ, જન્મતારીખ, પત્નીનું નામ, દીકરાનું નામ અને જીવવાની સાથે સાથે મરવાનો દિવસ અને રીત પણ બિલકુલ એકસરખી હોય?!ઇટાલીના રાજા ઉમ્બર્તો અને એક સામાન્ય રેસ્ટોરન્ટ માલિકની આ ૧૦૦% સાચી અને રૂંવાડા ઉભા કરી દે તેવી ઐતિહાસિક ઘટના જરૂર વાંચો. કુદરત પણ કેવા ખેલ રચે છે! 👇કોઇ છાપેલા કાગળને ઝેરોકસમશીનમાં નાખો તો બિલકુલ એવાજ લખાણવાળી કોપી મશીનનાબીજે છેડે બહાર આવે છે, પરંતુજીવતાજાગતા માણસની આબેહૂબતેના જેવી જ કોપી હોય ખરી ?અને તે પણ વળી જીવતીજાગતી ?ના, એવું ન માનતા કે આપણેજોડકાં ભાઇઓની વાત કરી રહ્યાછીએ. આ વાત તેના કરતાં સાવજુદી છે. સાચી પણ છે. સાચીએટલે સો ટકા સાચી.ઇ.સ. ૧૯૦૦ નું વર્ષ હતું.ઇટાલિમાં તે સમયે રાજા ઉમ્બર્તોનામનો સમ્રાટ રાજ કરતો હતો.એક વાર તે પોતાના સેનાપતિપોન્નિયો વેગ્લિયા સાથે દેશનાપ્રવાસે નીકળ્યો. ઇટાલિમાં લોકોસુખી છે કે દુ:ખી, તેમને ભરપેટખાવાનું મળે છે કે કેમ, દરબારનાવજીરો સામે તેમને શી ફરિયાદો છેવગેરે બાબતો તે રૂબરૂ જાણવામાગતો હતો. ઉમ્બર્તો પોતાનારસાલા સાથે બધે જ ફર્યો. ઘણાબધા પ્રજાજનોને તેણે પૂછપરછકરી. બધાને તેણે શાંતિપૂર્વકસાંભળ્યા પણ ખરાપોતાના સેનાપતિ જોડે એકરેસ્ટોરન્ટમાં દાખલ થયો. રાજાનેમનભાવતું ખાવાનું પીરસવામાંઆવ્યું. ઉમ્બર્તોને સરસ વાનગીઓખાવાનો જબરો શોખ હતો, એટલેતેને મજા પડી ગઈ.જમતાં જમતાં રાજાનું ધ્યાનઅચાનક રેસ્ટોરન્ટના માલિક તરફગયું અને તેને જોતાવેંત રાજાચોંકી પડયો. છરી-કાંટા તેનાહાથમાં જ રહી ગયા. એકીટશે તેરેસ્ટોરન્ટના માલિકને જોવા લાગ્યો.નવાઈની વાત ! આ માણસબિલકુલ તેના જેવો દેખાતો હતો.આંખો બિલકુલ સરખી હતી, નાકએવું જ હતું, મૂછ સરખી હતીઅને માથાના વાળ પણ રાજા જેવાજ હતા. ઉમ્બર્તોની પરોણાગત માટે તે આમતેમ દોડાદોડ કરતોહતો. વેઈટરોને જાતજાતના હુકમોઆપતો હતો. ઈટાલિના રાજાનુંસ્વાગત કરવામાં રખે કચાશ રહીજાય એ બીકે તેને ગભરાટ પણથતો હતો. રાજા પોતે મહેમાનબન્યો ત્યારે મહેમાનગતિમાંકચાશ થોડી ચાલે ?ઉમ્બર્તોએ પોતાના સેનાપતિનેકહ્યું કે, આ માણસને અગાઉકયાંક જોયો છે, પણ યાદ આવતુંનથી. જરા તેને કહે કે મને અહીંમળવા આવે !,આ સાંભળીને રાજાનો સેના-પતિ મલકી પડયો. રેસ્ટોરન્ટનાપેલા માલિકને તેણે રાજા પાસેઆવવાનો સંકેત કર્યાં; તરત જએ માણસ હાજર થયો અનેરાજાને સલામ કરી. રાજા તોઆશ્ચર્યચકિત નજરે તેની સામેટગર ટગર જોતો જ રહ્યો. સવાલપૂછવાનું મન થયું, પણ જીભઅટકી પડી. રાજાના મોઢા પરનાહાવભાવ જોયા પછી એ માણસેજ કહ્યું : ‘નામદાર, તમને કદાચથતું હશે કે તમે અગાઉ મને ક્યાંકજોયો છે.સાચી વાત છે, તારી !' રાજાઉમ્બર્તોએ જવાબ દીધો. પરંતુમને યાદ આવતું નથી.મારી ગુસ્તાખીને માફ કરો તોકહું કે તમે રાજમહેલના અરીસામાંમને જોયો હશે, કેમ કે આપણાબન્નેના ચહેરા સરખા છે.”બરાબર ! બરાબર !' રાજાનેઅચાનક જ યાદ આવ્યું.ઇટાલિમાં તે વખતે બહુથોડા લોકો પાસે અરીસાહતા. રાજાના રાજ મહેલમાં પણ એક મોટો અરીસો હતો, જેમાંરાજાએ તેનું પ્રતિબિમ્બઘણીવાર દીઠું હતું. ‘તુંદેખાવમાં ખરેખર મારાજેવો જ લાગે છે. શુંઅદ્ભુત સામ્ય છેઆપણા બેઉમાં ! મારાજેવો જ બાંધો અને મારાજેટલી જ ઊંચાઈ ! પણએ તો કહે કે તારૂ નામ શું છે ?”રેસ્ટોરન્ટના માલિકે કહ્યું, ‘મારૂંનામ ઉમ્બર્તો છે. મારૂં આવું નામએટલા માટે પાડવામાં આવ્યું કેમારો જન્મ માર્ચ ૧૪, ૧૮૮૪નાદિવસે સવારે બરાબર સાડા દસવાગે થયો હતો. ઉમ્બર્તોનું પર્વ એજ દિવસે હતું.’હવે તો રાજાના આશ્ચર્યનીસીમા જ ન રહી. ‘અરે, મારાજન્મનો દિવસ અને સમય પણએ જ હતા. નવાઈની વાત છે.મારા તો માનવામાં જ આવતુંનથી. તારૂં જન્મસ્થળ કયું હતું ?‘તુરિન.’રેસ્ટોરન્ટના માલિકેનમ્રતાપૂર્વક જવાબ આપ્યો. આજવાબ સાંભળીને રાજાને વધુમૂંઝવણ થઇ, કેમ કે તેનું પોતાનુંજન્મસ્થળ પણ તુરિન શહેર જહતું. બે અજાણ્યા માણસો વચ્ચેઆટલું બધું સામ્ય કદી હોય ખરૂં ?ઉમ્બર્તો રાજાને એક પણ જોડકોભાઇ ન હતો, એટલે તેને ભારેઅચરજ થવા લાગ્યું. બે જણાનાંનામ સરખાં, દેખાવ સરખો,જન્મતારીખ સરખી અને પાછુંજન્મસ્થળ પણ સરખું ! આવું તોબને જ શી રીતે ? રાજાનું ભોજનજેમનું તેમ પડી રહ્યું. રેસ્ટોરન્ટનામાલિક અંગે તેને વધુ જાણવાનુંકુતૂહલ થયું, એટલે તેણે ફરી પાછોસવાલ કર્યો : ‘અચ્છા, ઉમ્બર્તો !તારાં લગ્ન થઈ ગયાં છે કે નહિ ?*હા,નામદાર ! ૧૮૬૬ના એપ્રિલની૨ જી તારીખે માર્ગારેટ નામનીએક છોકરી સાથે મેં લગ્ન કર્યાહતાં.બીજી એપ્રિલ, ૧૯૬૬ !' રાજાએઆશ્ચર્યભેર કહ્યું. મારી પત્નીનુંનામ પણ માર્ગારેટ જ છે અનેમારાં લગ્નની તારીખ પણ એ જહતી. અલ્યા, તું જે બોલે છે તેસાવ ગપ્પુ તો નથી ? ઈટાલિનારાજા સમક્ષ ખોટું બોલનારને શીસજા મળે એ તને ખબર છે ?'ખબર છે, નામદાર ! પરંતુમારી વાત આપને સાચી નલાગતી હોય તો મોન નગ૨માંવસતા મોટી વયના બુઝર્ગાને પૂછી જુઓ. નાનપણથી હું તેના વચ્ચે જરહ્યો છું. મારી દરેકેદરેક વાત તેઓજાણે છે.'ઉમ્બર્તાનો સેનાપતિ પણ હવેતો ડઘાવા લાગ્યો.જિંદગીમ કદી તેણેઆટલા બધા સરખા બેમાણસો જોયા ન હતા.દેખાવમાં પણમાણસો એકદમ સરખાન હોય, જ્યારે અહીં તોકોપી–ટુ–કોપી બધું જસરખું હતું. આનેકુદરતનો જ કમાલગણવો કે બીજું કંઈ ?રેસ્ટોરન્ટના ઉમ્બર્તો જેસવાલ પૂછાય તે બધાઉમ્બર્તોન રાજાનેપણ લાગુ પડતા હતા.સેનાપતિએ વધુ તપાસ માટે તેનેપૂછ્યું, ‘તને બાળકો છે ?”એક જ દીકરો છે, જેનું નામવિત્તોરિયો.. પેલા ઉમ્બર્તોએજવાબ દીધો.અજબ વાત ! અરે, ગજબ વાત !રાજા ઉમ્બર્તાના યુવરાજનું પણ એજ નામ હતું. સેનાપતિને થયું કેરાજા ઉમ્બર્તોએ પોતાના યુવરાજનુંશું નામ પાડયું તે આ રેસ્ટોરન્ટના માલિક ઉમ્બર્તોએ શુંજાણી લીધું હશે ? ત્યાર પછી તેણેપોતાના દિકરા નું પણ શું એ જનામ પાડયું હશે ? પરંતુ એમબન્યું હોય તો પણ બન્નેઉમ્બર્તોનો જન્મ એક જ દિવસેએક જ સમયે શી રીતે થયોબન્નેના ચહેરામાં પણ કેમ સહેજેફરક નથી ? માણસનો દેખાવ કેવોથાય એ તો કુદરતના હાથમાં છે,માણસના નહિ.હવે રાજાને ચેન પડતું ન હતું.આ બધું મને તો ખૂબ વિચિત્રલાગે છે." તેણે માથું ખંજાળતા કહ્યુંઆ પહેલાં આપણે કેમ ન મળ્યાએ પણ મને સમજાતું નથી.રેસ્ટોરન્ટના ધંધામાં તું કેટલાવખતથી કામ કરે છે ?”આ રેસ્ટોરન્ટ મેં જાન્યુઆરી૯, ૧૮૭૮ ના દિવસે ખરીદી હતી.વાહ ! એ જ દિવસે તોઈટાલિની ગાદીએ મારો રાજ્યાભિષેક થયો હતો !' આમ બોલીને રાજા અચાનક વિચારમગ્ન બન્યો;ત્યાર પછી થોડી વારે ધીમા અવાજેતેણે કહ્યું, ‘આ મુલાકાતને હું કદીભૂલીશ નહિ. પરંતુ મને એક વાતસમજાતી નથી. આપણા બેઉમાંઆટલું સામ્ય હોવા છતાં આપણેપહેલાં એક પણ વખત કેમ મળ્યાનહિ. '*માફ કરજો, નામદાર !* પેલાએકહ્યું. ‘આ પહેલાં આપણે મળીચૂકયા છીએ અને તે પણ બેવખત ! પહેલીવાર ૧૮૬૬માં અનેબીજી વખત ૧૮૭૦માં. બન્નેવખત આપે મને વીરતા માટેચંદ્રકો એનાયત કર્યા હતા.ચંદ્રકો તો હું અત્યારે પણતારી છાતી પર લટકતા જોઈ શકુંછું, પરંતુ એ વખતે મેં તને જોયોકેમ નહિ ?” રાજાએ પૂછ્યું.*પહેલી વખત જયા૨ે મળ્યાત્યારે હું અત્યંત સામાન્ય માણસહતો. આપ નામદાર તે સમયેકર્નલ હતા. બીજી વખતે હુંલશ્કરનો મામૂલી સાર્જન્ટ હતો,જ્યારે આપ સેનાપતિ હતા. આથીમારી સામે જોવાનું આપને જરૂરીલાગ્યું ન હતું. હું પણ તેના માટેલાયક ન હતો..રાજા ઉમ્બર્તો ચૂપ થઈ ગયો,એટલે રેસ્ટોરન્ટના માલિકે વિનમ્રઅવાજે કહ્યું.'નામદાર ! હું આશા રાખું છું કેમને કયારેક આપની સેવા કરવામાટે તક મળે.'*જરૂર !' રાજાએ કહ્યું, તનેરમતગમતમાં રસ છે ખરો ?ઈટાલિનું નામ ચોમેર ગાજતું કરેએવા ખેલાડીઓને મારે તૈયારકરવા છે. તું એમને તાલીમ આપીશકે કે નહિ ?”રમતગમતનો તો મને અત્યંતશોખ છે, નામદાર ! આવતીકાલના શાહી સમારંભમાં આપનાહસ્તે પારિતોષિકોની વહેચણીથનાર છે ત્યારે તેમાં મારે પણઈનામો લેવા હાજર થવાનું છે.આપના હાથે મને ચંદ્રકો મળે તેમારા માટે સૌભાગ્યની વાત છે.”‘ઠીક છે, આપણે કાલે ફરીમળીશું. સમારંભ પૂરો થાય એપછી રાજમહેલમાં બેસીને વાતોકરીશું. આજે મને જીવનનો એકરહસ્યમય અનુભવ થયો.' કહીરાજાએ વિદાય લીધી. રાજધાનીપાછા જતી વખતે રાજાનું મગજપેલા માં જ પરોવાયેલું રહ્યું.આ ઘટનાનો ભેદ હજી તેને સમજાતોન હતો. ફરી ફરીને તે પોતાની જાતનેએમ જ પૂછતો રહ્યો કે બન્નેનાજીવનમાં એકસરખા પ્રસંગો કેમબનતા હતા?બીજે દિવસે પાટનગરમાંરમતગમતનાં ઇનામો વહેચવા માટેભવ્ય સમારંભ ગોઠવાયો અનેનગરના અનેક પ્રજાજનો તેમાંહાજર રહ્યા. ચારેબાજુ આનંદનુંવાતાવરણ હતું. રંગબેરંગી ધજા-પતાકા લહેરાતી હતી અને સંગીતવાગતું હતું. થોડી વારે રાજાઉમ્બર્તો પોતે એ સમારંભમાં હાજરથયો. ઊંચા સિંહાસન પર તેરૂઆબપૂર્વક બેઠો અને મેદનીમાં દૂરદૂર સુધી નજર કરી. ગઇ કાલેજેની સાથે આકસ્મિક ભેટો થયોએ માણસને તે શોધવા લાગ્યો.કયાં ગયો એ ભદી માણસ ?ગઈ કાલે જેનીસાથે ભેટો થયો એ ભેદીમાણસ તેને કયાંય દેખાયો નહિરાજાને અકળામણ થઈ.આજે તો રેસ્ટોરન્ટના એ માલિક સાથેતેને રાજમહેલમાં કલાકો સુધી બેસવુંહતું. ઘણીબધી ગપસપ કરવી હતીએટલું જ નહિ, પણ તેને હવે પછીરાજમહેલમાં જ રાખવો હતો.રાજાનો સેનાપતિ એવામાં રાજાપાસે આવ્યો. કાનમાં તેણેગભરાતા અવાજે કહ્યું : ‘નામદાર,માઠા સમાચાર છે. ઉમ્બો નામનાપેલા રેસ્ટોરન્ટ માલિકનું આજેસવારે મૃત્યુ થયું છે. કોઈએ તેનેગોળી મારીને ખતમ કરી નાખ્યોછે. પહેલાં તો રાજ્યના ગુપ્તચરોનેઆત્મહત્યાનો શક હતો, પણ હવેતેનું ખૂન પૂરવાર થયું છે.આ માઠા સમાચાર જાણીનેરાજા ઉમ્બર્તોનો ચહેરો ઉદાસ થઇગયો. ‘ભારે દુ:ખની વાત છે.' તેણેકહ્યું : ‘આપણે તેના ખૂનીનો પત્તોલગાવશું. તમે હમણાં જ તેની રેસ્ટોરન્ટપર જાવ અને જાણી લાવો કેતેની સ્મશાનયાત્રા કયારે છે. હું તેમાંસામેલ થવા માગું છું.'આ વાકય રાજાએ પૂરૂં કર્યુ ન કર્યુત્યાં તો સ...ના...ના...ન.. કરતી ત્રણગોળી આવી, રાજાની છાતીમાં પેસીગઈ અને લોહીલુહાણ રાજા ત્યાં જઢળી પડયો. સિંહાસન પર જ તેનોશ્વાસ અટકી ગયો. રેસ્ટોરન્ટનાઉમ્બર્તોની જેમ રાજા ઉમ્બર્તો પણતત્કાળ મૃત્યુ પામ્યો. બન્ને જણાએએકસરખું જીવન વીતાવ્યા પછીતેઓ મર્યા પણ એક જ દિવસે તથાએક જ રીતે !માનવા જેવું ન લાગે, પણ માનવુંપડે કે આ સત્ય ઘટના છે.