Happiness (Money or Family)? in Gujarati Spiritual Stories by santok khunti books and stories PDF | સુખ (પૈસા કે પરીવાર)?

Featured Books
Categories
Share

સુખ (પૈસા કે પરીવાર)?

આજે હું પૈસા કમાવા માટે બહાર  આવી છું અને હા એ પણ ઘરની બહાર નહીં  દેશની બહાર .તો આજે આમ તો ૫-૬ દિવસો થઈ ગયા છે પણ હા આ ૫-૬ દિવસ માં ૫૦ વખત રડવું આવ્યું છે અને હા ફેમિલી ને તો એ કઈ પણ ન શકીએ એટલે એકલા રોઈ અને બેસી જવાનું કોઈ આંસુ લુછવા માટે કે પૂછવા માટે  કે શું થયું એ પૂછવા માટે તો કોઈ છે નહીં. પણ સાચું કવ ને તો પૈસા બવ જ છે અહીંયા ઘર પણ બોવ જ મોટું છે સપનાં નું ઘર મારું હોઈ એવું પણ તો પણ મારા નાનકડા એવા સાદા અને સિમ્પલ ઘર જેવી શાંતિ અને મજા નથી આવતી.ત્યારે ખબર પડી  કે જે પૈસા અને ઘરની પાછળ હું ભાગતી હતી એની કિંમત નથી કિંમત તો માણસો ની છે જે તમારા છે પરીવાર ની છે અને લાગણી ની છે.બધું સુખ છે પણ કેવાય ને કે સાથી વગર નું સુખ શું કામનું? બસ એવું જ છે.

ખાવાનું બધું મને ભાવે  ને એવું જ છે મેગી,પાસ્તા, પીઝા, સેન્ડવિચ પણ ખબર ની ગળા ની નીચે જ નઈ જતું. ચા છે પણ પીવાની ઇચ્છા જ નઈ થતી. ઘણો ટાઈમ મળે છે મોબાઈલ જોવા માટે પણ ખબર નઈ કંઇ પણ જોવાની ઇચ્છા જ નથી થતી.એવું લાગે છે કે જાણે શ્વાસ ચાલુ છે પણ જીવી નથી રહી. માણસો પણ છે સાથે ઘણાં બધાં પણ ખબર નઈ કેમ એકલું એકલું જ લાગે છે. વિડિઓ કોલ જ્યારે પણ આવે છે ને ત્યારે એમ થાય છે કે જાણે ફરી શ્વાસ આવો હોય.એની સામે તો એમ જ કવ છું કે મજા છે કે તડકો વેઠવો નથી પડતો અને ટાઢા છાયા નું કામ છે .પણ હવે એને કેમ કવ કે આ  છાંયો નહીં પણ તમારો છાંયો જોઈએ છે.આ સ્ટોરી લખતાં મને આજે ૩-૪ દિવસો થયા છે કેમકે જ્યારે થોડું એવું લખું ત્યાં એટલું રડવું આવે કે વાત જ ન પૂછો પછી મૂકી દવ છું.જ્યારે ઘરેથી આવી ત્યારે કેહતી હતી કે હવે ૨-૩ વરસ નહીં આવું પણ ૨-૩ દિવસ મેં તો બધું પૂરું થઈ ગયું .મારે ભાઈ નથી ક્યારેક એમ થતું કે હું છોકરો હોત તો કેટલું સહેલું હોત બધું પણ ખરેખર એક છોકરો બનવું એટલું પણ સહેલું નથી હોતું એ પણ સમજાય ગયું.

સાચું કવ ને તો ઘરની બવ યાદ આવે છે અને આ વાત કઈ શકું એવું વ્યક્તિ પણ લાઇફ માં નથી. ફેમિલી ને કવ તો એ ટેન્શન લે જે હું જોઈ ન શકું અને એવું કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી કે જેની સાથે આ વાતો શેર કરી શકું અત્યારે પણ રડતા રડતા લખું છું પણ એમ થાય કે મન હળવું થાય તો એ માટે આ પોસ્ટ કરું છું અને હા આ મારી પહેલી પોસ્ટ છે કારણ કે પેહલા ક્યારેય આવો અહેસાસ જ નથી થયો.પણ એક મફત ની સલાહ આપું છું જો ફેમિલી માટે પોતાને સાઇડ માં મૂકીએ કંઇ કરવા માંગતા હોય ને તો એક વખત આઉટ ઓફ ઇન્ડીયા જરૂર જજો કેમકે તમારા ૫-૧૦ વર્ષ તમારા માતા પિતા નો બોજ ઓછો કરી દેશે અને એ પણ આ જિંદગી ની થોડી મજા માણી શકશે .અને તમારા ભાઈ બહેનો કે જે નાના કે મોટા છે એને પણ એ લાઇફ આપી શકશો કે જે તમને ન્હોતી મળી.તમે એક થોડી સજા ભોગવી લેજો પાછળ બધાની મજા માટે. અને હા બધા માં બાપ ને કહું છું કે તમારા છોકરા કે છોકરી ને એક વખત ઘરની બાર જરૂર મોકલજો જેથી એને પણ ખબર  પડે  કે માં બાપ અને ઘર વગર જીવન કેવું હોઈ છે.ચાલો આવજો મળીએ પાછા જ્યારે મન મોકળું કરવું હસે ત્યારે ત્યાં સુધી આવજો.


લી.S