Where ego melted, love arose - Part 21 in Gujarati Love Stories by Upasana Mehta books and stories PDF | જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 21

Featured Books
Categories
Share

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 21

સવારની ઠંડી હવામાં અભય અને આશુતોષ જોગિંગ કરી રહ્યા હોય છે.અભય તેજ ગતિએ આગળ નીકળી જાય છે.
આશુતોષ પાછળથી બૂમ પાડે છે,
“અભય યાર… થોડું ધીમે! હું થાકી ગયો!”
અભય દોડતા દોડતા પાછળ જુએ છે, પછી રોકાઈ જાય છે.
આશુતોષ હાંફતો હાંફતો એની પાસે પહોંચે છે.
“ભાઈ… કેટલું ફાસ્ટ દોડે છે તું!
મેરેથોન માટે પ્રેક્ટિસ કરે છે કે શું?”
અભય હળવું સ્મિત કરે છે,
"હજી તો વોર્મ-અપ જ હતું.”
આશુતોષ હાથ ઘૂંટણ પર રાખીને શ્વાસ સંભાળે છે,
“વોર્મ-અપ તારા માટે હશે…મારા માટે તો આ ફાઇનલ રાઉન્ડ છે!”
અભય સ્મિત સાથે કહે છે,
“અટલામાં જ થાકી ગયો? ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવત એમ જ નથી પડી.
હેલ્થ સારી હોય તો બધું સારું લાગે.”
આશુતોષ મજાકમાં કહે છે,
“હા હા, જિમ ટ્રેનર સાહેબ!
પણ હું સામાન્ય માણસ છું… સુપરહ્યુમન નહીં.”
બન્ને હસતા હસતા ધીમે ધીમે ચાલવા લાગે છે.
થોડીવાર પછી બંને ઘરે પહોંચે છે.
અભય પ્રોટીન શેક પીતા પીતા કહે છે,
“ચાલ, હવે જલ્દી રેડી થઈ જા. થોડા સમયમાં ઓફિસ માટે નીકળવું છે.”
આશુતોષ સોફા પર ધડામથી બેસી જાય છે.
“ભાઈ તું જા… હું તો થાકી ગયો છું.મારા પગ બહુ ભારે થઈ ગયા છે.
અભય હળવી મજાકમાં કહે છે,
“અરે, ફક્ત ત્રીસ મિનિટ દોડ્યો એમાં થાકી ગયો?
હું તો રોજ દોઢ કલાક દોડું છું.”
આશુતોષ થાકેલા અવાજે કહે છે,
“તમે મહાન છો ભાઈ…”
પછી આંખો બંધ કરીને નાટકીય અંદાજમાં કહે છે,
“મારા માટે તો આજનો વર્કઆઉટ લાઈફટાઈમ અચીવમેન્ટ છે.હવે મારે બે કલાક ઊંઘવું પડશે.”
અભય હસે છે,
“ડ્રામેબાજ! ઠીક છે, તું આરામ કર.
હું ઓફિસ જાઉં છું.”
આશુતોષ હાથ હલાવીને કહે છે,
“હા હા, બોસ… તું ઓફિસ સંભાળ,
હું ઊંઘ સંભાળું છું.”
અભય સ્મિત સાથે માથું હલાવે છે અને પોતાના રૂમ તરફ  જતો રહે છે.
આ બાજુ ઓફિસ શરૂ થઈ ગઈ હોય છે.
રેવા પોતાના ડેસ્ક પર બેસીને લેપટોપમાં ફાઈલ ફાઇનલ કરે છે.પ્રિન્ટ લેવા માટે તે ઉતાવળે પ્રિન્ટર તરફ જાય છે.
એ જ સમયે લિફ્ટનો દરવાજો ખુલે છે.અભય લિફ્ટમાંથી બહાર આવે છે રેવા ઝડપમાં આગળ વધી રહી હોય છે ત્યારે કોરિડોરમાં હમણાં જ સફાઈ થઈ હોવાથી ફ્લોર હજુ થોડો ભીનો હોય છે.
અચાનક તેનો પગ સ્લિપ થાય છે…
તે સંતુલન ગુમાવી પડવા જેવી થાય છે.
અભય તરત જ આગળ વધે છે તેને પકડવા…પણ એ પહેલાં જ રોનક દોડી આવે છે અને રેવાનો હાથ પકડીને તેને પડી જતાં બચાવી લે છે.એક ક્ષણ માટે જાણે સમય અટકી જાય છે.અભય થોડે અંતરે ઉભો આ દ્રશ્ય જોઈ રહ્યો હોય છે.તેના ચહેરા પરનો ભાવ બદલાઈ જાય છે.આંખોમાં અજાણી ચીડ ઝબકે છે.તે ગુસ્સામાં પોતાના કેબિન તરફ વળી જાય છે.
રોનક ચિંતા સાથે પૂછે છે,
“રેવા, તું ઠીક છે ને? હમણાં લાંબી થઈ જાત!”
રેવા શ્વાસ સમેટતી કહે છે,
“હા… ફ્લોર ભીનો હતો એટલે સ્લિપ થઈ ગઈ.
પછી હસતા હસતા કહે છે "થેંક યુ રોનક, તે મને લાંબી થતા બચાવી.”
રોનક હળવું હસે છે,
“અરે રેવા, મોસ્ટ વેલકમ.”
રેવા સ્મિત કરીને આગળ વધે છે.
“રેવા… સાંભળ.”
રેવા અટકે છે.
“હા બોલ.”
રોનક થોડો અચકાય છે.
“કાલે તમે લોકો ટાઈમ પર ઘરે પહોંચી ગયા હતા ને?”
રેવા આશ્ચર્યથી જુએ છે.
“હા. કેમ? શું થયું?”
“ના ના, કંઈ નહીં. બસ એમ જ પૂછ્યું.”
“ઓકે… તો હું જાઉં?”
“હા…”
“રેવા, એક મિનિટ!”
રોનક એક જ શ્વાસમાં બોલી જાય છે,
“પ્લીઝ… મને સ્નેહાનો નંબર આપીસ?”
રેવા હસી પડે છે.
“અચ્છા… તો એ વાત છે પણ તને સ્નેહાનો નંબર કેમ જોઈએ છે?”
રોનક થોડી ક્ષણ માટે અટકી જાય છે.
“એ… આપણે ફ્રેન્ડ્સ છીએ ને… એટલે…”
રેવા આંખો સાવ નાની કરીને મજાકમાં કહે છે.
“બસ એટલે જ?”
રોનક કંઈ બોલતો નથી.હળવું સ્મિત કરે છે અને નજર બીજી તરફ ફેરવી દે છે.
રેવા હસે છે.
રોનકને ચીડવતા કહે છે,
“મારી પાસે સ્નેહાનો નંબર નથી… ડિલીટ થઈ ગયો છે સોરી!” અને આગળ ચાલવા લાગે છે.
રોનક પાછળથી બોલે છે,
“મને ખબર જ હતી તું આવું જ કાંઈક કહીશ!”
થોડો દોડી ને એની બાજુ આવે છે.
“પ્લીઝ યાર, આપ ને નંબર. મને હેરાન કરવામાં શું મજા આવે છે તને?”
રેવા હસીને કહે છે,
“બહુ મજા આવે છે. આટલી સહેલાઈથી તને નંબર નહીં આપું…થોડી મહેનત કર.”
એ ફરી હળવી હસી સાથે આગળ નીકળી જાય છે.
રોનક ત્યાં જ ઊભો રહી જાય છે —
ચહેરા પર અડધું સ્મિત, અડધો ગુસ્સો.
અભય ગુસ્સામાં કેબિનમાં પ્રવેશ કરે છે.ફાઇલ ટેબલ પર મૂકે છે, પણ ધ્યાન ક્યાંય ટકતું નથી.મનમાં એ જ દ્રશ્ય સામે આવી રહ્યું હોઈ છે —રેવા અને રોનક સાથે. એને સમજાતું નથી…શા માટે એ દ્રશ્ય એને ચુભી ગયું?શા માટે અચાનક ગુસ્સો આવી ગયો?
“મારે શું?” એ પોતાને જ સમજાવવાનો પ્રયત્ન કરે છે…
પણ મન માનતું જ નથી.
એ જ સમયે કેબિનના દરવાજા પર હળવો નોક થાય છે.
“May I come in, sir?”
“Yes… come in.”
રેવા અંદર આવે છે.હાથમાં ફાઇલ.
“સર , આ ઇન્ડોનેશિયન ક્લાયન્ટની ફાઇનલ રિપોર્ટ.”
અભય ફાઇલ લે છે. પાનાં ફેરવે છે.
“હમ …”બસ એટલું જ. ન કોઈ સ્મિત. ન કોઈ વખાણ.
રેવા થોડીવાર ઉભી રહે છે.મન અંદરથી ધબકતું હોય છે.
કહી દઉં?
ના કહું?
એક ઊંડો શ્વાસ લઈ ને એ બોલે છે,
“સર … એ દિવસે મને ચક્કર આવી ગયા હતા ને…
તમે ડૉક્ટરને બોલાવ્યા…“મને ઘરે ડ્રોપ કરવા માટે કેબ પણ બુક કરી દીધી હતી…એ માટે… થૅન્ક યુ,સર .”
અભય પેન ટેબલ પર મૂકે છે.
ચહેરો ગંભીર. અવાજ ઠંડો.
“મિસ રેવા ,એમાં થૅન્ક યુ બોલવાની જરૂર નથી.”
રેવા થોડી ચોંકે છે.
અભય આગળ કહે છે,
“મારી કંપનીમાં જે કોઈ કામ કરે છે, એની સેફટી મારી રિસ્પોન્સિબીલિટી છે.મેં ફક્ત મારી ડ્યૂટી કરી.”
એક સેકન્ડનું મૌન.
“એનીથીંગએલ્સ "
અભયના આવા જવાબથી રેવા હર્ટ થઈ જાય છે.
આંખોમાં નાની ચોટ,હોઠ પર અધૂરું સ્મિત.
“ન… નો સર .”
એ કેબિનની બહાર નીકળી જાય છે. 
દરવાજો બંધ થાય છે.
કેબિનની બહાર આવીને એ મનમાં જ બોલે છે,
“થૅન્ક યુ નો જવાબ ‘વેલકમ ’ હોય…એટલું પણ ના બોલાયું આ ખડૂસ સરથી…”
પછી રેવા ઓફિસનું કામ પૂરું કરવામાં વ્યસ્ત થઈ જાય છે.સાંજ પડતાં એ ઘરે જવા નીકળી પડે છે.થોડા સમય પછી રેવા ઘરે પહોંચે છે.પર્સમાંથી ચાવી કાઢીને દરવાજો ખોલવા જાય છે.એ જ સમયે દરવાજો અંદરથી ખુલે છે.
ગીતાબેન હસતા ચહેરે સામે ઊભા હોય છે.
રેવા એકદમ ખુશ થઈ જાય છે,
“મમ્મી! તમે આવી ગયા?”
એ ગીતા બેનને ભેટી પડે છે.
“હા બેટા, થોડા સમય પહેલા જ આવ્યા.”
રેવાની આંખોમાં અચાનક આંસુ આવી જાય છે.
રેવાના આંસુ જોઈ ગીતાબેન પણ ગદગદ થઈ જાય છે.
રેવા ધીમે અવાજે કહે છે,
“મમ્મી… બહુ યાદ આવતી હતી તમારી… અને પપ્પાની. 
ગીતાબેન પ્રેમથી માથું સહેલાવે છે,
“બેટા, મને પણ તમારા બેવની બહુ યાદ આવતી હતી.
એ જ સમયે ધીરજભાઈ અંદર આવે છે
બન્નેને રડતા જોઈને ચોંકી જાય છે.
“ અરે… શું થયું? કેમ રડો છો તમે બન્ને?”
ગીતાબેન સ્મિત સાથે કહે છે,
“આટલા દિવસ દીકરીથી દૂર રહીયે ને… તો આંખ તો ભરાઈ જ જાય.”.
ધીરજભાઈ નરમ અવાજે કહે છે,
“હવે તો અમે આવી ગયા ને…બસ, હવે રડવાનું બંધ.
હસવાનું શરૂ કરો, ચાલો બંને હસો.”
એ વાત સાંભળીને ત્રણેય હસી પડે છે.
ગીતાબેન પ્રેમથી કહે છે,
“ચાલ રેવા, હાથ-મોઢું ધોઈ લે.તમને બધાને ગરમ ગરમ રોટલી જમાડું.આ રીતે જમ્યા પછી રેવા પોતાના રૂમમાં જાય છે.બેડ પર આડી પડી જાય છે.હાથમાં ફોન લઈને સ્ક્રીન સ્ક્રોલ કરતી હોય છે.એ જ સમયે રોનક નો મેસેજ આવે છે હાથ જોડેલી ઇમોજી સાથે.
“પ્લીઝ રેવા …સ્નેહા નો નંબર આપી દે ને.
આ રોનક હંમેશા તારો આભારી રહેશે.”
રેવા હસી પડે છે.
“આ રોનક પણ ને…”
પછી મનમાં વિચારે છે,
જવા દે… બિચારાને હવે વધુ હેરાન ન કરાય.
એ વિચાર કરીને રેવા સ્નેહાનો નંબર રોનકને મોકલી દે છે.
તરત જ રોનક તરફથી સ્માઇલવાળી ઇમોજી આવે છે.
પાછળથી મેસેજ —
“થૅન્ક યુ સો મચ "😊😊
“આ રીતે એક વધુ દિવસ પૂર્ણ થાય છે.”

ગીતાબેન અને ધીરજભાઈ આવી ગયા એટલે રેવા બહુ ખુશ હતી…પણ શું એની આ ખુશી લાંબી રહેશે,
કે કાલનો દિવસ એની માટે નવી મુશ્કેલી લઈને આવશે?તમને શું લાગે છે વાંચકમિત્રો.