પ્રકરણ - 98
અનોખી સફર
સોહમે કાકાની કીટલી પાસે કાર ઉભી રાખી ..બધા ગાડીમાંથી ઉતર્યા…સોહમ અને વિશ્વાને જોઈ કાકાનાં ચહેરા ઉપર ખુશી છવાઈ..એમણે બંનેને જોઈ કીધું “ આવો આવો બેટા બહુ સમયે આવ્યા..આજે તો સાથે મહેમાન પણ છે..” એમ કહી ખાટલા ખંખેરી બેસવા આપ્યા. કામિની સમજી ગઈ આલોકો અહીંયા કાયમ આવતા હશેજ..કીટલીવાળા કાકા પણ ઓળખે છે..સોહમે કીધું..” જયશ્રીકૃષ્ણ કાકા..હા મારી સાથે આ મારી બહેન તલ્લીકા છે અને આ મિત્ર છે કામિની..બન્ને પહેલીવાર આવ્યા છે. કાકા ગરમ ગરમ મેથીના ગોટા ખવરાવો અને મસ્ત કડક મીઠી આદુવાળી ચા પીવરાવો..” કાકાએ કહ્યું “ હા હા બેસો ગરમાગરમ માસ્ટ સ્વાદિષ્ટ ગોટા ખવરાવું છું આજે ખેતરની એકદમ તાજી મેથીની ભાજી પણ લાવ્યો છું.. “ સોહમે કીધું મજા આવી જશે..પછી તલ્લીકા અને કામિની સામે જોઈને કીધું” હું અને વિશ્વા અહીં ઘણીવાર ચા પીવા અને ગોટા ખાવા આવ્યા છીએ..મારી અહીં કંપની જ આ વિશ્વા અને એક મિત્ર છે ફળિયામાં પરાગ..” સોહમે તલ્લીકા બન્નેને પોતાની વિશ્વા સાથે ખાસ મિત્રતા છે એ જણાવી દીધું..તરત તલ્લીકા બોલી “ ભાઈ તમે ના કીધું હોત તોયે આવી ખાસ મિત્રતા છુપાવે છુપાય જ નહીં..” એમ કહી જોરથી હસી પડી..સોહમે કામિની પછી વિશ્વા સામે જોઈ કહ્યું “ સાચી વાત છે..” અને એપણ હસી પડ્યો..ત્યાં કાકા ગરમ ગરમ બે મોટી ડીશમાં ગોટા લઇ આવ્યા.આ ખાતા થાવ બીજા ગરમ ઉતરે છે “ અને ચારે જણા ભૂખ્યા ગોટા ઉપર તૂટી પડ્યા..કામિની કહે “બાપરે બહુ ગરમ છે પણ આવા જ મજા આવે” એમ કહી ખાવાનું ચાલુ કર્યું અને સિસકારો બોલાવતા બોલી” વાહ શું મસ્ત ગોટા છે..મજા પડી ગઈ..” તલલીકાએ પણ સુર પુરાવ્યો “ સાચેજ મસ્ત સ્વાદિષ્ટ છે..અહીં ગામડા ગામમાં પણ ગરમ ગરમ આવો નાસ્તો મળે..” બધા ખાવામાં મગ્ન હતા..
થોડીવારમાં કાકા બીજા ગરમ ગોટા અને ચાર બાદશાહી ચા લઈને આવ્યા ત્યાં ટેબલ પર મૂકી .બધા ખાટલામાં પલાંઠી વાળીને બેઠા હતા. બાજુના ટેબલ પર ચા આવી સોહમે ગોટા ખાતા ખાતા ચા પીધી..” વાહ મજા પડી ગઈ..આવી ચા ઘરે ના બને..શું ટેસડો પડી ગયો યાર..કાકા મસ્ત છે ચા ગોટા બન્ને..થેંક્યુ..” વિશ્વાએ કીધું “ સાચેજ મજા પડી ગઈ..પણ હું આવીજ ચા બનાવી આપું છું સોહમ..”સોહમે કીધું “ અરે હું તો અમારા રસોઈયા મહારાજની વાત કરું છું..તારી પણ ચા જોરદાર જ હોય છે..એટલે તો મને ગામ ગમે છે..” એમ કહી કામિની અને તલ્લીકા સામે જોયું…કામિનીએ કહ્યું સાચેજ અહીં ગમે એવું જ છે સોહમ તું કહેતો હતો એવુજ છે અહીં બધું..કેવા સરસ પ્રેમાળ લોકો..ચોખ્ખી હવા..વાડી વૃક્ષો..નદી બધું જ મનમાં વસી જાય એવું છે..મને પણ અહીં ખુબ ગમી ગયું છે..હું તો અહીં રહેવા આવવાની જ વિશ્વા સાથે..તલ્લીકા પણ આવશે..શું કહે છે ?”
તલ્લીકા કહે “ તું આવીશ તો હું આવીશ..બાકી ભાઈ પર ભરોસો ના થાય..એતો ગામમાં વાડીએ..નદીએ..ફરતો ફરે..હા એ વિશ્વાને જરૂર કંપની આપે.” .એમ કહી કટાક્ષ કર્યો..હવે સોહમ શું જવાબ આપે છે એની રાહ વિશ્વા અને કામિની બંને જોઈ રહ્યા.. ત્યાં સોહમે કીધું “ મારી નટખટ ઢીંગલી બહેના..સાચું જ બોલી ગઈ તું સવારથી અત્યાર સુધીમાં તે સાચુજ અનુમાન કર્યું છે..હું વિશ્વાનો ખાસમ ખાસ મિત્ર છું..હું અહીં આવું પછી અમે લોકો બધે સાથે જ હોઈએ..વાડીએ જઈએ..નદીએ..પહાડ પર..ત્યાં જંગલમાં..બધેજ સાથે જમીએ..અહીં ચા પીવા આવીએ..ક્યારેક પાણીમાં બોટિંગ કરતા કરતા ગીતો ગાઈએ..વિશ્વા ખુબ સુંદર ગાય છે ..ક્યારેક દમણ જઈએ..બસ મજા જ મજા..ક્યારેક તો એની મમ્મી પાપા દિગુકાકા પણ સાથે હોય..” સોહમ ભાવ વિભોર થઇ બધું બોલ્યે જતો હતો.. પણ આ બધું સાંભળી કામિનીના હૃદયમાં ઈર્ષાની ટીસ ઉઠી એની આંખો.. કાનમાં સાંભળવું સહી ના શકી આંખોમાં આંસુ આવી ગયા..એ ઉભી થઇ “ હું આ પ્લેટ મૂકી આવું” કહી દૂર જતી રહી..વિશ્વાએ કહ્યું “ અરે અરે તું રહેવા દે એતો કાકા લઇ લેશે..અહીં વાતો સાંભળને..મજા આવશે..” કામિની કહે “ સાચેજ તમારી ખુબ મીઠી વાતો યાદો અને પ્રસંગો છે..મુંબઈમાં બેઠા અમને લોકોને કલ્પના પણ ના આવે કે અહીં ગામમાં આટલી મજા..આનંદ આવતો હશે..ત્યાં મુંબઈમાં બધો દેખાડો..હરીફાઈ..જૂઠ ..સબંધ બનાવટ ..કોણ મોટું પૈસાવાળું એની હરીફાઈ ઈર્ષા..અને ષડયંત્રોવાળી જિંદગી..અહીં એકબીજા માટે લાગણી..સન્માન
કેટલી સંબંધોના મહત્વ સાથે કાળજી..મેં નજરે જોયું..પેલા યશોદા બાએ વિશ્વાનાં કેટલા વખાણ કર્યા. વિશ્વા એમની એટલી ચાકરી સેવા અને કાળજી લેતી જ હશે..સંબંધોનાં નામ નથી હોતા બસ એકમેક પ્રત્યે
લાગણી પ્રેમ અને કાળજી જોવા મળે છે..વિશ્વાને એમની સાથે સીધો સબંધ નથી પણ કેટલું સાચું વાત્સલ્ય એનાં માટે ઉભરાતું હતું..આપણા માંબાપ આપણને સાચવે આપણી બધી જરૂરિયાત પુરી કરે પણ આવા સબંધો અહીં જ જોયા..” એમ કહી એની આંખો ભરાઈ આવી અને વિશ્વાને વળગી પડી..રીતસર રડી પડી..વિશ્વા પણ રડી પડી..કામિનીએ આગળ કીધું “ તારી મમ્મી પણ તને ખુબ પ્રેમ કરે છે તને બધાનો સાચો પ્રેમ મળ્યો છે તું સાચેજ સારી પાત્રતા ધરાવે છે ખુબ નસીબદાર છું તને જોઈ ઈર્ષા આવે એવું છે” કહી સોહમ સામે જોયું અને નજર ફેરવી લીધી..વિશ્વાને કામિની માટે પણ સન્માન થયું..વિશ્વા બોલી “ તારું મન હૃદય પણ ખુબ સારું છે મને.. તને મળીને સાચેજ આનંદ થયો.. આ બધું તલ્લીકા સાંભળી રહી હતી એની પણ આંખો ભીંજાઈ ગઈ..એ બોલી “ અહીં આવીને જાણે નવી જ દુનિયા જોઈ અનુભવી છે..”
દૂરથી કેટલીવાળા કાકા પણ જોઈ આ લોકોના સંવાદ સાંભળી રહ્યા હતા એમને પણ ખુશી થઇ રહી હતી..ત્યાં તલ્લીકાએ કહ્યું “ ભાઈ સરસ માહોલ છે મૂડ છે એકાદ ગીત રજૂ કરો..ઘણા સમયથી તમને સાંભળ્યા નથી પ્લીઝ..સોહમે કીધું “ અરે એકદમ કેવી રીતે..?” ત્યાં કામિનીએ કીધું “ હા હા સોહમ સરસ ફરમાઈશ છે..પ્લીઝ એક ગીત થઇ જાય .” .સોહમ યાદ કરી રહ્યો પછી વિશ્વા સામે જોયું અને ખુશીથી એક પ્રેમગીત રજૂ કર્યું..એ ધીરગંભીર થયો..શરૂ કર્યું..” એક શેર સુનાતા હું. વો જો તુજસે મુખાતિબ હૈ..એક હુશ્ન પરી દિલમેં હૈ જો તુમસે મુખાતિબ હૈ..શીખી હૈ તુમસે ફૂલને હંસની હર અદા ..શીખી હૈ તુમસે હવાને ચલનેકી હર અદા… આઈના તુમકો દેખકે હેરાન હો ગયા..કિતની ભી તારીફ કરું રુકતી નહીં જુબાં ..કીતની ભી તારીફ કરું..” આખું ગીત ગાયું..અને બધાએ ખુબ આનંદથી સાંભળી તાળીઓ પાડી..વિશ્વા ખુબ ખુશ થઇ ગઈ..કામિનીએ કીધું “ અમે ફરમાઈશ કરી અને સોહમે મનની વાત કહેવાની તક ઝડપી લીધી વાહ શું સુંદર શબ્દો પણ બહુજ યોગ્ય ગીત ગાયું..”
સોહમે થેન્ક યુ કીધું..” જે યાદ આવ્યું સ્ફૂર્યું એ ગાયું..ખુબ મજા પડી આજે..આજે જાણે સોનાનો સૂરજ ઉગેલો લાગે..હવે સાંજ થવા આવી ચલો ઘરે જઈએ..બધા રાહ જોતા હશે..બધા ઉભા થયા બધાના મનમાં કોઈને કોઈ વિચાર હતા..સોહમે ચા વાળા કાકાને પૈસા ચૂકવ્યા કીધું “ ખુબ સરસ ચા અને ગોટા હતા કાકા થેંક્યુ..” કાકાએ કીધું “ ફરી આવજો..મને પણ ખુશી થઇ..” અને બધાએ વિદાય લીધી ત્યાંથી કારમાં બેઠાં ..
સોહમે કાર સ્ટાર્ટ કરી એણે મનમાં વિચાર્યું કે વિશ્વા કામિની અને તલ્લીકા બધા વચ્ચે સરસ મિત્રતાનો સેતુ રચાઈ ગયો..હવે બધા ચુપચાપ બેઠા હતા પણ બધાના મનમાં આ સબંધ અંગે વિચારો ચાલતા હતા..
વધુ આવતા અંકે..પ્રકરણ-99