AnokhiSafar - Amavasyathi Purnima Sudhi.. - 100 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ - 100

Featured Books
Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ - 100

પ્રકરણ-100
અનોખી સફર 


       ઉપરની મેડીની અગાશીમાં મોડીરાત સુધી બેઠાં પછી તલ્લિકાની આંખો ઘેરાવા લાગી હતી..એણે કહ્યું “ ચાલો હવે સુઈ જઈએ..મને તો ખુબ ઊંઘ આવે છે….સોહમ ભલે વિશ્વાને પ્રેમ કરતો હોય મને માત્ર દોસ્ત તરીકેનું સ્થાન છે પણ એનું સાનિધ્ય પણ મને આનંદ આપે છે એવું વિચારતી કામિની ઉભી થઇ..વિશ્વા અને સોહમને કીધું “ હા ચલો સુઈ જઈએ..તન મનને આરામ આપવો પણ જરૂરી છે..અહીંથી ઉઠવું નથી ગમતું પણ..આજનો દિવસ ક્યાં પસાર થઇ ગયો ખબર જ ના પડી..કાશ..” એમ બોલી તલ્લીકા સાથે નીચે જવા દાદર ઉતરવા લાગી..એ તલ્લીકાને લઇ જઈ રહી..સોહમ વિશ્વાને થોડી ક્ષણનું એકાંત આપ્યું. વિશ્વાએ એ લોકોને નીચે જતા જોઈ સોહમને વળગી પડી ગઈ બોલી “ સોહમ બસ તારી બાહોમાં જ પડી રહું ખુબ પ્રેમ કરું..સોહમે એને વહાલથી વળગાવી હોઠ ચૂમી લેતા કહ્યું” આઈ લવ યુ મારી વિશ્વા ..એકપણ ક્ષણ મારાથી દૂર ના કરું..જાન .ચલ જુદા છતાં એક થઈને સુઈ જઈએ..” હાં હાં ચલ..એક વાત કહું ? તું આ કામિની સાથે આવ્યો ત્યારે મને ગુસ્સો આવેલો..હર્ટ થઇ હતી પણ એ છોકરી સાચી મિત્ર છે..તે એને આપણી વાત કરીને તું વધુ વફાદાર સાબિત થયો છે..લવ યુ..” બન્ને નીચે ગયા..તલ્લીકા કામિની સાથે એમના રૂમમાં સુવા જતા રહેલા.. કુસુમબેન હજી હીંચકે બેઠા હતા.. વિશ્વા એમને જયશ્રીકૃષ્ણ માસી કહી ઘરે ગઈ..કુસુમબેને સોહમને કીધું “મને નીંદર નથી આવતી..આવ થોડીવાર મારી સાથે બેસ આખો મદિવસ તમે લોકો બહાર ને બહાર રહયા.”


       સોહમ એમની સાથે હીંચકે બેઠો અને બોલ્યો “ માં હજી કેમ ઊંઘ નથી આવતી ? કેમ મુસાફરી ને બધો થાક નથી લાગ્યો ? કેમ શું વિચારોમાં ઊંઘ નથી આવતી?.” કુસુમબેન કહે “ શરીરનો થાક તો ઉતરી જશે સુઈ જઈશ એટલે પણ મન ક્યાં શાંત થવા દે છે ?.” સોહમ કહે “ એવું શું થયું મન કેમ અશાંત છે ?” કુસુમબેન કહે “ ના ના એવું કશું નથી પણ વિચારો તો આવે ને ..બધું જોઈએ સમજીએ..જે ના સમજ્યા હોઈએ એને બીજા ધ્યાન દોરે..” સોહમે કીધું “ માં ખુલીને સ્પષ્ટ વાત કરો..મેં કશું ખોટું કર્યું ? હું આ લોકોનું બધું ધ્યાન રાખું છું પછી બીજા શું વિચાર ? કોઈએ કશું કીધું ?” દિગુકાકાએ ..” કુસુમબેન કહે “ દીગુભાઈતો આવીને ક્યારના સુવા ગયા..પણ..આજે હમણાં તમે લોકો ઉપર ગયા ત્યારે નલિનીબેને મારું ધ્યાન દોર્યું કે આ વિશ્વા અને સોહમ એકબીજામાં ખુબ હળીભળી ગયા છે..સ્વાભાવિક છે એમને કામિની અંગે વિચાર આવ્યા હોય બધું જોઈને..વધુ કશું બોલ્યા નથી પણ વિશ્વાનું વર્તન તારી સાથેની નિકટતા આંખમાં આવી હોય..એ પણ માં છે ને “ સોહમે હસીને કીધું “ માં કોઈના કહેવા ધ્યાન દોરવાથી શું ફર્ક પડે ? અરે કામિની જ વિશ્વાને ખુબ પસંદ કરે છે..હું વર્ષોથી અહીં આવું છું અમે સાથેજ બધું કરીએ..સ્વાભાવિક છે મિત્ર તરીકે મારી કાળજી લે છે..”મને કોઈનાથી કોઈ ફર્ક નથી પડતો..મારા મિત્ર મારા સબંધ એની જગ્યાએ છે..મને ખબરજ છે હું કેવું વર્તુ છું નિભાવું છું..વિશ્વા મારી ખાસ મિત્ર છે જ..રેહવાની..કામિની હમણાં મિત્ર બની છે મને એપણ ખબર છે તું અને પાપા મારા લગ્ન કરવા માંગો છો પણ હજી અમારે એકબીજાને સમજવાના ઓળખવાના છે એ મોટો નિર્ણય છે અને એટલેતો હું એને અહીં સાથે લઇ આવ્યો છું..મારા પેટમાં કોઈ પાપ હોત તો હું અહીં સાથે લઇ આવવાની ઓફર જ ના કરત ને..” માં તમે શાંતિથી સુઈ જાવ ચિંતા ના કરો જે ઈશ્વરે ઇચ્છ્યું હશે એજ થશે..કોઈની વાત..કાનભણભેરણી સાંભળી વિચલિત ના થશો..હું હવે મોટો થયો છું..કોઈપણ પરિપક્વ નિર્ણય લેવા આત્મનિર્ભર છું.”


         કુસુમબેન સ્વસ્થ થયા એમણે કીધું “ મારો સોહમ સાચેજ પરિપક્વ છે તારી વાત સાચી છે હું કોઈની વાતમાં આવી ડિસ્ટર્બ નહીં થાઉં..જાઉં સુવા તું પણ શાંતિથી સુઈ જા બેટા ..કાલથી નવરાત્રી શરૂ થાય છે મારી મહાકાળી સહુ સારા વાના કરશે” એમ કહી સુવા રૂમમાં ગયા..રૂમમાં જઈ ને જોયું નલીનીબેન ફોન પતાવી સુઈ ગયા છે એપણ પાણી પી ને સુઈ ગયા. સોહમ રૂમમાં આવ્યો બારીઓ ખોલી એના બેડ પર આડો પડ્યો..વિશ્વાના વિચારો કરતો કરતો થાકેલો સુઈ ગયો..કામિનીને યાદ પણ ના કરી..


         વિશ્વા ઘરે પહોંચી રાત ખાસી થઇ ગઈ હતી..બધું બંધ કરી એના રૂમમાં આવી..ત્યાં એની માં નો અવાજ આવ્યો..એણે જોયું એની માં એના રૂમમાં આવી છે. વિશ્વાએ પૂછ્યું “ માં હજી તું સુઈ નથી ગઈ ? આખા      

             દિવસનો તને થાક છે કેટલું બધું કામ તને પહોંચ્યું છે હું બહાર ગઈ એમાં તને મદદ પણ નથી કરી શકી જા સુઈ જ માં”. વીરબાળાએ કહ્યું” કામની મને શું નવાઈ છે દીકરા..પણ જુવાન છોકરી ઘરમાં છે મારી જવાબદારી ફરજ છે તારું તારા ભવિષ્યની ચિંતા કરું..તે સોહમ સાથે વાત કરી? મેં કીધેલું એ બધા પ્રશ્નોનો ખુલાસો કર્યો?”.એમ કહેતા વિશ્વા પાસે એના બેડ પર બેસી ગયા. એમના ચહેરા પર જાણવાની..ઉત્સુકતાની રેખાઓ હતી..વિશ્વાએ માં નો હાથ હાથમાં લઇ પ્રેમથી પ્રસરાવતા કીધું “ માં તું નાહક ચિંતા કરે છે..એ કામિની એની ખાસ મિત્ર છે પણ કોઈ વહેમ રાખવાની જરૂર નથી..પછી ચા પીવા ગયા ત્યારે કામિનીએ વળગી જે વાત કરી હતી એ બધી વાત શેર કરી કીધું એ છોકરી એવી નથી અને માં સોહમે અમારા સબંધ વિષે કામિનીને બધું જ કીધું છે બોલ પછી કોઈ શંકાનો સવાલ છે ? સોહમે બધું સ્પષ્ટ કર્યું છે..અને આપણી માં મહાકાળી છેને.. તુજ કહે છે હાજરાહજૂર છે એના આશીર્વાદ છે એનું રક્ષાકવચ છે માં નિશ્ચિંન્ત થઇ સુઈ જા.” વીરબાળાએ કીધું “ તું કહે છે એટલે વિશ્વાશ પાછો આવ્યો છે પણ આ મુંબઈવાળા છે એલોકો પર કોઈ વિશ્વાશ નથી એલોકો ખુબ સ્વાર્થી અને અભિમાની હોય છે એમનું ધાર્યું કરાવીને રહે છે.. મારી સાથે ..ચલ છોડ પણ સાવધાન રહેવાનું જ..ઊંડે ઊંડે મને….પણ આંખો કાન સાધરા સભાન રાખજે બેટા ..પોતાનો સ્વાર્થ આવે ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ કરી આંધળા થાય છે. કઈ નહીં શાંતિથી તું પણ સુઈ જા..હું જઉં સુવા..” એમ કહી સુવા માટે ગયા. એમનાં રૂમમાં ગયાં ત્યારે ધર્મેશભાઈ જાગી ગયા એમણે પૂછ્યું “ વીરા આટલી રાતે વિશ્વાના રૂમમાં કેમ ગયા શું થયું ?” 


          વીરબાળાએ કહ્યું “ કઈ નહીં વિશ્વા આવીને સુઈ ગઈ કે કેમ એ જોવા ગઈ હતી..જુવાન છોકરીની માં છું બધું ધ્યાન રાખવું પડે.આ બધા મહેમાન આવ્યા છે થોડું કુતુહુલ હતું દીગુભાઈ કે કોઈને પૂછી ના શકું પણ દીકરી પાસેથી જાણી લીધું..તમને ખબરજ છે મને મુંબઈવાળાથી મને ચીડ ને ડર જ રહે છે કાયમ.” ધર્મેશભાઈ થોડીવાર સાંભળી રહ્યા પછી એમણે વેધક દ્રષ્ટિએ વીરબાળા સામે જોયું અને બોલ્યા “ એમનો ડર ,ચીડ અને તિરસ્કારથી પણ હજી તું એમને જ જીવે છે..જે પ્રારબ્ધમાં હોય એજ થાય છે..સુઈ જા અને સુવા દે.” વીરબાળા ધર્મેશભાઈની વેધક દ્રષ્ટિ અને વાક્બાણ સાંભળી હતભ્રહ્મ થયા અને વિચાર સાથે સુવાઆ ડા પડ્યા વિચારવા લાગ્યા ધર્મેશે આટલા વસો પછી પણ મને સંભળાવી દીધું..પણ એમની વાત સાચી છે હું જ..હજી ભૂતકાળમાં જીવું છું..પછી એમના જ મને એમને જવાબ આપ્યો કે હું મારી દીકરીના ભવિષ્યે ચિંતાચુર છું ભૂતકાળ સાથે કે એ પિશાચી યાદ સાથે નથી જીવતી..એમ વિચારતા આંખો મીંચી નીંદર લેવા..

 વધુ આવતા અંકે ..પ્રકરણ-101