Ghost of Kargil - Part 4 in Gujarati Spiritual Stories by Vir jadeja books and stories PDF | ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 4

Featured Books
Categories
Share

ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 4

અમર સૈનિકનો ઓર્ડર કુલદીપનું શરીર હવામાં વિલીન થઈ રહ્યું હતું. પારદર્શક... પછી ધૂંધળું... પછી ફક્ત ઝાકળ જેવું.

પણ સલામીની મુદ્રા એવી જ. છેલ્લી સેકન્ડ સુધી. જનરલ મલ્હોત્રા સ્થિર ઊભા હતા. ૪૦ વર્ષની સર્વિસ. ૨ યુદ્ધ. ૩ વખત ગોળી વાગી. પણ આંખમાં આંસુ? પહેલીવાર.CO કર્નલ રાજવીરના હોઠ ફફડતા હતા. "સ... સર, આ... આ શું હતું?"

જવાનો તો મૂર્તિ જેવા ઊભા હતા. બલવંતની આંખમાંથી ચોધાર આંસુ. "બાબા... બાબાએ સલામી ભરી..."જનરલ ધીમે ધીમે મંદિર તરફ ગયા. દીવો હજુ ભડકતો હતો. એમણે ખિસ્સામાંથી જૂનું વૉલેટ કાઢ્યું. એમાંથી એક પીળો પડી ગયેલો ફોટો કાઢ્યો.

"જૂન ૧૯૯૯," એમનો અવાજ ભરાઈ ગયો. "ટાઈગર હિલ પર ચઢાઈ પહેલા. કેપ્ટન અનુજ, કુલદીપ અને હું." ફોટામાં ૩ જણા. વચ્ચે કુલદીપ. એ જ યુવાન ચહેરો.જનરલે ફોટો મંદિરમાં મૂક્યો. પછી બધા સામે ફર્યા."કર્નલ રાજવીર," એમનો અવાજ હવે સખત હતો.

કમાન્ડનો અવાજ."Yes Sir!"

"તાત્કાલિક અસરથી, રાઈફલમેન કુલદીપ સિંઘ, નંબર ૨૪૯૮૭૬૫, 8 JAK RIF... ને આ પોસ્ટ પર 'On Active Duty' ગણવામાં આવે છે.

"સન્નાટો........

"સર?" COને સમજ ન પડી."તમે બરાબર સાંભળ્યું કર્નલ. ૧૮ જૂન ૧૯૯૯ થી આજ સુધી, રાઈફલમેન કુલદીપ સિંઘે એક પણ દિવસ રજા લીધી નથી. એક પણ દિવસ ડ્યુટી મિસ કરી નથી. દુશ્મનને રોક્યો છે, જવાનોનો જીવ બચાવ્યો છે." જનરલની આંખો ચમકતી હતી. "તો આજથી એ સત્તાવાર રીતે હાજર છે. રોલ કૉલમાં એનું નામ બોલાશે."

"પણ સર, રેકોર્ડમાં તો..."

"રેકોર્ડ હું બદલીશ," જનરલે કડકાઈથી કહ્યું. "આર્મી હેડક્વાર્ટરને હું જવાબ આપીશ.

લેફ્ટનન્ટ રાઠોડ!"

અર્જુન સાવધાન થયો. "Yes Sir!""

તારા રિપોર્ટમાં જે લખ્યું કે 'અજાણ્યા સ્ત્રોતથી ઇન્ફિલ્ટ્રેશનની માહિતી મળી'... એ સ્ત્રોતનું નામ લખ. રાઈફલમેન કુલદીપ સિંઘ. સમજ્યો?"

"Yes Sir!" અર્જુનની આંખ ભીની થઈ ગઈ.જનરલે બલવંત સામે જોયું. "હવાલદાર, રોજ સવારે રોલ કૉલમાં કુલદીપનું નામ બોલાશે. અને જવાબમાં તમે બધા બોલશો - 'હાજર સાહેબ'. બાબા સાંભળે છે.""જય હિન્દ સાહેબ!" આખી પોસ્ટ ગર્જી ઊઠી.જનરલ જતાં પહેલા અર્જુન પાસે આવ્યા. ધીમેથી કહ્યું, "બેટા, ૧૯૯૯ માં જ્યારે અમે કુલદીપની બોડી શોધતા હતા, ત્યારે એક જવાનને સપનું આવ્યું હતું. કુલદીપે કહ્યું - 'સાહેબને કહેજો, હું પોસ્ટ છોડીને નહીં જાઉં'.""મેં ત્યારે મજાકમાં કહ્યું હતું - 'ભલે રહે, સંત્રી વધારે મળશે'. મને ખબર નહોતી કે એ સાચે જ રોકાઈ જશે.

"હેલિકોપ્ટર ઉપડ્યું. જતા જતા જનરલે બારીમાંથી સલામી ભરી. નીચે નહીં, પણ ખડક પર - જ્યાં કોઈ નહોતું. કે હતું?એ રાત્રે પોસ્ટનું વાતાવરણ બદલાઈ ગયું હતું. ડર નહીં, ગર્વ.

બલવંતે રોલ કૉલ લીધો."રાઈફલમેન ગુરમીત સિંઘ!""હાજર સાહેબ!""રાઈફલમેન સુખદેવ સિંઘ!""હાજર સાહેબ!""રાઈફલમેન કુલદીપ સિંઘ!"એક સેકન્ડ શાંતિ. પછી આખી પોસ્ટ એકસાથે ગર્જી: "હાજર સાહેબ!"

એ જ વખતે દીવો જોરથી ભડક્યો. જાણે 'હાજર'નો જવાબ આપતો હોય.અર્જુન હસ્યો. પહેલીવાર એને પહાડ પર એકલું ન લાગ્યું.૩ દિવસ પછી. રાત્રે ૨ વાગ્યે. અર્જુનની ઊંઘ ઊડી ગઈ. કોઈ એના બંકરના દરવાજે ખખડાવતું હતું. "કૌન હૈ?"

જવાબ નહીં. ફક્ત ખખડાટ. બહાર નીકળ્યો. ટોર્ચ મારી. કોઈ નહીં. પણ બરફ પર... એક ચિઠ્ઠી. કાગળ નહીં, બરફ પર લાકડીથી ખોતરેલું. "સાવધાન. ઉધર કલ રાત. બૂબી ટ્રેપ. નાળા વાળા રસ્તે ન જતા."અર્જુનનું લોહી થીજી ગયું. "ઉધર" એટલે પાકિસ્તાની બાજુની પોસ્ટ. "બૂબી ટ્રેપ" એટલે છુપાવેલી સુરંગ.સવારે એણે પેટ્રોલિંગનો રૂટ બદલી નાખ્યો. નાળાવાળો રસ્તો ટાળ્યો. બપોરે ૩ વાગ્યે ધમાકો થયો. નાળા પાસે. જો પેટ્રોલિંગ પાર્ટી ત્યાંથી ગઈ હોત તો... ૫ જવાન શહીદ થાત.

COનો ફોન આવ્યો. "રાઠોડ, તને કેવી રીતે ખબર પડી કે ત્યાં બૂબી ટ્રેપ છે?

ઇન્ટેલિજન્સ પાસે પણ માહિતી નહોતી.

"અર્જુન મંદિર સામે જોઈને બોલ્યો: "સર, અમારા સંત્રીએ રિપોર્ટ આપ્યો. રાઈફલમેન કુલદીપ સિંઘ."લાઈનના બીજા છેડે લાંબી શાંતિ. પછી COનો અવાજ આવ્યો: "શાબાશ. કુલદીપ બાબાને મારા તરફથી જય હિન્દ કહેજો."એ જ રાત્રે દુશ્મનની પોસ્ટ પર હલચલ વધી. રેડિયો ઇન્ટરસેપ્ટમાં ઉર્દૂમાં વાત સંભળાઈ:"...વો કૌન હૈ? હર રાત ગશ્ત કરતા હૈ. ગોલી મારો તો નિકલ જાતા હૈ. ક્યા જિન્ન હૈ?""...કહતે હૈં ૧૯૯૯ મેં મરા થા. ભૂત હૈ. ઘોસ્ટ ઓફ કારગિલ.""...

કમાન્ડર કો બતાઓ. યે પોસ્ટ પર હમલા મુશ્કિલ હૈ. વો હમેં દેખતા હૈ."અર્જુને રેડિયો સેટ બંધ કર્યો. બલવંત સામે જોયું. બંને હસ્યા.

"સાહેબ," બલવંતે કહ્યું, "હવે દુશ્મન પણ બાબાથી ડરે છે."અર્જુન બહાર નીકળ્યો. ખડક પર ઊભો રહીને સામેની પોસ્ટ સામે જોયું. મોટેથી બોલ્યો: "સાંભળો! આ પોસ્ટ પર 8 JAK RIF છે. અને એક અમર સૈનિક છે. હિંમત હોય તો આવો!

"પવનનો સુસવાટો જવાબમાં ગૂંજ્યો. અને ત્યારે અર્જુનને ખભા પર કોઈનો હાથ લાગ્યો. ઠંડો. પણ મજબૂત. "શાબાશ સાહેબ," અવાજ આવ્યો. "હવે તમે સાચા ઓફિસર બન્યા."અર્જુન ધીમે ધીમે પાછળ ફર્યો. પણ ત્યાં સુધીમાં પાકિસ્તાની પોસ્ટ પરથી ફ્લેર ગન છૂટી. આખો વિસ્તાર દિવસ જેવો પ્રકાશિત થઈ ગયો. અને પ્રકાશમાં અર્જુને જોયું - નાળા પાસે ૨૦-૨૫ પડછાયા. હથિયારો સાથે. આખી પલટન. હુમલો શરૂ થઈ ગયો હતો. પણ આ વખતે... દુશ્મન એકલો નહોતો આવ્યો. એમની આગળ એક સફેદ ચાદર ઓઢેલી આકૃતિ હતી. હાથમાં લાંબી લાકડી.

 "સાહેબ," બલવંત ચીસ પાડ્યો, "એ... એ એમનો પીર બાબા છે!

ઘોસ્ટ વર્સિસ ઘોસ્ટ! "પાકિસ્તાન નો  "પીર બાબા" કોણ છે? શું બે અમર સૈનિકોની લડાઈ થશે? અને અર્જુન આ અલૌકિક યુદ્ધમાં જીવતા સૈનિકોને કેવી રીતે બચાવશે?

મળીએ મિત્રો ભાગ-૫ માં 🙏