Ghost of Kargil - Part 5 in Gujarati Spiritual Stories by Vir jadeja books and stories PDF | ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 5

Featured Books
Categories
Share

ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 5

ફ્લેર નો પ્રકાશ બરફ પર પડતાં જ યુદ્ધનું મેદાન દિવસ જેવું ઝળહળી ઉઠ્યું. સામે ૨૫-૩૦ દુશ્મન સૈનિકો. AK-47, RPG, મશીનગન સાથે. પણ એમની આગળ જે આકૃતિ હતી એ જોઈને અર્જુનના રૂંવાડા ઊભા થઈ ગયા.સફેદ કફન જેવી ચાદર. માથા પર લીલી પાઘડી. હાથમાં ૬ ફૂટ લાંબી લાકડી. દાઢી છાતી સુધી. આંખો અંગારાની જેમ લાલ. "પીર બાબા..." બલવંતનો અવાજ ધ્રૂજ્યો.

"સાહેબ, આ એમનો પીર લાલ શાહ છે. ૧૯૬૫ની લડાઈમાં અહીં જ શહીદ થયા હતા. કહે છે કે એમની મજાર ઉધર પાસે છે. રાત્રે પહાડો પર ફરે છે.

"અર્જુને રેડિયો ઉઠાવ્યો. "બ્રિગેડ હેડક્વાર્ટર, આ રોકફોલ પોસ્ટ. મોટો હુમલો! દુશ્મનની સંખ્યા ૩૦+ છે. તાત્કાલિક રિઇન્ફોર્સમેન્ટ જોઈએ!"

"રોકફોલ, તમારી પાસે પહોંચતા 4 કલાક લાગશે. હવામાન ખરાબ છે. ટિલ ધેન, હોલ્ડ ધ પોસ્ટ!"

4 કલાક? અર્જુને દાંત ભીંસ્યા. ૮ જવાન સામે ૩૦ દુશ્મન. અને એક પીર બાબા.ગોળીબાર શરૂ થયો. ટ્રેસર રાઉન્ડ રાતને ચીરતા હતા. RPGનો ધમાકો બંકરથી ૧૦ મીટર દૂર થયો. બરફ અને પથ્થર ઊડ્યા.

"ફાયર!"

અર્જુને હુકમ કર્યો. LMG ચાલુ થઈ. પણ દુશ્મન આગળ વધતો રહ્યો. કારણ? પીર બાબા સૌથી આગળ ચાલતા હતા. ગોળીઓ એમની પાસે પહોંચીને દિશા બદલી જતી હતી. જાણે અદૃશ્ય દીવાલ હોય

."સાહેબ, ગોળી નથી લાગતી!" ગુરમીત ચીસ પાડ્યો. અર્જુન સમજી ગયો. આ સામાન્ય લડાઈ નહોતી. ત્યાં જ બંકરની પાછળથી અવાજ આવ્યો:

"ગભરાવ નહીં સાહેબ. હું છું ને."અર્જુને પાછળ જોયું. કુલદીપ બાબા. પૂરા યુનિફોર્મમાં. ખભે INSAS નહીં, પણ ૧૯૯૯ વાળી SLR રાઈફલ. આંખમાં અંગાર.

"બાબા, એ પીર..." અર્જુન બોલવા ગયો."મને ખબર છે," કુલદીપે ખડક પર પગ મૂક્યો. "લાલ શાહ. ૧૯૬૫માં હું જન્મ્યો પણ નહોતો ત્યારે એ શહીદ થયા. પણ આજે... આજે હિસાબ બરાબર થશે."કુલદીપ બંકરની બહાર નીકળ્યો. ખુલ્લા મેદાનમાં. ગોળીઓનો વરસાદ હતો, પણ એમને કંઈ ન થયું. સામે પીર બાબા અટક્યા. બે અમર આત્માઓ ૧૦૦ મીટરના અંતરે સામસામે. પવન થંભી ગયો. ગોળીબાર બંધ થઈ ગયો. બંને બાજુના જવાનો શ્વાસ રોકીને જોઈ રહ્યા.પીર બાબાએ લાકડી ઊંચી કરી.

ઉર્દૂમાં ગર્જ્યા: "યે પહાડ હમારા હૈ! ૧૯૬૫ સે! તુમ કૌન હોતા હૈ રોકને વાલા?"કુલદીપે SLR કોક કરી. શુદ્ધ પંજાબીમાં જવાબ આપ્યો: "પહાડ કિસી કા નથી હોતા પીર સાહેબ. પહાડ ઉસકા હોતા હૈ જો ઇસકી રખવાલી કરે. 1999 મેં મૈંને યહાં ખૂન બહાયા હૈ. યે મીટ્ટી મેરી હૈ.""તો ફૈસલા જંગ સે હોગા!"

પીર બાબાએ લાકડી જમીન પર પછાડી. અચાનક આસમાનમાં વીજળી ચમકી. બરફનું તોફાન શરૂ થયું. પણ આ તોફાન કુદરતી નહોતું. બે આત્માઓની શક્તિ ટકરાઈ રહી હતી.કુલદીપ દોડ્યા. પીર બાબા પણ. વચ્ચેના મેદાનમાં બંને ટકરાયા. SLR વર્સિસ લાકડી. લાકડી SLR સાથે ટકરાઈ તો તણખા ઊડ્યા. જાણે તલવાર અથડાતી હોય. અર્જુન અને બધા જવાનો સ્તબ્ધ. આ કેવી લડાઈ? શરીર નહીં, આત્મા લડતા હતા. પીર બાબાએ મંત્ર બોલ્યો. જમીનમાંથી કાળા ધુમાડા નીકળ્યા. ધુમાડા સાપ બનીને કુલદીપ તરફ ગયા.કુલદીપે "જય મા કાલી" ની ગર્જના કરી. એના શરીરમાંથી સોનેરી પ્રકાશ નીકળ્યો. પ્રકાશે સાપને બાળી નાખ્યા."બસ કર લાલ શાહ!" કુલદીપે કહ્યું. "તું ભી ફૌજી થા. મૈં ભી ફૌજી હું. જવાનો કો ક્યોં મરવાતા હૈ? આ લડાઈ આપણી છે. એમને ઘરે જવા દે."પીર બાબા હસ્યા. "તુમ સમજતે નહીં કુલદીપ. મૈં અબ આઝાદ નહીં. મજાર કે સાથ બંધા હું. જબ તક ઉધર કા કમાન્ડર હુકમ દેતા હૈ, લડના પડેગા."કુલદીપનું મોં ઉતરી ગયું. "તો મજબૂરી હૈ?""હાં. ઔર તુમ્હારી ભી મજબૂરી હૈ. પોસ્ટ નહીં છોડ સકતે."બંને એક સેકન્ડ માટે અટક્યા. બે સૈનિકો. દુશ્મન નહીં, સંજોગોના માર્યા.ત્યાં જ દુશ્મન કમાન્ડર ચીસ પાડ્યો: "પીર બાબા, મારો ઉસે! પોસ્ટ પર કબ્જા કરો!"પીર બાબાની આંખમાં દર્દ આવ્યું.

એણે મજબૂરીમાં લાકડી ઉઠાવી.કુલદીપે SLR તાણી. "આજા ફિર. દેખતે હૈં કિસકી ફરજ જ્યાદા મજબૂત હૈ."બંને ફરી ટકરાયા. આ વખતે લડાઈ વધુ ભયાનક. બરફ પીગળવા લાગ્યો. ખડકો તડકવા લાગ્યા. આકાશમાં વાદળ ઘૂમવા લાગ્યા.અર્જુન સમજી ગયો - જો આમ ચાલ્યું તો આખી પોસ્ટ દટાઈ જશે. હિમસ્ખલન થશે. બધા મરશે."બંધ કરો!" એ ચીસ પાડ્યો. "બંને બંધ કરો!"કોઈએ ન સાંભળ્યું. અર્જુન બંકરમાંથી બહાર દોડ્યો. ગોળીઓની પરવા કર્યા વિના વચ્ચેના મેદાનમાં પહોંચ્યો. "બાબા! પીર સાહેબ! રોકો!" એ બે અમર આત્માઓ વચ્ચે ઊભો રહી ગયો.કુલદીપ ચમક્યો. "સાહેબ, હટ જાઓ! ખતરા હૈ!"પીર બાબાની લાકડી હવામાં અટકી ગઈ. અર્જુને બંને સામે હાથ જોડ્યા. "તમે બંને ફૌજી છો. શહીદ છો. તમારી લડાઈ જમીન માટે નથી, ઇજ્જત માટે છે.

પણ આજે જો તમે લડશો તો ૪૦ જવાનો મરશે. બંને બાજુના. એમના બાળકો અનાથ થશે.""શું તમે એવું ઇચ્છો છો?"પીર બાબાની આંખમાં પાણી આવ્યું. કુલદીપે SLR નીચે કરી.

ત્યાં જ દુશ્મન કમાન્ડરે RPG તાકી. નિશાનો - અર્જુન. "સાહેબ, હટો!" કુલદીપ દોડ્યા. પણ પીર બાબા વધુ ઝડપી હતા. એ અર્જુન અને RPG વચ્ચે આવી ગયા. ધમાકો થયો. ધુમાડો છંટાયો ત્યારે...પીર બાબા જમીન પર પડ્યા હતા. એમનું શરીર વિખેરાઈ રહ્યું હતું. કણ કણ થઈને.

"ક્યોં?" કુલદીપ એમની પાસે બેઠા. "તુમ દુશ્મન થે."પીર બાબા હસ્યા. લોહી નહીં, સોનેરી પ્રકાશ નીકળતો હતો. "ફૌજી કા કોઈ દુશ્મન નથી હોતા કુલદીપ. બસ ડ્યુટી હોતી હૈ. ઔર આજ મેરી ડ્યુટી થી... એક જવાન કો બચાના.""જાઓ... પોસ્ટ સંભાલો... મૈં થક ગયા હું... 60 સાલ સે લડ રહા હું..."પીર બાબાનું શરીર હવામાં ભળી ગયું. ફક્ત લીલી પાઘડી બરફ પર રહી ગઈ.દુશ્મન સૈનિકો સ્તબ્ધ. એમના કમાન્ડરે હથિયાર નીચે મૂક્યા. "વે બેક!" એ બરાડ્યો.

"પીર બાબાને જાને દિયા... હમ ક્યા લડેંગે?"દુશ્મન પાછા ફર્યા. લડાઈ બંધ.

 કુલદીપ ઊભા થયા. અર્જુન સામે જોયું. "સાહેબ, આજ એક ફૌજીએ બીજા ફૌજી કો બચાયા. સરહદ કે દોનો તરફ.""પણ બાબા..." અર્જુનના અવાજ રૂંધાયો."

રોના નહીં સાહેબ," કુલદીપે ખભે હાથ મૂક્યો. "લાલ શાહ આઝાદ હો ગયા. 60 સાલ બાદ. યે જીત હૈ."ત્યાં જ બલવંત દોડતો આવ્યો. "સાહેબ! રેડિયો! બ્રિગેડ કા મેસેજ!"અર્જુને રેડિયો કાને ધર્યો.

COનો અવાજ: "રાઠોડ, દુશ્મન ને સીઝફાયર માગ્યું છે. 48 કલાક કા. કારણ પતા નહીં. પણ ઉપર સે ઓર્ડર હૈ - ફાયરિંગ બંધ.

"અર્જુને કુલદીપ સામે જોયું. કુલદીપ આકાશ સામે જોઈને હસ્યા.અને ત્યારે જ... ઉત્તર દિશાએથી બીજું હેલિકોપ્ટર આવતું દેખાયું. કાળું. કોઈ નિશાન વગરનું.

 રેડિયો ફરી વાગ્યો. આ વખતે અજાણ્યો અવાજ: "રોકફોલ પોસ્ટ, યહ સ્પેશિયલ ફોર્સ હૈ. હમારા એક આદમી વહાં ફંસા હૈ. ઉસે નિકાલના હૈ. ઇન્ટરફિયર મત કરના. વર્ના...

"આ સ્પેશિયલ ફોર્સ કોણ છે? કયો "આદમી" પોસ્ટ પર ફસાયો છે? શું એ કુલદીપ બાબા છે? અને શું ભારતીય સેના પોતાના જ અમર હીરો સામે લડશે?