૧. વારસો :-
' વારસો ' એટલે એવો શબ્દ જે આપણા પૂર્વજો પ્રત્યે નો પ્રેમ જાગ્રત કરે. અને તેના દ્વારા આપણ ને મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો.પૃથ્વી પર ધણાં બધાં દેશો આવેલા છે પરંતુ તેમા ભારત એક જ એવો દેશ છે જ્યાં કણ - કણ માં વર્ષો જૂનો ઇતિહાસ જોવા મળે છે. કોઈપણ દેશ ની પ્રગતિ તેના ભૂતકાળ ના પાયા પર ટકેલી હોય છે અને ભારત નો પાયો એટલે સમૃદ્ધ સંસ્કૃતિ, અને પ્રાકૃતિક વારસો છે, જેની ચર્ચા આખા વિશ્વ માં છે. એકતા ની ભાવના ધરાવતો આપણા ભારત દેશ માં વારસો એ પથ્થર કે ઇમારત નહીં પણ એક જૂની પરંપરા નો અનોખો સંગમ છે.
ભારતીય વારસા ને મુખ્ય બે ભાગ માં વહેંચવા માં આવે છે:-
૧. સાંસ્કૃતિક વારસો :- અને ૨. પ્રાકૃતિક વારસો :-
૧. સાંસ્કૃતિક વારસો :- માનવી ઓ એ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય કે આવડત થી જે કઈ મેળવ્યું હોય કે સર્જયું હોય તેને સાંસ્કૃતિક વારસો કહે છે. જેમ કે, તાજ મહેલ, રાની કી વાવ, મોઢેરા સૂર્યમંદિર વગેરે. અને સાંસ્કૃતિક વારસા માં સાહિત્ય, ચિત્રકાલા, ધાર્મિક માન્યતાઓ નો સમાવેશ થાય છે.
૨. પ્રાકૃતિક વારસો :- પ્રકૃતિ તરફ થી મળેલી અમૂલ્ય ભેટ જેવી કે હિમાલય ની પર્વત માલા, ગંગા યમુના જેવી પવિત્ર નદી ઓ, વિશાળ દરિયા કિનારો અને આસામ માં આવેલા આહલાદક ખેતરો, રાજસ્થાન ના રણપ્રદેશો અને વૈદિક વનસ્પતિ ઓ એ આપણો પ્રાકૃતિક વારસો છે.
વારસો એ આપણી અગાવી ઓળખ છે.તે આપણા રાષ્ટ્ર્ર ને એક અલગ અંદાજ પૂરો પડે છે. તે આપણ ને આપણા મૂળ સાથે જોડી રાખે છે. ભારત માં વૈવિધ ધર્મો નું પાલન થાય છે, જુદી જુદી ભાષા ઓ બોલાય છે અને દરેક લોકો ની અલગ અલગ પરંપરા જોવા મળે છે. અને આજ વિવિધતા એ આપણા વારસા ની વિશેષતા છે. આપણા ભારત દેશ માં આવેલા વિવિધ સ્થાપત્યો એ પ્રવાસી ઓ ને આકર્ષે છે. તેનાથી પ્રવાસ ઉદ્યોગ પણ વિકાસ પામે છે.
આપણો વારસો એ માત્ર ને માત્ર ભૂતકાળ નથી પરંતુ, આપણું વર્તમાન અને ભવિષ્ય નું માર્ગદર્શન બળ છે. વસુધૈવ કુટુંબકમ ની ભાવના શીખવાતો વારસો છે. તે બીજા દેશો માટે પણ અનુકરણીય છે. તેથી તેનું જતન કરવું એ આપણી ફરજ છે.
-:- આવતા અંક માં દરેક વારસા ને સંપૂર્ણ પણે રજુ કરીશું...
૨.પ્રકૃતિ અને પર્યાવરણ :-
આપણા માનવ જીવન નોમુખ્ય કોઈ આધાર હોય તો તે માત્ર પ્રકૃતિ અને પર્યાવરણ છે. જો આપણી આસપાસ નું પર્યાવરણ સારુ નહીં હોય તો આપણું જીવન સારુ રહી શક્શે નહીં અને આપણા જીવન માં ઘણી મુશ્કેલીઓ આવશે, અને પૃથ્વી પર નું જીવન મુશ્કેલ બની જશે. એટલે જ કહેવાય છે કે, " પ્રકૃતિ પરમેશ્વર છે. "
પ્રકૃતિ એટલે આપણી આસપાસ નું એવું વાતાવરણ જે કુદરતી રીતે અસ્તિત્વ માં હોય જેમ કે, નદી, પર્વત, જંગલો, આકાશ, સૂર્ય, વાયુ, નો સમાવેશ થાય છે તેની સાથે માનવી પણ પ્રકૃતિ નો અંશ છે.
પર્યાવરણ આપણને જીવવા માટે મુખ્ય ત્રણ પાયા ની જરૂરિયાત પુરી પડે છે. 1:- શુદ્ધ વાયુ, 2 :- પીવાલાયક પાણી 3 :- ખોરાક
1. શુદ્ધ વાયુ :- જે આપણને વનસ્પતિ દ્વારા ઓક્સિજન પૂરું પડે છે અને શ્વાસ લઇ શકીયે છીએ.
2. પીવાલાયક પાણી :- જે આપણને નદી અને વરસાદ દ્વારા મળે છે.
3. ખોરાક :- જે આપણને ખેતરો માં ઉગતા શાકભાજી અને ફાળો માંથી મળે છે.
આજ ના સમય માં માનવી એ ઉદ્યોગીકરણ પાછળ દોટ મૂકી છે.તેના કારણે પ્રાર્યાવરણ ને ખુબ નુકસાન થાય છે. કરખના ના ધુમાડા ના કારણે હવા માં પ્રદુષિત બને, ગંદકી ભર્યા કેમિકલ ના કારણે પાણી માં નુકસાન થાય છે. શહેરીકરણ વધવા ના કારણે ઝાડવા કપાય છે તેના કારણે ગ્લોબલ વર્મિગ માં વધારો થાય છે અને આ પ્રદુષણ વધવા ના કારણે હિમશીલા ઓ પીગળવા લાગી છે.
આ પ્રકૃતિ અને પર્યાવરણ ને જાળવવા અને સુરક્ષિત રાખવું એ આપણી ફરજ છે. જેમ કે, વધુ માં વધુ વૃક્ષો વાવવા, પ્લાસ્ટિક નો ઉપયોગ ધટાડાવો, વીજળી ની બચત માટે સોલાર પેનલ નો ઉપયોગ વધારવો અને વાહન પણ ઇલેક્ટ્રિક વાપરવા જોઈએ જેથી કરી ને પર્યાવરણ સુરક્ષિત રહે.જો આપણે પર્યાવરણ ની રક્ષા કરીશું તો પર્યાવરણ આપણી રક્ષા કરશે.
૩. શિક્ષણ ક્ષેત્રે નવું વર્ષ :-
જેમ ધંધાર્થી ઓ માર્ચ મહિના થી નવું વર્ષ શરુ કરે અને બધાના હિસાબ માર્ચ મહિના પહેલા ચૂકવી દે તેમ વિદ્યાર્થી થી નું અને શિક્ષકો ના નવા વર્ષ ની શરૂઆત એટલે જૂન મહિનો. આ મહિનો માત્ર મહિનો નથી બદલતો પણ નવી આશા, નવા સંકલ્પ, જ્ઞાન ના ના શિખરો સર કરવા ની તક આપે છે. આ મહિના માં વિદ્યાર્થીઓ માં થોડુંક દુઃખ હોય પરંતુ નવું શૈક્ષણિક સત્ર સારુ થવા ની અને અને નવું જ્ઞાન લેવાની જીજ્ઞાશા, ઉત્સાહ હોય છે.
નવા શૈક્ષણિક વર્ષ ની શરૂઆત થતા બાળકો માં ગયા વર્ષે રહી ગયેલી કચાશ ને દૂર કરારવાની અને નવા ધ્યેય પૂર્ણ કરવા ની મહેનત શરુ કરે છે અને તેની સાથે સાથે નવા વર્ષ માં સિસ્ત પૂર્વક શાળા એ આવવા નું આયોજન નક્કી કરે છે. તેની સાથે વિદ્યાર્થી ઓ પુસ્તકિયું જ્ઞાન ની સાથે સંગીત માં, રમતગમત માં નિપુર્ણતા મેળવવાં ના ધ્યેયો નક્કી કરે છે.
આજના સમય માં શિક્ષણ પદ્ધતિ ખુબ ધુનિક થઇ ગઈ છે તેનાથી ખુબ બાળકો ખુબ ' સ્માર્ટ ' બનતા જાય છે. આજના સમય માં ઈ - લર્નિગ પ્લેટફોર્મ વધી ગયા છે તેનાથી બાળકો મોબાઈલ ના માધ્યમ થી ઘણું શીખે છે. હવે ના સમય માં ai નો ઉપયોગ પણ વધ્યો છે તેના કારણે બાળક વધુ વિચારી અને તેના મન માં ધૂમતા પ્રશ્નો ના જવાબ પણ મેળવી શકે છે અને અધરા પ્રશ્નો આરામ થી શીખી શકે છે.
વિદ્યાર્થી ઓ માટે મહત્વ નું કે તમે નવા વર્ષ ની શરૂઆત થી તમે તમારા નિષ્ટિટ ધ્યેય ને હાસિલ કરવા માટે તમારે સુનિશ્ચિત ટાઈમટેબલ બનાવવું જોઈએ થી કરી ને તમે યોગ્ય સમયે કાર્ય કરી શકો. તેથી વાંચન, લેખન, અને બીજી પ્રવુતિ માટે સમય કાઢી શકો.અને શિક્ષકો માટે પણ ખાસ કે ધણાં પડકારો જિલવા પડે છે. આપે બાળકો ની અંતરિક શક્તિ ને ઓળખવી જોઈએ અને દરેક બાળક ને યોગ્ય દિશા પુરી પડાવવિ જોઈએ.
સૌથી મુખ્ય બાબત વાલીઓ માટે કે તમારે તમારા બાળક ને કોઈ નિશ્ચિત ગુણ લાવવા મજબુર કરવાના નથી પરંતુ તમારે તે બાળક ની સાથે રહીને તેને આગળ વધારવા નો છે એ વાલીની મુખ્ય ફરજ છે.બાળક કોઈ ઈતરપ્રવુતિ માં હોશિયાર છે તો તેને તમારે પ્રોત્સાહન આપીને આગળ વધારવા નો છે.આમજ શિક્ષણ ક્ષેત્ર નું નવું વર્ષ શીખવે છે કયારેય શીખવા ની પ્રક્રિયા અટકતી નથી. આ નવા વર્ષ માં આપણે સારા શિક્ષિત ની સાથે સમજદાર વ્યકિત પણ બનીએ.
૪. સ્વસ્થ જીવન ની ચાવી એટલે યોગ :-
આજના તણાવ ભર્યા જીવન માં આપણે પોતાના સ્વાસ્થ્ય માટે થોડો સમય કાઢી શકતા નથી. તેથી આપણા શરીર માં બીબારી ની સાથે સાથે તણાવ પણ વધતો જાય છે. ભારત માં આ યોગ ની પરંપરા ખુબ પ્રાચીન છે આ યોગ ને આખા વિશ્વ એ અપનાવ્યું છે. યોગ એ શરીર, આત્મા અને મન ને એક કરવા ની શૈલી છે.
યોગ ના દરેક અસાનો શરીર ની માંસપેશી ઓ ને મજબૂત બનાવે છે. તેની સાથે શરીર ના આંતરિક અંગો ને મજબૂત રાખે છે. રોજ યોગાસન કરવા થી રોગ સામે લાડવા ની શક્તિ આપે છે અને ધણાં એવા યોગાસન છે તેનાથી પાચન શક્તિ મજબૂત બને છે. આજના સમયમાં માનસિક થાક વધતો જાય છે તેના કારણે લોકો માં ચીડચિડા પણું વધતું જાય છે. માનસિક થાક ઓછો કરવા માટે પ્રાણાયામ કરવા જોઈએ. આ પ્રાણાયામ માં શ્વાસ અંદર - બહાર કરવા થી ચિત્ત એકાગ્ર થાય છે અને માનસિક તણાવ ઓછો થાય છે. આ પ્રાણાયામ બધાં માટે સારુ છે પણ વિદ્યાર્થી અને અને નોકરી ધંધાર્થીઓ માટે ખુબ સારા છે.
યોગ આપણને શિસ્ત શીખવે છે. તેની સાથે રોજ સવારે યોગ કરવા થી આખો દિવસ ઉર્જા સાથે નો રહે છે અને યોગ કરવા થી ખાનપાન ની ખોટી આદતો સુધરી જાય છે અને ઊંઘ પણ પૂર્ણ આવે છે. અસાનો કરવા થી પાચનશક્તિ મજબૂત બને છે અને સ્વાસ્થ સારુ રહે છે. અને ધ્યાન કરવા થી આંતરિક શાંતિ મળે છે.
મહત્વનું નું કે 21 જૂન ને વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખવા માં આવે છે. કહેવાય છે કે, " પહેલું સુખ તે જાતે નર્યા ". જો શરીર સારુ અને સ્વસ્થ હશે તો આપણે બધું કાર્ય કરી શકશું. યોગ એક એવું વિજ્ઞાન છે કે તે આપણને એક અલગ જ શક્તિ આપે છે.
૫. પ્રેમ એક મીઠી અનુભૂતિ :-
આ દુનિયા માં સૌથી સુંદર અને પવિત્ર કઈ પણ હોય તો તે માત્ર પ્રેમ છે. પ્રેમ માટે કોઈ ભાષા, સીમા જેવું કઈ સીમિત નથી તે તે બસ એક લાગણી ના પ્રવાહ માં વહી જાય છે. પ્રેમ એ કોઈ પુદગલ શરીર નું મિલન નથી પરંતુ તે બે આત્મા નું મિલન છે અને તેમાં પણ કોઈ સ્ત્રી - પુરુષ નો જ પ્રેમ હોય તેવું પણ નથી બે મિત્રો કે કોઈ નિર્જીવ વસ્તુ અને સ્થળ પ્રત્યે પણ પ્રેમ હોય છે.
પ્રેમ ની વ્યાખ્યા લોકો રોમાંસ સાથે જોડે છે પરંતુ પ્રેમ માટે ની વ્યાખ્યા ખુબ મોટી છે. આપણે કોઈ વ્યક્તિ સાથે ના પ્રેમ માં અહંકાર લાવવો જોઈએ નહીં જો તેમાં અહંકાર લાવીએ તો પ્રેમ નિખાલસ ના થઇ શકે. પ્રેમ માં આપણે ખુશી શોધવી એ મહત્વની છે. જો પ્રેમ માં ખુશી નહીં જોવા મળે તો પ્રેમ માત્ર શબદ ના અર્થ માં રહી જશે.પ્રેમ માં સૌવથી મોટો કોઈ ભાગ ભજવાતું હોય તો તે વિશ્વાસ છે જો એક બીજા પ્રત્યે વિશ્વાસ નહીં હોય તો પ્રેમ ને સમજવો અધરો થઈ જશે.
જયારે તમે કોઈ ના પ્રેમ માં હોવ છો ત્યારે તમારા શરીર માં એક અનોખો ઉત્સાહ હોય છે. દરેક કામ કરતી વખતે તેની યાદો આવવા લાગે છે અને મન પ્રફુલ્લિત લાગવા લાગે છે. પ્રેમ હંમેશા વ્યક્તિ ને હકારાત્મક વિચારો આપે છે. પ્રેમ થયાં પછી વ્યકિત લાગણીશીલ બીજા માટે વધુ વિચારતો થઇ જાય છે. પ્રેમ માટે કોઈ શબ્દો નું ઉચ્ચારણ કરવું જરૂરી નથી તે કોઈ ઈશારા થી પણ પ્રેમ સમજાય જાય છે. હ્રદય ની ઘણી વાત એ આંખો ને છલકાવી પણ દે છે.
પ્રેમ માટે એક સુંદર શાયરી ની રચના કરી છે,
" શબ્દ આવી મને કહી દીધા, મેં પણ મારાં સપના દઈ દીધા. "
પ્રેમ મળ્યા પછી ખોટી ચિંતા દૂર થઇ જાય, કંઈક નવું કરવા નું આશ્વાસન મળે, નાની નાની વાતો માં હસી પાડીયે અને દરેક સમયે એ પ્રેમ ની યાદ આવે તેનું નામ પ્રેમ. પ્રેમ કર્યા પછી ભૂલ ને સ્વીકાર કરવી અને હવે યાદ રાખીશ એવાત કઈ ને પ્રેમ નેવગળ વધારવો જોઈએ. પ્રેમ માટે બદલાવા ની જરૂર નથી પણ જેટલી ખામી છે તેની સાથે સ્વીકારવા ની છે.
આજ ના આવા ભાગદોડ ભર્યા જીવન માં તમારી પાસે પણ કોઈ એવી વ્યકિત છે જે તમારી સંપૂર્ણ પણે કાળાજી રાખે છે, તમને સાથ આપે છે અને નિસ્વાર્થ પ્રેમ કરે છે તે વ્યક્તિ ને તમે કયારે પણ છોડતા નહીં. કેમ કે જીવન નું મધુર સંગીત એ પ્રેમ છે.
૬. અંતર ની અનોખી ભાષા એટલે લાગણી :-
માનવી એ કોઈ રોબોટ નથી કે કોઈ પણ કામ એ કરવા ખાતર કરે પણ તે પોતાની લાગણી પ્રમાણે કામ કરે છે જેનાથી એક બીજા વચ્ચે પ્રેમ માં વધારો થાય.લાગણી માટે એક સુંદર વાક્ય લખ્યું છે કે, " કે દોરી તૂટી જાય પછી જો તેમાં ગાંઠ બાંધવા માં તો તે પહેલા જેવી રહેતી નથી તેમજ જો લાગણી એકબીજા થી ઓછી થઇ જાય તો જીવન માં જેતે વ્યકિત સાથે પહેલા જેવી મીઠાશ રહેતી નથી ". લાગણી એ જીવન ને એક અર્થપૂર્ણ અને સુંદર બનાવે છે.
લાગણી એ આપણી અંદર થતી એવી હાલચલ છે જે કોઈ વ્યકિત, વસ્તુ, પરિસ્થિતિ પ્રત્યે એક અલગ જ પ્રતિભાવ આપે છે પછી તે પ્રેમ, કરુણા, ભય, દયા, કે પછી આનંદ. ટૂંક માં કહી એ તો લાગણી હકારાત્મક કે પછી નકારાત્મક હોય છે. આ બંને નું સ્થાન આપણા જીવન માં અગવું હોય છે. આ દુનિયા માં સૌથી પવિત્ર લાગણી હોય તો તે છે માઁ - બાપ અને બાળક વચ્ચે ની, મિત્રો ની વચ્ચે ની વફાદારી માં લાગણી વધુ જોવા મળે છે. કોઈ અજાણ્યા વ્યક્તિ ને જોતા તેની દરિદ્રતા પર કરુણા આવે તેવા વ્યકિત આ દુનિયા માં મહાન છે. લાગણી આપણને જીવવા માટે અલગ જ ઉમંગ આપે છે.
કોઈ પણ સબંધો એ માત્ર ફરજ પુરી કરી દેવા થી નથી ચાલતા પણ તેમાં લાગણી ની મીઠાશ મેળવવાં થી પુરા થાય છે. જયારે કોઈ પણ બે વ્યકિત વચ્ચે લાગણી નો પુલ ધડાય છે ત્યારે આત્મીયતા બંધાય છે. લાગણી વગર ના સબંધો સૂકા પાંદડા જેવા હોય છે તે પવન આવતા ની સાથે ઉગી જાય છે. પણ તેનાથી તેને કોઈ ફર્ક પણ પડતો નથી. પણ જો લાગણી ના સબંધો હોય તો તે ગમે તેવી આપદા આવવા છતાં તે અડીખમ રહે છે.
આપણે માત્ર માણસ નથી બનાવા નું પરંતુ આપણે લગણીશીલ માણસ બનાવા નું છે.અને ખાસ વાત જણાવવા ની કે વધુ પડતું લાગણી શીલ બનાવા નું નહીં બુદ્ધિ અને લાગણી વચ્ચે સંતુલન જળવવું ખુબ જરૂરી છે. લાગણી એ મનુષ્ય ને ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે જો લાગણી જીવન માંથી જતી રહે તો જીવન વેરાન રણ જેવું થઇ જાય છે. આપણે હંમેશા સકારાત્મક લાગણી દરેક વસ્તુ, વ્યકિત, અને પરિસ્થિતિ પ્રત્યે રાખવી જોઈએ.
૭. સબંધો : જીવન ની સાચી સુગંધ :-
સબંધો એ એવી ગાંઠો છે જે આપણને જીવન જીવવા માં અલગ આનંદ અપાવે છે.જીવન જીવવા માં ખરો આનંદ ત્યારે જ મળે જયારે સબંધો સારા હોય.આપણે જન્મ લેતા ની સાથે જ માતા - પિતા, ભાઈભાડું સાથે જોડાઈ ને અંત સુધી માં મિત્રો, સહકર્મચારી સહીત ધણાં લોકો સાથે જોડાઈ જઈએ છીએ. સબંધ એ કોઈ લોહી ના નથી પરંતુ લાગણી ના હોય છે જે બે હૃદય ને જોડે છે.
કોઈ કહે કે સબંધો કેમ જરૂરી છે ત્યારે કહેવાય કે સુખ માં સથવારો અને દુઃખ માં સથવારો દેવા માટે સબંધો જ આવે છે. આપણને હિંમત આપવા માટે પણ સાચો સબંધી જ કામ આવે છે. જો વ્યક્તિ ના સબંધો શ્રેષ્ઠ અને મજબૂત હોય તો તે વ્યકિત કયારે દુઃખી કે એકળો નહીં રહે. આપણને સબંધો દ્વારા જ પ્રેમ, દયા, કરુણા, અને સહનશીલતા જેવા પાઠ શીખીયે છીએ.
સબંધો એ અપામેળે નથી ચાલતા તેને સાચવી રાખવા માટે ધણી બાબતો હોય છે. જો સબંધો ની ઇમારત એ વિશ્વાસ નામના પથ્થર પર બનતી હોય છે. જો વિશ્વાસ ડગમગી તો સબંધ પૂરો થઇ જાય છે એટલે જ આપણે કોઈ દિવસ કોઈ નો વિશ્વાસધાત કરવો જોઈએ નહીં. સબંધો માં વાત ખુલ્લા હ્રદયે કરવાની અને સામે વાળી વ્યકિત ની વાત શાંતિ થી સાંભળવી જેથી જેથી અણગમો ના થાય.બધાં વ્યકિત ઓ અલગ હોય છે તેની ખામી બે નજર અંદાજ કરી ને તેની ખૂબી એઓને જોવાની એજ સબંધ ની સાચી મીઠાશ છે. સબંધો માં નાની મોટી ભૂલો થાય પણ તેને પણ નજર અંદાજ કરી ને સબંધો આગળ વધુ સારા બંધાય તેવો પ્રયત્ન કરવા નો એજ સબંધ ને અડીખમ રાખે છે.
આજ ના સમય માં અહંકાર, વ્યસ્તતા, એની વધુ પડતી અપેક્ષા ના કારણે સબંધો ઓછા થઇ ગયા છે. સબંધ એક છોડવા જેવો છે જો તમે રોજ પાણી પીવડાવો એની સંભાળ રાખો તો તે ફળ આપે. તેથી આપડે સબંધો સારા અને શ્રેષ્ઠ બાંધવા જોઈએ.
૮. આત્મવિશ્વાસ : સફળતા ની સુવર્ણ સીડી :-
આત્મવિશ્વાસ એટલે પોતાની ક્ષમતા, યોગ્યતા પર સંપૂર્ણ ભરોસો હોવો. જીવન ના દરેક તબક્કા માં આત્મવિશ્વાસ જરૂરી હોય છે તે પછી અભ્યાસ માં હોય, કે પછી નોકરી - ધંધા માં કે પછી અન્ય જગ્યા એ આત્મવિશ્વાસ હોવો જરૂરી હોય છે. આત્મવિશ્વાસ એ એવું બળ છે જે વ્યકિત ને સામાન્ય માંથી ઉચ્ચકક્ષા એ પહોંચાડે છે.
જીવન ના દરેક પગલે મુશ્કેલી ઓ આવે છે તે દરેક મુશ્કેલી નો સામનો કરવા માટે અડગ આત્મવિશ્વાસ જરૂરી છે. જો મુશ્કેલી ના સમય માં વ્યક્તિ નો આત્મવિશ્વાસ અડગ હશે તો તે હારવા ના બદલે તેમાંથી રસ્તો કાઢવા નો ઉપાય કરશે. વ્યકિત આત્મવિશ્વાસ થી ભરપૂર હશે તો તેના માં નિર્ણય શક્તિ ખુબ હશે અને તેના પરિણામ પર પણ તેને પૂર્ણ વિશ્વાસ હશે. જો તમારો આત્મવિશ્વાસ વધારે હશે તો કોઈ પણ નકારાત્મક બાબત કે વાતો તમને હરાવી શકશે નહીં.
ધણાં વ્યક્તિ ઓ આત્મવિશ્વાસ ની રેખા ને ભૂલી ને અહંકાર માં આવી જતા હોય છે તેના કારણે ધણાં સબંધો, કામો અને લાગણી ને દેશ પહોંચે છે. આત્મવિશ્વાસ માં ' આપણે સહુ ' એવા નમ્ર શબ્દ નો પ્રયોગ થાય છે પરંતુ અહંકાર માં ' હું ' શબ્દ નો ઉપયોગ થાય છે તે વ્યક્તિ ને અહંકારી બનાવે છે. વ્યક્તિ એ ક્યારે પણ અભિમાન કરવું જોઈએ નહીં.
આત્મવિશ્વાસ એ આપણે આતરીકે રીતે કેળલવા નો હોય છે. જો આપણે આત્મવિશ્વાસ વધારવો હોય તો પહેલા બીજા સાથે આપણી સરખામણી બંધ કરવી જોઈએ. ભૂલો પણ જિંદગી માં ખુબ થાય તેનાથી ડરવા ને બદલે તેમાંથી શીખી ને આગળ વધતા શીખવું જોઈએ. નિશ્ચિત ધ્યેય નક્કી કરો અને ધ્યેય તરફ જ સંપૂર્ણ કામ કરો. તમે જે તે ક્ષેતમાં ફરજ બજાવતા હોય તો તે ક્ષેત્ર નું પૂરું જ્ઞાન લો તેથી તમારો આત્મવિશ્વાસ માં વધારો થશે.
આત્મવિશ્વાસ એ કોઈ એક રાત માં આવી જાય તેવું નથી તમારે તેના પાછળ પૂરતી મહેનત કારવી જોઈએ. જેટલો પણ તમે દર નો સામનો કરશો તેટલો જ તમારો આત્મવિશ્વાસ વધશે. જો તમારો આત્મવિશ્વાસ મજબૂત હશે તો તમે કયારે પણ પાછા પાડશો નહીં. આપ પોતાની જાત પર ભરોસો કરો બાકીની નકારાત્મક વિચારો ને કાઢી ને મુક્ત મને આગળ જીવતા જાઓ.
૯. ચોમાસા નું આગમન : રસોડા માં પ્રસરતી મહેક :-
ચોમાસુ એટલે ઉનાળા ની ગરમી થી રાહત અને વરસાદી ઠંડક ની મીઠી અનુભૂતિ જે આપણને ખુશખુશાલ કરી દે છે. પણ ચોમાસુ એટલે રસોડા માંથી આવતી ચા અને ગરમા ગરમ વાનગી અઓની મીઠી મહેક છે આપણા મન ને પ્રફુલ્લિત કરી દે છે. વરસાદ પડતા નાના કે મોટા ઓને કંઈક સ્વાદિષ્ટ વાનગી ખાવા ની ઈચ્છા થાય છે. ચોમાસા ની ઋતુ માં સ્વાસ્થ્ય ની પણ કાળજી લેવી જોઈએ. કોઈ વાનગી ખાતા પહેલા તેની તપાસ જરૂરી છે અને બને ત્યાં સુધી ઘર ની વાનગી ખાવી જોઈએ.
ચોમાસા માં ખવાતી પ્રખ્યાત વાનગી ઝલક આ અંક માં જણાવું. જો પહેલા જ કહું તો મકાઈ અને ચોમાસા ને જૂનો સબંધ છે. તમારે અમેરિકન અને દેશી મકાઈ ની વિવિધ વાનગી જેવી કે મકાઈ નું લસણ નાખેલું શાક તમે બનાવો અને તમારા પરિવાર ના દરેક સભ્યો ના મન ખુશ ખુશાલ થઇ જાય. તૈયાર પછી સાંજ ના નાસ્તા માં મકાઈ ની ભેળ અને ખીચું બનાવો જે તમને અલગ જ આનંદ આપે. જો તમે પર ચાલુ વરસાદ માં બાલ્કની માં શેકેલી મકાઈ પર લીંબુ, મીઠું અને મરચું ભભરાવી ને ખાવ એટલે તમારા રોમ રોમ જાગી જાય.વરસાદ ના સમય ગાળા માં ભજીયા ની તો વાત જ અલગ થાય. કાંદા ના ભજીયા, બટેટા ના ભજીયા, મરચા ના ભજીયા, મેથી ના ગોટા અને બટેટા વડા ની સાથે ચટણી કે કાઢી હોઉં એટલે એક ઉત્સાહ છલકી ઉઠે છે તેની સાથે ગરમા ગરમ ચા હોય એટલે સોન માં સુગંધ ભળે તેવું થાય.
ચોમાસા ના સમય મહિલા ઓએ પોતાની સાથે પોતાના પરિવાર ના સ્વાસ્થ્ય ની ખુભાઈ કાળાજી રાખવી જોઈએ.ચોમાસા ના સમય માં શાકભાજી માં ખુબ જીવાત હોય છે તેથી દરેક શાકભાજી ઘરે લાવતા ની સાથે ગરમ પાણી માં ધોઈ નાખવા અને સમારાતી વખતે પણ ધ્યાન રાખી ને સમારાવું જોઈએ. ચોમાસા માં ખોરાક ને ખુબ ભેજ લાગી જાય છે તેટલે પાપડ, મસાલા, ખાખરા કે પછી વેફરો ને એક ડબ્બા માં રાખવા જોઈએ. ચોમાસા માં રોગપ્રતિકારક શક્તિ મેળવવાં માટે રસોઈ માં હળદર, આદુ, અજમો, હિંગ નો ઉપયોગ વદારે કરવો જોઈએ. હિંગ પાચનશક્તિ પણ વધારે છે. પીવાનું પાણી પણ ઉકાળી નેજ પીવું જોઈએ જેથી પાણીજન્ય રોગ ના થાય. જો હેલ્ધી ખોરાક ની વાત કરી એ તો ટોમેટો સૂપ, મકાઈ સૂપ, મિક્સવેજીટેબલ સૂપ, જે શરીર માં ગરમાહટ આપે છે. બાફેલી મકાઈ નો ચાટ જે અનોખો આનંદ આપે છે.
વ્હાલી બહેનો.....
ચોમાસા ની આ ઋતુ માં માત્ર ધારણા સભ્યો ની ફરમાઈશ પુરી કરવા ની નથી પરંતુ પોતાના સાથે થોડો સમય પણ વિતાવવા નો છે. એક આદુ ફુદીના વાળી ચા પોતાના માટે પણ બનાવવા ની છે તેની સાથે થોડો મધુર અને મન ગમતા ગીતો પણ સાંભળવા ના છે. બહેનો ખુશ તો આખો પરિવાર ખુશ.