માસ્ક નીચે પાકિસ્તાની મેજરનો ચહેરો જોઈને પોસ્ટ પર સન્નાટો છવાઈ ગયો.
"મેજર સલીમ ખાન, SSG," જનરલ મલ્હોત્રાએ દાંત ભીંસીને કહ્યું. "૧૯૯૯ માં બટાલિક સેક્ટરમાં તારી સામે લડ્યો હતો. તું મરી ગયો એમ રિપોર્ટ હતો.
"સલીમ હસ્યો. કડવું હાસ્ય. "મરા નહીં જનરલ સાહેબ, બદલા ગયા. જૈસે તુમ્હારા કુલદીપ બદલા. ફરક સિર્ફ ઇતના હૈ... મૈં વતન કે લિયે નહીં, પૈસે કે લિયે લડતા હું.
"અર્જુનનું મગજ સુન્ન થઈ ગયું. "પ્રોજેક્ટ અમર... ભારતીય પ્રોજેક્ટ... એમાં પાકિસ્તાની કમાન્ડો?"જનરલે સલીમને જમીન પર પછાડ્યો. "બોલ! કિસને તુઝે ઘુસાયા? કૌન ગદ્દાર હૈ?"
સલીમ થૂંક્યો. "બહુત બડે લોગ હૈં જનરલ. દિલ્હી મેં. જિન્હે લગતા હૈ કિ 'ઘોસ્ટ ટેક્નોલોજી' સે દુનિયા જીતી જા સકતી હૈ. મૈં તો સિર્ફ કોન્ટ્રાક્ટર હું. પકડના હૈ તો અસલી આકાઓ કો પકડો."બાકીના ૭ બ્લેક કમાન્ડોએ હથિયાર નીચે મૂકી દીધા. એમનામાં ૩ ભારતીય, ૨ અમેરિકન પ્રાઈવેટ મિલિટરી, ૨ પાકિસ્તાની. ભાડૂતી ટોળી.
અર્જુન દોડીને કુલદીપ પાસે ગયો. બાબાનું શરીર હવે ધુમાડા જેવું હતું. હાથ લગાવો તો ઠંડી હવા લાગે. ચહેરો ભૂંસાતો જતો હતો."બાબા! બાબા, આંખ ખોલો!" અર્જુને બૂમ પાડી.કુલદીપે માંડ માંડ આંખ ઉઘાડી. અવાજ હવા જેવો. "સાહેબ... મશીન... મેરી ઊર્જા ખીંચ લી. મૈં... મૈં બિખર રહા હું."
"ના! તમને કંઈ નહીં થાય!" અર્જુને બલવંત સામે જોયું. "દીવો! મંદિરનો દીવો લાવ!"ગુરમીત દીવો લઈ આવ્યો. અર્જુને દીવો કુલદીપના છાતી પાસે ધર્યો. "બાબા, આ લો. આ તમારું ઘર છે. તમારી શક્તિ છે."દીવાની જ્યોત ધીમે ધીમે કુલદીપના શરીરમાં સમાવા લાગી. બાબાનું શરીર થોડું ઘટ્ટ થયું. પણ હજુ પારદર્શક."યે સિર્ફ ટેમ્પરરી હૈ સાહેબ," કુલદીપે ધીમેથી કહ્યું. "મુઝે... મુઝે અપની જગહ ચાહિયે. જહાં મૈં શહીદ હુઆ થા. ટાઈગર હિલ કી તલહટી... વહાં મેરી સમાધિ બનાની પડેગી. તભી મૈં ફિર સે તાકત પા સકૂંગા.
"જનરલ મલ્હોત્રા પાસે આવ્યા. કુલદીપ સામે ઘૂંટણિયે બેઠા. ૬૨ વર્ષના જનરલ, ૨૧ વર્ષના શહીદ સામે."કુલદીપ, બેટા... મૈં તુઝે બચા નહીં પાયા ૧૯૯૯ મેં. આજ ફિર..." જનરલનો અવાજ રૂંધાયો.
"સાહેબ, આપને મુઝે ફૌજી બનાયા. ઇસસે બડા ક્યા હોગા?" કુલદીપ હસ્યા. "પર એક કામ કરોગે?""બોલ બેટા.""સલીમ કો છોડ દો."બધા ચમક્યા.
અર્જુન: "શું? બાબા, એણે તમને મારવા કોશિશ કરી!""નહીં સાહેબ. એ મજબૂર થા. જૈસે લાલ શાહ થા. હુકમ કા ગુલામ.
" કુલદીપે સલીમ સામે જોયું. "મેજર સાહેબ, આપ ભી ફૌજી હો. ક્યા મિલા? ન વતન, ન ઇજ્જત. સિર્ફ પૈસા?
"સલીમની આંખમાં પહેલીવાર શરમ દેખાઈ. એ નીચું જોઈ ગયો.જનરલે ઊંડો શ્વાસ લીધો. "ઠીક હૈ. સલીમ, તુમ્હેં છોડ રહા હું. લેકિન એક શર્ત પર. જાકર અપને આકાઓ કો બતાઓ - ઘોસ્ટ ઓફ કરગિલ ઝિંદા હૈ. ઔર વો ભારત કી રખવાલી કરતા હૈ. દોબારા આયે તો... વાપસ નહીં જાઓગે.
"સલીમે ધીમે થી માથું હલાવ્યું. "જનરલ સાહેબ... પ્રોજેક્ટ અમર કા હેડક્વાર્ટર... દિલ્હી મેં નહીં હૈ. નેપાલ બોર્ડર કે પાસ. એક પ્રાઈવેટ લેબ. કોડનેમ 'ચાણક્ય'. વહાં... વહાં ઔર ભી 'ઘોસ્ટ' કેદ હૈં. ૧૯૬૨,૧૯૭૧,૧૯૯૯ કે..."
"બસ!" બીજા એક ભાડૂતી કમાન્ડોએ સલીમ પર ગોળી ચલાવી. ધડામ!પણ ગોળી સલીમને વાગે એ પહેલા કુલદીપ વચ્ચે આવી ગયા. ગોળી એમના પારદર્શક શરીરમાંથી આરપાર નીકળી ગઈ. પણ કુલદીપ વધુ ધૂંધળા થઈ ગયા.
"હરામી!" જનરલે ગોળી ચલાવનારનું કાંડું તોડી નાખ્યું.સલીમ બચી ગયો. એ કુલદીપ સામે જોઈ રહ્યો. "તુમને... મુઝે ક્યોં બચાયા?
મૈં દુશ્મન હું."
"દુશ્મન સરહદ પર હોતા હૈ મેજર," કુલદીપનો અવાજ હવે પવન જેવો હતો. "મૌત કે સામને સબ ફૌજી ભાઈ હોતે હૈં. જાઓ. ઔર અગર હિંમત હો તો... ઉન કૈદ આત્માઓ કો આઝાદ કરાના."સલીમની આંખમાં આંસુ આવી ગયા. એણે સલામી ભરી.
કુલદીપને નહીં, અર્જુનને, જનરલને, આખી પોસ્ટને. પછી એના સાથીઓને લઈને હેલિકોપ્ટરમાં બેસી ગયો. કાળું હેલિકોપ્ટર ઊડી ગયું.જનરલે અર્જુન સામે જોયું. "રાઠોડ, 48 કલાક કા સીઝફાયર હૈ. ઇસ બીચ કુલદીપ કો ટાઈગર હિલ લે જાના હૈ. વહાં સમાધિ બનેગી. મૈં ખુદ આઉંગા. ઔર હાં..."એમણે ખિસ્સામાંથી એક ફાઈલ કાઢી. "પ્રોજેક્ટ અમર કી ફાઈલ. ટોપ સીક્રેટ. ઇસમેં સબ ગદ્દારો કે નામ હૈં. યે મિશન તુમ્હારા હૈ. કુલદીપ ઔર બાકી શહીદો કો આઝાદ કરાના હૈ. કર પાઓગે?"
અર્જુને ફાઈલ લીધી. પછી કુલદીપ સામે જોયું. બાબા હવે લગભગ અદૃશ્ય હતા. ફક્ત આંખો ચમકતી હતી."Yes Sir," અર્જુન બોલ્યો.
"મરતે દમ તક."રાત્રે ૩ વાગ્યે. અર્જુન, બલવંત, ગુરમીત અને ૨ જવાન કુલદીપને લઈને નીકળ્યા. દીવો આગળ. દીવાની જ્યોતમાં કુલદીપની આત્મા સમાયેલી હતી. ટાઈગર હિલ ૨૦ કિમી દૂર. રસ્તો ખતરનાક. બરફ, ક્રેવાસ, દુશ્મનની નજર.ચાલતા ચાલતા અચાનક દીવો બુઝાઈ ગયો. અંધારું. અને અંધારામાંથી અવાજ આવ્યો:
"સ્વાગત હૈ લેફ્ટનન્ટ. હમ તુમ્હારા હી ઇન્તઝાર કર રહે થે".
ટોર્ચ મારી તો સામે... ૧૦-૧૨ આકૃતિઓ. કોઈ યુનિફોર્મમાં, કોઈ કફનમાં. બધાની આંખો લાલ. સૌથી આગળ એક ઓફિસર. છાતી પર બિલ્લો: "કેપ્ટન સૌરભ કાલિયા,1999"
કેપ્ટન કાલિયા અને બીજા શહીદોની આત્માઓ અહીં કેમ છે? શું એ દુશ્મન છે કે મિત્ર? અને 'ચાણક્ય' લેબમાં કેદ બીજી આત્માઓને છોડાવવાનું મિશન કેવી રીતે શરૂ થશે?
જાણીએ ટૂંક સમય માં ભાગ-૮ માં ....